SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ( તા. ૧૬-૧૨-૧૪ પ્રબુદ્ધ જીવન ૧૮૯ સાઠમારી ભલે અમુક અંશે ચાલુ હોય, છતાં એનું રૂપ પહેલાં જેવું બિહામણું રહ્યું નથી. આ એક શુભચિહ્ન છે. જૈન સામયિકોની વાચન-સામગ્રીમાં સમાચાર, વિચાર, સંશોધન, મનોરંજન વગેરેને સમાવેશ થવા છતાં આ બધાં પત્રો ઉચ્ચ નહિ પણ મધ્યમ કોટીના છે એમ સામાન્ય રીતે કહી શકાય. ‘જેન’ પત્રના સંપાદન નિમિત્તે દર અઠવાડિયે બધા ફિરકાના સંખ્યાબંધ પત્રો મારે વાચવાનું થાય છે ત્યારે આપણી સામાજિક, ધાર્મિક કે સાહિત્ય-શિક્ષણવિષયક પ્રવૃત્તિઓના સામાચારો વાંચીને મનમાં વિમાસણ થઈ આવે છે કે આપણું પ્રવૃત્તિક્ષેત્ર શું આવું જ સંકુચિત રહેવાનું છે? એ જ ઉત્સવ-મહોત્સવ, વાજા-ગાજાં વરઘોડા અને ધામધૂમની વાતો! આ સમાચારો આપણી કલ્યાણપ્રવૃત્તિની પારાશીશી લખી શકાય. આવી પ્રવૃત્તિઓમાં ઘણો ઘણો વિકાસ અને ફેરફાર થવો જરૂરી છે. કયા કયા જૈન ફિરકાનાં કેટલાં પત્ર હશે એનો વિચાર કરતાં કોઈ નિશ્ચિત, સંખ્યા તે જાણી શકાઈ નથી, પણ એક ધ્યાનપાત્ર બીના જાણવા મળી છે, તેને અહીં અછડતો ઉલ્લેખ કરવો દીક લાગે છે. આ અંગે વિચાર કરતાં મને લાગ્યું છે કે જે જૈન ફિરકા જેટલો અર્વાચીન તેટલી એનાં સામયિકોની સંખ્યા ઓછી ! આપણે ત્યાં છેલ્લામાં છેલ્લે નવો ફિકો છે શ્રી કાનજી સ્વામીને. આમ તો એ દિગંબદર જ લાગે છે, છતાં આજે એનું કંઈક સ્વતંત્ર રૂપ છે. એનું એક જ સામયિક છે. એનું નામ છે “આત્મધર્મ’. આના પહેલાં સ્થપાયો તેરાપંથ. એનું પણ એક જ સાપ્તાહિક પત્ર છે “જૈન ભારતી'. એના તરફથી પહેલાં “અણુવ્રત’ નામે એક પ્રચારપત્ર નીકળ્યું હતું, તે આજે ચાલે છે કે નહીં તે હું જાણતો નથી. સ્થાનકવાસી ફિરકો તેરાપંથ કરતા પ્રાચીન છે. એના તરફથી પાંચસાત કે પછી કંઈક વધારે, છતાં શ્વેતાંબર મૂર્તિપૂજક તથા દિગંબરો કરતાં ઓછાં, પત્રો પ્રગટ થાય છે. શ્વેતાંબરો અને દિગં- બરોનાં પત્રો સૌથી વધારે છે. જેમ ફિરકો અર્વાચીન એમ એનાં પત્રો ઓછાં. એમ શાથી બન્યું હશે તે નિશ્ચિત રૂપે કહેવું મુશ્કેલ છે. સંભવ છે, ઓછા નેતાઓ અને કંઈક એકછત્રી વ્યવ- સ્થાને લીધે આમ બન્યું હોય. જૈન પત્રોની વિગતો રજુ કરતાં બે પત્રોને, એની આગવી વિશેષતાને કારણે, ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. એક છે જેન સાહિત્ય સંશોધક' માસિક. એના સંપાદક હતા આપણા પુરાતત્ત્વીચાર્ય શ્રી જિનવિજયજી. એ પત્ર સાચા અર્થમાં સંશોધનનું પત્ર હતું. પણ એ બેએક વર્ષ ચાલીને બંધ થયું. જો એ ચાલુ રહ્યું હોત તો સંશોધનનું એક આદર્શ પત્ર બનત. બીજું પત્ર હતું ખૂબ ઉદ્દામવાદી ‘જેન જીવન' સાપ્તાહિક. એના તંત્રી હતા શ્રીયુત મોતીલાલ લાધાજી. એમણે દીક્ષા લીધી છે, અને એમનું નામ છે મુનિશ્રી કેવળવિજયજી. એમની વિચારસરણી ખૂબ બદલાઈને પ્રાચીનતાની સમર્થક બની ગઈ છે. મારી જાણ મુજબ, કટાક્ષચિત્રો એ આ પત્રની આગવી વિશેષતા હતી. આ પત્ર પણ સને ૧૯૨૯-૩૦માં પ્રગટ થઈને, એકાદ વર્ષમાં જ બંધ થયું હતું. | જૈન પત્રકારત્વને વિચાર કરતાં જૈનોએ ખેડેલા વ્યાપક જૈનેતર) પત્રકારત્વનો પણ વિચાર કરવા જેવું છે. એમાં અનેક તેજસ્વી, પીઢ અને નામાંકિત પત્રકારો થઈ ગયા છે, પણ એ આજના મારા વિષયની મર્યાદા બહાર છે; એ માટે સમય પણ નથી. જૈન પત્રોના સંપાદકોમાં શ્રી ભગુભાઈ ફતેચંદ કારભારી, શ્રી વાડીલાલ મોતીલાલ શાહ, શ્રી સુશીલ વગેરેનાં નામે વિશેષ ઇયાન ખેંચે છે. | જૈન પત્ર સાથે જોડાઈ ગયેલ એક ભયસ્થાન તરફ થોડુંક ધ્યાન દોરવું જરૂરી લાગે છે: ગ્રંથસંગ્રહ અને ગ્રંથપ્રકાશન તરફના અનુરાગે સાધુસંઘમાં કયાંક કયાંક અર્થસંગ્રહની શિથિલતાને વધારી મૂકી છે. એ જ રીતે સાધુઓનાં કે એમની સાથે ગાઢ રીતે સંકળાયેલા પત્રો પણ કેટલીક વાર અર્થસંચયના દોષના પોષક બની જાય છે. આવી સ્થિતિ ચાલુ રહે એ ઈચ્છવા જેવું નથી. જૈન પત્રોમાં પ્રબુદ્ધ જીવન પાક્ષિકના સ્થાનને વિચાર કરતાં એ એનાથી સાવ જુદું તરી આવે એવી એની જાત અને ભાત છે. શ્રીયુત પરમાનંદભાઈ એના પ્રણેતા અને પ્રાણ છે, અને એમની બુદ્ધિ અને દષ્ટિ મૌલિક અને વ્યાપક છે, એટલે એમની, આવી વિરલ પ્રતિભાની છાયા ‘પ્રબુદ્ધ જીવન ઉપર પડે એ સ્વાભાવિક છે. ‘પ્રબુદ્ધ જીવન’ એક જૈન સંસ્થાનું માસિક છે, અને એમાં અવારનવાર જૈન સમાજના પ્રશ્નોની ચર્ચા થતી રહે છે, અને કયારેક તે આ ચર્ચા ભારે સચોટ પણ હોય છે. એ બહુ આવકાર- - દાયક અને લાભકારક છે. આમ છતાં એને કેવળ જૈન પત્ર તરીકેની અને શ્રી પરમાનંદભાઈને જૈન પત્રકાર તરીકેની છાપ લગાવવી બરાબર નથી. જેમ જાહેરખબર ન છાપવી એ એની વિશેથતા છે તેમ જૈન-જૈનેતર સમાચારને અભાવ, એ, એની બીજી વિશેષતા છે. સાચા અર્થમાં પ્રબુદ્ધ જીવન’ વિચારઘડતરનું પત્ર છે; અને એ એક જૈન સંસ્થાનું મુખપત્ર છે એ આનંદ અને ગૌરવની વાત છે. ' ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી સમગ્ર ચર્ચાને ઉપસંહાર કરતાં શ્રી ગગનવિહારી મહેતાએ જે મુદ્દાઓ રજૂ કર્યા હતા તેની સંક્ષિપ્ત નોંધ નીચે મુજબ છે :પ્રમુખ શ્રી ગગનવિહારી મહેતાનો ઉપસંહાર પર શરૂમાં મારા વડિલ બંધુ વૈકુંઠભાઈના તાજેતરમાં નિપજેલા અવસાન અંગે પૂજ્ય કાકાસાહેબે પોતાના વકતવ્યને પ્રારંભમાં જે સહાનુભૂતિભર્યો ઉલ્લેખ કર્યો તે માટે તેમને હું આભાર માનું છું. આજે પત્રકારત્વ અંગે જુદા જુદા દષ્ટિકોણથી કરવામાં આવેલી ચર્ચા દ્વારા આપણને ઘણું જાણવા વિચારવાનું મળ્યું છે. દરેક વ્યાખ્યાતા પોતાના વિષય અંગે પૂરી તૈયારી કરીને આવેલ છે અને પોતપોતાના મંતવ્યોની દરેકે વ્યવસ્થિત રજૂઆત કરી છે. આ માટે દરેક વ્યાખ્યાતાનું હું અભિનંદન કરું છું. આ પત્રકારત્વ અંગેને પરિસંવાદ ‘પ્રબુદ્ધ જીવનની રજત જયંતીના સંદર્ભમાં ગોઠવવામાં આવેલ છે. આ ‘પ્રબુદ્ધ જીવનમાં રહેલાં ‘પ્રબુદ્ધ' શબ્દનું મારા મૂળ નામ સાથે રહેલા સામ્યનો અહિ ઉલ્લેખ કરવાનું મને મન થાય છે. મારા પિતાએ મારું નામ ‘પ્રબુદ્ધ’ પાડેલું અને હું કૅલેજમાં ભણતો ત્યાં સુધી પ્રબુદ્ધ લલ્લુભાઈ મહેતા – ‘પી. એલ. મહેતા’ એ નામથી હું ઓળખાતો હતો. પણ મોસાળ પક્ષ તરફથી મારું નામ ‘ગગનવિહારી’ પાડવામાં આવેલું . અને આગળ જતાં હું એ જ નામથી ‘જી, એલ. મહેતા' ના નામથી ઓળખાવા લાગ્યો. આમ મારાં બે નામ પ્રચલિત થતાં કદિ કદિ ગોટાળે ઊભે થતે, અને કોઈ એક મિત્રે મને પૂછેલું પણ ખરું “આ પી. એલ. મહેતા તમારા નાના ભાઈ છે?” અને તેનો જવાબ આપતાં “ આ બને નામ મારાં પોતાનાં જ છે” એમ જણાવીને તેમના ભ્રમને મારે નિરાસ કરવો પડે. આ રીતે “પ્રબદ્ધજીવન’માંના “પ્રબુદ્ધ શબ્દ સાથે મારો ઘણો પુરાણે સંબંધ છે એમ જણાવતાં હું આનંદ અનુભવું છું. - હવે કેટલાક છૂટાછવાયા વિચારો રજૂ કર્યું તે પહેલાં ભાઈ સપાને કરેલી પોતાના મુદ્દાની ભારે વિશદ રજૂઆત માટે તેમને હું ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી. તેમના અભિપ્રાય મુજબ પત્રકારત્વ અંગે વ્યવસાય કે ધર્મકાર્ય-કેરીયર કે કિંશન– એ રીતે એ બન્ને વચ્ચે જે વિરોધની કલ્પના કરવામાં આવે છે એ બરોબર નથી. પત્રકારને વ્યવસાય સ્વીકાર્યા પછી તેનું યથાર્થ પાલન કરવું એટલે કે પત્રકારનો જે ધર્મ હોય તેને યથાર્થ રીતે અનુસરવું તે જે તેનું ધર્મકાર્ય - મિશન-બને છે. આ રીતે બન્ને વચ્ચે કલ્પાતા વિરોધ માટે કોઈ આવકાશ જ રહેતા નથી. આ તેમનું દ્રષ્ટિબિંદુ જરૂર વિચારવા જેવું – ધ્યાનમાં લેવા જેવું છે. સબળ પત્રમાં તંત્રીલેખમાં સ્વતંત્ર અભિપ્રાય રજૂ કરવાની
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy