________________
તા. ૧૬-૨-૨૪
પ્રભુ હું જીવન
૨૦૫
છે કે વાકયરશના ખૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે.”
“શ્રીમનું લખાણ અધિકારીને સારુ છે. બધા વાંચનાર તેમાં રેસ નહિ લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂંટશે. તેમનાં લખાણમાં ‘સત” નીતરી રહ્યું છે એવો મને હંમેશાં ભાસ આવ્યો છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારુ એક અક્ષર પણ નથી લખ્યો. લખનારને હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મકલેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમા લખાણમાંથી બહુ મળી રહેશે એવો મારો વિશ્વાસ છે. પછી ભલે તે હિંદુ છે કે અન્યધર્મી.”
તેમના લખાણોમાં એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી પણ લખી હોય એમ મેં જોયું નથી. તેમની પાસે હંમેશાં કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં હોય. એ ચોપડીમાં પોતાનાં મનમાં જે વિચારો આવે તે લખી નાંખે. કોઈ વેળા ગઈ, તે કોઈ વેળા પઘ.”
! “રાયચંદભાઈને બીજા ધર્મ પ્રત્યે અનાદાર ન હતા, વેદાંત પ્રત્યે પક્ષપાત પણ ન હતો. વેદાંતીને તે કવિ વેદાંતી જ જણાય. મારી સાથે ધર્મ-ચર્ચા કરતાં મને કોઈ દિવસે એવું તે કહ્યું જ નહિ કે મેક્ષ મેળવવા સારુ મારે અમુક ધર્મને અવલંબ જોઈએ... ધર્મના ઝઘડાથી તેમને હંમેશાં કંટાળો આવતે. તેમાં ભાગ્યે જ પડતા. બધા ધર્મની ખૂબીઓ જોઈ જતા અને તે તે ધર્મની પાસે મૂકતા. દક્ષિણ આફ્રિકાના પત્રવ્યવહારમાં મેં તેમની પાસેથી એ જ વસ્તુ મેળવી હતી.”
| ધાર્મિક મનુષ્યને ધર્મ તેનાં પ્રત્યેક કાર્યમાં ઝળહળતા હોવ જોઈએ, જે રાયચંદભાઈએ પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવ્યો હતું. તેઓ રેવાશંકર જગજીવનના ભાગીદાર હતા. પોતાના વ્યવહારમાં તેઓ સંપૂર્ણ પ્રકારે પ્રામાણિકપણે વર્તતા એવી મને તેમના જીવન ઉપરથી છાપ પડી હતી. તેઓ જ્યારે સેદા કરતા ત્યારે હું કોઈ વાર અચાનક જઈ ચડતે. તેમની વાત સ્પષ્ટ અને એક જ પ્રકારની હતી. ચાલાકી સરખી કોઈ પણ વસ્તુ મેં તેમનામાં જોયેલ નહિ. બીજાની ચલાકી પિતાને અસહ્ય માલુમ પડતાં તેનો તુરત બેલી ઊઠતા. તે વખતે તેમની ભ્ર કટિ પણ ચડી જતી ને આંખમાં લાલાશ આવી જતી તે હું દેખતો હતે. ધર્મકુશલ લોક વ્યવહારકુશળ નથી હોતા તે શંકાને રાયચંદભાઈએ મિથ્થા સિદ્ધ કરી બતાવી હતી. પોતાના વ્યાપારમાં પૂરી સાવધાની અને હોંશિયારીથી તેઓ વર્તતા. તેમનામાં જે કોઈ વચન તર્ક નીકળતે તે તે અધિકાંશ સાચે જ નીકળતો. એટલી સાવધાની તથા હોંશિયારી હોવા છતાં તેઓ વ્યાપારની ઉદ્વિગ્નતા અથવા ચિંતા કરતા નહિ. દુકાનમાં બેઠા પોતાનું કામ પૂરું થાય ત્યારે તેમની પાસે પડેલું ધાર્મિક પુસ્તક તેઓ. હાથમાં લેતા અથવા કોરી પડી હાથમાં લેતા કે જેમાં પોતે પોતાના ઉદ્ગાર લખતા હતા. મારા જેવા જિજ્ઞાસુ તેઓ પાસે રોજ આવતા જ રહેતા અને તેઓની સાથે ધર્મચર્ચા કરવામાં સંકોચાતા નહિ. આવા પ્રકારનો અપવાદ હોવા છતાં પણ થવહારકુશળતા સાથે ધર્મપરાયણતાને સુંદર મેળ એટલે મેં કવિમાં જે તેટલે મેળ અન્ય કોઈમાં પણ મને દેખવામાં આવ્યો નથી.”
થઈ પડયો હતો એ મેં કયાંક વાંચેલું, તે મેં કવિને વાંચી સંભળાવ્યું ને આવા દંપતીપ્રેમની સ્તુતિ કરી.
રાયચંદભાઈ બોલ્યા : “એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જો તે બાઈ ગ્લેડસ્ટનનાં બેન હોત તો? અથવા તેની વફાદાર નોકર હેત ? એવી બહેનેનાં, એવા નેકરનાં દષ્ટાંતે આપણને આજે જદિ નહિ મળે. અને નારી જાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જોયો હોત તે તમને સાનંદાશ્ચર્ય થાત? હું કહું છું તે વિચારજો.’ .
રાયચંદભાઈ પોતે વિવાહિત હતા. તે વેળા તે મને તેમનું વચન કઠોર લાગેલું એનું મને સ્મરણ છે. પણ તે વચને મને લોહચુંબકની જેમ પકડયો. પુરુષચાકરની એવી વફાદારીની કિંમત પત્નીની વફાદારી કરતાં હજાર ગણી ચડે! પતિ-પત્ની વચ્ચે ઐકય , હોય એટલે તેમની વચ્ચે પ્રેમ હોય એમાં આશ્ચર્ય નથી. નેકર-શેઠ વચ્ચે તેવો પ્રેમ કેળવવો પડે. મારે પત્ની સાથે કે સંબંધ રાખવો? પત્નીને વિપયભેગનું વાહન બનાવવી એમાં પત્ની પ્રત્યે કયાં વફાદારી આવે છે? હું જ્યાં લગી વિષયવાસનાને આધીન રહું ત્યાં લગી મારી વફાદારીની કિંમત પ્રાકૃત જ ગણાય.”
- ગાંધીજી ઉપર શ્રીમદ રાજચંદ્રને એક પત્ર
(ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્ર સાથે સંબંધ યથાસ્વરૂપે ' સમજવા માટે શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૯૫ની સાલમાં–જયારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા એ દરમિયાન–ગાંધીજી ઉપર લખેલ એક પત્ર પણ ઉપયોગી થશે એમ સમજીને નીચે આપવામાં આવે છે. આ પત્રની નકલ પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ મારી ઉપર મોકલી છે. તંત્રી)
મુંબઈ, ફાગણ વદ ૫ શનિ ૧૯૫૧ સુજ્ઞ ભાઈશ્રી મેહનલાલ પ્રત્યે, ડરબન
પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. કેમ કે માત્ર અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે.
‘આત્મા છે,’ ‘આત્મા નિત્ય છે,’ ‘આત્મા કર્મને કર્તા છે.' ‘આત્મા કર્મને ભકતા છે,’ ‘તેથી નિવૃત્ત થઈ શકે છે’ અને ‘નિવૃત થઈ શકવાનાં સાધન છે–એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્રદર્શનની પ્રાપ્તિ જાણવી. . એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ જ કારણને વિચાર ઉત્પન્ન થાય છે અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને યોગ બને છે. '
અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું. એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મેહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાને યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમ કે જેને અનાદિકાળથી અભ્યાસ છે કે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છાડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પાતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે, અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણને યોગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણે સંતોષ થયો છે. તે સંતોષમાં મારો કંઈ સ્વાર્થ નથી. તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છો છો, તેથી સંસારકલેશથી નિવર્તવાને તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા પ્રકારને સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ.
આત્મસ્વરૂપના પ્રણામ (પત્રાંક ૫૭૦ )
“તેમના જીવનમાંથી ચાર વાતની આપણને શિક્ષા મળે છે:
(૧) શાશ્વત (આત્મા) વસ્તુમાં તન્મયતા, (૨) જીવનની સરળતા, (૩) સમસ્ત વિશ્વ સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર, (૪) સત્ય અને અહિંસામય જીવન.”
મ૦ ગાંધીજી ‘રાયચંધભાઈનાં કેટલાંક સ્મરણ” તરીકે ‘આત્મકથા'માં લખે છે કે:| “તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની ગ્લેડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતે હતે. આમની સભામાં પણ મિસિસ ગ્લેડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતાં. આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના, જીવનને એક નિયમ