________________
તા. ૧૬-૧૨-૧૪
પ્રમુઠ્ઠ જીવન
૧૯૬
પન્નારને પણ છે. પણ એનો અર્થ એ નથી કે મત અને હકીકત વને ભેદ ભૂંસી નાખ. વાચક સ્વબુદ્ધિથી, પૂરી હકીકત જાણ્યા પછી નિર્ણય કરી શકે તે માટે એને પૂરી સામગ્રી મળવી જોઈએ. પણ વસ્તુસ્થિતિનું જે સરખું બયાન ન મળે તો જે મત બંધાય તે વાત પૂરી સમજ્યા વગરની હોય. તેવી જ રીતે મતપ્રદર્શન ક્રતી વખતે પણ સામેવાળાના વિચાર શું છે કે લઘુમતી શું ધારે છે તે પણ પ્રમાણિક પત્રકારે આપવું જોઈએ. ઢાલની બંને બાજુ બતાવવી એ એને ધર્મ છે.
હકીકતનું સંક્લન ને વિચારોની આપ-લે: આ વ્યવસાય તો ભર વધે કે જે સ્વતંત્રતા કે નિર્ભયતાનું વાતાવરણ હોય. પણ આવી પરિસ્થિતિ માગ્યે મળી જતી નથી. વખત આવ્યું એ ઊભી કરવાની જવાબદારી પણ પત્રકારની છે. સમાજસેવા એ બહુ મોટી જવાબદારી છે, ને એ જવાબદારી જેટલી સમજે એટલે અંશે પત્રકાર નાના-મોટા આકણાથી ને અંકુશથી સ્વતંત્ર બની શકે.
પત્રકારની સ્વતંત્રતા ઉપર તરાપ ફકત બહારથી જ નથી આવતી. એડવર્ડ મરોએ એક ઠેકાણે લખ્યું છે તેમ દરેક જણ પિતાના શિક્ષણ, અનુભવ ને વાતાવરણને કેદી બનેલું હોય છે. આ જેલખાનાની દીવાલ ઓળંગવા માટે શિસ્ત અને સાધનાની જરૂર છે. પત્રકારે જાગતા રહેવું જોઈએ કે, પિતાની ભૂલ કયાં થાય છે, પિતાના કામમાં સુધારો ક્યાં કયાં શકય છે. લોકો તરફની પત્રકારની જવાબદારી બહુ મોટી છે. કોઈ ખાસ એવી સરકારને કે પક્ષને પિતાનું છાપું કે પછી પોતાના પત્રકારત્વના વ્યવસાય પૂરતી જ મર્યાદિત
વાબદારી રાકવવાની હોય છે તે બધી રતાં આ જવાબદારી બહું વિસ્તૃત છે,
શિસ્ત અને વ્યવસાયવૃત્તિ-Sense of Vocationહોય તે પત્રકારત્વના ધંધાને ઊંચી કક્ષાએ જાળવવું સહેલું પડે. પણ આવા સમાજલક્ષી ધંધાના સંચાલનમાં ફકત વ્યકિતઓની સદ્દબુદ્ધિ ઉપર આશા માંડી બેસી ન રહેવાય. યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે, આત્મનિયંત્રણ રહે તે માટે કાયદાનું માળખું પણ જરૂરી છે. આવા કાયદાની હિમાયત પ્રેસ કમિશનના રિપોર્ટમાં સૌથી સચોટ રીતે જોવા મળે છે. છેલ્લા દસ વર્ષમાં સરકારે આવો કાયદા પસાર કરવાને ઘણી વાર વિચાર કર્યો છે. એનું મૂર્ત સ્વરૂપ હવે પ્રેસ કાઉન્સિલ બિલમાં જોવા મળે છે. રાજ્યસભામાં એની કલમ ઉપર ચર્ચા થયા પછી હવે એ બંને સભાગૃહની જોઈન્ટ સિલેકટ કમિટી પાસે ગયું છે.
છાપાંઓ સામેની ફરિયાદ અનેક જાતની હોઈ શકે. હકીકત દબાવી દેવાની, અમુક બંધબેસતી હકીકત વીણી મુદ્દાને ખેટો વળાંક આપવાની, સમાજહિતના વિરોધમાં પ્રચાર કરવાની, સંમત્કારવાળી કે શંકાવનારી વાતોથી લોકોને ભરમાવવાની, ચારિત્ર્ય ઉપર ખેટો આશપ મૂકવાની, બદનક્ષી કરવાની. અને મુખ્યત્વે તે પત્રકારત્વ સ્વતંત્ર વાતાવરણમાં ફાલે નહિ તે માટે સંસ્થાગત અને સામાજિક દબાણ આવી શકે છે તે. આ દબાણ માલિકનું હોય કે તંત્રીનું હોય, જાહેરખબર આપનારનું હોય કે પોલિટિશિયનનું પણ હોઈ શકે પણ એવી અનેક પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યારે પત્રકારને અનિચ્છા કે લાચારીથી પોતાનું સ્વાતંત્ર્ય જતું કરી નમતું જોખવું પડે છે. આની માઠી અસર પત્રકારના વ્યવસાય ઉપર પડયા વગર રહેતી નથી. આમાંની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે તેને હિસાબ ચાલું કાયદાઓને જેરે લઈ શકાય એમ છે. પ્રેસ કાઉન્સિલના અધિકાર અને અંકુશ એવા હશે કે આવા ચાલુ કયદાની સીધી બારીમાં ન આવતાં હોય એવા પ્રશ્નોની ચર્ચા કરવી, ને જરૂર પડે ત્યાં શિક્ષા કરવી. આ ન્યાયબુદ્ધિથી અને વ્યવહાર દ્રષ્ટિથી થઈ શકે તે માટે કાઉન્સિલના પ્રમુખનું નામ સુચવવાનું કામ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયા- - ધીસને સોંપ્યું છે. બાકીના ૨૪ સભ્યો નીમાયેલા હશે ચૂંટાયેલા નહિ.
કાઉન્સિલના સભ્યોમાં ધંધાદારી પત્રકારો-પૂફરીડરોને સમાવેશ
પણ કરવામાં આવ્યો છે—હશે, તેમ જ ત્રાહિત નાગરિકો પણ હશે.] શિક્ષા અનેક જાતની છે, જેમકે ઠપકો આપ, સરકાર પત્રકારને ઓળખાણપત્ર આપે તે લઈ લેવું ને કયારેક જાહેરખબર બંધ કરવી. છાપાંને વિકાસ થાય, પત્રકારોની સ્વતંત્રતા જળવાય, બહારનાં દબાણ રોકાય એ દિશામાં કાઉન્સિલે કામ કરવાનું છે. સરકારી જાહેરખબરો આપવા–રોકવાથી છાપાંની સ્વતંત્ર રીતે ટકવાની શકિત વધેઘટે છે તે તે જાણીતી વાત છે, પણ આ બાબતમાં સરકારી જાહેરખબર ને ખાનગી જાહેરખબર વચ્ચે જે ભેદ પાડવામાં આવે છે તે જરા કૃત્રિમ છે. કારણ, સરકાર જેમ પોતે સીધી પૈસા કમાતી નથી, તેમ પેઢીઓ પાસે ને ઉદ્યોગે પાસે પણ જે પૈસા આવે છે તે છેવટે તે સમાજ તરફનું ણ જ છે. ' ' પત્રકારત્વનું સ્વાતંત્ર્ય જાળવવા માટે સરકારે કાયદાનું માળખું ઊભું કરવું જોઈએ એ લાંબી દ્રષ્ટિએ જોતાં જરા બેહૂદું લાગે છે એમ ઘણા લોકોએ કહ્યું છે. સારા રસ્તો તે (એમના કહેવા પ્રમાણે) એ હોય કે ધંધે પોતે જ કાગળના વપરાશ ઉપર કર મૂકીને અથવા એવી બીજી રીતે આવક મનાવે ને કાઉન્સિલનું ખરચ કાઢે. '
કાઉન્સિલના ૨૫ સભ્યો પાસે -૨ લેક્સભામાંથી સ્પીકર મોકલશે, એક રાજ્યસભાના પ્રમુખ ને ૨૨ બીજી રીતે નીમાશેસારી પેઠે સત્તા હશે. જુબાની માટે લોકોને બોલાવી શકાશે, સાક્ષી તેડાવાશે ને અમુક માહિતી ક્યાંથી મળી તે વિશે પ્રશ્નો પણ પૂછી શકાશે. નદીના મૂળની જેમ સમાચારના મૂળ (Source) વિશે પણ પ્રશ્નો પૂછી શકાશે.
એક મત એ છે કે પત્રકારોએ શું શું કરવું-ન કરવું તે વિષે એક આચારસંહિતા કાઉન્સિલે તૈયાર કરવી. પણ આજના જેટલી ઝડપથી રહેણીકરણી, રીતરસમ, સંસાધન બદલાતાં ન હેત તે પણ એક કાળનાં સૂત્ર બીજા જમાનામાં પોથીમાના રીંગણાં બની જાય છે, એટલે હંમેશને માટે માર્ગદર્શન આપવાની મહત્ત્વાકાંક્ષા રાખ્યા વગર રોજબરોજનાં પ્રશ્નો અને કોયડા લઈ તેની ઝીણવટથી તપાસ કરી, તેમના ઉપર ન્યાય તેળવો તે જ પહેલું ને સૌથી મહત્વનું પગલું ગણાશે. આમ પ્રશ્નોના નિકાલ કરતાં કરતાં જ નિયમોનું માળખું ઊભું થશે, અને ભવિષ્યમાં અનુરૂપ હોય ત્યાં તેમાંના સિદ્ધાંતો લાગુ પાડી શકાશે.
આ આખા વિષય ઉપર હજી વિચાર ચર્ચા ચાલે છે. એટલે કાયદો છેવટનો આકાર કે લેશે તે કહેવું અત્યારે અશકય છે. પણ પત્રકારના ધંધાને વાણી સ્વાતંત્ર્ય સાથે કે રાજકારણ સાથે સંબંધ છે તે હંમેશાં નજરમાં રાખવું પડશે. અમુક જાતનું લખાણ છાપામાં આવે તે શિક્ષા થાય ને પડીમાં છપાય તે છટકી જવાય એવી વિસંગતતા ટકાવી નહિ શકાય. દાકતર કે વકીલના કરતાં પત્રકારને ધંધો વધુ વ્યાપક છે, ને એમાંથી પત્રકારને નાતબહાર કાઢી મૂકી એ સહેલું નથી તેમ વ્યવહારૂ નથી, કારણ કાયદો તોડનારા પત્રકાર નીકળશે જ, ને ક્યારેક એથી કાયદાનું જ –અને સમાજનું હિત સધાશે.આ જ કારણસર દાકતરો અને વકીલોને એમને સંકુચિત ધંધાદારી સમાજ સજા આપે છે, પણ પત્રકારને ગુન્હો આખા સમાજની જવાબદારી બની જાય છે. આ બંધામાં અનેક લોકો ભાગ ભજવે છે. કયારેક તંત્રી જ માલિક હોય છે ને પત્રકારત્વને પોતાનું જીવનધ્યેય બનાવી મૂકે છે. ક્યારેક ખાંડ કે જેડા બનાવનારની વિપારી નફાખોરી દષ્ટિવાળા ઉદ્યોગપતિ પણ આમાં પ્રવેશે છે. એટલે છાપાંની માલિકીનોને માલિકીને લઈને સ્વતંત્રતા પર, પડતી તરાપ–પ્રશ્ન પણ મહત્વનું બની જાય છે. આનું નિયંત્રણ કાયદાથી કરી શકાય છે, પણ સ્વેચ્છાએ ટ્રસ્ટ બનેલી સંસ્થાનો અને સ્વતંત્ર તંત્રી-માલિકોને દાખલા પણ લાંબે ગાળે આ ધાંધાને સમાજલક્ષી ને ઉદાર બનાવ્યા વગર રહેશે નહિં.' આચાર્ય રજનીશજીની મુંબઈમાં થનાર ઉપસ્થિત
આચાર્ય રજનીશજી ડિસેમ્બરની તા. ૩૦ મીના સાંજનાં મુંબઈમાં પધારવાના છે અને જાન્યુઆરી પહેલી તારીખ સાંજ સુધી અને રોકાવાના છે. તેમના પ્રવચનો અંગેનાં સ્થળ- સમય દૈનિક પત્રોમાં જાહેર કરવામાં આવશે. જેમને આચાર્યશ્રીના સંપર્કની ઈચ્છા હોય. તેમણે શ્રી રમણલાલ સી. શાહ, ટે. નં. ૨૨૩૩૧ દ્વારા સંપર્ક સાધ. જે મંત્રી, ભારત જૈન મહામંડળ, મુંબઈ શાખા)