SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પ્રબુદ્ધ જીવન વૈરાગ્ય એટલે શું લોકો કહે છે કે જયારે વિશ્વના એક પડતી દશાના ક્રમ ઉપર હોય છે, ત્યારે પદાર્થ માત્ર પેાતાના રસકસ ચારે છે, જનની ધરતી પાતાની માધુરી પોતાના જ ઉદરમાં ગેાપવી રાખે છે, સાંઓનું સગપણ અને ગેાળનું ગળપણ મંદ થતું જાય છે. આ લાકમાન્યતા સાચી ગણવામાં આવે તો તે સાથે જમાનાની પડતીનું એક બીજું વધારાનું લક્ષણ અમે ઉમેરવા માગીએ છીએ. તે એ કે, જેમ પદાર્થ પેાતાના રસ ચારે છે, અથવા તેમાંથી રસ ઉડી જાય છે, તેમ અવનતિના કાળમાં યુગની સંસ્કૃતિના પરિચારક મહાન અર્થપૂર્ણ જીવંત શબ્દો પણ પોતાના અર્થ ચારે છે, અથવા તેમાંથી અર્થના મૂળ ભાવ ઉડી જાય છે. મહાન શબ્દોમાંથી અર્થ ગુમ થયા પછી તે શબ્દો મહાન પુરુષના મૃતદેહ જેવા માત્ર પૂજકોને જ ઉપયાગના રહે છે. કૃષ્ણ વિનાની દ્વારકા જેવાં તે સૂકા અને રસહીન બની જાય છે. આપણાં દર્શનની પડતીનું કારણ મને પૂછવામાં આવે તે હું એટલા જ ઉત્તર આપું કે, દર્શનના પ્રાણભૂત શબ્દોમાંથી અર્થ ઊડી ગયો છે, જૈન દર્શનનો અનુયાયી સમાજ તે દર્શનના સંસ્થાપકે જે અર્થ શબ્દના વાહન દ્વારા યાયાં છે તે ગુમાવી બેઠો છે, એ મહાન ભાવનાના તેમનાં હૃદયમાંથી લાપ થયો છે. તેથી શબ્દો, શાસ્ત્રો અને સિદ્ધાંતા તેના તે છતાં તે સમાજના શ્રેય અર્થે નિષ્ફલ છે. જે ચૈતન્યમય શબ્દોમાંથી સાચે! અર્થ આ જમાનામાં ઉડી ગયા તે શબ્દોમાં ‘ વૈરાગ્ય ’ પણ છે. આજે આ લેખ દ્વારા વાણીના ધસારાથી તે શબ્દમાં અર્થ રૂપી સજીવતા ઉપજાવવા પ્રયત્ન કરીશું. વૈરાગ્ય શું છે તે વિવિધરૂપે કહેવા કરતાં તે શું નથી તે કહેવા દે. વૈરાગ્ય તે કંટાળા નથી. સંસાર અને સંસારના પ્રાણી પદાર્થો પ્રત્યેના અણગમે તે પણ વૈરાગ્ય નથી, ખરૂં છે કે, કેટલાક ગ્રંથામાં પણ જનહૃદયમાં સંસાર પ્રત્યે આવા પ્રકારના તિરસ્કાર ઉપજાવવાના ઉઘોગ થયા છે, પરંતુ તેવા પ્રકારના ભાવ પ્રત્યે ડાહ્યા અને જ્ઞાની જાની સંમતિ નથી. જગતથી નાસી છૂટવું તે વૈરાગ્ય નથી પણ ભીરૂતા છે. દુનિયાની મુસીબતોથી ડરીને તેને ત્યાગ તે સદ્દગુણ નથી, પણ કાયરતાના બૂરો દોષ છે. આપણને મનપસંદ સ્વરૂપે સંસારે દેખાવ ધારણ ન કર્યો તેથી તેનાથી રિસાવું તેમાં હાપણ નથી પણ બાલીશતા છે; અને એવા હરકોઈ પ્રકારના ભાવામાંથી ઉત્પન્ન થતા વૈરાગ્ય તે કલ્યાણને અર્થ નથી, પણ અધાગિત, અવનિત અને પતનને અર્થે છે. મનુષ્ય સંસારથી છૂટીને કયાં જાય તેમ છે;' સંસાર એ કાંઈ ઈંટ માટીનાં મકાનો નથી; તે સ્રી, પુરુષ, માતા, પિતા, બંધુ કે મિત્ર નથી; તે ધન, વૈભવ વિલાસનાં સાધનો કે વ્યાપાર ઉદ્યોગ નથી. સંસાર એ કશામાં નથી અને તેના ત્યાગથી સંસારને વાસ્તવ ત્યાગ થયા સમજવાના નથી, મનુષ્યનો ખરો સંસાર તેના હૃદયમાં છે. ઉપરની બધી ચીજો તે ખરા સંસારમાંથી ઉદ્ભવે છે. સંસારનું ઉપાદાન મનુષ્યના હૃદયમાં છે. તે વસ્તીમાં હોય કે જંગલમાં હાય, પણ ત્યાં તેને સંસાર ભેગા જ હોય છે. સંસાર ઉપજાવનાર વાસનાના હ્રદયમાંથી ત્યાગ થવા પહેલાં સંસારને ત્યાગ કર્યાનું કહેવામાં આવે છે. તે વાત અમારા ગળે ઊતરતી નથી. મનુષ્ય સ્થૂલ પદાર્થોના ત્યાગ કરી તેનાથી ભાગી છૂટે, પણ તેના હૃદયથી તે કર્યાં નાશી છૂટે તેમ છે? ત્યાગ—પછી તે સ્થૂલ કે સૂક્ષ્મ પ્રકારના હાય~પણ તે વૈરાગ્ય નથી. જયાં સુધી મનુષ્યને વાસનામય અંત કરણ છે ત્યાં સુધી તેને સંસાર વળગેલા જ છે. કેમકે સંસારની સાચી રંગભૂમિ તે અંતરના પ્રદેશ ઉપર છે, બહાર તે ફકત તે અંતરના ભાવાનું સ્થૂલ પ્રકટીકરણ અથવા બહિર્ભાવ છે. અલબત્ત, તે સંસાર ઘણા ઊંચી કોટીના હાઈ શકે, પરંતુ તેમ હાવું તે વૈરાગ્ય નથી, પણ સંસારની ભાવનાના એક અતિ ઈચ્છવા યોગ્ય વિકાસ છે. કે @ તા. ૧૬-૨-૬૪ 4 વૈરાગ્ય એ કોઈ પ્રકારના ત્યાગવિશેષ નથી, પણ એક દૃષ્ટિવિશેષ છે. આપણને એ દૃષ્ટિ ઉપલબ્ધ થાય તો સંસાર આપણને જે આનંદની સામગ્રી આપી શકે છે તેમાં ગુંચવાઈ મરતાં બચી શકીએ. રાગમાં બંધાઈને એક ઠેકાણે બેસી ન રહેવું; ઉન્નતિ ને વિકાસના માર્ગમાં કુદરતના મહાનિયમ અનુસાર આગળ ને આગળ ન વધતા એક જ પદાર્થમાં વ્યામોહવશ થઈ હૃદય અર્પી ન દેવું—એ વૈરાગ્ય છે.આ વૈરાગ્યની દષ્ટિ અથવા ભાવનાના બળની ખામીને લીધે આપણે આત્માની ક્રમિક અભિવ્યકિતના પથમાં આગળ વધતાં અટકી પડીએ છીએ. કેમકે આગળના પ્રદેશ કરતાં હાલના પ્રદેશમાં આપણને વધારે રસમયતા ભાસે છે. વિશ્વમાં પ્રત્યેક સ્થળે રસ છે, અમૃત છે, ઝેર નથી. ઝેર જૉ હાય તો મનુષ્યના વિપરીત મનમાં છે. રસમાં રાગ હોવા એ પ્રકૃતિના નિયમથી કોઈ રીતે ઊલટું નથી અથવા કુદરતના ક્રમથી વિરોધી નથી. એથી ઊલટી ખરી વાત એ છે કે આત્માની ઉન્નતિના પથમાં પ્રત્યેક પદે આનંદ અને રસની જ ભરપૂરતા છે અને તે કારણથી જ આત્મા વિના શ્રામે રસ અને આનંદનો અનુભવ કરતાં કરતાં, પરમપદની સ્થિતિએ પહોંચી શકે છે. એ માર્ગ ઘણા લોકો માને છે તેવા સૂકો, કઠિન અને રસહીન નથી, પણ સ્નિગ્ધ, સુકોમળ અને રસમય છે. તેવા નથી ભાસી શકતા તેનું કારણ એ છે કે આપણને સાચા વૈરાગ્ય નથી અને સાચા વૈરાગ્ય શું કહેવાય તે આપણે છેક ભૂલી ગયા છીએ એ આપણી મોટામાં મેાટી કમનસીબી છે. આપણે જોયું કે રસમાં રાગ હોવો તે સ્વાભાવિક છે, પરંતુ તેના તે પ્રકારના રસમાં હંમેશને માટે રાગી બની બંધાઈ રહેવું તે મૂર્ખાઈ છે. કેમ કે જે રસમાં અત્યારે આપણુ બંધન છે તે રસ કરતાં ઘણા ઉચ્ચ પ્રકારના રસા કુદરતે આપણા માટે આપણા વિકાસના માર્ગમાં આગળ નિયાજી રાખ્યા છે. કુદરત આપણને કહે છે કે, ‘તમારે આગળ ને આગળ પ્રયાણ કરવું પડશે. તમે એક જ સ્થાને એક જ પદાર્થમાં રાગી બની બંધાઈ રહો તે મને પસંદ નથી. તમે આગળ ચાલે!, તમને આથી પણ ઘણો સારો રસ ત્યાં મેળવી આપવાનું હું માથે લઉં છું. એક જ સ્થળે બંધાઈને પડયા રહેવું તે તમારા આત્માના સ્વાભાવિક બંધારણથી ઊલટું છે, તેમ જ મારા નિયમથી પણ વિરોધી છે. માટે હાલ પ્રાપ્ત થયેલા રસમાં માહ પામી ગળિયા બળદ પેઠે પડયા ન રહો. કદાચ હઠથી તેમ કરશે! તે! મારે તમારા હૃદય ઉપર આઘાત કરીને તમારો માહ છેાડાવવા પડશે અને તેમ થશે ત્યારે તમને બહુ માઠું લાગશે.' નિસંગના મહા નિયમ એ જ ભાવના આપણાં અંતરમાં ગુંજાવી રહ્યો છે. આપણે તેને ધ્યાન આપી સાંભળીએ તો આપણી ઉન્નતિના માર્ગ સરલ થાય, એટલું જ નહિ પણ, તે આઘાત વિનાના, આનંદપૂર્ણ અને રસમય બન્યો રહે, કુદરતનો આ આદેશ તે વૈરાગ્યની જ મહાઘોષણા છે. એક ઠેકાણે મેહાંધ થઈ પડયા રહેવું અને આગળ કૂચ કરવાની નારાજી બતાવવી એ રાગદશા છે. કુદરતના આદેશ અને નિયમ સમજીને તેમ જ આપણા આત્માના સ્વાભાવિક વેગ અને ધર્મ તેમ જ આત્માના અંતિમ નિર્માણની સ્થિતિના વિવેક કરીને આપણે ઉન્નતિના મહા પ્રવાહના વેગને આધીન બનીએ તેનું નામ વૈરાગ્ય છે. ‘રસ’ અથવા રસ પ્રત્યેના ‘રાગ’માં વસ્તુત: કશી જ બૂરાઈ નથી. જે બૂરાઈ છે તે ત્યાં ચોંટી રહેવામાં, તેના અતિ ભાગ કરવામાં છે. ‘રસ' અને `‘રાગ’ વિશ્વના રોમેરોમમાં આંતપ્રોત છે અને તે સર્વ આત્માના વિવેકપુર:સરના આનંદ અને ઉપભાગ અર્થે જ નિર્માયેલ છે. પ્રાણીમાત્ર આ રાને ચૂસીને જ જીવે છે અને તેમ થવું તે કુદરતા નિયમને અનુસરતું છે. આપણાં બધાં જ આવશ્યક કર્મમાં' રસ અને આનંદ છે. રસ શેમાં નથી ? બધી ફરજોમાં રસ છે. આહારગ્રહણમાં રસ છે, કારણ કે આપણા જીવન
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy