________________
૨૦૮
ક ખ દ્ધ
છ ત ન
તા. ૧૬-૨-૬૪
તેવા ભેગોને ઉત્કટપણે ભેગવવા માટે તે પોતાની બુદ્ધિની મદદ લે છે. બુદ્ધિશકિત મનુષ્યની ઉન્નતિ માટે કુદરતે છે, પરંતુ તે જ સાધનદ્વારા મનુષ્ય પોતાને બને તેટલો વધારે પશુ બનાવવાના પ્રયત્નપૂર્વક તે ઈશ્વરી શકિતનો અધમ ઉપયોગ કરે છે. પિતાના ભેગવિલાસની તૃપ્તિ માટે આજે મનુષ્યો પિતાની બુદ્ધિને કેવો છૂટથી ઉપયોગ કરે છે એ કોઈથી ભાગ્યે જ અજાણ્યું હશે. મનુષ્ય દ્રવ્યવાન બનવાને માટે અને દ્રવ્યના સાધન વડે પિતાની વિવિધ પ્રકારની ભેગવૃત્તિ સંતોષવા માટે કેટલી જાતનાં છળ- * કપટ, પ્રતારણા, વિશ્વાસઘાત, દેશદ્રોહ અને નિંદા કાર્ય કરે છે? પશુઓ તેમ નથી કરતા, કેમ કે તેમનામાં બુદ્ધિ નથી. મનુષ્યો તેમ કરી શકે છે, કેમ કે કુદરતે તેમને બુદ્ધિ અપ છે. શું બુદ્ધિશકિતની બક્ષીસ આ હેતુ માટે થઈ હશે? બુદ્ધિની સહાયથી મનુષ્યએ દેવ અથવા પરમાત્મા બનવું જોઈએ એવો કુદરતનો સંકેત છે, પરંતુ વસ્તુતાએ મનુષ્ય તે જ બુદ્ધિની મદદથી પશુત્વની ગંદી ખાઈમાં પડે છે. આજે મનુષ્યની પ્રબળ ભાગવાસનાએ બુદ્ધિના સાધનને પોતાના જ સંહારના ભયંકર શાસ્ત્રમાં પરિણમાવી નાખ્યું છે. આમ થતું અટકાવવું એ વૈરાગ્યની ભાવનાનું પરમ સાધ્ય છે. ભૂતકાળમાં ભેગવાયેલા ઈન્દ્રિજન્ય સુખની સ્મૃતિ મનુષ્યોને પુન: પુન: તે સંસ્કારો અનુભવવા ખેંચી જાય છે. તેમાં ન ખેંચાવા માટે મનુષ્ય પોતાના વિવેકના શસ્ત્રને ઉપયોગ કરતાં શીખવું જોઈએ. અર્થાત તેવા ખેંચાણ સામે તેણે પોતાના આત્મબળના પ્રતિખેંચાણનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ. પદાર્થજન્ય સુખામાં આપણને જે મુગ્ધભાવ બંધાઈ ગયો છે, તેને વિવેકના દિવ્ય અગ્નિ વડે ગાળી નાંખવો જોઈએ. જ્યાં સુધી એ મુગ્ધ પ્રીતિ અને વાસનાઓનું પ્રાધાન્ય આપણા અંતરમાં વર્તતું હોય છે ત્યાં સુધી આપણા સ્વરૂપના ઉચ્ચતર પ્રદેશનો ઉજજવળ પ્રકાશ આપણા બુદ્ધિપ્રદેશ ઉપર આવી શકતો નથી.
અત્યારે આપણે પદાર્થોમાં બંધાઈ ગયા છીએ. વસ્તુત: જે પદાર્થોને આપણી ઉન્નતિના સાધનરૂપે કુદરતે નિર્ભેલા હતા તે પદાર્થોમાં જ આપણે ગૂંચવાઈ અને તેમાં કેદી બની ગયા છીએ. એ બંધનમાંથી છૂટવાને માત્ર એક જ માર્ગ છે અને તે એ છે કે, તે બંધનના સ્વરૂપને સમજીને તેમાં બંધાવાની સાફ ના પાડવી - જોઈએ. આપણે શેમાં બંધાવું અને શેમાં ન બંધાવું એ આપણી મરજીની વાત છે. આપણા ઉચ્ચતર સ્વરૂપની પ્રાપ્તિમાં જે ઘટનાઓ બાધા કરતી હોય તેને આપણા જીવનમાં ધારણ કરવી કે ન કરવી એના આપણે પોતે જ મુખત્યાર છીએ. આપણે મનમય રીતે જ ઠરાવ કરી દેવો જોઈએ કે, હું મારા સંયોગો અને પરિપાર્શ્વક ઘટનાઓથી તદ્દન સ્વતંત્ર છું. અર્થાત તેમાં રાગ ભાવથી બંધાવું કે ન બંધાવું એ મારી સ્વતંત્ર ઈચ્છાની વાત છે. આટલું આત્મસ્વાતંત્રય મેળવ્યા પછી મનુષ્ય પોતાની વાસ્તવિક શકિતઓના ભાનમાં આવવાની શરૂઆત કરે છે. હું સ્વતંત્ર છું’ એવા મનેમય જાહેરનામા ઉપર તેણે મનમય રીતે સહી કરવી જોઈએ અને તે જાહેરનામું તેણે પોતાની આંતરસૃષ્ટિના સઘળા વિભાગમાં, સર્વ પ્રદેશમાં અને ખૂણે-ખાંચરે ફેલાવી દેવું જોઈએ. તેમણે પોતાના સર્વ પ્રકારના વિકારો, વાસના, ઈચ્છાઓ, આવેગે, ભેગલિપ્સાએને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ કે, ‘તમે મારે આધીન છે, આજથી હું તમારે આધીન નથી.’ આવી રીતે મનુષ્ય જ્યારે તેના વિકારેને સ્વામી થાય ત્યારે જ તે સાચે સાધક બની શકે છે. અને વિકારો ઉપર સ્વામિત્વ ત્યારે જ સ્થપાય છે કે, જ્યારે તે પ્રત્યેને મુગ્ધભાવ વિવેકનાં બળથી નષ્ટ થાય. વિવેકના શસ્ત્રથી
રાગના બંધનનું બળ તોડી નાખવું તે પ્રવૃત્તિવિશેષનું નામ વૈરાગ્ય ' : ' છે, અને તે મોક્ષપદનું પ્રથમ સોપાન છે.
- . છોટાલાલ હરજીવન સુશીલ.
- ઉપરના લેખને પૂરક નેધ
આ લેખના લેખક સ્વ. છોટાલાલ હરજીવન સુશીલ, જૈન સમાજમાં એક સમર્થ લેખક તરીકે જેમનું નામ બહુ જાણીતું છે તે સ્વ. ભીમજીભાઈ હરજીવન સુશીલના બંધુ (ઘણું ખરૂં વડિલ બંધુ) થાય. પ્રસ્તુત લેખકને વિદેહ થયાને ઘણાં વર્ષ થયાં છે. એ હિસાબે આ લેખ પણ ઘણા સમય પહેલાં લખાયેલું હોવો જોઈએ. એમ છતાં આ લેખમાં ‘વૈરાગ્ય’નું જે interpretation–અર્થઘટન–કરવામાં આવ્યું છે તે તદ્દન નવું, મૌલિક અને તર્કશુદ્ધ છે. લેખકે વિષયને પ્રારંભ કરતાં એમ જણાવ્યું છે કે ઘણા શબ્દોને અર્થ અને ભાવ ભુલાઈ જાય છે તેમ “વૈરાગ્ય’ અંગે બન્યું છે, પણ મને એમ લાગે છે કે જેમ અહિંસા, ધર્મ અને એવા બીજા શબ્દોમાં સમયાંતરે નવા નવા અર્થો અને ભાવ પ્રવેશ્યા છે તેમ ‘વૈરાગ્ય’ શબ્દને પણ સ્વ. છોટાલાલભાઈએ ન જ અર્થ અને ભાવ અર્પણ કરેલ છે અને એ રીતે વૈરાગ્યની ભાવના આપણી સામે નવા સ્વરૂપે અને વિધાયકરૂપે રજૂ કરી છે. લેખકની દષ્ટિએ સંસાર અસાર નથી, પણ સારમય છે, પણ સંસારની એક એકથી ચડિયાતી એવી અનેક બાજુઓ છે અથવા તે વ્યકિતના વિકાસ મુજબ તેને સંસાર પ્રત્યેને અભિગમ બદલાતો જાય છે. સંસારની જે બાજુ અમુક કક્ષાએ અમુક વ્યકિતને સારમય લાગે છે તે જ બાજુ કક્ષા બદલાતાં તેના માટે સારમય મટી જાય છે અને તેથી ઉપરની બાજુ સારરૂપ બને છે. આ જ રીતે માનવીનાં જીવનમૂલ્યો પણ બદલાતાં જાય છે અને એ સાથે માનવીની જીવનની ભાત પણ બદલાતી રહે છે. એટલે સંસાર અસાર નથી, એટલું જ નહિ પણ સંસાર સદાકાળ રહસ્યમય છે, પણ માનવીના પશુકાળના સંસ્કારના પરિણામે તેનામાં જે જીવનદ્રષ્ટિ રૂઢ થઈ છે તે આમુલ. પરિવર્તન માગે છે. આવું આમૂલ પરિવર્તન થતાં સંસાર અંગેના રસ-વિષયોમાં પરિવર્તન થાય છે અને એ રસવિષયેના પરિવર્તનના કારણે સંસાર પ્રત્યેનો તેને અભિપ્રાય બદલાય છે. એ રીતે એ વ્યકિત માટે સંસાર તે સવિશેષ મધુર-સવિશેષ રસપ્રદ-બને છે. એટલે વૈરાગ્ય એટલે પ્રાકત લેખાતા વિષયોમાં સ્વાભાવિકપણે ઉભી થયેલી અરૂચિ અને ઉધ્વજીવન સાથે જોડાયેલા વિષયમાં તેમ જ પ્રવૃત્તિઓમાં ઉદ્દભવ પામેલી અભિરૂચિ-આવો ભાવ લેખકને અભિપ્રેત હોય એમ લાગે છે. આ વૈરાગ્યમાં સંસાર છોડવાની, સંસાર વિષે અણગમો ચિત્તવવાની વાત નથી, પણ સંસાર વિશે દષ્ટિકોણ બદલવાની વાત છે. સંસાર વિશે આ બહુ healthy approach-પ્રાણપ્રેરક અભિગમ-છે. - અને આપણે જેમને સંસારત્યાગી મહાનુભાવ તરીકે ઓળ ખીએ છીએ તેમણે વસ્તુત: સંસાર છોડયો હતો જ નથી, કારણ કે સંસાર વિનાનું જીવન આપણે કલ્પી શકતા નથી, જીવન એ જ સંસાર છે, અને આ મહાનુભાવે પણ જીવનના અન્ત સુધી સંસારમાં જ વિચરે છે, પણ તેમણે જે ત્યાગ કર્યો છે તે પ્રાકૃત જીવનપદ્ધતિને. આપણે સંસાર સાથે એક પ્રકારનો સંબંધ છે; તેમને સંબંધ અન્ય પ્રકાર છે. આપણને પશુવૃત્તિના સંરકારે અવારનવાર નીચે ધકેલે છે, તેમને દિવ્ય જીવનની પ્રેરણા નિરન્તર ઉદ્ઘલક્ષી બનાવે છે. સંસારમાં બને પોતપોતાની રીતે રસ, આનંદ અને કાર્યપ્રેરણા પ્રાપ્ત કરે છે અને વ્યકિતગત કક્ષા અનુસાર જીવનની સફળતા અને સભરતા અનુભવે છે.
આ લેખ વયોવૃદ્ધ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજે જૈન પ્રકાશના, તંત્રી ઉપર મોકલ્યો અને તે તા. ૨૩-૧૨-૬૩ તથા તા. ૧-૧-૬૪ના જૈન પ્રકાશમાં બે હફતે પ્રગટ થયેલ છે. એ લેખ પ્રબદ્ધજીવનના વાચકોના લાભાથે અહિ સળંગ સાભાર ઉધ્ધવૃત કરવામાં આવે છે.
જાણવા મળે છે કે આ લેખના પ્રકાશને જેન સ્થાનકવાસી સમાજની સ્થિતિચુસ્ત સમાજમાં ભારે ક્ષોભ પેદા કર્યો છે અને એ તદન સ્વાભાવિક છે. કારણ કે વૈરાગ્ય શબ્દ જ છે, પણ તેનું અર્થઘટન તદ્દન નવું છે અને પરંપરાપ્રાપ્ત રૂઢ શબ્દગ્રસ્ત માનવાને ચોંકાવે તેવું છે.
પરમાનંદ
ભાલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ.