________________
પ્રભુ
સુવાડયો છે: ને પોતે સાધના, આસન, પ્રાણાયામમાં તલ્લીન બની ગઈ છે. કોઈ વાર શાલિગ્રામ ૪ એને સદેહે દર્શન દે છે. કોઈ વાર સ્વયં જ્યોતિમાં વીંટળાઈ જ્યોતિપુંજ બની જાય છે. અજબગજબના ખેલ અંદરોઅંદર ચાલે છે, અને ભીતરની આ વાતો રામ સિવાય કોણ જાણતા હાય !
રાતે પતિદેવ બેબાકળા જાગી જાય છે, અને રહે છે. છતાંય ચૂપ છે. ૐ નવતર છે આ નારી!
ધીરે ધીરે ભૂતાને આંખા આવી, છાપરાને કાન આવ્યા. પાડોશીઓ ગુપચુપ આ જ્યોતિર્મયીની સાધનાને નીરખવા લાગ્યા : પણ આગળ કોણ પગલું ભરે? ખુલાસા કોણ કરે ? હરકુમાર નામનો એક ભકત આ ધૂંઘટમાં આવરાયેલી વિભૂતિને ઓળખી ગયો. એ સવાર-સાંજ દર્શનાથે આવવા લાગ્યો પણ ધૂંઘટવાળી મૈયા એની સામે માં માંડે જ નહિ ને!
૨૧૦
આ દ્રશ્ય જોઈ
ભકતથી ન રહેવાયું. એણે બાપાકાર કહ્યું, ‘આજ હું એકલા તને મા કહું છું. એક દહાડો આખી દુનિયા તને મા કહેશે.
પણ નર્મદાસુંદરી તો સ્વ કર્મ—ધર્મમાં લીન છે; વ્યવહારમાં જરાય ચૂકતી નથી; શ્રમમાં જરાય પાછી પડતી નથી; કુલધર્મ સઘળા અદા કરે છે; ફકત અંતર્મુખતા વધતી જાય છે. અંતરના તારકોઈ અગમનિગમની સારગી સાથે સંધાતા જાય છે. એ કીર્તન કરે છે, ત્યારે શરીરને વીસરી જાય છે, એક તેજપુંજમાં લપેટાઈને એ આત્મમગ્નતા અનુભવે છે.
કોઈ વાર રૂપ—માધુર્યભરી નારી પાસે સંસારી વાસનાથી ઘેરાયેલા પતિ આવે છે, પણ પત્નીની પ્રભુભાવભરી મુદ્રા જુવે છે: ને અને કામભાવ અદ્રશ્ય થઈ જાય છે.
વિષયાનંદ અને મેાક્ષાનંદ વચ્ચે ઠીક ઠીક સંઘર્ષ ચાલે છે. આખરે પત્નીનો વિજય થાય છે. એક દહાડો પતિ પત્નીને પિછાણી જાય છે. એને માતા કહીને સંબંધેિ છે: અને એનું શરણ યા૨ે છે!
પાણીપતનાં યુદ્ધ ખેલવાં સુકર છે: ભાગાનંદના ભૂમિવિજય ભારે દુષ્કર છે.
‘જિન ખાજા તિન પાઈયા, ગહરે પાની પેઠ, મેબારી ઢુંઢન ગઈ, રહી કિનારે બેઠ.
સં. ૧૯૭૯ના વૈશાખ માસમાં જ્યારે આંબે કેરી પાકી હતી ને કોકિલા ઉન્મત્ત આલાપે ગાઈ રહી હતી, ત્યારે કુલવધૂ નર્મદાસુંદરીએ આપોઆપ દીક્ષા લઈ લીધી. સ્વયં ગુરુ, સ્વયં ચેલા! લોકોએ ખોવાયેલી આ નારીને પૂછ્યું, તમે કોણ છે?” જવાબ મળ્યો : ‘ પૂર્ણબ્રહ્મ નારાયણ. ‘આપના પરચા ?'
જવાબમાં પતિ ભેાળાનાથને સહજ સ્પર્શ કર્યો. મસ્તકથી પગ સુધી વીજળીના ઝણઝણાટ વ્યાપી ગયો, એને સહજ સમાધિ લાધી ગઈ: એ પળ વિપળમાં અગમ અનન્ત પ્રદેશા ખૂંદી આવ્યો. ભાળનાથે ભકિતભાવે પાકાર કર્યો, ‘મા!'
લોકોએ પાકાર કર્યો: ‘મા!’
'
માએ કહ્યું: ‘હું તો નાની બાળકી છું.'
આ વખતે માતાજીની હસમુખ મુદ્રા જોતાં એક ભકતે કહ્યું: ‘હવે અમે તને આનંદમયી મા કહીશું! રે! અમને તારી પાસેથી લાધશે સતચિતનો આનંદ !”
એ દિવસથી નર્મદાસુંદરી કુલવધૂ મટયાં ને સંસારમાં આનંદમી તરીકે પ્રસિદ્ધ થયાં!
લોકો પૂછતાં: ‘રે! તમારા ગુરુ કોણ?? આનંદમયી મા જવાબ વાળતાં
‘બચપણમાં આ શરીરનાં ગુરુ હતાં માતા-પિતા. ત્યારબાદ જ્યારે વિવાહ થયા ત્યારે માતા-પિતાઓં કહ્યું કે પતિ જ તારો ગુરુ છે. ત્યારબાદ આ સંસારમાં જે કાંઈ પણ છે, તે સર્વ આ શરીરનાં ગુરુ છે, એ અર્થમાં કહું છું કે આત્મા જ આત્માના ગુરુ છે, અથવા આ શરીર જ શરીરનું ગુરુ છે.'
કુલવધૂ નર્મદાસુંદરીમાંથી માતા આદમયી બની ગયાં. સહુ તેમને માતાના નામે બાલાવવા લાગ્યાં. માતાજી આ પછી પોતાના અહંભાવ કી પ્રગટ નથી કરતાં, પોતાના વિશે કહે છે ત્યારે પેાતાના આ શરીર તરીકે ઉલ્લેખ કરે છે. સંસારના સર્વ પુરુષોને પિતાજી અને સર્વ સ્રીઓને માતાને નામે સંબોધે છે, પેાતાને બાળકી તરીકે ઓળખાવે છે!
સ્વયં દીક્ષા પ્રાપ્ત કર્યા પછી માતાજીએ વ્રત-જપને વધુ ઉગ્ર બનાવ્યાં. ત્રણ વર્ષ તો પ્રારંભમાં મૌન રાખ્યું. ત્રણ કોળિયાર્થી
જીવન
વધુ વલાહાર નહિ—ખાવું નહિ, પછી ફકત ફળ પર જ રહેવાનું ! અને તે ફળ માટે કોઈ પાસે માગણી કરવાની નહિ!
દેહ જીત્યા વિના મન જીતાય નહિ. મન જીત્યા વિના આત્મા
જડે નહિ! ન જાણે એક દિવસમાં દેહને કેટકેટલું ખાવા જોઈએ : અને અહીં તા મા ફકત અન્નના નવ કણ પર દિવસો કાઢે, ત્રણ કણથી વધીને ત્રણ મૂઠી અનાજ પર મહિનાઓ વીતી જાય, કોઈવાર એક શ્વાસે જેટલું ખવાય તેટલું ખાય!
એક દિવસ લાગલાગટ સોળ દિવસ જળ નહિ ને અન્ન નહિ ! મા સાક્ષાત્કાર માટે આ કરતાં હતાં તેવું નહોતું. યાગ, આસન ને સાધના તેઓને આપાઆપ પ્રાપ્ત થતાં. તેઓ કહેતાં કે “હિંદુ ધર્મ સાથે ઈસ્લામ ધર્મ અને અન્ય ધર્મની મેં સાધના કરી લીધી છે! હું સ્વયં ધર્મ છું!”
તા. ૧-૩-૬૪
બાળક જેવી રીતે સ્વયં ખેલ ખેલે, મા એવી રીતે સાધના અનુભવે! ચમત્કારઘેલું જગત આ સિદ્ધિ પાછળ ગાંડુંઘેલું રહે!
એક વાર કીર્તન થઈ રહ્યું હતું: ને ભાવાવેશ આવી ગયા. કીર્તનના સ્થળથી થોડે દૂર એક કબર હતી. શ્રી મા એ તરફ ચાલવા લાગી. મૌલવી જૈનાદીહુસેન સાથે થયા. મા કબરમાં ગઈ, નમાજ પઢી ને કુરાનના કલમા પઢવા લાગી.
લોકો કહે, ‘ૐ મા! તે આ કયારે જાણ્યું?'
આંબા કેરી પકવતાં કયારૅ શીખ્યો? કઈ નિશાળે? મા તા કહેવા પૂરતાં નિશાળે ગયાં હતાં, અને ભલભલા મૌલવીઓને ભુલા પાડે તેવી આ ઈલમની જાણકારી કયાથી?
કુલવધૂમાંથી માતા આનંદમયી બન્યાં છે, પણ કર્તવ્ય તા કુલવધૂનાં ચાલુ છે. શ્રમમાં શરમ નથી. મા વાસણ માંજે છે, તળાવે જઈ જળ ભરી લાવે છે, મસાલા ખાંડે છે, શાક સમારે છે, ને સાથે યૌગિક ક્રિયા ચાલે છે. એકબીજાનું એકેય વિરોધી નથી! ઘર બાળીને તીરથ કરવાની વાત નથી!
માએ હવે પરિભ્રમણ શરૂ કર્યું. ભારતનાં તમામ તીર્થસ્થાન તથા પીઠસ્થાના ફર્યા. સં. ૧૯૮૩ના વર્ષમાં મહાકુંભનાં દર્શને ગયાં, અનેક મહાત્માઓ સાથે મુલાકાત થઈ.
હવે તા માનાં સહજસાધ્ય કાર્યો ચમત્કાર લેખાવા લાગ્યાં. એક બાળકને સર્પદંશ થયો, પાતે પોતાની જાત ઉપર સર્પને દંશ દેવરાવી માતૃવાત્સલ્ય દાખવી ઝેર ઉતરાવ્યું. કોઈના ક્ષય રોગ મટાડયો. મૃત્યુના પંજામાંથી ઘણાને મુકત કર્યા,
અભય અભયને આપે છે!
કવિરાજ ડૉ. ગોપીનાથ સાથે એક વાર મા વાતે ચડયાં. કર્યાં કવિરાજ જેવા જ્ઞાનસાગર ને કયાં. આ અજ્ઞાની બાળકી-મા ! કવિરાજે વાર્તાલાપના અંતે ઉચ્ચાર્યું.
‘ઓહ! જાગૃત અવસ્થામાં મેં સ્વપ્ન જોયું. મેં જોયેલાં દર્શનાથી માનું દર્શન અદ્ભુત છે!
દહેરાદુનમાં સ્મૃતિમંદિરની સ્થાપના કરી. શ્રીમતી કમલા નહેરુ (પં. જવાહરલાલનાં પત્ની) આદિ અનેક મહિલાએ માતૃભકત બની. આ પછી તો આશ્રમ પર આામે સ્થપાતા ચાલ્યા ને માતાજીની સાધનાથી આકર્ષાઈને મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, સુભાષબાબુ, પં. નહેરુ, વિનાબાજી, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન, શ્રી ગોવિંદવલ્લભ પંત, શ્રી જગજીવનરામ, ડૉ. કાર્જુ વગેરે વિશિષ્ટ વ્યકિતએ માતાજીના સંપર્કમાં આવી.
વિદેશની અનેક વ્યકિતએ સાધના માટે તેઓની સમીપમાં રહેવા લાગી, જે આજે પણ ચાલુ છે.
સં. ૨૦૦૦માં ગંગાકિનારે આશ્રામ માટે જમીન લેવામાં આવી અને પુણ્યક્ષેત્ર કાશીમાં ભદેનીના ઘાટ પર આશ્રમ સ્થાપવામાં આવ્યા.
માતાજી પછી એક સ્થાને વધુ રોકાતાં નથી. એ કહે છે: ‘હું બધે ફરું છું. પણ મારા માટે તે સંસાર એક ઓરડા છે.'
પણ કુળકલ્યાણી કુળવધૂમાંથી વિશ્વકલ્યાણી માતા બનનાર આનંદમયી સ્વકર્તવ્યથી પાછાં હઠીને નહિ, કર્તવ્યપરાયણ રહીને પૂજનીય બન્યાં છે.
‘જયભિખ્ખુ’ ૧. ખાલાકામાસી, ૨. બેશિર—બે પગની વાત ઢંગધડા વગરની વાતા. ૩. ઉધેડબુન = ગડમથલ; ઉખેળવું અને ગૂંથવું. ૪. શાલિગ્રામ = કૃષ્ણનું એક સ્વરૂપ.