________________
}
૨૦૪
(શ્રીમદ્ રાજચંદ્ર સાથે ગાંધીજીના સંબંધ સુવિદિત છે. તેમના વિષે એક યા બીજા પ્રસંગે અથવા તે જયન્તી નિમિત્તે ગાંધીજીએ અનેક વાર ઉલ્લેખા કર્યા છે. આ ઉલ્લેખામાંના કેટલાકને સંકલિત કરીને શ્રીમદ્ રાજચંદ્રના એક પરમ ઉપાસક એવા મુનિશ્રી પુણ્યવિજયજીએ એક લેખના આકારમાં માલ્યા છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. આ લેખની વિગતે શ્રીમદ્ રાજચંદ્રની જીવનવિભૂતિ સમજવામાં બહુ ઉપયોગી નીવડવા સંભવ છે.
તંત્રી.)
“મારા જીવન ઉપર રાયચંદભાઈના એવા સ્થાયી પ્રભાવ પડયો છે કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાં કે વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી, કે જે રાયચંદભાઈની હરીફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત હતાં; ઢોંગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા. એમનાંમાં એક એવી મહાન શકિત હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઊઠાવી શકતા. એમના લેખ અંગ્રેજ તત્વજ્ઞાનીએકની અપેક્ષાએ વિચક્ષણ ભાવનામય અને આત્મદર્શી છે. યુરોપના તત્વજ્ઞાનીઓમાં હું ટૅસ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજ ચંદભાઈના અનુભવ એ બંનેથી પણ ચઢેલા હતા.
પ્રબુદ્ધ જીવ ન
શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજી
“આ મહાપુરુષના જીવનલેખાના આપ અવકાશના વખતે અભ્યાસ કરશો તો આપ પર બહુ સારી છાપ પડશે. તે પ્રાય: કહ્યા કરતા હતા કે હું કોઈ વાડાનો નથી અને કોઈ વાડામાં રહેવા ચાહતા નથી. એ બધા ઉપધર્મ મર્યાદિત છે અને ધર્મ તો અમર્યાદિત છે, જેની વ્યાખ્યા પણ પૂરી કહી શકાતી નથી. રાયચંદભાઈ પોતે ઝવેરાતના ધંધાથી નિવૃત્ત કે તુરત પુસ્તક હાથમાં લે. જો તેમની ઈચ્છા હોત તો તેઓમાં એવી શકિત હતી કે તે એક સારા પ્રભાવશાળી બેરીસ્ટર, જજ યા વાયસરોય બની શકતે, આ અતિશયોકિત નથી, પણ મારા મન પર પડેલી તેમની છાપ છે. તેમની વિચક્ષણતા બીજા પર છાપ પાડયા વિના નથી રહેતી.”
થાય
“ મારી ઉપર ત્રણ પુરુષાએ ઊંડી છાપ પાડી છે. ટાલસ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ. ટાલસ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી. રસ્કિનની તેનાં એક જ પુસ્તક 'અન્ટુ ધીસ લાસ્ટથી, તેનું ગુજરાતી નામ મેં ‘સર્વોદય’ રાખ્યું છે. હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાય રાયચંદભાઈ હતા.”
#
“આપણે સંસારી જીવા છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ન કદાચ એક ભવ બસ થાઓ. આપણે મેાક્ષથી દૂર ભાગતાં હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા... બાહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગાને કાઢવા પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું એ કેવું કઠિન છે? એ રાગરહિત દા કવિને સ્વાભાવિક હતી.”
*
“માક્ષનું પ્રથમ પગથિયું વીતરાગ છે. જ્યાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખૂંચેલું હોય, ત્યાં સુધી મેાક્ષની વાત કેમ ગમે ? અથવા ગમે તે કેવળ કાનને જ—એટલે જેમ આપણને અર્થ જાણ્યા—સમજ્યા વિના કોઈ સંગીતના સૂર જ ગમી જાય તેમ એવી કર્ણપ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસરનારું વર્તન આવતાં ઘણા
તા. ૧૬-૨૪
કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મેાક્ષની લગની ન થાય, એવી વૈરાગ્યલગની કવિની હતી.”
*
(પાતાનાં બે વર્ષના (મુંબઈના) ગાઢ પરિચયમાં ગાંધીજીએ શ્રીમદ્ન જે વૈરાગ્યયુકત જોયેલા તેનું શબ્દચિત્ર એક કુશળ ચિત્રકારને છાજે તેવું જયંતી પ્રસંગે શ્રીમચિત નીચેની બે કડી બાલવાપૂર્વક ગાંધીજી આપે છે)
“અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છૂંદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો? અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો, અપૂર્વ “જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમનાં બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલા... તેમને ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તા હાય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને માહ થયા હોય એમ મેં જોયું નથી.”
“રાયચંદભાઈ સાથેનો મારો પ્રસંગ એક જ દિવસને ન હતા. ઈ. સ. ૧૮૯૧ના જૂનની આખરે મુંબઈમાં ઉતરીને હું પહેલવહેલા જે ઘરમાં ગયેલા, તે મને બરાબર યાદ છે. ડૉ. મહેતાએ ને રેવાશંકર જગજીવને મારી તેમની સાથે ઓળખાણ કરાવી. ત્યારથી તેમના મરણાંત સુધી અમારો સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણી વાર કહી ને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણુ લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તે તે કવિશ્રીના જીવનમાંથી છે. દયા ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવા એ દયા—ધર્મ કવિશ્રીએ શિખવ્યો છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરીને પાન કર્યું છે.
“તેઓ ઘણીવાર કહેતા કે ચાપાસથી કોઈ બરછી ભાંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઉકળી રહેલા તેમને ઉકળી જતાં મેં ઘણીવાર જોયાં છે. તેમને આખું જગત. પોતાના સગા જેવું હતું. આપણાં ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલા કેલેશ તેમને જગતમાં દુ:ખને, મરણને જોઈને થતા.”
#
“તેમની રહેણીકહેણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદા, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરો ફેટો ને ધોતી. એ કાંઈ બહુ ઈસ્ત્રીબંધ રહેતા એમ મને સ્મરણ નથી. ભાંયે બેસવું, ખુરસીએ બેસવું બંને સરખું હતું. સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા.
“તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કેચાલતાં પણ તે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી વિહ્વળતા જરા યે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી, ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધ્યું હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નિહ. ચહેરો હસમુખા ને પ્રફુલ્લિત હતા. તેની ઉપર અંતરાનંદની છાયા હતી.
“ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચાર બતા- - વતાં કોઈ દિવસ શબ્દ ગોતવા પડયો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતા મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંય વિચાર અપૂર્ણ