________________
તા. ૧-૩-૬૪
પ્રભુ હું જીવન
ગુરુ વિષેના મતાના સમન્વય
*
આધ્યાત્મિક માર્ગ વિષે હાલમાં બે મોટા મતભેદ પ્રચલિત હોવાથી કોયાર્થી માણસે આ બાબતમાં કેવી જાતનું ધારણ રાખવું એ નક્કી કરવાનું તેને કઠણ થઈ પડે છે. આ વિષે મારે બીજાઓ સાથે વાતચીત કરવાના વખતોવખત પ્રસંગો આવે છે. હું પાતાને જો કે આ વિષયના નિષ્ણાત માનતા નથી, તોપણ મારે આ વિષે જે થોડો ઘણા અભ્યાસ કરવો પડયો તે પરથી અને સંસારી તથા વૈરાગ્યશીલ વ્યકિતઓ સાથે થયેલા સંબંધના અનુભવ પરથી તે વિષયમાં મારી જે સમજણ થયેલી છે તે લખવાથી બધાને વિચાર કરવામાં ઉપયોગી થશે એમ લાગે છે.
ઉપર કહેલા બે મોટા મતભેદોમાં એક ‘ગુરુ સિવાય ગતિ નથી; ગુરુને સર્વ સમર્પણ કર્યા વગર જ્ઞાન થઈ શકતું નથી' એવું કહેનાર અને બીજા ‘ગુરુની મુદ્લ જરૂર નથી, પોતે જ વિચાર કરીને સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું અને આ રીતે પ્રાપ્ત કરેલું જ્ઞાન એ જ સત્ય. શાન' એવું પ્રતિપાદન કરનાર—આ પ્રમાણે પરસ્પર તદ્ન વિરોધી એવા બંને મતા હાલમાં પ્રચલિત છે.
ગુરુને સર્વ સમર્પણ કરનાર, તેમ જ વિવેક, જ્ઞાન અને પોતાના અનુભવને આધારે ચાલનાર એવા બંને પ્રકારની શ્રેયાર્થી વ્યકિતઓના જીવનવ્યવહાર પરથી તેમની માનસિક સ્થિતિ તપાસતાં બંનેમાં સાત્ત્વિક વૃત્તિવાળા અને પેાતાની ઉન્નતિ કરી લેનારા માણો મળી આવે છે. તે જ પ્રમાણે ક્રોધી, લેાભી, સ્વાર્થી અને અહંકારી વ્યકિતઓ પણ બંનેમાં જણાય છે. આ પરથી વિચાર કરતાં લાગે છે કે આ બંને મતામાં કંઈક સમન્વય હોવા જોઈએ અને ખરો શ્રેયાર્થી કોઈ પણ માન્યતા પ્રમાણે જીવન ચલાવતો હોય તોયે તે ઉન્નત જ થાય છે. પોતાને જોઈતું આધ્યાત્મિક જ્ઞાન કોઈ જ્ઞાની અને સમર્થ પુરુષની સહાય વગર પોતાની બુદ્ધિથી આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે તેમાં યોગ્ય વ્યકિતની સહાયની જરૂર છે એવું કોઈ સમજતું હોય તો તેના સહેજે કોઈ વિરોધ નહીં કરે; કારણ કે ગુરુની આવશ્યકતા નથી એવું કહેનારાયે વાચન, શ્રાવણ વગેરેથી જ્ઞાન મેળવતા હોય છે, પ્રાચીન અને અર્વાચીન શ્રેષ્ઠ વ્યકિતઓના ગ્રન્થામાંથી બોધ ગ્રહણ કરે છે, તેમ જ પ્રત્યક્ષ વ્યકિત પાસેથી સાંભળતા હોય છે. એટલે કોઈ પણ કેવળ પોતાની બુદ્ધિથી જ પ્રગતિ કરી શકે છે એવું જણાતું નથી. ‘ગુરુ’ એટલે જે વિષયમાં આપણને શાન નથી, પણ જ્ઞાન થાય એમ ઈચ્છીએ છીએ તે વિષયોમાં આપણને સહાય કરનાર માર્ગદર્શક . આટલા જ તેના અર્થ માનીએ તા ગુરુની આવશ્યકતા માનનાર અને ન માનનાર બંને સરખા જ છે એમ કહેવું પડે છે; કારણ કે બંને કોઈની મેં સહાય લેતા હોય છે અને બંનેમાં વિવેક હોય છે. જેમને સમર્પિત થવાનું હોય તેમાં કોણ લાયક છે એ વિવેકથી શોધ્યા વગર કોયાર્થી કોઈને સમર્પિત થતા નથી અને સમર્પણ કર્યા પછી પણ ગુરુએ કહ્યું હોય તે પૈકી કિંવા ગુરુ પાતે વર્તન કરતા હોય તે પૈકી કયું આચરણ યોગ્ય અને કયું અયોગ્ય છે, એ પોતે વિવેકથી ઠરાવીને તે પોતે વર્તતા હોય છે. સમર્પણ એટલે પોતાના કર્તુત્વ તેમ જ બુદ્ધિના અહંકાર છોડી દઈ બધી રીતે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું તે. તેમાં મુખ્ય વાત એ છે કે ગુરુએ બતાવેલા સાધન પર શ્રાદ્ધા રાખીને સાધના કરતાં કરતાં સિદ્ધિ પ્રાપ્ત કરવી. વાચન, શ્રાવણ વગેરે માર્ગે જેઓ બાધ લે છે, તેઓ પણ વિવેકથી બોધ ગ્રહણ કરે છે. એક દરે બંને જુદે જુદે માર્ગે જતા હોય એમ લાગતું હોય અને પોતાના માર્ગો જુદા છે એવું તેમને જણાતું હોય તો પણ બંને વિવેકથી પેાતાને સમજાય અને પચે તે જ ગ્રહણ કરે છે. ખરું જોતાં એવા વિવેકીની પ્રગતિ થાય છે.
૨૧૧
બંનેમામાં આગ્રહ અને અતિશયતા હોય તે તેમાંથી વિરોધ થાય એ સહજ છે. ગુરુની, માર્ગદર્શકની યા કોઈ પણ વ્યકિતની મદદની જરૂર છે, એમ કોઈ કહે તો તે પર કોઈ વિશેષ આક્ષેપ નહીં કરે. પણ ગુરુને સર્વ સમર્પણ કરવું જોઈએ, એમ કહેવું સર્વસંમત થતું નથી. અને કોઈની યે મદદની જરૂર નથી એમ કહેવું પણ સર્વસંમત થઈ શકતું નથી. એટલે ‘સર્વસમર્પણ’ અને ‘કોઈની જરૂર નથી' એ બે જાતના આગ્રહ અને અતિશયતામાં સહેજે વિરોધ થાય છે. ‘સમર્પણ’ કહેનારાએ પોતાનું જીવન તપાસીને જોવું ઘટે, સમર્પણ કરીનેયે સંપૂર્ણ નિરહંકારિતા, વ્યકિતત્વનો પૂરો નાશ અને કામ, ક્રોધ, લોભ, લાલસા, ઈર્ષ્યા વગેરે અનેક દોષોના અભાવ સિદ્ધ થાય છેકે? તેજ પ્રમાણે ગુરુ તરીકે કોઈને ન માનનારે પણ પેાતાનું સૂક્ષ્મપણે નિરીક્ષણ કરવું જોઈએ. પોતાને શોધીને જોવું જોઈએ કે તે પોતે વિચાર-આચારમાં સંપૂર્ણપણે સ્વાવલંબી થઈ કામ—ક્રોધ લાભમાંથી છૂટ છે શું? પાતા પર કોઈનાયે વિચાર—આચારના પ્રભાવ પડે છે કે નહીં? અડચણ યા સંકટના પ્રસંગે પ્રાચીન યા અર્વાચીન કોઈનાયે આચાર-વિચારના આધારે પાતે વર્તવાના વિચાર કરે છે કે નહીં? પ્રસંગાપાત યોગ્યઅયોગ્ય અને કર્તવ્ય-અકર્તવ્ય વગેરેના કેવળ પોતાના જ જ્ઞાન અને અનુભવો પરથી નિર્ણય કરે છે શું?
ગુરુની આવશ્યકતા માનનારમાં સાધારણ રીતે શ્રદ્ધાના ભાગ વધારે હોય છે, અને આવશ્યકતા ન માનનારમાં પોતાની બુદ્ધિ પર વિશ્વાસ વધારે દેખાય છે. બંને માણસ છે અને કોઈ પણ માણસમાં પછી તે ગમે તેટલા શ્રાદ્ધાવાન હોય યા કેવળ પાતાને બુદ્ધિમાન સમજતા હોય, તોયે તે દરેકમાં શ્રાદ્ધા અને વિવેકનું મિશ્રણ હોય છે. તેમાં ફરક હોય તો ઓછાવત્તા પ્રમાણના હોય છે એટલું જ. માણસના મનમાં ભાવનાશીલતા અને બુદ્ધિમત્તા બંનેની વૃદ્ધિ થતી આવી છે. કેવળ ભાવનાશીલ થયું ચાલતું નથી અને કેવળ પાતાની બુદ્ધિ પર ભરોસો રાખીને મેં ચાલતું નથી. બીજાની બુદ્ધિયા તેના અનુભવને પ્રમાણ માનીને ચાલનારને શ્રદ્ધાવાન કહેવામાં આવે છે અને કેવળ પેાતાની બુદ્ધિ પર ભરોસો રાખનારને વિવેકી કહેવામાં આવે છે. આમાંનો ‘કેવળ ’ શબ્દ સ્વભાવનું વૈશિષ્ટય ધ્યાનમાં આવવા માટે વાપરવામાં આવ્યો છે. ભાવનાશીલ વ્યકિતને બુદ્ધિવાદી ભાળી અને અંધશ્રાદ્ધાળુ કહે છે અને પેાતાની બુદ્ધિ પર ભરોસા રાખી વર્તનારને ભાવનાશીલ વૃથા ચિકિત્સક અને અહ કારી યા નાસ્તિક કહે છે. આગ્રહ અને અતિશયતા છોડી દઈ દરેક જણ આત્મનિરીક્ષણ અને પોતાના મનના વિશ્લેષણની આદત પાડે તો તેને પોતાની મનોવૃત્તિઓનું સત્ય સ્વરૂપમાં દર્શન થશે અને બંનેમાં સમન્વય સાધતાં આવડશે. ભાવનાશીલતા જોઈએ પણ ભાવનાવશતા કે વિવશતા ન જોઈએ. તે જ પ્રમાણે બુદ્ધિમત્તા જોઈએ પણ ભાવનાશૂન્યતા કે ક્ષીણતા ન જોઈએ. માનવીમનના અભ્યાસ કરીને મનનાં બધાં પડ ઓળખતાં આવડે તો પછી આગ્રહ યા અતિશયતા ટકી શકશે નહીં.
આધ્યાત્મિક ન માનેલા એવા જીવનના અનેક વિદ્યા, કલા, જ્ઞાન વગેરે વિષયોના જ્ઞાનમાં શિક્ષક, માર્ગદર્શક, ગુરુ માનીને તેમની પાસેથી આપણે જોઈતી સહાય લઈએ છીએ. તે માટે એક કરતાં એક સમર્થ અને અધિક સુપાત્ર ગુરુનું શિષ્યત્વ પણ સ્વીકારવામાં આવે છે. તે પ્રમાણે જરૂર હોય તો આધ્યાત્મિક માનેલા વિષયમાં પણ માણસ આવું આચરણ અને ક્રમ રાખે તો તેમાં કોઈ દોષ ન માનતાં તે યથાક્રમ જ છે એમ કહેવું જોઈએ. ગુરુની આવશ્યકતા નથી, એવા મતના લોકોનો વિરોધ સમર્પણના વિષય પૂરતા જ