________________
તા ૧૬-૨-૨૪
અને જીવનના ઉદ્દેશ સ્વરૂપ આત્મોન્નતિ માટે આહાર જરૂરના છે. વસ્રોના પરિધાનમાં રસ અને આનંદ છે, કેમ કે તે પણ જીવન અને જીવન વડે સાધવાયોગ્ય ઉન્નતિ માટે જરૂરનાં છે. તે જ પ્રમાણે નિદ્રા, પ્રજોત્પત્તિ, વ્યાયામ, જ્ઞાનોપાર્જન-આ સર્વ ક્રિયા આમાં રસ અને આનંદ છે, કેમ કે તે સર્વ જીવન અને ઉન્નત અર્થે અનિવાર્ય ઉપયોગી છે. તે કાર્યોના સ્વાભાવિક ક્રમમાંથી નિષ્પન્ન થતા આનંદ ભાગવવા તેમાં કશી જ બૂરાઈ નથી, પરંતુ બૂરાઈ ત્યાં છે કે જ્યાં તે આનંદને વિવેકની હદ છેડીને, કુદરતની ઈચ્છેલી હદથી બહાર જઈ અતિ માત્રામાં ભાગવવાનું, તેમ જ તેના તે ભાગને આકિતપૂર્વક વળગી રહેવાનું બને.
પ્રબુદ્ધ જીવન
આપણા માંડેલા ઘણા જણાએ શાસ્ત્રો વાંચીને તેમાંથી એવા અર્થ તારવ્યો છે કે દરેક પ્રકારના સ્થૂળ સૂક્ષ્મ વિષયો અને તેમાંથી ઉત્પન્ન થતો આનંદ સર્વકાળ, સર્વદેશ અને સર્વ અવસ્થામાં એક સરખી રીતે અનિષ્ટ અને આત્માને અધોગતિમાં દોરી જનાર છે. તત્ત્વષ્ટિએ ખરી વાત એ છે કે આત્માના વિકાસની જે અવસ્થાએ જે વિષયોના ભાગાપભાગ સ્વાભાવિક હાય છે તે અવસ્થામાં તે વિષયને ભાગપભોગ નિદાપાત્ર નથી, એટલું જ નહિ પણ, તે દ્ગારા જ તેમના કવિકાસના સંકેત નિર્માયા હાય છે. પશુસૃષ્ટિમાં દશ્યમાન થતાં તેમના વિવિધ પ્રકારના ઈન્દ્રિયજન્મ ભાગાભાગમાં તેમના આત્મવિકાસના સંકેત કયાં રહેલા છે એનું વિવેચન કરતાં એક જુદા જ લેખ થઈ પડે તેમ છે. તેથી વિષયાંતર નહિ કરતાં સિદ્ધાંતરૂપે એટલું જ કહેવા દો કે પશુઓ તેમના ઈન્દ્રિયજન્ય સુખ અને દુ:ખના અનુભવા અને સંસ્કારો વડે જ મનુષ્યપદના અધિકાર ધીરે ધીરે મેળવી શકે છે.
આત્મા મનુષ્યત્વની ભૂમિકાએ આવ્યા પછી તેનામાં પશુતા અને પશુઓને સુલભ ઈન્દ્રિયભાગની લાલસા કમી થતી જાય છે એવા કુદરતના સ્વાભાવિક નિયમ છે. તેમ છતાં અત્યારે ભાસ્યમાન થતા ‘મનુષ્ય' એ સાએ પાણાસા ટકા પશુ છે. તેનામાં હજી પશુત્વ કાળનાં સંસ્કાર, ભાગાનુભવા, અને વિકારોનું તારતમ્ય ઘણું વધારે છે. પશુત્વની ભૂમિકાને વળાટીને ઘણા પંથ કાપ્યો ન હોય એવી કોટિના જ મનુષ્યો આ કાળે બહુધા આ દેશકાળમાં દષ્ટિગોચર શાય છે. અમે, તમે અને સર્વ સામાન્ય લોકો હજી મોટા ભાગે એ પશુત્વની જ ભૂમિકાને શાાવી રહ્યા છીએ એમ આપણાં અંત:કરણના હાલના બંધારણ ઉપરથી સમજી શકાય છે. આ અવસ્થામાં આપણામાં પશુત્વને સ્વાભાવિક એવા વિચારો અને ભાગલાલસાનું પ્રાધાન્ય હોય તેમાં નવાઈ જેવું કાંઈ નથી, અને આપણે હાલ જેટલે અંશે પશુ છીએ તેટલે અંશે તેવા વિકારી અને ભાગવૃત્તિવાળા હોવામાં શરમાવા જેવું પણ નથી. કેમ કે પશુઆને પાતાની દશામાં શરમાવા કે નીચું જોવા જેવું કાંઈ જ ભાસતું નથી.
તેમ છતાં આપણે કાંઈ સોએ સો ટકા પશુ નથી. જેટલે ખંશે આપણે મનુષ્ય છીએ તેટલે અંશે આપણને પશુત્વની દશા ભાગવવામાં શરમ જેવું ભાસે છે અને જેટલે અંશે આપણને એ વધારે ઘરમ ભરેલું ભાસે તેટલે અંશે આપણે વધારે મનુષ્યત્વને પામેલા છીએ. જે ભાગાભાગોમાં પ્રવેશતાં તમને તમારો આત્મા ડંખતો હોય તે ભાગાપભાગાના તમને હવે અધિકાર નથી. એ ભૂમિકાને તમે ઘણા વખતથી વિતાવીને આગળ વધ્યાં છે એમ માનવું ઉપમુકત છે. જ્યાં જે ક્રિયા સ્વાભાવિક છે ત્યાં શરમ જેવું કે છુપાવવાના પ્રયત્ન જેવું હોતું નથી. આપણા દૂધના વાસણમાંથી બિલાડી ચોરીથી દૂધ પી જાય તે વસ્તુત: ચારી નથી, કેમ કે તેમ કરવામાં બિલાડી શરમાતી નથી. વસ્તુત: તે ચારી હોત તે આપણા ફોજદારી કાયદો જરૂર બિલાડીને ગુનેગાર ઠરાવી ચારી માટે નક્કી કરેલી સજા તેને કરત. પણ જ્યારે કાયદાએ જોયું કે ચારીમાં બિલાડી શરમાતી નથી, તેથી તે ‘ચારી' એ આપણી દષ્ટિએ ચારી હોવા છતાં બિલાડી માટે તે ચારી નથી. એવી ચારીનું કાર્ય બિલાડીના જીવનનિર્વાહ માટે બિલાડીને જરૂરનું છે.
મનુષ્યના શરીરસંરક્ષણ, જીવનનિર્વાહ, બુદ્ધિવિકાસ, હૃદયવિસ્તાર અને સ્વરૂપપ્રાપ્તિ માટે જે બાહ્યાંતર ક્રિયાઓ કુદરતે
૨૦૧
આવશ્યક ગણી છે તેમાં આપણને સ્વાભાવિક જ શરમ જેવું કશું ભાસતું નથી અને તેથી તેી પ્રવૃત્તિનું સેવન એ આપણી સર્વદેશીય ઉન્નતિ માટે ધર્મ છે. એવી પ્રવૃત્તિમાં આહારગ્રહણ, શરીરશુદ્ધિ, સંતાનોત્પાદન આદિ જે જે વ્યવહારિક ઘટનાઓના સમાવેશ થતો હોય તેના વિવેકપુર:સર નિયમાનુસાર સેવનમાં કશે। જ અધર્મ નથી, એટલું જ નહિ પણ તે માર્ગે થઈને જ આપણી ઉન્નતિના વિજયરથ ચાલવા નિર્માયેલા છે, તેમાં શરમાવા જેવું કે છુપાવવાનું મન થાય એવું કાંઈ જ નથી. એના સમજણ વિના ત્યાગ કરવા એ વિરાગ નથી, પણ ઉન્નતિના આવશ્યક સાધનાન હેતુપૂર્વક સાધેલા વિનાશ છે.
વિરાગ માત્ર એ પદાર્થમાં જ હાવા અને ઉપજાવવે ઘટે છે કે જે પદાર્થો આપણા વર્તમાન વિકાસની ભૂમિકાએ આપણને શાભતા નથી. મનુષ્યને શું નથી શાભનું એ તેનું હૃદય તેને પ્રત્યેક ક્ષણે કહ્યા જ કરતું હોય છે. તે હૃદય તેને નિરંતર ડંખ મારી યાદી આપ્યા કરે છે કે ‘હવે અમુક પ્રવૃત્તિ તારા માટે શાભાભરી નથી, તે માટે હવે તારે શરમાવું જોઈએ. તું દુનિયામાં ઊંચું મે રાખી બોલી શકે તેવું નથી. વ્યભિચારી, વિશ્વાસઘાતી, અથવા દુરાચારી મનુષ્યના મુખ સામું જુઓ અને તેના ચક્ષુએમાં તેના આત્માના ઊંડો ડંખ કોતરાયેલા તમને ભાયમાન થશે. તેને પોતાના આત્મા ઉપર તિરસ્કાર આવે છે તેમ સૂચવનારી અવ્યકત છાપ તેના મુખ ઉપર છવાયેલી પ્રતીત થશે. એમ થવાનું કારણ શું ? એ જ કે એવી પ્રવૃત્તિ તે મનુષ્યના વર્તમાન અધિકારને શોભાભરી નથી. તે પ્રવૃત્તિ તેનાં જીવનના કોઈ ઘણા પાછળના—પશુત્વના જીવનકાળને બંધબેસતી હોઈ શકે, પણ હવે તેણે તેનાથી વિરમવું જોઈએ. આવી પ્રવૃત્તિથી વિમુખ થવું એ વૈરાગ્યની મુખ્ય સાધના છે, અને વૈરાગ્યની ભાવનાનું પરમ સાલ્ય તેમાં છે.
આત્માને તેના પાછલા જીવનમાં ભાગવેલા ભાગેાપભાગ ફરી ફરીને ભાગવવાનું ઘણુ ખેંચાણ થાય છે. પૂર્વકાળના ભાગોપબાગજન્ય આનંદ અને સુખના જ સંસ્કારો આત્માના માનસબંધારણ ઉપર પડેલા હોય છે તે સ્મૃતિ વડે, અનુકુળ પ્રસંગ અને દેશકાળની ઉપલબ્ધિ થતાં જાગૃત થાય છે અને તેવા જ સુખાનુભવ ફરીથી ઉપજાવવા ચેષ્ઠાવાન બને છે. આમ થાય ત્યાં સુધી મનુષ્ય અને પશુમાં તફાવત નથી. પશુને તેમ થાય છે તેમાં તે દ્વારા તેના વિકાસના સંકેત હોય છે, અને કુદરત તેને માટે તેમ થવું જરૂરનું ગણે છે ત્યારે જ તેવી વાસના તેનામાં ઉદ્ભવે છે, પરંતુ મનુષ્યમાં તેમ નથી. તેના સ્વતંત્ર કાર્યના પ્રદેશ પશુ કરતાં ઘણા વિસ્તારવાળા હોય છે. પશુનો આત્મવિકાસ કરવાનું કામ કુદરતે પૂરેપૂરું પોતાની જ પાસે રાખ્યું હોય છે. પશુને તેના આત્મવિકાસમાં કો બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાના હોતા નથી, પરંતુ તે જ પશુના માત્મા જ્યારે વિકાસ પામતાં પામતાં મનુષ્ય બની, બુદ્ધિ અને વિવેકનું શસ્ત્ર ધારણ કરવાની હદે આવે છે ત્યારે કુદરત તે આત્માના વિકાસનું કાર્ય તે બુદ્ધિ અને વિવેકના તારતમ્યાનુસાર તેને સોંપે છે. કુદરતે અત્યાર સુધી જે નિયમે તેને ક્રમ વિકાસ સાધ્યો હતા તે નિયમ બુદ્ધિપૂર્વક સમજીને તેના વિશેષ વિકાસ અર્થે યોજતા તે શીખે છે અને તે પ્રકારે તે ધારે તે તેને માટે ઈચ્છેલે વિકાસ તે યથાયોગ્ય સાધી શકે છે.
પરંતુ કુદરતે, મનુષ્યને જે હેતુની સિદ્ધિ અર્થે બુદ્ધિ અને કાર્ય-સ્વતંત્ર્ય આપેલાં છે તે હેતુને સફળ કરવાના ઉદ્યોગ ન કરતાં, કૃતજ્ઞ અને સ્વેચ્છાચારી મનુષ્ય, પેાતાના મનુષ્યત્વના પ્રાપ્ત અધિકાર ભાગવવાને બદલે પશુ બનવાનું પસંદ કરે છે. તે જાણતા હાય છે કે તે વાત તેને શેભતી નથી છતાં પશુત્વકાળમાં અનુભૂત સુખના સંસ્કારોની અવ્યકત સ્મૃતિથી તે અનિષ્ટ પ્રવાહમાં ખેંચાઈ જાય છે. અને તેમાં સૌથી બૅદકારક ઘટના તા એ છે કે,
** F? 4 #