________________
તા. ૧-૩-૬૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, કન્યા છાત્રાલય, અને શ્રી ખીમજી માડણ ભુજપુરીઆના પુત્ર
પ્રશ્ન જીવન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, એક સતત વિકસતી જતી શિક્ષણસંસ્થા છે. શિક્ષણના ક્ષેત્રે આ સંસ્થાની પ્રવૃત્તિ ઉચ્ચ શિક્ષણ લેવા માગતા. જૈન શ્વે. મૂ. વિદ્યાર્થીઓને રહેવા, ખાવા વગેરેની સગવડ આપતાં છાત્રાલયો ભિન્ન ભિન્ન યુનિવર્સિટીનાં કેન્દ્રોમાં ઊભા કરવા પૂરતી સીમિત રહી છે. આવાં છાત્રાલયોની જેટલી જરૂર જૈન વિદ્યાર્થીઓને છે તેટલી જ જરૂર જૈન વિદ્યાર્થીનિઓને છે, જ્યાં સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માગતી જૈન વિદ્યાર્થીનિઓ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી કન્યા છાત્રાલયો ઊભાં કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાલયનું કાર્ય પોતે સ્વીકારેલા સીમિત ક્ષેત્ર પૂરતું પણ ધૂરું જ રહ્યું ગણાય અને આ ખૂટતી કડી સત્વર પુરાવી જ જોઈએ એવા સંકલ્પપૂર્વક વિદ્યાલયના અગ્રગણ્ય સભ્ય શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે (વિઘાલયના હાલના મંત્રી) આજથી ૨૦ વર્ષ પહેલાં કન્યાછાત્રાલયની યોજના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ સમક્ષ રજૂ કરી હતી અને તેની ભલામણ સાથે તા. ૩૧-૧-’૪૩ની સામાન્ય સમિતિમાં એ યેાજના રજૂ કરવામાં આવી હતી. અને વિશેષ ચર્ચા માટે મુલતવી રહેલી અને તા. ૭-૨-૪૩ના રોજ મળેલી સામાન્ય સમિતિએ એ યોજના સુચવાયેલા સુધારા વધારા સાથે સર્વાનુમતે મંજૂર કરી હતી. આ યોજના શરૂઆતમાં ૬૦ વિદ્યાર્થીનિઓ માટે કન્યા છાત્રાલય ઊભું કરવાની હતી અને તેના મકાનના ખર્ચને પહોંચી વળવા માટે રૂા. ૫૦૦૦ની રકમ આપે એવા ૩૦ આદ્યસંસ્થાપકો (Founder Patrons) તત્કાળ મેળવવાની હતી. આમાંથી ૨૫ આદ્યસંસ્થાપકો એ અરસામાં નોંધાઈ ચૂકયા હતા, બાકીના પાંચ સહેલાઈથી મળી શકે તેમ હતું, અને એક કે બે વર્ષમાં આ કન્યા છાત્રાલય જરૂર શરૂ કરવામાં આવશે એવી આશા સેવવામાં આવતી હતી.
પણ ત્યાર બાદ કમનસીબે જે આગેવાન વ્યકિતના માથે આ યોજનાને મૂર્ત રૂપ આપવાની જવાબદારી હતી તેને આવા કન્યા છાત્રાલયની જવાબદારી ઘણી કપરી લાગી અને તેમના આ બાબતને લગતા ઉત્સાહ કંઈક મંદ પડયો. સમય જતાં ૧૯૫૩ની સાલમાં આ વ્યકિત એટલે કે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ વિદ્યાલયના મંત્રીપદ ઉપર આવ્યા એમ છતાં પણ, કન્યા છાત્રાલય ઊભું કરવા અંગે આજ સુધીમાં કશી પણ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી નથી અને આની જગ્યાએ દર વર્ષે ૬૦ બહેનોને રૂા. ૨૦૦ આસપાસની શિષ્યવૃત્તિ આપીને સંતોષ ચિતવવામાં આવ્યો છે.
આ શિષ્યવૃત્તિએ સંબંધમાં જણાવવું જરૂરી છે કે તા. ૩૧-૫-૬૩ સુધીમાં આ શિષ્યવૃત્તિ પેટે રૂા. ૧,૦૬,૦૦૩ની રકમ આપવામાં આવી છે અને છેલ્લાં દશ વર્ષથી કન્યાછાત્રાલય નિમિત્તે ઉભા કરવામાં આવેલ ફંડમાંથી કશી રકમ ન લેતાં વિદ્યાલય પોતાની આવકમાંથી કાલેજમાં ભણતી કન્યાઓને શિષ્યવૃત્તિઓ આપે છે. આ માટે વિદ્યાલયને જરૂર અભિનંદન ઘટે છે. કન્યા છાત્રાલયનું ફંડ આઘ. સંસ્થાપકો તરફ્થી મળેલી રકમો તેમ જ બીજાં દાનો મળીને રૂા. ૧,૨૮,૦૧૬ સુધી પહોંચ્યું છે તેમાં શ્રી ખીમજીભાઈ તરફથી મળેલા ચેક ઉમેરતાં રૂા. ૧,૩૩,૦૧૬ સુધી પહોંચે છે. પ્રથમના આ સંસ્થાપકોમાં શ્રી એચ. પી. શાહ, અને શ્રી ખીમજીભાઈનો ઉમેરો કરતાં તે સંખ્યા ૨૭ની બને છે.
જે કન્યા છાત્રાલય શરૂ કરવાની જવાબદારી આજથી વીસ વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારી છે, છતાં જેને હજુ સુધી અમલી રૂપ અપાયું નથી તે કન્યા છાત્રાલય શરૂ કરવાના વિદ્યાલયના મંત્રીઓ અને વ્યવસ્થાપક સમિતિ વધારે ગંભીરપણે વિચાર કરતા થાય, એટલું જ નહિ પણ, એ અંગે સત્વર ક્રિયાશીલ
(5)
૨૧૩
બને એવી ભાવનાથી પ્રેરાઈને પાતા હસ્તકના શ્રી ખીમજી માડણ ભુજપુરી ચેરીટી ટ્રસ્ટમાંથી રૂ!. ૫૦૦૦ના ચેક સાથે તેમણે વિદ્યાલયના મંત્રીને સંબોધીને નીચે મુજબના પત્ર લખ્યો છે. એ માટે શ્રી. ખીમજીભાઈને ધન્યવાદ ઘટે છે. એ પત્રમાં જે વિગતો આપવામાં આવી છે તેને યથાસ્વરૂપે સમજવામાં ઉપયોગી થાય એ હેતુથી ઉપરની ભૂમિકા આપવામાં આવી છે. આજથી ૨૦ વર્ષ પહેલાં કન્યા છાત્રાલયની જેટલી જરૂરિયાત હતી તે કરતાં વિદ્યાર્થીનિઓ માટે આવી સગવડ ઊભી કરવાની જરૂરિયાત આજે ખૂબ જ વધી ગઈ છે અને જ્યાં જૈન વાતાવરણ ન મળે અને ખાનપાનના નિયમા ન સચવાય એવાં છાત્રાલયોના ઉચ્ચ શિક્ષણ લેવા ઈચ્છતી જૈન કન્યાઓને બીજા વિકલ્પના અભાવે આશ્રય લેવા પડે છે એ જૈન સમાજ માટે અને આટલી મોટી પ્રતિષ્ઠા જેણે પ્રાપ્ત કરી છે એવા મહાવીર જૈન વિદ્યાલય માટે શેશભાસ્પદ નથી. આ બાબતમાં જેમનાં મન કાંઈક ખચકાતા હોય તેમને શ્રી ખીમજીભાઈ વિદ્યાર્થીનિઓ માટેનાં પેાતાના હસ્તક ચાલતા છાત્રાલયોના અનુભવાના સધિયારો આપે છે. વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ સમીપ આવી રહ્યો છે એ 'પ્રસંગનો આ ખૂટતી કડી પૂરી કરવાની બાબતને સૌથી પ્રથમ લાભ મળવા ઘટે છે. શ્રી ખીમજીભાઈના જે પુત્રના ઉપર નિર્દેશ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે:- પરમાનંદ મુંબઈ, તા. ૨૦-૨-’૬૪
પ્રિય શ્રી ચંદુલાલભાઈ,
ઘણા સમયથી આપને પત્ર લખવાનો વિચાર કરી રહ્યો હતે. આખરે આજે લખી જ મોકલું છું. ચાર-પાંચ વર્ષ પહેલાં આ જ વિષય પરત્વે આપને લખ્યું હોવાનું સ્મરણ છે.
આપ આપના ઉદ્યોગ-ધંધાની દેખભાળ કાબેલિયતથી કરતા રહેવાની સાથેસાથે જનકલ્યાણનાં જે કાર્યો કરો છે. તે કાર્યોની માહિતી વૃત્તપત્રો દ્વારા મળતી રહે છે અને તેથી આનંદ અને ગૌરવ અનુભવું છું. પ્રાત:સ્મરણીય સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રબળ પ્રયાસેાથી સ્થપાયેલી આપણી મહાવીર જૈન વિદ્યાલયની આણંદ મધ્યની શાખાના દશેક હજાર વાર જેટલા જમીનના પ્લોટ પર મકાન બાંધવાના પાયા નંખાયા ત્યારે મુરબ્બી શ્રી પરમાનંદભાઈએ અને બીજા એક મહાનુભાવે * ઉચ્ચ અભ્યાસ કરતી બહેનો માટે કન્યા છાત્રાલય ખોલવાનો સમય હવે . પાકી ગયો હોવાનો ઉલ્લેખ કરી આપ એ સત્કાર્યની આગેવાની લ્યો એવા અંગુલિનિર્દે શ કર્યો હતો તેમાં હું પણ મારા સુર પુરાવું. છું, એટલું જ નહિ પણ, હવે આપ એ દિશામાં સત્વર સક્રિય પગલાં લ્યો એવી આગ્રહભરી અપીલ નમ્રભાવે કરું છું.
મેં એ દિશામાં સેવેલાં સ્વપ્નાને શાસનદેવની કૃપાથી અને આપ જેવા શુભેચ્છકોની શુભાશિષ અને સહકારથી સાકારરૂપ સને ૧૯૫૨માં આપી શકાયું છે. ૧૯૫૫માં સ્કોલરશીપા આપીને અને ૧૯૫૬થી પેાતાનું મકાન માટુંગામાં ખરીદીને ૧૦૦ જેટલી વિદ્યાર્થીનિઓને રાખવાના અને નિભાવવાના પ્રબંધ કરી દેવાયો છે અને તે કાર્ય સરસ રીતે અને સંતોષકારક ગતિએ આગળ ધપી રહ્યું છે. આ શુભ શરૂઆતથી પ્રેરાઈને શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિએ પણ કાલેજિયન કન્યાઓ માટે માટુંગામાં પાંચેક વર્ષ થયાં - કન્યા છાત્રાલય શરૂ કરી દીધેલું છે અને ગયા વર્ષે કચ્છ પ્રદેશના અબડાસા વિભાગમાં એક અને વાગડ વિભાગમાં બીજું છાત્રાલય પણ વીશા ઓશવાળ કોમની બાળા માટે શરૂ કરી દેવામાં આવેલ છે. છે. ગયા વર્ષે એ બંને છાત્રાલયોમાં પચાસ-પચાસ બાળાઓને
*
આ મહાનુભાવ તે વલ્લભ વિદ્યાપીઠના ઉપકુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલ છે કે જેમણે કન્યા છાત્રાલયનું કાર્ય હાથ ધરવા અનુરોધ કર્યો હતો.