SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ બીજાના સહવાસને કારણે આપણે આપણી પેાતાની ભૂમિકા છેડવી ન જોઈએ. આપણે મેળા પડીએ તે આપણું અહિંસક તેજ ઝાંખું થશે. એક દાખલા આપું. પશ્ચિમના કેટલાક લોકો વૈદક અને આરોગ્યની દષ્ટિએ માંસાહારનો ત્યાગ સૂચવે છે. એ લોકો ઇ.ડાંના બાધ ગણતા નથી. ઇંડા સેવે છે. પણ અત્યાર સુધી, દૂધ અને ગેરસ પ્રાણિજ છે એમ કહી એના નિષેધ કરતા હતા એવા લોકો સાથે સહકાર કર્યા. છતાં આપણે ઇંડાંના સેવન તરફ લપસી ન પડીએ. આપણે સમજીએ છીએ કે ઇ'ડાંમાંથી જીવાત્ત્પતિ થાય છે. જીવૅાત્ત્પતિ માટે જ ઇડાંની ઉત્ત્પત્તિ અને હસ્તી છે, અને તેથી ઇંડાં ખાવામાં એક પ્રકારની હિંસા જ છે. જે લોકો એ પ્રમાણે નથી સમજતા કે માનતા એમને, એમને રસ્તે જવા દઈએ અને જયાં મતભેદ નથી ત્યાં સહયોગ કરતાં અચકાઈએ નહીં. ૧૯૮ જરા સરખા મતભેદ થતાંવે’ત એકબીજા ઉપર ચિડાઈએ, એકબીજાના વિરોધ અને બહિષ્કાર કરીએ તો આપણી અહિંસા નબળી, મતભેદ છતાં જે ક્ષેત્રમાં મનૈકય છે તે ક્ષેત્રમાં સહયોગ કરવા જેટલી ઉદારતા આપણી પાસે હોવી જ જોઈએ. હું ત્રણ વાર જાપાન જઈ આવ્યો છું. ત્યાં પણ નિરામિષાહારના પ્રચાર કેટલાક લોકો કરે છે, તેમાંના કેટલાક લોકો માંસાહારના ત્યાગ કર્યા છતાં માછલી ખાવામાં માને છે. ભારતમાં પણ કેટલાક લોકો એ મતના છે. એવા જાપાની, ભારતીય કે બીજા લોકોને સાથે રાખવા માટે જો આપણે પણ માછલાં ખાવા તૈયાર થઈશું તો આપણે તેટલે દરજજે અહિંસાધર્મ છે.ડયા ગણાય. આપણે આપણા વિચારમાં મક્કમ જ રહેવું જોઈએ. માંસાહારી લોકો વચ્ચે હોઈએ ત્યારે તે વધારે દઢતાથી આપણી અહિંસામાં મક્કમ રહેવું જોઈએ. જયાં ભૂલ સ્પષ્ટ દેખાય ત્યાં જ આપણા જીવનમાં આપણે ફેરફાર કરી શકીએ. બીજાઓને સાથે રાખવા માટે પેાતાની ભૂમિકા છેાડી દેવી એ અહિંસાના પ્રચારના માર્ગ નથી. અહિંસા ધર્મના પાલનમાં લોકોની ભૂમિકાઓમાં ભેદ રહેવાના જ. કેટલાક ખૂબ આગળ વધ્યા હશે. કેટલાક અડધે રસ્તે પહોંચ્યા હશે. કેટલાકોએ અહિંસાનો સ્વીકાર નવા સવા અને જરાસરખા જ કર્યો હશે. આપણે જાણવું જોઈએ કે એ બધા અહિંસા— સિદ્ધિના યાત્રીઓ જ છે. એમાં મુકામભેદ, મંઝીલભેદ રહેવાના જ. બધાનું પ્રયાણ એક જ દિશામાં છે. એટલી વાત આપણે માટે સંતાજનક, આશાજનક લાગવી જોઇએ. આ બાબતમાં મારા અનુભવના એક બે કિસ્સાઓ રજૂ કરી મારી વાત પૂરી કરીશ. પશ્ચિમ અને પૂર્વના તત્ત્વજ્ઞાન સાથે જેમને ઊંડો પરિચય છે, એવા એક ફ્રેન્ચ લેખકે પોતાની ચોપડીમાં એક વાકય લખ્યું હતું. “Living is killing ” એ કહેવા માગતા હતા કે જીવવું હોય તે હત્યા કર્યા વગર, હિંસા કર્યા વગર છૂટકો જ નથી, એમની વાત તો સાચી હતી કે પશુ—પક્ષી, કુમિ—કીટક અને માણસ બધા જ ખોરાક માટે હિંસા કરે જ છે. કોઈ માણસની હિંસા કરે, કોઈ પશુપક્ષીની હિંસા કરે, કોઈ કંદ, મૂળ, ફળ અને ફ્લ જેવી વનસ્પતિની હિંસા કરે. જયારે કેટલાક અનાજના બીની હિંસા કરે. હિંસા વગર જીવાય જ નહીં. જીવન law of life is-killing the least is living the best. ઓછામાં ઓછી હિંસા કરવી. બની શકે એટલી હિંસા ટાળવી. એ જ ઉત્તમમાં ઉત્તમ જીવન છે. અહિંસામાં જ જીવનની કૃતાર્થતા છે. એ ભાઈએ મારી દલીલ તરત સ્વીકારી. પાતાની ચોપડીમાં મારૂં વાકય લખી લીધું. અને નવી આવૃત્તિમાં એ પ્રમાણે ઉમેરો કરી સુધારવાનું વચન આપ્યું. બીજો એક દાખલા આપું. એક વાર Goodwill Mission લઈને હું પશ્ચિમ આફ્રિકા ગયા હતા. ત્યાં એક ઠેકાણે કાલેજમાં મારૂં વ્યાખ્યાન હતું. મારા રહેવા-જમવાની વ્યવસ્થા હતી. એક અંગ્રેજ પ્રોફેસરને ત્યાં. જે ભારતમાં વર્ષો સુધી રહેલા હોવાથી એને આપણી રહેણીકરણીનો ખ્યાલ હતો. એની મારફતે કૉલેજના ગેારા અધ્યાપકોએ અને આફ્રિકન નિા વિદ્યાર્થીઓએ જાણ્યું કે હું માંસ નથી ખાતા. અન્નાહારી છું. તા. ૧-૨-૪ મારા ભાષણમાં મેસ્વતંત્ર ભારતના મૈત્રીના સંદેશાની વાત કરી. ભાષણને અંતે પ્રશ્નોત્તરી ચાલી. ગારા પ્રફેસરોએ નિગ્રો વિદ્યાર્થીઓ મારફતે મને સવાલ પૂછ્યો. “અમે સાંભળ્યું છે કે તમે માંસ ખાતા નથી. તમે વેજીટેરિયન છે. અમે જાણવા માગીએ છીએ કે સારી વસ્તુઓના તમે ત્યાગ કેમ કરો છે. “Why do you deny yourselves good things of life.?" હું જવાબમાં મેં પ્રથમ કહ્યું એ મારો વ્યકિતગત જીવનધર્મ છે. હું અહીં માંસાહાર ત્યાગી—શાકાહારના પ્રચાર કરવા આવ્યા નથી. તમને તમારો ખોરાક મુબારક. છેકરાઓ કાંઈ મને આમ છેડે ખરા? એમણે કહ્યું કે તમારા એ જીવનધર્મનું કારણ અમે સમજવા માગીએ છીએ. મે કહ્યું કે મોઢામાં આંગળી નાખી મારી પાસેથી જવાબ કઢાવવા જ છે તે! લ્યો ત્યારે. આટલું કહી મેં પૂછ્યું કે શું એ વાત સાચી છે કે સા વરસ પહેલાં તમારા પૂર્વજો માણસને મારીને એનું માંસ ખાતા હતા? શું તેઓ કેનીબાલ મનુષ્ય માંસાહારી હતા ? એ બિના એટલી સ્પષ્ટ હતી કે વિદ્યાર્થીઓએ તરત ‘હા નો જવાબ આપ્યો. ત્યારે મેં એમને પૂછ્યું કે મનુષ્યના માંસ જેવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક Good thing of life તમે કેમ છોડી ? શું કોઈને અનુભવ છે કે મનુષ્યમાંસ બેસ્વાદ છે, પૌષ્ટિક નથી અથવા આરોગ્યને હાનિકર છે?” જો એમ નથી તે તમે મનુષ્યમાંસ કેમ છેડયું? તમે એક જ જવાબ આપશે. કે માણસ માણસને મારીને ખાય એ નીતિથી વિરુદ્ધ છે. સદાચારથી વિરુદ્ધ છે. એમાં પાપ છે. એ સમજવાથી તમે મનુષ્યનું માંસ ખાવાનું છોડી દીધું. જો કે એ વસ્તુ સ્વાદિષ્ટ, રોચક, પૌષ્ટિક અને સુપાચ્ય હતી. તમે ધર્મ કે નીતિને નામે એક ડગલું આગળ વધ્યા. હું એ જ ન્યાયે તમારા કરતાં એક કદમ વધુ આગળ આવ્યો છું એટલું જ. મનુષ્ય— માંસાહારી તમારા પૂર્વજો પ્રત્યે મારા મનમાં અરેરાટી કે તિરસ્કાર નથી જે પશ્ચિમના લોકો બતાવે છે. હું માનું છું કે સુધારામાં, સંસ્કૃતિમાં માણસ પગથિયે પગથિયે ચઢે છે. તમે મનુષ્યમાંસ ખાવાનું છેાડયું. હું પશુપક્ષીનું કે કોઈપણ પ્રાણીનું માંસ ખાતો નથી. આપણે એક જ પવિત્ર ધામના યાત્રીઓ છીએ. મારો વિશ્વાસ છે કે કોઈ દિવસ તમે મારા પગથિયે આવવાના જ. હું આસ્તિક છું. મારી પાસે ધીરજ છે. જે વસ્તુ ધર્મત: સાચી છે, યોગ્ય છે, તેં કો'કે દિવસ ઉગવાની જ છે. આજે એના પ્રચારને અર્થે `હું અહીં આવ્યો નથી. મારે તો ભારત ને આફ્રિકા એ બે ભૂમિભાગો વચ્ચે, એમાં રહેનાર લોકો વચ્ચે સૌમનસ્ય વધેલું જોવું છે. આજે તમારે માટે ભારતના એ સંદેશ છે. મેં એ લેખકને કહ્યું કે તમારી વાત સત્ય છે, છતાં ય અર્ધસત્ય છે. અમારે ત્યાં પણ એક વચન છે. ‘નીયો નીવચ નીવનનું ’ (જીવ જીવ ઉપર જ નભે છે.) આવાં વચનામાં કેવળ વસ્તુસ્થિતિ નોંધેલી હોય છે એ ધર્મવચન નથી. ‘Living is killing' એ વસ્તુસ્થિતિ છે. “It is a fact of life, not the law of life. ' એ ભાઈ આશ્ચર્યની નજરે મારી તરફ જોવા લાગ્યા. મેં કહ્યું, Although living is killing is a fact of life, the માલિક શ્રી મુંબઈ જૈન યુવક સધ; મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ.પૃ. હું ફરીથી કહું છું કે આપણે ધીરજપૂર્વક, આસ્તિકતાપૂર્વક બધા સાથે સહકાર કરીએ. કોઈના તિરસ્કાર કે બહિષ્કાર કરીએ નહીં અને છતાં જે ભૂમિકા ઉપર આપણે આરૂઢ હોઈએ તે ભૂમિકા ઉપરથી કોઈ પણ કારણે લપસી ન પડીએ. અહિંસાની યાત્રાનાં બધાં સ્વજનો આગળ હોય કે પાછળ, સ્વજનો જ છે. સહધર્મી જ છે. એ વિશ્વાસે અહિંસાપ્રચારનું કામ ધીરજપૂર્વક કરીએ, કાકા કાલેલકર
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy