SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૮-૧૨-૧૪ છીએ એ ખરેખર સારી વાત છે. આ માટે ટ્રસ્ટ રચાય છે એ પણ આવકારપત્ર વાત છે. પણ આવાં પરોપકારી કાર્યો કરવાની આબોહવા સર્જે એવાં વિચારનાં સાયમિકો વિષે આપણાં ટ્રસ્ટ કેમ વિચારતાં નથી? વિચારતાં હશે તે દવાખાનાં અને ધર્મશાળાઓ વિશે.ટ્રસ્ટોએ કયારેક એવી સગવડ કરવી જોઈએ કે કોઈ સારા વિચારના સામયિકનાં હજાર લવાજમ ભરાય. કોઈ ટ્રસ્ટ હજાર’ લવાજમ ભરે અને સામયિક પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળે. આમ થશે તે “એક પંથ અને દો કાજ’ થશે. વિચારના સામયિકને એક સાથે એક હજાર લવાજેમનાં નાણાં મળશે એટલે એની આર્થિક મુશ્કેલીઓ હળવી બનશે. અને જે લોકોને આવાં સામયિકો વાંચવાની ખારા જરૂર છે પણ આર્થિક મુશ્કેલીઓને લઈને વાંચી નથી શકતા એવા લોકોને વિચારનું સામયિક વિનામૂલ્ય મળશે. આ સૂચનાના અમલમાં પરિસ્થિતિ અનુસાર ફેરફારો થઈ શકે. વાત એટલી જ છે કે જાહેર ટ્રસ્ટોએ એની સહાય સામયિકો ભણી પણ વાળવી જોઈએ. આપણે ત્યાં હિમાલય જેવા મહાપુરુ થઈ ગયા, પણ સામાન્ય જનતા ખીણમાં ખદબદતા જંતુઓ જેવી રહી છે. આ પ્રજાને ઊંચી લાવવી હોય તે સામયિકો ઊભાં કરવાની વિચારકોને હાંશ થાય તેવી આબોહવા ઊભી કરવી જોઈએ. ચર્ચા લોકશાહીને પ્રાણ છે. સાચી ચર્ચા સામયિકો વિના મુશ્કેલ છે. સમાજમાં શાંતિમય ફેરફાર કરવા માટે વિચારઘર્ષણ અનિવાર્ય છે. વિચારઘર્ષણ સામયિકો વિના શકય છે?" વિચારોનું ઘર્ષણ નહિ થાય તે મસ્તકઘર્ષણ થશે અને મારે તેની તલવાર એવી સ્થિતિ સર્જાશે. આવી દશા ટાળવી હોય તે સામયિકો ભણી વળ્યા વિના આપણા આરો નથી. * ત્યાર બાદ ‘જૈન પત્રકારત્વ' એ વિષયને કેન્દ્રમાં રાખી પત્રકારત્વ અંગેના પોતાના વિચારો દર્શાવવા પ્રમુખશ્રીએ “જૈન” સાપ્તાહિક પત્રના સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને વિનંતિ કરી. જૈન'ના સંપાદક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ - વર્તમાનપત્રો અને સામયિકો એ આધુનિક યુગનું અને અત્યા૨ની સંસ્કૃતિનું એક અનિવાર્ય તેમ જ સબળ અંગ બની ગયાં છે અને એની વ્યાપકતા વિશ્વવ્યાપી છે. બીજી બાબતની જેમ આમાં પણ સારાં અને નરસાં બન્ને તત્ત્વ જોવા મળે છે, અને લોકજીવનના ઘડતરમાં એની સારી અને માઠી અને પ્રકારની અસર થાય છે. આજે પ્રેસ અને પ્લેટફોર્મ એટલે કે કલમ અને વ્યાસપીઠ એ મહાશકિતઓ લેખાય છે; અને મેટી મેટી રાજસત્તાઓને ન વળાંક આપવામાં તેમ જ એને ઉથલાવી પાડવા સુદ્ધામાં એ ઘણી મોટી કામગીરી બજાવે છે. આમ જોઈએ તે આ વાણીની એટલે વિદ્યા કે સરસ્વતીની શકિતને એક પ્રકારનો વિશિષ્ટ વિકાસ છે. વળી આજે તે વર્તમાનપત્રો કે સામયિકો એક માટે ઉદ્યોગ બની ગયાં છે. વર્તમાનપત્રોની કામગીરીને વિચાર કરીએ છીએ ત્યારે, સમયના ભેદને બાદ કરતાં, ઈતિહાસ અને વર્તમાનપત્ર અથવા તો ઈતિહાસ અને પત્રકારની કામગીરીમાં કેટલુંક સામ્ય જોવા મળે છે. ઈતિહાસકાર નજીકના તેમ જ દૂરના ભૂતકાળમાંથી જાણવા-સમજવા જેવી, બધ લેવા જેવી અગત્યની નાની – મોટી ઘટનાઓ રજૂ કરે છે; પત્રકાર પિતાની સામેથી પસાર થતા સમયમાં નજીકમાં કે દૂર બનતી આવી ઘટનાઓ રજૂ કરે છે, પત્રકાર આવી ઘટનાઓ રજૂ કરવા ઉપરાંત એ અંગે પિતાને અભિપ્રાય ઉચ્ચારે છે; અને બીજા વિચારો પણ પ્રગટ કરે છે. દૈનિક સિવાયનાં સામયિકો સમાચારપત્રોનું કામ કરે ખરાં, પણ એમાંનાં મોટા ભાગનાં વિચાર પત્રો અને મનરંજનપત્રોનું કામ કરે છે. જૈન સમાજમાં વર્તમાનપત્રો કે સામયિકોની પ્રવૃત્તિને ઈતિહાસ જોતાં એના કેડા ચાર-પાંચ દાયકા જેટલા જૂના હોય એમ લાગે છે. જૈનેના બધાય ફ્રિકાએ અને દરેક ફ્રિકામાં ઉદામ, સુધારક, મધ્યમ અને ખૂબ રૂઢિચુસ્ત-એવી બધી વિચારસરણી ધરાવનારાઓએ આ પ્રવૃત્તિને અપનાવી છે એ બીના વર્તમાનપત્રની શકિત અને ઉપયોગિતાના સ્વીકાર રૂપ લેખી શકાય: દૈનિક સિવાયનાં અઠવાડિક, પાક્ષિક, માસિક જેવાં બધા પ્રકારનાં સામયિકો જેને સમાજે પ્રગટ કર્યો છે. આમાંના કેટલાંક પત્રો રાષ્ટ્રીય વિચારસરણીના પણ પ્રચારક રહ્યાં છે. અને વિચાર, સંશોધન અને મનેરંજન એવા બધાં વિષયનાં અત્યારે પ્રગટ થતાં અને બંધ થઈ ગયેલાં જૈન સામયિકોની સંખ્યા નકકી કરવા જેટલો સમય મને મળ્યું નથી. આમ છતાં તામિલ, તેલુગુ, મલયાલમ અને કનડ એ ચાર દ્રાવિડિયન ભાષાઓ અને મરાઠી ભાષાનાં સામયિકે સિવાય ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ થતાં કે બંધ થઈ ગયેલાં સામયિકોની સંખ્યા પાસે જેટલી તો થવા જાય છે. મારી સમજ મુજબ અત્યારે પ્રગટ થતાં જૈન સામયિકોની સંખ્યા પચાસ કરતાં તે ઓછી નહીં હોય. આમાં વ્યકિતગત માલિકીનાં પત્રો ઘણાં જ ઓછાં છે; મોટા ભાગનાં સંસ્થાઓનાં મુખપત્રો છે. જૈનમાં જૂનામાં જુનું પત્ર કેટલાં વર્ષ પહેલાં પ્રગટ થયું એ નકકી થઈ શકયું નથી; પણ આ અંગે હું તાત્કાલિક જે કંઈ તપાસ કરી શકો છું એ આધારે ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાનું મુખપત્ર જૈન ધર્મ પ્રકાશ’ સૌથી જૂનું જૈન માસિક માલુમ પડયું છે. આના કરતાં વધારે પ્રાચીન જૈન સામયિક હોવાની સંભાવના નકારી શકાય નહીં; પણ મારી જાણમાં જે આવ્યું તે આ છે. જૈન ધર્મ પ્રકાશ’ ૮૧ વર્ષથી માસિક રૂપે શરૂ થયું હતું, અને આપ જાણીને રાજી થશે કે એના જન્મદાતા હતા, અત્યારે જેની રજત íતી ઊજવાઈ રહી છે તે “પ્રબુદ્ધ જીવન’ ના પ્રણેતા શ્રીપરમાનંદભાઈના પિતાશ્રી શ્રીયુત કુંવરજી આણંદજી, શ્રી કુંવરજીભાઈ પ્રાચીનતામાં આસ્થા ધરાવતા ધામિક પુરુષ હતા, છતાં એમણે સામયિકની ઉપગિતા પિછાની લીધી હતી. જૈન ધર્મ પ્રકાશ પછી સુરતથી હિંદી ભાષામાં પ્રગટ થતાં મુંબઈ પ્રાંતીય દિગંબર જૈન મહાસભાના મુખપત્ર 'જન મિત્ર’ તરફ ધ્યાન જાય છે. એને પ્રગટ થતાં પાંસઠ વર્ષ થયાં. તે પછી ભાવનગરથી પ્રગટ થતાં ‘જેન’ સાપ્તાહિક (દર વર્ષ) અને "આત્માનંદ પ્રકાશ” માસિક (૬૨ વર્ષ) ધ્યાન દોરે છે. જેને ધર્મપ્રકાશ’ અને ‘જૈન મિત્ર વચ્ચે ૧૬ વર્ષ જેટલો ગાળો છે. એમાં કોઈ જૈન પત્ર પ્રગટ નહીં જ થયું હોય એમ માની ન શકાય, પણ હું એનાં નામ મેળવી શક્યો નથી. અર્વાચીનમાં અર્વાચીન જૈન સામયિક, મારી જાણ મુજબ, સુરેન્દ્ર નગરથી પાંચ મહિના પહેલાં શરૂ થયેલ અઠવાડિક જેનેદય છે. એના તંત્રી શ્રી શ્રીકાન્ત જૈન છે; અને એ પત્ર પિતાને જૈનેના બધા ફ્રિકાના બિનસાંપ્રદાયિક પત્ર તરીકે ઓળખાવે છે. જેનેના બધા ફિરકાને અનુલક્ષીને પત્ર ચલાવવું એ જેટલું ઉપયોગી છે એટલું જ મુશ્કેલ છે. ભારત જૈન મહામંડળનું માસિક મુખપત્ર “જેન જગત’ આવું જ બધા ફિરકાનું સામયિક છે. પણ બધા ફિરકાને પત્રની સ્થિતિ પશુઓ અને પક્ષીઓ બન્નેમાં પરાયું ગણાઈને સ્થાન નહીં મેળવનાર પેલા કાનકડિયા જેવી થવાનો મોટો ભય રહેલો છે. તેમાંય વ્યકિતગત જવાબદારી ઉપર આવું પત્ર કાઢવું એ આર્થિક રીતે બહુ મુશ્કેલ કામ મને લાગે છે. જેને દય’ હજી તે આકાર પામી રહ્યું છે, અને એનું રૂપ નિશ્ચિત થવું હજી બાકી છે. જૈન પત્રોમાં પહેલાં એકબીજા ફિરકા વચ્ચે, તેમ જ એક જ ફિકાની જુદી જુદી વિચારસરણીઓ વચ્ચે સારા પ્રમાણમાં સાઠમારી ચાલતી હતી. પણ, મને લાગે છે કે, ગાંધીયુગની અસર આના ઉપર સારું એવું નિયંત્રણ મૂકયું છે. આજે જુદા જુદા જૈન ફિરકાઓ વચ્ચેની સાઠમારી લગભગ બંધ થઈ ગઈ છે; અને અંદર અંદરની
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy