________________
તા. ૧૬-૨-*૪
સરહદ ઉપર તેની રૂકાવટ કરવામાં આવી. પછી સમુદ્રમાર્ગે હાગકૈંગ જવું અને ત્યાંથી ચીની સરહદ ઉપર પહોંચવું એવા તેમણે વિચાર કર્યો. પણ તે માટે હોંગકોંગની બ્રિટિશ હકુમતે પરવાનગી ન આપી. પછી આસામના મૈત્રી આશ્રમ (ઉત્તર લખમપુર જિલ્લા) માં સ્થિર થઈને નેફા વિસ્તારમાં આગળ વધવા દેવાની માંગણી કરી, પણ એ સરહદી પ્રદેશ લશ્કરી દષ્ટિએ તંગ વિસ્તાર છે એમ જણાવી તેમને આગળ વધવા દેવાના ભારત સરકારે પણ ઈનકાર કર્યો. આમ ચાતરફથી ચીનની સરહદે પહોંચવાનું અને તેમાં પ્રવેશવાનું, અનેક પ્રકારની વાટાઘાટો અને પ્રયાસા કરવા છતાં, તત્કાળ અશક્ય છે એમ પ્રતીતિ થતાં, તા. ૩૦ મી જાન્યુઆરીના રોજથી આ યાત્રીદળને વિખેરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રભુનું જીવન
અન્ત
આ નિર્ણય જાહેરૢ કરતા મૈત્રીયાત્રાના નિવેદનના ભાગમાં એવી આશા વ્યકત કરવામાં આવી છે કે, “આ યાત્રાને અમે શાન્તિના એક પ્રયોગ રૂપે જ લેખી હતી અને અમને આશા છે કે ભારત અને ચીન વચ્ચેના અંતિમ મૈત્રીભર્યા સંબંધામાં તે પોતાના ફાળો આપી રહેશે. અમે દુનિયાભરના લોકોને એશિયા તેમ જ દુનિયાના ભલા ખાતર આ મૈત્રીકાર્યને ઉપાડી લેવાના અનુરોધ કરીએ છીએ. ”
વિશ્વશાન્તિયાત્રિકો હાલ અમેરિકામાં
તા. ૧-૬-૬૨ના રોજ દિલ્હીથી વિશ્વશાંતિ યાત્રાએ નીકળેલા બે ભારતીય યુવકો શ્રી સતીશકુમાર અને શ્રી ઈ. પી. મેનન જેમનો ઉલ્લેખ પ્રબુદ્ધ જીવનના આગળના અંકોમાં કરવામાં આવ્યો છે અને તા. ૧-૧૦-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં જેમના દિલ્હીથી પેરિસ સુધીના પ્રવ:સની મુખ્ય મુખ્ય વિગતો આપવામાં આવી છે, તેઓ પેરિસથી ઈંગ્લાન્ડ આવ્યા અને ત્યાંથી અમેરિકા જવા માટે તા. ૨૨-૧૧-૬૩ના રોજ સ્ટીમરમાં જેવા ચઢયા કે તરત જ પ્રમુખ કેનેડીની હત્યાના સમાચાર તેમના સાંભળવામાં આવ્યા અને જે વ્યકિતને મળવા માટે ૨૦ મહિના પહેલાં તેઓ દિલ્હીથી રવાના થયા હતા તે વ્યકિતને પ્રત્યક્ષ મળવાની તેમની આશા નષ્ટ થઈ અને ગત જાન્યુઆરી માસની છઠ્ઠી તારીખે તેમને સ્વ. કેનેડીની સમાધિ સમક્ષ ઉપસ્થિત થવાનું પ્રાપ્ત થયું. આ વિચારે તેમનું હ્રદય ભરાઈ આવ્યું.
એ યાદ આપવાની જરૂર નથી કે આ બન્ને પદયાત્રીઓએ પોતાની યાત્રા ખીસ્સામાં એક પણ પાઈ રાખ્યા સિવાય, સંપૂર્ણપણે જન - આધાર ઉપર જ નિર્ભર રહીને, શરૂ કરી હતી. તેમણે પાકીસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, રશિયા, પોલાંડ, જર્મની, બેલ્જીથમ, ફ્રાન્સ, ઈંગ્લાન્ડ અને અમેરિકા - એમ. આજ સુધીમાં કુલ સાતેક હજાર માઈલના પગપાળા પ્રવાસ કર્યો છે. અત્યારે તેઓ અમેરિકામાં ફરી રહ્યા છે અને ભારત ખાતે પાછા ફરતાં તેઓ જાપાન જવા ધારે છે. આવા અપૂર્વ સાહસ અને રોમાંચભર્યા પ્રવાસ માટે આ બન્ને બંધુઓનાં આપણે જેટલાં અભિનંદન કરીએ તેટલાં ઓછાં છે.
“બોલાવે ત્યાં જાવું, પણ ગાણું પોતાનું ગાવું.”
ગયા જાન્યુઆરી માસની ૨૫મી તારીખે આણંદ ખાતે આવેલા વલ્લભ વિદ્યાનગરની જમીન ઉપર શ્રી મહાવીર જૈન વિદ્યાલયની તે સ્થળે ઉઘાડવા ધારેલી શાખાના મકાનનું શ્રી ચીમનલાલ પી. શાહના શુભ હસ્તે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે બાલવાનું નિમંત્રણ મળતાં કરેલા ભાષણના સાર નીચે મુજબ છે:
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ૧૯૧૫ની સાલમાં ગીરગામ બાજુએ આવેલ એક ભાડાના મકાનમાં ૧૫ વિદ્યાર્થીઓથી શરૂઆત કરવામાં આવી ત્યારથી માંડીને ગોવાલિયા ટેંક ઉપર તેનું પોતાનું મકાન થયું, અને પછી અમદાવાદ, પૂના અને વડોદરામાં તેની શાખાઓ ઊભી થઈ તે સર્વના હું સાક્ષી છું અને વર્ષોથી તેની કાર્યવાહી ઉપર છું. આમ તેના ઉત્તરોત્તર વિકાસના કદાચ સૌથી જૂના સાક્ષી અને અમુક અંશે કાર્યકર્તા તરીકે આજે અહીં તેની નવી શાખાના મકાનના શિલારોપણ પ્રસંગે ઉપસ્થિત થતાં હું સવિશેષ આનંદ અને ગૌરવ અનુભવું છું. આ વિઘાલય તરફથી હજી સુધી
B
૨૦૧
કોઈ શિક્ષણસંસ્થા ઊભી કરવામાં આવી નથી. તેનું કાર્ય છાત્રાલય ચલાવવા પૂરતું હોઈને, આજના ઉચ્ચ શિક્ષણને પૂરક રહ્યું છે અને જૈન શ્વે. મૂ. વિદ્યાર્થીા પૂરતું સીમિત રહ્યું છે. અને એમ છતાં છેલ્લા લગભગ પચ્ચાસ વર્ષ દરમિયાન સંખ્યાબંધ વિદ્યાર્થીઆને વ્યવહાર અને વ્યવસાયના જીવનમાં તેણે તરતા કર્યા છે. આ તેની કોઈ સામાન્ય સિદ્ધિ નથી
આ વિદ્યાલયની બીજી પ્રવૃત્તિ પુસ્તક પ્રકાશનની રહી છે. અને તે દ્વારા એક એક બબ્બે વર્ષે ઉચ્ચ કોટિના ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. તાજેતરમાં આ વિદ્યાલયે જૈન આગમોના પ્રમાણભૂત પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરી છે. તે જ્યારે પૂરી થશે ત્યારે વિદ્યાલયની આજ સુધીની પ્રવૃત્તિઓમાં તે કીતિકલશ જેવી લેખાશે એમાં કોઈ સંશય નથી.
આ વિદ્યાલયની આવી સફળ અને સતત વિસ્તરતી રહેલી કાર્યવાહીનું મૂળ તેને પ્રારંભથી મળી રહેલા સમર્થ અને નિષ્ઠાવાન કાર્યકરોમાં રહેલું છે. એવી બહુ ઓછી જાહેર સંસ્થાઓ જોવામાં આવે છે કે જેને વિદ્યાલય જેવી efficient–પૂરી કાર્યક્ષમ, એટલું જ નહિ પણ, નવાં નવાં સાહસેા ખેડવાને સદા તત્પર એવા શકિતશાળી મંત્રીઓ અને પરસ્પર મેળ ધરાવતી એવી કાર્યવાહક સમિતિ અતૂટપણે મળતી રહી હોય. વિદ્યાલયની કળા સદા ખીલતી રહી છે તેનું ખરું કારણ આ છૅ.
મહાવીર જૈન વિદ્યાલય ાખરે એક કોમી સંસ્થા છે; જેના દિલતાં રાષ્ટ્રીયતાની જડ જામેલી છે એવી—મારી જેવી અનેક—વ્યકિતઆની સામે, ખાસ કરીને આજના વાતાવરણમાં, એ પ્રશ્ન ઊભા થયા જ કરે છે કે રાષ્ટ્રીયતાની ભાવના અને આ પ્રકારની સંસ્થા સાથેના સંબંધ બે વચ્ચે કોઈ મેળ છે કે નહિ ? આ પ્રશ્નનું હું આ રીતે સમાધાન મેળવું છું. આપણે રાષ્ટ્રીયતાની ગમે તેટલી ભાવના ભાવીએ, એમ છતાં પણ, આપણી સામાજિક પ્રવૃત્તિએ એક યા બીજા—નાના કે મેટા—વર્તુળની કલ્પના ઉપર જ આધારિત હોય છે. આ વર્તુળ ભૌગાલિક હોઈ શકે છે, વૈચારિક હોઈ શકે છે, કોઈ એક રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવતું હોય છે, ધંધાના કે વ્યવસાયના પાયા ઉપર ઊભેલું હોય છે, ચોક્કસ પ્રકારની સાધનાને આશ્ચિંત હાય છે. વળી ભૌગોલિક વર્તુળા શેરી, ગ્રામ, નગર, પ્રદેશ અને મોટા શહેરોમાં માળા એટલે કે સામુદાયિક નિવાસસ્થાન કે કોઈ એકલતા એમ વિવિધ રીતે સીમિત હોય છે. આમ સીમિત કાર્યક્ષેત્રની કલ્પના સિવાય કોઈ પણ સામાજિક પ્રવૃત્તિનો સંભવ
દેખાતો નથી.
આવી જ રીતે કોઈ એક જ્ઞાતિ કે સંપ્રદાયના પાયા ઉપર પણ આવાં વર્તુળા રચાયેલાં જોવામાં આવે છે. અને એ આધાર ઉપર અનેક સામાજિક સામુહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. આ બંને પ્રકારનાં વર્તુળાનો આજની પરિસ્થિતિના સંદર્ભમાં અલગ અલગ રીતે વિચાર કરવાની જરૂર છે.
જ્ઞાતિનાં વર્તુળો પાછળ ખાનપાનના વ્યવહારની અને કન્યાની લેવડદેવડના વ્યવહારની મર્યાદાના વિચાર રહેલા છે અને ઊંચા નીચાના ખ્યાલ આ જ્ઞાતિસંસ્થા સાથે જોડાયેલા હોય છે. આ પ્રકારની જ્ઞાતિ સંસ્થા રાષ્ટ્રીય એકતાની અનેક રીતે બાધક નીવડી છે. સદ્ભાગ્યે આ જ્ઞાતિસંસ્થાના પાયા હચમચી રહ્યા છે. આજે ખાનપાન પૂરતો ભેદભાવ લગભગ નાબૂદ થઈ ચૂકયો છે. વળી દિન પ્રતિ દિન આંતરજ્ઞાતીય લગ્નો વધતાં જતાં હોઈને જ્ઞાતિનું પ્રભુત્વ એ રીતે ઘટતું ચાલ્યું છે અને જ્ઞાતિનું અસ્તિત્વ અર્થશૂન્ય બનતું જાય છે. આપણને અન્યોન્ય વિભાજિત કરતી આ જ્ઞાતિસંસ્થા સમય જતાં નાબુદ થવી જ જોઈએ એમ લાગે છે, કારણ કે કાળની એ માંગ છે અને સામાજિક પરિવર્તનાનાં વહેણ એ દિશા તરફ જોસથી વહી રહ્યાં છે.
પણ આ દેશમાં વ્યાપી રહેલી ધર્મસંસ્થાઓના એ રીતે