________________
જી
REGD. No. B-4268 વાર્ષિક લવાજમ રૂા. ૪
અબુ જીવન
‘પ મુદ્દે જૈન ’નું નવસ’કરણ વર્ષ ૨૫ : અંક ૨૧
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૬૦ નયા પૈસા
મુંબઇ, માર્ચ ૧, ૧૯૯૪, રવિવાર આફ્રિકા માટૅ શિલિંગ –
તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા
5
શ્રી આનંદમયી માતા
卐
(શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખ્ખુ )ના હવે પછી પ્રગટ થનાર ‘કન્યાદાન’ નામના વાર્તાસંગ્રહમાં જેના સમાવેશ કરવામાં આવ્યા છે, એવા શ્રી આનંદમયી માતા ઉપરના લેખ નીચે આપવામાં આવે છે. આવી અધ્યાત્મપરાયણ અને ગૂઢ રહસ્ય દાખવતી વ્યકિતના જીવન સાથે સાધારણ રીતે ચમત્કારો જોડાયલાં હોય છે. એવી રીતે નીચેના ચરિત્રનિરૂપણમાં ચમત્કારોનો ઉલ્લેખ જોવામાં આવે છે. આ ચમત્કારોના તત્ત્વને બાજુએ રાખતાં પણ આનંદમયી માતાના ચરિત્રમાં એક તેજસ્વી જીવનપ્રતિભાનું આપણને દર્શન થાય છે. જે ખરેખર પ્રેરક અને આકર્ષક છે. તંત્રી).
સિદ્ધિનું સિંહાસન જેટલું સુંદર હોય છે, સાધનાની સૂળી એટલી તેજ હોય છે. સાધક મન—દેહને સાધનાની સૂળી પર પરોવી ન દે, ત્યાં સુધી સિદ્ધિનાં સિંહાસન સોંપડતાં નથી.
‘યહ તો ઘર હું પ્રેમકા; ખાલાકા ૧ ઘર નાહીં, ‘શિશ ઉતારે ભુંય ધરે, તબ પેઠે ઘર માહીં.'
ઈશ્વરના ધરમાં પ્રવેશ કરવા
માટે ઈશ્વરના સાક્ષાત્કારમાં પ્રથમ પહેલાં સ્વહસ્તે મસ્તક ઉતારીને ભેટ ધરવાનું હોય છે, અને તે જ તે પ્રવેશ શકય બને છે. આત્મા સા પરમાત્માની ઝાંખી તો જ અનુભવી શકાય છે!
એવી એક શિર-સમર્પણની શેખીન કુલવધૂ છે. રૂપ છે, મુદ્રા છે, હસતા ભાવ છે, કાર્યકુશળતા છે, સ્વધર્મનું સંપૂર્ણ ભાન છે, પણ સાનાના થાળમાં લાઢાની નાનીશી ખીલી પડેલી છે—કુલવધૂ સાવ અન્યમનસ્ક છે!
‘હું સ્વયં પૂજારી છું.
‘દેવનો પૂજાપો પણ હું સ્વયં પોતે છું!'
બેસિર-બે પગની વાતા ! ૨ ભુવા આવ્યા. વહુના ભ્રમ કાઢતાં ખુદ ભ્રમણામાં પડી ગયા! વૈદ તો આ નારીની નાડ જ પરખી ન શકયા. કંઈક અગમનિગમ લાગ્યું. દાકતરે—પશ્ચિમની હવાથી ૨ ગાયલા દાકતરે—સ્પષ્ટ કહ્યું.
‘૨! આ નારીના દેહમાં કોઈ રોગ નથી, રોગના ભ્રમમાં પડશે નહિ. આત્મા ઊંચા છે.'
અન્યમનસ્ક તે કેવી? ધૂંઘટ કાઢીને એ નવોઢા નારી બેઠી છે, ને બેઠી બેઠી ખાવાઈ જાય છે. યજ્ઞવેદી જેવા ચુલાના અગ્નિ ભડભડ સામે બળે છે, અને તપેલામાં ચડતા ભાત નજર સામે ઉભરાઈ જાય છે! હાય રે! વહુ તારૂપેરંગે સારી છે, પણ સાવ દાધારીંગી છે! કોઈ વૈદ તેડાવા શ્રી આનંદમયી માતા ભુવાને બાલાવા, દાકતરને આમંત્રણ આપા, વહુના ઈલાજ કરાવે. ભવ આખાની દાંપત્યની વાટ આ રીતે કાપવી દુષ્કર છે.
*
પણ અહીં તો અજબ ખેલ મો છે. પગલી વહુને રાહુ જાણે છે કે એ દાધારીંગી છે, પણ અચરજ તો જુએ! એ પાગલ સ્ત્રી સહુને અબુધ લેખે છે. શાશિરોમિણ ન હોય એવું ડહાપણ ડોળતી એ કહે છે:
| ‘હું સ્વયં દેવતા છું.
૨! મીરાં ભઈ બાવરી! રોગ ન જાને કોઈ!
કુલવધૂ નર્મદાસુંદરી પનઘટને ઘાટ જાય છે ને આખો ઘાટ એનાં તેજથી ઝળહળી ઊઠે છે! ઘર તા નિર્ધન છે. કમર કસીને મજૂરી કરે તે માંડ પૂરું થાય તેવા ઘાટ છે. પણ આ વહુને જોઈલોક કહે છે કે આ તો રાંકનું રતન છે, જતત કરીને જાળવજો !
કોઈ ખુશીર મા કહે છે, કોઈ ર'ગાદીદી નામ આપે છે! ગૃહસ્થીની હજાર, જંજાળ છે. આખા દિવસની લાખ ઉધેડબુન છે. કમરતોડ મજૂરી છે. કુળવધૂ નર્મદાસુંદરી નર્મ પરિહાસ સાથે કામ કરે છે, જાણે ગીતાનો સંદેશ એના દેહમાં મૂર્તિમંત થયા છે.
‘સ્વ સ્વે કર્મણ્યભિરત : સંસિધ્ધિ: લભતે નર : ।'
પેાતાનાં કર્મથી-કર્તવ્યથી ભાગનારને નહિ, એને પ્રેમથી પૂરાં કરનારને જ સિદ્ધિ સાંપડે છે; એ કૃષ્ણ-કોલ છે.
દિવસ સખત પરિશ્રમમાં વીતે છે; રાત સાધનાની ઊગે છે. ચિત્તની ચંદ્રિકા સાધનાના આકાશને પોતાની સુધાથી ભરી દે છે. પતિદેવને પૈાઢાડયા છે. નાના ભાઈને તથા નાના ભત્રીજાને