SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૪ અને શિક્ષણ માનવજીવનના પ્રારંભથી ઘણો મહત્વનો ભાગ ભજ- - વતાં હોઈને એ બંને એકમેકના પૂરક વિષય છે એમ સમજીને હું આ પત્ર આપને લખવા પ્રેરાયો છું અને એ પત્ર દ્વારા શિક્ષણના ક્ષેત્રમાં કેવા પ્રવાહ વહી રહ્યા છે. ખાસ એ શિક્ષણસંસ્થામાં કે જ્યાં અમે અમારી દીકરીને તેમનાં શીલ અને ચારિત્ર્યનું ઘડતર કરવા માટે મોકલીએ છીએ ત્યાં શું બની રહ્યું છે–તે તરફ આપનું અને આ વિષય સાથે સંબંધ ધરાવતા સર્વકોઈનું ધ્યાન ખેંચવા માગું છું. મારી બે પુત્રીએ વડોદરા યુનિવર્સિટીની હૅમ સાયન્સની ફેકલ્ટીમાં–ગૃહવિજ્ઞાનના શિક્ષણ વિભાગમાં—અનુક્રમે પહેલા અને બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. બીજા વર્ષ માટેના તેમના - ' . અભ્યાસક્રમમાં ખોરાક અને પોષણ Food and nutrition - તેમને મુખ્ય વિષય તરીકે શીખવાનું છે, અને આ વિષય શીખતી '' વિદ્યાર્થિનીઓને practical cookery પ્રોગપૂર્વકની રાંધણ કેળા-શીખવાની હોય છે. આ સંસ્થામાં, આ વિષયનું શિક્ષણ લેતી વિદ્યાર્થીનીઓને આમિષ આહારની વાનીઓ કશા પણ અપવાદ સિવાય ફરજિયાતપણે તૈયાર કરવાની હોય છે. આ બાબત અંગે આ વિદ્યાર્થિનીઓ ચુસ્ત શાકાહારી કુટુંબમાંથી આવે છે કે માંસાહારી કુટુંબેમાંથી–એ બાબતને કશે પણ ભેદ સ્વીકારવામાં આવતો નથી. જ્યારે મારી પુત્રીએ આ બાબત તરફ મારું ધ્યાન ખેંચ્યું ત્યારે મેં તે સંસ્થાના પ્રિન્સિપાલને પત્ર લખીને એમ સમજાવવા પ્રયત્ન કર્યો કે આ પ્રક્રિયા અમારા ધર્મની અને અમારા જીવન, સિદ્ધાંતની અત્યંત વિરુદ્ધ છે. આ પત્ર વાંચીને પ્રિન્સિપાલે મારી પુત્રી સમક્ષ એવી ટીકા કરી કે હું ‘Backward' -પછાત અને જૂનવાણી વિચાર–માણસ છું અને જવાબમાં મને જણાવ્યું કે તેમની સંસ્થા જે પ્રકારની છે તેમાં, તેઓ ધાર્મિક ભૂમિકા ઉપર કથા પણ અપવાદો કરી શકે તેમ નથી અને લેબોરેટરીને લગા' કઈ પણ કાર્યથી વિદ્યાર્થિઓને મુકિત આપી શકતા નથી. . “મારી પુત્રીને આવી કોઈ ફરજ પાડવામાં ન આવે તે માટે, હું તરત જ વડોદરા ગયે, અને પ્રિન્સિપાલને જાતે મળ્યું, જેમણે મને મક્કમપણે અને ફરી ફરીને જણાવ્યું કે તેઓ તેમના અભ્યાસ કમમાં કશે પણ ફેરફાર કરી શકે તેમ નથી, તેમ જ કોઈ પણ વિદ્યાર્થી માટે અપવાદ કરી શકે તેમ નથી તેમ જ તેમને બીજો કોઈ વિકલ્પ આપી શકે તેમ નથી. - “આ પરિસ્થિતિમાં મારા માટે માત્ર બે જ વિકલ્પ રહ્યા હતા :- કાં તો મારે મારી દીકરીઓને આ સંસ્થામાંથી ઉઠાડી લેવી (જેનું પરિણામ બે વર્ષ બાદ તેમના ભવિષ્યને ભારે હાનિ પહોંચાડવામાં આવે) અથવા તે માંસાહાર કેમ તૈયાર કરવા તેને લગતા શિક્ષણ વર્ગમાં ગેરહાજર રહીને તેમણે એટલા માકર્સ ગુમાવવા. બીજા વિકલ્પનું પરિણામ એ આવે કે એ વિષયની પરીક્ષામાં 'પણ એ મુજબ તેમણે માર્કસ ખેવા પડે અને એની અસર પરીક્ષાનાં પરિણામ ઉપર આવે અને બીજી વિદ્યાર્થિનીઓની સરસાઈમાં તેઓ પાછળ રહી જાય. આ સંસ્થાની મોટા ભાગની વિદ્યાર્થિનીઓ માટે આ એક મૂંઝવતા સવાલ બની જાય છે અને પાછળ રહી જવાની બીકથી આ વસ્તુસ્થિતિ પિતાના માબાપોના ધ્યાન ઉપર તેઓ લાવતી નથી અને પોતાના સિદ્ધાંતના ભેગે દુભાતી લાગણી દબાવીને નિયત કરેલા અભ્યાસક્રમને અનુસરે છે. આ સંસ્થાના પ્રસ્પેકટ્સમાં રસેઈનું કામ શીખવા માટે માંસ પકાવવાનું ફરજિયાત હોવાનું કોઈ પણ ઠેકાણે જણાવવામાં આવ્યું નથી. ' હું આશા રાખું છું કે આ બાબતને આપ ગંભીરપણે વિચાર કરશે અને પ્રેસ મારફત તથા ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ અને પ્રધાન સાથે જરૂરી વાટાઘાટ કરીને એવું પરિણામ લાવશે કે જેથી આજની કન્યાઓ જે આવતી કાલની માતાઓ છે તે આ પ્રકારના ભ્રષ્ટાચારથી બચી જાય. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાને ઉતારી પાડવાના આશયથી આ પત્ર હું નથી લખત, પણ આવી સંસ્થામાંથી ઉપર જણાવી તેવી કેટલીક વાંધા પડતી બાબતે હવે પછીથી નાબૂદ થાય એ જ આ પત્ર લખવાનો આશય છે.” . આ બાબતને ધ્યાનમાં લઈને ઉપર જણાવેલ નેશનલ વેજીટેરિયન કોંગ્રેસે રાંધણકળાનું શિક્ષણ આપતી સંસ્થાઓમાંથી માંસ સાથે સંબંધ ધરાવતી વાનીઓ તૈયાર કરવાને લગતું ફરજિયાતપણું નાબદ કરવા માટે મધ્યસ્થ તેમ જ પ્રાદેશિક રારકારોને અનુરોધ કરતા એક ઠરાવ રજૂ કર્યો છે. પણ એકલો ઠરાવ માત્રથી આ પરિસ્થિતિમાં કશો સુધારે થવા સંભવ નથી. આ દુ:ખદ પરિસ્થિતિ દૂર કરવા માટે નાબૂદ કરવા માટે મોટા પાયા ઉપર ઉહાપહ કરવો જોઈએ અને કેન્દ્રસ્થ સરકારી તંત્ર સાથે જવાબદાર સંસ્થાઓએ વાટાઘાટ ચલાવીને આવું ફરજિયાતપણે કોઈ પણ વિદ્યાર્થી ઉપર લાદવામાં નહિ આવે એવી ભારત સરકાર તરફથી જાહેરાત કરાવવી જોઈએ. ' વસ્તુત: આપણા દેશમાં રાંધણકળાને અભ્યાસક્રમ નિરામિષઆહારને લગતી અનેક પ્રકારની વાનીઓની બનાવટને પ્રાધાન્ય આપીને જ ઘડાવો જોઈએ, કારણ કે દેશને સારે એવો ભાગ નિરામિષઆહારી છે અને આમિષ આહારીઓના ભેજનમાં પણ મોટું સ્થાન વનસ્પત્યાહારને છે. અને જે શિક્ષણકેન્દ્રમાં માંસાહારને લગતી પ્રક્રિયા શિખવા માટે પૂરતા પ્રમાણમાં માંગ આવે ત્યાં તેને લગતી વાનીના શિક્ષણ માટે મુખ્ય સંસ્થાના પરિશિષ્ટ રૂપે અલગ પ્રબંધ કરવો ઘટે. આ વિચાર સ્વીકાર્ય ન બને તો આજે જેમ બે પ્રકારના રેસ્ટોરાં જ્યાં ત્યાં જોવામાં આવે છે-શાકાહારીઓ માટે તેમ જ મિષ-આહારીઓ માટે, તેવી જ રીતે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પાકશાસ્ત્રનું પ્રાયોગિક શિક્ષણ આપવા માટે બે પ્રકારનાં રસેડાનો પ્રબંધ કરવો જોઈએ; એક શાકાહારી વિદ્યાર્થીઓ માટે અને બીજું આમિષ-આહારી વિદ્યાર્થીઓ માટે આમ કરવાને બદલે ચુસ્ત શાકાહારી કુટુંબનાં સંતાનોને આપણી શિક્ષણસંસ્થાઓમાં માંસાહાર તૈયાર કરવાની ફરજ પાડવામાં આવેઆ તે ઉલટી ગંગા વહેતી કર્યા જેવું લાગે છે. શિક્ષણનું આવું આયોજન કરનાર શિક્ષણશાસ્ત્રીઓને ઉગતી ઉમ્મરના વિદ્યાર્થીઓની કુમળી લાગણીઓને આવા ફરજિયાતપણાથી કેટલે આઘાત પહોંચે છે તેનું કોઈ ભાન નથી. ‘ઊઠયા ત્યારથી સવાર એ રીતે આ અનિ ની ખબર પડી ત્યારથી તે અનિષ્ટ દૂર કરવા માટે ઉચિત મર્યાદા અને આજની વાસ્તવિકતાને ખ્યાલ રાખીને શક્ય તેટલે પ્રયત્ન કરવો તે આપણા ધર્મ બને છે. પરમાનંદ પૃષ્ઠ વિષયસૂચિ વિનોબાજીના અધ્યાત્મ-સાહિત્યને અમૃત મેદી ૧૮૯ આછેરો પરિચય સંકીર્ણતાની પરાકાષ્ટી પરમાનંદ ૧૯૧ એક આત્મનિવેદન રસિકલાલ છોટાલાલ પરીખ પ્રકીર્ણધ: પંડિતજીની માંદગી પરમાનંદ ૧૯૫ એક રીતે આશીર્વાદરૂપ, નશાબંધીની તરફેણમાં નશાયુકત વાણી, હેમસાયન્સના શિક્ષણમાં અપાતું માંસાહારનું ફરજિયાત શિક્ષણ. અહિંસાના ત્રણ ક્ષેત્રે કાકા કાલેલકર •• . ૧૭
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy