________________
૧૮૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૧૪
સ્વીકારી શકાય નહિ. આ ઉપરથી સમજાશે કે ખરે મુદ્દો પત્રકારત્વની પસંદગી વ્યવસાયબુદ્ધિથી કરવી કે ધર્મબુદ્ધિથી કરવી તે નથી, પરંતુ પત્રકારધર્મનું પાલન થાય છે કે નહિ તે જ ખરો મુદ્દો છે અને તે જ સાચી કસોટી છે. “મિશનરની સાથે જો ઝનૂન હોય, અભિમાન હોય, જડતા હોય તે, પત્રકારધર્મ બજાવવા માટે અનિવાર્ય ગણાય એવું સત્યનું શોધન, પરીક્ષણ તેમ જ પ્રકાશન થઈ શકે નહિ. “કેરીઅરના ખ્યાલથી કેવળ આર્થિક લાભની દષ્ટિ જો રાખવામાં આવી હોય તે પણ સત્યની આરાધના શકય નથી. વ્યવસાયબુદ્ધિની સાથે જો સરચાઈ હોય તો તેને ધર્મકાર્ય સમજવું જોઈએ અને ધર્મકાર્યની દૃષ્ટિ સાથે વ્યવહારકૌશલ્ય હોય તે વ્યવસાયની કસેટીએ પણ સફળતા પ્રાપ્ત થઈ છે એમ ગણવું જોઈએ. મુખ્ય સવાલ એ છે કે પત્રકારત્વને ધર્મકાર્ય ગણનાર અને વ્યવસાય ગણનાર પોતાની પ્રવૃત્તિ માટે કરોટીરૂપે નજર સામે રાખે છે શું? આ મર્યાદાથી જો વિચાર કરીએ તો એમ જ લાગે કે પત્રકાર તરીકેને ધર્મ બજાવવો તે જ મુખ્ય બાબત છે, એની સરખામણીમાં બાકીનું બધું ગૌણ અને નકામું છે,
માત્ર પત્રકાર માટે જ નહિ, બધાં જ ક્ષેત્રના કાર્યકર માટે, આ જ નિયમ કે વિધાન લાગુ પાડી શકાય તેમ છે. રાષ્ટ્રના સૈનિક પાસે આપણે શાની અપેક્ષા રાખીએ? સૈનિકથી માંડીને સેનાપતિ સુધી સૌને ધારણસરને પગાર મળે, એણે પોતાનું કામ કે નોકરી
સ્વીકારતાં પહેલાં પગાર અને બીજી સુખસગવડોને વિચાર કરી લેવું જોઈએ, પરંતુ ગણવેશ પહેર્યા પછી તો તેણે સૈનિધર્મ જ બજાવવાનું રહે છે. એ કસોટીએ જ તેના જીવનનું અને કાર્યનું મૂલ્ય થઈ શકે. સૈનિક બહાદુર હોય, કુશળ હોય, રાષ્ટ્રભકિતથી ભરેલું હોય, તાલીમબાજ હોય, આજ્ઞાંકિત હોય એવી અપેક્ષા આપણે રાખીએ અને તેને કેટલો પગાર મળે છે તે ન જોઈએ એ સ્વાભાવિક છે. શિક્ષક પાસે પણ શિક્ષકધર્મની આશા રાખવી ઘટે છે. ન્યાયમૂર્તિનું પદ સ્વીકારનાર તે વ્યવસાય તરીકે સ્વીકારે છે કે ધર્મકાર્ય તરીકે એમ પૂછી શકાય ખરું? એની પાસે તો ન્યાયની જ અપેક્ષા રહે તે યોગ્ય છે. કવિ, સાહિત્યકાર, વિજ્ઞાની વગેરે અને આગળ વધી કહીએ તો વેપાર-ઉદ્યોગના ક્ષેત્રમાં પડેલા પણ પિતાને ધર્મ બરાબર બજાવે છે કે નહિ તેનું જ મહત્ત્વ છે. “ધર્મકાર્ય’ કે ‘મિશન” જેવું નામ આપવાથી દેખાવ સારો થાય ખરો, અને પ્રતિષ્ઠા પણ વધે, પરંતુ મૂળ ધર્મના પાલન માટે તેની આવશ્યકતા નથી.
આમ છતાં એટલું ખરું કે બીજું બધું જ ભૂલી જઈ કેવળ સ્વાઈયુકત ધંધાદારી દષ્ટિ રાખનારા દરેક ક્ષેત્રમાં ચાર-લુટારુ બની જાય છે, પરંતુ ધર્મકાર્યને ઝબ્બો પહેરનારાઓમાં પણ દંભીઓ અને સ્વાર્થીઓ નથી એમ કોણ કહી શકશે? પૈસાનો લોભ નહિ, અપેક્ષા નહિ, એટલા માત્રથી “મિશનરી’ થઈ શકાય નહિ. પત્રકારધર્મ, સૈનિકધર્મ કે શિક્ષકધર્મ બજાવવા માટે ખરેખર તે પ્રામા ણિકતા અને કુશળતાના સમન્વયની જરૂર છે. આ દષ્ટિએ વિચારતાં મિશનરીની નિષ્ઠા, સચ્ચાઈ, ધ્યેય જરૂરી છે. એ જ રીતે વ્યવસાયીની તાલીમ, શિસ્ત અને વ્યવહારકુશળતા પણ હોવાં જ જોઈએ. બંનેમાં પિતાની પ્રવૃત્તિ માટે આવશ્યક એવું જ્ઞાન અને જે સાચું માર્યું તે પાર પાડવા માટેની ખુમારી અનિવાર્ય ગણાય. જગતના સામાન્ય વ્યવહારમાં–વ્યવસાયમાં પ્રામાણિક માણસે ઘણા મળે છે અને કુશળ માણસેની યે ખેટ દેખાતી નથી. પરંતુ પ્રામાણિકતા અને કુશળતા એ બંને ગુણ જેનામાં હોય તેને દુર્લભ છે. ધર્મકાર્ય’ અને ‘વ્યવસાયને યોગ પ્રામાણિકતા અને કુશળતાના પગ જેવો છે એમ કહી શકાય.
આજે અને સર્વ કાળે જેમ ધર્મબુદ્ધિથી તેમ વ્યવસાયબુદ્ધિથી પણ પોતાના જીવનને અને પ્રવૃત્તિને ઉજજવળ કરનારી વ્યકિતઓ જોવા મળે છે. થોડા સમય પહેલાં મેં એક ચિત્ર જોયું હતું. તમારા
માંથી પણ ઘણાએ તે જોયું હશે. એનું નામ “મિરેકલ વર્કર’ વિશ્વની એક પ્રતિભાસંપન્ન અંધ નારી શ્રી હેલન કેલરના બાળપણની એમાં કથા આવે છે. જડ પશુ જેવી એક કન્યા સાચું માનવરૂપ પ્રાપ્ત કરીને કેવી પ્રતિભા પામે છે તેનું હૃદયસ્પર્શી ચિત્ર એકવાર જોયા પછી ભૂલી શકાતું નથી. હેલન કેલરની આ પ્રતિભા પ્રગટાવવામાં જે સ્ત્રી સહાયક બની છે તે તેની શિક્ષિકા કે પરિચારિકા છે. એણે એ કામ વ્યવસાયબુદ્ધિ અથવા તો એક નેફ્રી તરીકે જ સ્વીકાર્યું હતું, પરંતુ તેનામાં વ્યવસાયની તાલીમ સાથે શિક્ષિકાની ધર્મનિષ્ઠા પણ હતી, તેથી તેણે જે કામ કર્યું તે જગતના શ્રેષ્ઠ મિશનરીને પણ ઝાંખા પાડી દે તેવું અદ્ભુત, તેજસ્વી અને પવિત્ર હતું. આપણે કોઈ પણ કામ પાર પાડવું હોય ત્યારે સ્વયંસેવક શેધવા કરતાં પ્રામાણિક અને તાલીમબાજ વ્યવસાયીઓ શોધીશું તો આપણને વહેલી અને વિશેષ સફળતા મળશે એમ મારું માનવું છે. પત્રકારત્વ માટે તો મારા લાંબા અનુભવને અંતે હું એવા નિર્ણય પર આવ્યું છું કે એ ક્ષેત્રમાં આવનાર પત્રકારને ધર્મ બજાવવાને સમર્થ છે. કે નહિ તે જ એક કસોટીએ તેની તપાસ થવી જોઈએ અને પત્રકારત્વ એ વ્યવસાય છે કે ધર્મકાર્ય છે તેની આળપંપાળ છોડી દેવી જોઈએ. -
પત્રકારત્વ પક્ષલક્ષી કે લોકલક્ષી એ વિવાદ મને અર્થહીન લાગે છે. લોકશાહીમાં પક્ષને લેકોનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય છે. લકો વિના પક્ષની હતી કલ્પી શકાય નહિ. લોકશાહી રચનામાં રાજ્યનું સંચાલન સીધું લોકો દ્વારા નહિ, પરંતુ તેણે પસંદ કરેલા પક્ષ દ્વારા થતું હોય છે. એટલે પત્રકારે પક્ષ અને લોક બંને તરફ લક્ષ રાખવાની જરૂર છે. લોકહિતની દષ્ટિ સમજી શકાય અને સ્વીકારી શકાય તેવી છે, પરંતુ પત્રકારે જ્યારે જે સારું લાગે તે, પક્ષ કે લોકની પરવા કર્યા વિના, હિંમતપૂર્વક રજૂ કરવું જોઈએ. આ હિંમત માટે તેને મૂલ્ય ચૂકવવું પડે તો તે ચૂકવવાની પણ તેની તૈયારી હોવી જોઈએ. છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે પત્રકારે લોકકલ્યાણની દષ્ટિને પ્રાધાન્ય આપવું જોઈએ.
રાજ્યતંત્ર ચલાવવા માટે પક્ષની પસંદગી અનિવાર્ય બની જાય છે, એટલે ચૂંટણીનો સમય આવે ત્યારે ગુણદોષની તુલના કરીને પક્ષની પસંદગી કર્યા વિના ચાલે નહિ. આને અર્થ એ નથી કે પત્રકારના દિલમાં જે આદર્શ છે તેની કસેટીએ, જેને તે ટેકો આપે છે તે પક્ષ સંપૂર્ણ છે, પરંતુ તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાધાન છે એમ સમજવું જોઈએ. આને અર્થ એ થાય કે પત્રકારે કોઈ વ્યકિતની, જૂથની કે પક્ષની કંઠી બાંધવાની જરૂર નથી. કંઠી તે સત્યની જ બાંધી શકાય, અને તેમાં છે જે સમાધાન કરવું હોય તો તે કંઠી લોકહિતની જ હોઈ શકે. આ દષ્ટિએ લેક્લક્ષી કે પક્ષલક્ષી, એવો વિરોધ રહેતો નથી.
ત્યાર બાદ પત્રકારત્વ પક્ષલક્ષી કે લોકલક્ષી' એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને સંદેશ'ના તંત્રી શ્રી કપિલરાય મહેતાને પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગે પોતાના વિચારો રજુ કરવા વિનંતિ કરી. ક “સંદેશ'ના તંત્રી શ્રી કપિલરાય મહેતા ક
“પ્રબુદ્ધ જીવનના રજત જયંતી સમારોહ પ્રસંગે યોજાયેલા પત્રકારત્વ અંગેના પરિસંવાદમાં ભાગ લેતાં મને આનંદ થાય છે. કારણ કે વિલેપાર્લે માં મારા વિદ્યાર્થીકાળથી શ્રી પરમાનંદભાઈ પ્રત્યે મને જે આદરભાવ રહ્યો છે એ આમાં ભાગ લેવા દ્વારા વ્યકત કરવાની તક મળે છે. - મારા પહેલાં અન્ય વિદ્વાનો અને પીઢ પત્રકારમિત્રોએ પત્રકારત્વનાં વિવિધ પાસાં અને પ્રશ્ન વિશે વિવેચન કર્યું જ છે. આ વિષય એવો છે કે, એમાં થોડી પુનરાવૃત્તિ થવાની છતાં મેં તે આ પરિસંવાદ માટે સૂચવાયેલ વિષયોમાંથી “પત્રકારત્વ પક્ષનિષ્ઠ કે લોકનિષ્ઠ’ એ મુદ્દો જ પસંદ કર્યો છે અને તે વિષે જ હું મુખ્યત્વે બેલીશ. આ પરિસંવાદ એક પ્રકારની પ્રગટ , વિચારણા છે.