________________
તા. ૧૬-૧૨-૬૪
અને સુશિક્ષિત સંસ્કારી કોાતાવર્ગ સમક્ષની એવી પ્રગટ વિચારણા પોતાનાં મંતવ્યોને સ્પષ્ટ અને કદાચ સ્વચ્છ કરવા માટે ઉપયોગી પણ નીવડે.
પ્રબુદ્ધ જીવન
લેાકશાહી સમાજવ્યવસ્થામાં વર્તમાનપત્રા એ રાજ્યની ચાથી આધારશિલા છે, Fourth Estate છે એમ કહેવાયું છે. લાકમતનું એ વાહન છે, લાકસમુદાયની લાગણીઓને એ વાચા આપે છે અને તેથી ધારાકીય સંસ્થા, વહીવટી સા અને ન્યાયતંત્ર જેવું જ એનું પણ મહત્ત્વ છે. લોકશાહીને શુદ્ધ અને સુદઢ બનાવવામાં એનો કીંમતી ફાળા છે. લાકશાહી વિષેની આજની પરિભાષા પણ જ્યારે પ્રચલિત થઈ નહોતી ત્યારે, અમેરિકાના સુપ્રસિદ્ધ પ્રેસીડેન્ટ જેર્સને એકવાર એમ પણ કહ્યું હતું કે “જો વર્તમાનપત્ર વિનાની સરકાર અને સરકાર વિનાનાં વર્તમાપ —એ બે સ્થિતિની વચ્ચે પસંદગી કરવાનું મને કહેવામાં આવે તે હું બીજી સ્થિતિ પસંદ કરું.” એટલે કે લોકશાહી સમાજમાં સરકાર વિના કદાચ ચાલે, પણ સ્વતંત્ર વર્તમાનપત્રા વિના ન ચાલે એટલે સુધી પ્રે. જેર્સન માનતા હતા. કોઈ વિચાર આગ્રહપૂર્વક ઠસાવવા માટે અતિશયોકિત કરવી ક્ષમ્ય ગણાય, અને પ્રે. જેફર્સને કહ્યું એમાં વર્તમાનપત્રાનું વધુ પડતું મહત્ત્વ દર્શાવાયું હોય એમ લાગે, પણ એની પાછળનો વિચાર સાચા છે. લોકશાહીનું હાર્દ જ મુકત વિચાર, મુકત અભિવ્યકિત, મુકત ચર્ચા વગેરેમાં રહેલું છે. વર્તમાનપત્ર સ્વતંત્ર હોય અને મુકત વિચાર, મુકત અભિવ્યકિત અને મુકત ચર્ચાના અધિકારો જવાબદારીના પૂરા ભાન સાથે ભાગવતાં હોય તો લાકશાહીના પાયા સુદઢ બનાવવામાં એમના જેવું કાર્ય બીજું કોઈ સાધન કરી શકે નહિ.
આપણે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાની નીચે સ્વરાજની લડત લડયા અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી. લાકશાહી માર્ગ આપણે પણ આગળ વધી રહ્યા છીએ, ત્યારે જૅમ રાજકીય પક્ષાને અને જનતાને તેમ વર્તમાનપત્રને માટે પણ સ્વરાજધર્મ ઊભા થયા છે. એ સ્વરાજધર્મ લાકશાહીને વફાદાર રહેવાના શપથ લઈ લેાકશાહીની ભાવના પચાવી, લોકશાહીને સુદઢ કરવા માટે કેવળ પક્ષનિષ્ઠ મટીને લોકનિષ્ઠ બનવાનો છે.
સ્વાતંત્ર્યની લડતના કાળમાં પક્ષનિષ્ઠા એ એક પ્રકારે તા લોકનષ્ઠા જ હતી. કોંગ્રેસ જેવા રાજકીય પક્ષ તે વખતે ભારતની પરાધીનતા સામે ઝૂઝતા હતા. જનતાને આઝાદી મળે અને જનતાનું રાજ્ય થાય એ માટેની સિદ્ધિ અંગે લડત ચલાવતા પક્ષ કોંગ્રેસ પ્રત્યેની નિષ્ઠા દેશનાં ઘણાં વર્તમાનપત્રાએ જાળવી હતી. રાષ્ટ્રની સ્વતંત્રતા મેળવવાના વિદેશી સરકાર સામેના જંગમાં રાષ્ટ્રવાદ એ જ પક્ષ હતા અને તેના પ્રત્યેની નિષ્ઠા એ જ રાષ્ટ્રનિષ્ઠા અથવા લોકિનષ્ઠા હતી. એ નિષ્ઠા વિદેશી સરકાર સામે ઝૂઝતી . જનતા પ્રત્યે હતી. સ્વરાજની લડતને રાષ્ટ્રવાદી વર્તમાનપત્રોનો ટેકો સ્વાભાવિક હતા. સ્વરાજની લડતના સમય પૂરતું પત્ર* કારત્વ પક્ષનિષ્ઠા હોય એ ઈષ્ટ પણ હતું. આપણા દેશમાં પ્રાંતે પ્રાંતમાં પત્રકારત્વના વિકાસનો તાજો ઈતિહાસ તપાસીશું જણાશે કે રાષ્ટ્રવાદી નેતાઓએ જનતામાં જાગૃતિ આણવા માટે વર્તમાનપત્રાનો આરંભ કર્યો હતા. એવાં અને તે સિવાયનાં વર્તમનાપત્રાના સ્વરાજની લડતમાંના ફાળા ખૂબ મહત્ત્વના હતા. સ્વરાજની લડતના મારચે જાળવતી કોંગ્રેસને ટેકો આપનારાં અને જો જોખમ આવી પડે તો તે ખેડવા તત્પર એવાં રાષ્ટ્રવાદી અખબારો દરેક પ્રાંતમાં હતાં – સંખ્યાબંધ મંત્રીઓએ રાષ્ટ્રવાદી હાવાને કારણે જેલવાસ વેઠયો હતો. અખબારો પાસે જામીનગીરી મંગાઈ હતી, પ્રેસે। જપ્ત પણ થયાં હતાં.
કોંગ્રેસ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા રાખીને જે કંઈ ભાગ અપાયા તે રાષ્ટ્રની સ્વરાજની લડત માટેના જ ભાગ હતા એ તે દેખીતું
13
૧૮૫
છે. ભારતના ઈતિહાસ લખનારને વીસમી સદીના પૂર્વાર્ધમાં સ્વરાજની લડતમાં રાષ્ટ્રવાદી વર્તમાનપત્રાના મહત્ત્વના ફાળા નોંધ્યા વિના ચાલે. તેમ નથી.
પણ સ્વાતંત્ર્ય મળ્યા પછી અને “અમે, ભારતના લાકો” એવા શબ્દોથી શરૂ થતા આમુખવાળું. લોકશાહી બંધારણ આપણે ઘડીને અમલમાં મૂકેલું તે પછી વર્તમાનપત્રને સ્વરાજધર્મ લોકશાહીને વફાદાર રહેવા અને લોકશાહીને સુદૃઢ બનાવવા માટે લોકનિષ્ઠ બનવાના છે. લોકોના મેોટામાં મોટા સમૂહનું વધારેમાં વધારે હિત - greatest good of the greatest number –જળવાય એ માટે મથવું એ લાંકશાહીનું મુખ્ય કામ છે. લોકનિષ્ઠા એટલે લોકહિત પ્રત્યે નિષ્ઠા એ તો સ્પષ્ટ જ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પ્રજાતંત્રવાદી માટે પણ એ જ ભાવના રજૂ કરી છે. એમણે ૧૯૩૯માં ‘હરિજનબંધુ'માં લખ્યું હતું કે, “પ્રજાતંત્રવાદી સાવ નિ:સ્વાથી" હોવા જોઈએ. તેણે પોતાની અગર પોતાના પક્ષની દષ્ટિએ નહિ પણ સમસ્ત પ્રજાના તંત્રની દષ્ટિએ બધું સ્વપ્નાં વિચારવું જોઈએ, બધાં · ઘડવાં જૉઈએ." આ વાકયમાં ‘પક્ષની દષ્ટિએ નહિ પણ સમસ્ત પ્રજાના તંત્રની દષ્ટિએ’ એ શબ્દોના અર્થ અને મહત્ત્વ એટલાં સ્પષ્ટ છે કે સાચા લોકશાહી વાદી વર્તમાનપત્રાનો સ્વરાજધર્મ એમાંથી આપોઆપ નકકી થાય છે.
આપણે સ્વતંત્ર થયા અને લોકશાહી માર્ગ સ્વીકાર્યો. પાર્લામેન્ટરી પદ્ધતિની લેાકશાહી સ્થાપનારૂં બંધારણ પણ ઘડીને અમલમાં મૂકેલું. પરંતુ પૂ. ગાંધીજીએ કહેલા પ્રજાતંત્રવાદીના ગુણ કેળવવાના હજી બાકી છે. આપણા દેશના રાજકારણ, અર્થકારણ, સમાજકારણમાં લોકશાહી માનસ કેળવવાનું હજી બાકી છે. લેાકશાહી સ્વાતંત્ર્યના ૧૭ વર્ષ વીત્યાં તે પણ લોકશાહીની દષ્ટિએ આપણે હજી સંક્રાંતિકાળમાં જ છીએ. આપણે પરાધીન પ્રજા હતા. ત્યારનું અને વિદેશી સરકારને લડત આપતા હતા ત્યારનું જે આપણું માનસ હતું તે બદલીને ‘લોકતંત્રાત્મક ગણરાજ્ય’ ને લાયક એવું સંપૂર્ણ લોકશાહી માનસ ઘડવામાં હજી આપણે સુશિક્ષિતો પણ ઘણા ઊણા છીએ. ભૌતિક વિકાસની દૃષ્ટિએ જેમ સંક્રાંતિકાળમાં છીએ તેમ માનસિક અનુકૂળ ભૂમિકા વિકસાવવામાં પણ હજી સંક્રાંતિ
કાળમાં જ છીએ.
લોકશાહી માનસ ધ્યેય અને કાર્યક્રમ અંગે પાતાનાં મંતવ્યો ધરાવતાં છતાં દુરાગ્રહી ન હોય. અન્ય મંતવ્યોનો આદર કરનારું હોય. અન્ય મંતવ્યો . વચ્ચેના ગુરુતમ ભાજ← highest common factor —શોધવાની અને એના આધારે સહુને સાથે લેવાની વૃત્તિવાળું હોય. તેમ ન બને તો જુદા પડવાના અધિકાર મુકત મને સ્વીકારનારૂ હોય. આખી ગીતા દ્વારા અનેક રીતે અર્જુનને જ્ઞાન આપ્યા પછી પણ શ્રીકૃષ્ણે તા કહ્યું જ હતું કે, ‘વષેઇતિ તથા 'બળજબરીથી પોતાની વાત કે આગ્રહ સ્વીકારાવવાની વૃત્તિ જ ન હોય અને મુકત અભિવ્યકિતની--મુકત ચર્ચાની–ઉપયોગિતા જ નહિ પણ ઉપકારકતામાં પણ શ્રદ્ધા હોય એવું માનસ કેળવવાનું આપણે હજી બાકી છે.
અને
લાકશાહીમાં રાજકીય પક્ષો તા, લોકશાહીના અત્યારના પ્રકારમાં, અનિવાર્ય ગણાય છે. સમસ્ત જનસમુદાય નહિ તે ૭૫ થી ટકા જેટલે સમુદાય જ્યારે લોકશાહી માનસ વર્તનની આદર્શ કક્ષાએ પહોંચે ત્યારે આજના જેવા રાજકીય પક્ષો કદાચ આગળી જશે અને નવા સ્વરૂપે જ બધું ચાલશે. પણ એ દિવસે તો કદાચ બ્રહ્માનાં વર્ષો દૂર છે! કેમકે લોકશાહી એની રાજકીય સંસ્થાઓ દ્વારા જ વ્યકત થતી હોય ત્યાં સુધી એ મર્યાદિત છે. માનવપ્રકૃતિમાં લોકશાહી નહિ ત્યાં સુધી એની મર્યાદા
જેટલા દૂર છે.
ઊતર