________________
તા. ૧૬-૧૨-૬૪
,
પ્રબુદ્ધ જીવન
૧૮૭
ચૂંટણીઓ જીતવા હરકોઈ રસ્તો ક્ષમ્ય ગણાવો શરૂ થયો હોવાથી, જિ ક્ષતિઓ અને દુપણ પ્રવેશ્યાં છે તેનો વિરોધ જ કરવો કેટલાંકને અનિવાર્ય લાગે તે કેટલાંક કેવળ વિરોધની દષ્ટિએ જ વિરોધ કરતાં હોય એવું negative વલણ લેવાની પરિસ્થિતિ આપણા દેશમાં છે. કેમકે આપણે ત્યાં હજુ મજબૂત અને વિશ્વસનીય વિરોધ પક્ષ નથી કે જે સત્તાનાં સૂત્રો હાથમાં લઈને વધુ સારું કરી દેખાડે. છતાં કેવળ પક્ષનિષ્ટા ઈષ્ટ નથી એમ લોકશાહી આદર્શની કે વ્યવહારુ દષ્ટિએ માનનારા પત્રકારો વધતા જાય છે.
કેવળ આંધળી પક્ષનિષ્ટા લોકશાહીની ડોક મરડીને ફાસીવાદ લાવવામાં સહાય કરનારી બને એવા અનુભવ છે. બીજી તરફ સામ્યવાદી રાજ્યમાં તે પક્ષનિષ્ઠા સિવાય અસ્તિત્વ જ શકય નથી. સામ્યવાદી પક્ષ સિવાય ત્યાં બીજો પક્ષ હોતો નથી, એટલે એ લેકનિષ્ઠા જ છે એમ ઠસાવી શકાય. { સાચી લોકશાહી રચનામાં પત્રકારત્વ તટસ્થ, ઉદારદષ્ટિવાળું અને લેકનિષ્ટ અથવા વધુ ચોકકસ રીતે કહીએ તે લોકહિતનિટ હોવું જોઈએ. બહુમતીનું રાજ્ય એ અત્યારની લોકશાહીને પાયો છે, પણ સર્વાનુમતીનું રાજ્ય એ સાચી લોકશાહી તરફ આપણે પ્રયાણ વધારવું હોય તે આ સિવાય બીજો રસ્તો નથી. પત્રકારત્વની ' પોતાની પ્રતિષ્ઠા પણ એમાં જ સમાયેલી છે.
ત્યાર બાદ પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વાડીલાલ ડગલીને “સામયિકો-Periodicals-નું પત્રકારત્વ' એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગેના પોતાના વિચારો રજ કરવા વિનંતિ કરી. ક પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી 1
શ્રી વાડીલાલ ડગલી દૈનિકો આપણને માહિતી આપીને સજાગ રાખે છે, જ્યારે સામયિકો દેશની બૌદ્ધિક આબોહવા સર્જે છે, અને જરૂર પડશે, બદલે પણ છે. કોઈ પણ દેશની વૈચારિક ગુણવત્તાનો ખ્યાલ તે દેશનાં સામયિકોની સ્થિતિ પરથી સહેજે મળે છે.
સામયિકના પત્રકારત્વનું પ્રધાન લક્ષણ વિચાર છે. ઉપમા આપવી હોય તો સાધારણ રીતે એમ કહી શકાય કે વર્તમાનપત્રો સ્નાતક સુધીના અભ્યાસક્રમ જેવાં છે, જ્યારે સામયિકો અનુસ્નાતક ડિગ્રી માટેના સંશોધન જેવાં છે. જેમ સ્નાતક સુધીનો અભ્યાસ માટે વર્ગો ખીચોખીચ ભરેલા હોય છે અને અનુસ્નાતકમાં માત્ર ગણ્યાગાંઠયા વિદ્યાર્થીઓ જોવા મળે છે, તેવું જ કંઈક દૈનિકો અને સામયિકો વિષે બને છે. દૈનિકોના હજારો વાચકો હોય છે, પણ સારા સામયિકના પૂરા એક હજાર ગ્રાહક થાય તે બહુ મોટી વાત ગણાય છે. પણ આથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. વિચારક્રાંતિ તે હમેશાં નાની લઘુમતી જ કરવાની. રુચિનું ઘડતર ગણ્યાગાંઠયા માણસે જ કરવાના. થોડા નીડર વિચારકો જ ચીલે છોડીને બહાર નીકળવાના. એક વાર એમણે નવો ચીલો પાડયો તે પછી તે ચીલામાં લાખોનાં ટોળાં ઉમટવાનાં. વિચારનું સામયિક આવા નવા ચીલા પાડવાનું કામ કરે છે. નવા ચીલા પાડનારા ભડવીરોને જે મુશ્કેલી વેઠવી પડે છે તે બધી મુશ્કેલીઓમાંથી વિચારના સારા સામયિકને પસાર થવું પડે છે.
સામયિકના વાચકો ઓછા એટલે ફેલાવો છો, ફેલાવો આ છો એટલે આવક ઓછી અને આવક ઓછી એટલે એને ટકાવવા માટેનાં સાધને ટાંચાં. પછાત અર્થતંત્રના વિકાસની પ્રક્રિયામાં જે વિષચક્ર જોવા મળે છે તેવા વિષચક્રને વિચારના સામયિકો રોજ અનુભવ કરે છે.
આવી મુશ્કેલી વચ્ચે વિચારનું સામયિક કઈ રીતે ટકે છે? સામાન્ય રીતે વિચારનું સામયિક કોઈ ચળવળ સાથે જોડાયેલું હોય છે. ગાંધીજી કે વિનોબાજીના આંદોલન સાથે સંકળાયેલાં સામયિક
આ પ્રકારનાં સામયિકો છે. કેટલીક જાહેર સંસ્થા કે ટ્રસ્ટ સાથે સંકળાયેલાં સામયિકોનાં અકાળ અવસાન વિશે પણ સચિંત રહેવાની જરૂર હોતી નથી. આપણી અત્યારની ખરી ચિંતા એ છે કે કોઈ ચળવળ કે સંસ્થા સાથે ન જોડાયેલાં હોય એવાં સામયિકોને કેવી રીતે ટકાવવાં ? આ પ્રકારના પ્રત્યેક સારા સામયિકની પાછળ કોઈ નિર્ભય વિચારક ધૂણી ધખાવીને બેઠો હોય છે. એટલે જ્યારે આપણે કોઈ સારા સામયિકને ટકાવીએ છીએ ત્યારે ખરી રીતે આપણે એક નિર્ભય વિચારકના વિચારો માટે સગવડ ઊભી કરીએ છીએ. કોઈ નસીબદાર દેશમાં જ થોડા સાચા અને શુરા વિચારો હોય છે. લોકશાહી તે આવા થોડા વિચારકોના શ્વાસે જ જીવતી હોય છે. આથી જ કોઈ પણ સભ્ય સમાજને માટે એનાં સામયિકોના સ્વાધ્યને સવાલ સતત ચિંતાને સવાલ રહેવું જોઈએ.
ખરો મુદ્દો એ નથી કે સામયિકો ટકે. પાયાને સવાલ એ છે કે કઈ રીતે સામયિકો સ્વતંત્ર રહીને ટકે? સામયિકો દીર્ઘજીવી અને તેજસ્વી રહે તે માટે પ્રજાકીય સહાયના માર્ગો શોધી કાઢવા જોઈએ. માત્ર સરકારી સહાયથી નભતાં સામયિકો ચાવીથી ચાલતાં રમકડાં જેવાં બની જાય છે. આવાં રકમકડાં હોય તોય શું ને ન હોય તોય શું?
સામયિકો માટે પ્રજાકીય સહાયને વિચાર કરીએ ત્યારે જાહેરખબરનું સ્મરણ થાય છે. આપણે ત્યાં જાહેરખબર પ્રત્યે ન સમજી શકાય તેવી સૂગ છે. ગાંધીજીએ એમનાં સામયિકોમાં જાહેરખબર ન લેવાનો નિર્ણય કર્યો એટલે એમ ગણાવા માંડયું કે જાહેરખબર વિનાનાં સામયિકો સદ્ગણી હોય છે. ગાંધીજીનું “હરિજન બંધુ' સારું સામયિક હતું તેનું મુખ્ય કારણ એ હતું કે એમાં નવા વિચારો પ્રગટ થતા. મુખ્ય મુદ્દો વિચારોને છે. જાહેરખબર લઈએ એટલે જાહેરખબર આપનારા ધનપતિએ આપણા સામયિક ઉપર અયોગ્ય દબાણ લાવશે એવી ભીતિ જાહેરખબરને વિરોધ કરનારા વિચારોમાં સામાન્ય રીતે હોય છે. આ ભીતિ મને અવાસ્તવિક લાગે છે. જ્યાં દબાણ થવાને પૂરેપૂરો સંભવ છે એવા આર્થિક વિષય ઉપર સતત ત્રણ વર્ષ સુધી મેં એક અગ્રગણ્ય અંગ્રેજી દૈનિકમાં તંત્રીલેખો લખ્યા હતા. અમારા ઉપર જાહેરખબરો દેનારા ધનપતિઓનું કયારેય દબાણ થયું હોય તેવું મને સ્મરણ નથી. વર્તમાનપત્રો પર પૂંજીપતિએ કરતાં જાહેરખબર દેતી સરકારનું કયારેક દબાણ થાય છે. સરકારનાં અણમાનીતાં વર્તમાનપત્રોમાં કયારેક સરકારી જાહેરખબર એકાએક બંધ થઈ જતી હોય છે..
જાહેરખબર વિશે બે મુદ્દા વિચારવા જેવા છે. દેશમાં નવા નવા ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે. આ ઉદ્યોગો ઊભા થયા એ માટે આપણે સકારણ મગરૂબી અનુભવીએ છીએ. આવા ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા માલના વેચાણ વિશે જાહેરખબર થતી હોય તે તેમાં શું ખોટું છે? આવી જાહેરખબર છાપનાર સામયિકનું શીલ કઈ રીતે ઝાંખું પડે છે તે મને સમજાતું નથી. અલબત્ત, કોઈ અશ્લીલ જાહેરખબર કે બીડી-તમાકની જાહેરખબર સામે વાંધો હોઈ શકે. પણ બધી જ જાહેરખબર સામે સૂગ હોય તો તેમાં કોઈ વિવેક દેખાતો નથી. જાહેરખબર વિશે બીજો મુદ્દો એ છે કે જાહેરખબર આપનારા એટલા બધા હોય છે કે કોઈ એક જાહેરખબર કરનાર પાસે અસાધારણ દબાણ લાવવાની નિર્ણાયક શકિત હતી જ નથી. ગાંધીજીએ કહ્યું અને કર્યું એટલે એ વેદવાકય છે એમ માનીએ તે ગાંધીજીના આત્માને આપણે દ્રોહ કરીએ છીએ. એ તો નિત્યપરિવર્તનશીલ હતા. હવે આપણે હકીકતોને લક્ષમાં લઈને નિર્ભય વિચાર નહિ કરીએ તે ગાંધીજીના દેશવાસી થવાને લાયક નહિ રહીએ. જાહેરખબર પ્રત્યેની સૂગ વિશે પણ આ દષ્ટિએ ફેરવિચાર કરવો જોઈએ. . . . દેશમાં સારાં સામયિકો ટકે એ માટે જાહેર ટ્રસ્ટોએ સચિત્ત રહેવું જોઈએ. આપણે પાંજરાપોળો અને દવાખાનાઓને મદદ કરીએ