SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪ प्रजुद्ध भवन શ્રી મુખઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ તયા પૈસા ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસ’કરણુ વર્ષ ૨૫ : અંક ૨૦ મુંબઇ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૪, રવિવાર આફ્રિકા માટૅ શિલિંગ – તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકીણ નોંધ * કાકાસાહેબ કાલેલકરને 'પદ્મવિભૂષણ' પદનુ ભારત સરકારે કરેલું અર્પણ સ્વ. રાજકુમારી અમૃતકુવરને અજલિ જીવનસભરતા ભારતના એક વખતના આરોગ્યખાતાના પ્રધાન અને ગાંધીજીના અતેવાસી રાજકુમારી અમૃતકુંવરનું દિલ્હી ખાતે ૭૭ વર્ષની ઉંમરે તા. ૬-૨-’૬૪ના રોજ એકાએક અવસાન થયું. તેઓ વર્ષોથી જીવનના અંત સુધી ઈન્ડિયન રેડ ક્રોસ સેાસાયટીનાં ચેરમેન હતાં. તેમને અંજલિ આપતાં ટાઈમ્સ ઑફ ઈન્ડિયા જણાવે છે કે “રાજકુમારી અમૃતકુંવરે જે પ્રકારની સેવા કરી છે અને અર્થસભર જીવન જીવી બતાવ્યું છે એવી સેવા અને આજના સમયમાં અહીં કે અન્યત્ર બહુ ઓછી સન્નારીઓના જીવનમાં આપણને જોવા મળશે. તેમનો એક મોટા ખાનદાન કુટુંબમાં જન્મ થયો હતો અને વૈભવપૂર્ણ વાતાવરણમાં તેમના ઉછેર થયો હતો. આમ છતાં પણ અત્યંત દારિદ્ર, દુ:ખી અને પીડિત જનતાની સેવામાં જ તેમણે આખું જીવન વિતાવ્યું હતું. અદમ્ય શકિત, સમર્પણ, ખન્ત અને નમ્રતા જે તેમના વ્યકિતત્વનું એક મહત્ત્વનું અંગ હતું—આ ગુણા દ્વારા શેરબાનમાં માનીટર તરીકે, નિશાળની ક્રિકેટ, હાકી, અને એવી બીજી રમત મંડળીના કેપ્ટન તરીકે, એક સારા પીઆના બજાવનાર તરીકે, ડૉકટર થવાની ગુપ્ત આકાંક્ષા સેવતા ઑક્સફર્ડ યુનિવર્સિટીના આગેવાન વિદ્યાર્થી તરીકે અને સમય જતાં, આઝાદીના ઉગમ બાદ, આરોગ્યખાતાના પ્રધાન તરીકે, સ્ત્રીજાતિના ઉદ્ધારકાર્યના નેતા તરીકે, સ્પાસ-સ્ટેડિયમોના આયોજક તરીકે, યુનેસ્કોના પ્રતિનિધિ તરીકે, ઈન્ડિયન રેડ ક્રોસ સાસાયટીના ચેરમેન તરીકે, પ્રખર વકતા અને આકાશવાણીના પ્રસારક તરીકે આમ અનેક પ્રવૃત્તિઓ સાથે પેાતાના દીર્ધ જીવનની એક યા બીજી કક્ષાએ તેઓ અત્યંત સક્રિયપણે સંકળાયેલાં હતાં. રાષ્ટ્રજીવનનાં અનેક પ્રવાહો સાથે સક્રિય ભાવે અને સ્વત્વપૂર્વક વહેતાં વહેતાં તેઓ ૧૯૩૦ની સાલમાં મહાત્મા ગાંધીના આશ્રામમાં જોડાવા પામ્યાં હતાં અને પછીનાં ૧૮ વર્ષ સુધી ગાંધીજીના નેતૃત્વ નીચે તેમણે કામ કર્યું હતું, જે સમયના ગાળાને તેઓ “મારા જીવનના ભારે અદ્ભુત અને અત્યંત સુખમય વર્ષો તરીકે ” અવારનવાર વર્ણવતા અને યાદ કરતા રહ્યાં હતાં. ૧૯૪૭માં જ્યારે નહેરુએ પોતાના પ્રધાનમંડળમાં જોડાવાનું તેમને નિમંત્રણ આપ્યું ત્યારે તેમણે ખૂબ મૂંઝવણ અનુભવી હતી. “હુ કોઈ ‘પોલીટીશિયન’રાજકારણી વ્યકિત નથી.” એમ જણાવીને પોતે શું કરવું એ વિષે તેમણે ગાંધીજીની સલાહ માંગી હતી. “આ તમારું કામ છે.” એમ ગાંધીજીએ તેમને સ્પષ્ટ જવાબ આપ્યા હતા અને પરિણામે તેમણે તે પદના સ્વીકાર કર્યો હતો અને દશ વર્ષ સુધી તે સ્થાન ઉપર રહીને પુષ્કળ કામ કર્યું હતું અને સ્રી તેમ જ બાળકોની કલ્યાણપ્રવૃત્તિ, ક્ષયનિવારણ, પ્રજાનું પાણ—સંવર્ધન અને જીવન-વીમા, કુષ્ટરોગનિવારણ, નર્સીગ અને શિક્ષણ-આ વિષયો ઉપર પાતાની સર્વ શકિતઓને તેમણે પૂરો યોગ લગાવ્યો હતો. પોતાના દેશવાસીઓની તેમણે જે અનેક ક્ષેત્રમાં અમાપ સેવા કરી છે તેના સર્વાંગી ખ્યાલ આપવા અશકય છે. તેઓ એક લાવથ્ર્યયુકત રાજકુમારી હતાં કે જેમણે આખી જિંદગી ગરીબ, અનાથ દુ:ખી, દર્દીઓની સેવાને સમર્પિત કરી હતી અને અસાધારણ સફળતા પ્રાપ્ત કરી હતી—આમ સંક્ષેપમાં તેમનું વર્ણન કરીને સંતોષ માનવા એ જ વધારે યોગ્ય લાગે છે.” ગત જાન્યુઆરી ૨૬મી તારીખ—સ્વાતંત્ર્ય દિનના અનુસંધાનમાં ભારત સરકાર તરફથી જાહેર કરાયલા માનચાંદની યાદીમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકરને ‘પદ્મવિભૂષણ’ના સન્માનપદથી વિભૂષિત કરવામાં આવ્યા છે. કાકાસાહેબની ઉમ્મરનો અન્ય કોઈ અગ્રગણ્ય પ્રજાસેવક આજે જોવામાં આવતો નથી અને તેમની વર્ષોભરની અનેકવિધ સેવાઓ—તેમાં પણ શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે તેમણે કરેલી અનવરત તેમ જ અગણિત સેવાઓ સાથે તો ભાગ્યે જ અન્ય કોઈ વિશિષ્ટ વ્યકિતની તુલના થઈ શકે તેમ છે. આજે તેમની ૭૮ વર્ષની ઉંમર છે એમ છતાં તેઓ સતત ક્રિયાશીલ છે. તેમનાં લખાણેાથી ગુજરાતી સાહિત્ય તે અત્યંત સમૃદ્ધ બન્યું છે, પણ સાથે સાથે મરાઠી તેમ જ હિંદીને પણ તેમની સેવાના ખૂબ લાભ મળ્યો છે. છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ મંગળ પ્રભાત' નામનું હિંદી પાક્ષિક સંપાદિત કરે છે, અને એ દ્વારા તેમના મનન ચિંતન અને અનુભવના સમસ્ત ભારતની પ્રજાને સતત લાભ મળતો રહ્યો છે. તદુપરાંત તેમની જેવા સતત પ્રવાસી પણ ભાગ્યે જ અન્ય કોઈ જોવા મળશે. ભારત બહાર તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના અનેક દેશમાં પ્રવાસ કર્યો છે અને ભારતમાં તે તેમનું પરિભ્રમણ આ ઉંમરે પણ એક સરખું ચાલુ જ હાય છે. હવે કાને થોડાક સમયથી સાંભળવાની મુશ્કેલી ઊભી થઈ છે એ બાદ કરતાં શરીર અને તેની બધી ઈદ્રિયો પણ હજુ પૂરી કાર્યક્ષમતા દાખવે છે. સાહિત્યના તો તેઓ એક જંગમ તીર્થ છે. અને તેમનામાં અસાધારણ પ્રકારની તાજગી રહેલી છે. સાધારણ રીતે આટલી મેટી ઉમરના ડિલને મળવાનું બને-પછી ભલેને તેઓ એક યા અન્ય વિષયના અસાધારણ વિદ્રાન લેખાતા હાય એમ છતાં પણ તેમની સાથેને વાર્તાલાપ ઔપચારિક બાબતાથી ભાગ્યે જ આગળ લંબાત હાય છે, જ્યારે કાસાહેબને મળતાં અનેક વિષયો ઉપર વાતો ચાલે છે, અને તેમાંથી કાંઈ ને કાંઈ નવું જાણ્યાનો અનુભવ થત રહે છે, કારણ કે તેઓ એક જાગૃત આત્મા છે અને દુનિયાભરના પ્રશ્નો તેમના ચિત્તને સ્પર્શે છે. કાકાસાહેબ ભારતભરમાં એટલા બધા સુખ્યાત છે કે તેમને ‘પદ્મવિભૂષણ’પદથી કોઈ નવી ખ્યાતિ કે પ્રતિષ્ઠા મળવાની નથી. એમ છતાં પણ એક અસામાન્ય પ્રતિભાની આટલી મેાડી મેાડી પણ ભારત સરકારે કદર કરી છે એ કાકાસાહેબને જે કોઈ જાણે છે તે સર્વ માટે આનંદનો વિષય છે. આ પ્રસંગે કાકાસાહેબને આપણ સર્વના અંતરના અભિનંદન હા અને સુદઢ આરોગ્ય અને ચિર આયુષ્યની પ્રાર્થના હા ભુવનેશ્વર કાગ્રેસ અધિવેશનમાં માંસાહારીઓ માટે કરવામાં આવેલી અલગ સગવડ તા. ૨૫-૧-૪૬૪ના સંદેશમાં નીચે મુજબ સમાચાર પ્રગટ થયા છે: પ્રશ્ન : “ ભુવનેશ્વર અધિવેશનમાં માંસાહારીઓ માટે બકરાં કપાતાં હતાં અને ઇંડાં વપરાતાં હતાં. એવા અખબારોમાં પ્રસિદ્ધ થતા અહેવાલા કાંગ્રેસવિરોધી લોકો સમક્ષ ધરે છે અને અમે એના જવાબ આપી શકતા નથી. શા માટે આવું કરાયું ?” ઉત્તર : આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી મોરારજીભાઈએ જણાવ્યું O
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy