________________
-૬૪
ની
કાર્યવાહક સમિતિ
ગુલાલ શાહ, શ્રી રિષભદાસજી રાંકા, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, માડણ ભુજપુરિયા, શ્રી લીલાવતીહેન દેવીદાસ, શ્રી જસુમતીહેન
મને
માલી સાવલા, શ્રી. દામજીભાઇ વેલજી શાહ, શ્રી. રમણલાલ ચંદ્ર સંધવી, શ્રી. દુર્લભજી કેશવજી ખેતાણી, શ્રી, કાંતિલાલ ઉમેદચંદ શાહ, શ્રી. શાંતિલાલ ઠાકરસી રોડ, શ્રી. રમણિકલાલ મણિલાલ શાહ,
M
✩
શ્રી મુંબઇ જૈન યુવક સંધના
મંત્રી
શ્રી રમણિકલાલ મણિલાલ શાહ
‘પત્રકારત્વ : વ્યવસાય કે ધર્મકાર્ય' એવા જે સવાલ ઊભા કરવામાં આવ્યો છે તે સંબંધે મારી સમજ એવી છે કે ધર્મકાર્યબુદ્ધિથી વર્તમાનપત્ર ચલાવવામાં આવતું હોય તો યે પત્રકાર માટે તે વ્યવસાય મટી જતું નથી. અને કેવળ વ્યવસાયબુદ્ધિથી પત્રકારત્વ ખેડવામાં આવતું હોય તો યે શુદ્ધ વ્યવસાયબુદ્ધિ શ્રેયની સર્જક અને પોષક બન્યા વિના રહેતી નથી. તે સ્વે મંમિરત: સંસિદ્ધિ મતે ન:। એ ગીતાવાકય જેટલું બીજા કોઈ વ્યવસાયને તેટલું જ પત્રકારત્વના વ્યવસાયને પણ લાગુ પડે છે એમ હું માનું છું.
પ્રબુદ્ધ વન
*
☆
ત્યાર બાદ ‘પત્રકારત્વ Career or mission--વ્યવસાય કે ધર્મકાર્ય'-એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને પ્રમુખશ્રીએ ‘સુકાની’ના તંત્રી શ્રી મેહનલાલ મહેતા (સાપાન)ને પત્રકારત્વ અંગે પોતાના વિચારો રજૂ કરવા વિનંતી કરી.
‘સુકાની’ના તંત્રી શ્રી મેાહનલાલ મહેતા (સાપાન)
પત્રકારત્વનાં વિવિધ અંગ-ઉપાંગ વિષે બોલતાં પાર આવે તેવું નથી. પરંતુ આ પરિસંવાદના યાજકોએ વિષયની તથા સમયની જે મર્યાદા બાંધી છે તે લક્ષમાં રાખીને મારે મુખ્યત્વે ‘પત્રકારત્વ: વ્યવસાય કે ધર્મકાર્ય” અથવા ‘કેરીઅર કે મિશન' એ વિષય પર બાલવાનું છે. સાથે સાથે પત્રકારત્વ ‘પક્ષલક્ષી કે લેાકલક્ષી' તે વિષે પણ મારા વિચારો હું સંક્ષેપમાં જણાવીશ.
I
સામાન્ય રીતે તે વ્યવસાય’ અને ‘ધર્મકાર્ય’ એ બેમાંથી જો એકને પસંદ કરવાનું હોય અથવા તા બેમાંથી એકને વરમાળા આરોપવી હોય તો તે ધર્મકાર્યને જ આરોપાય એમાં શંકા નથી. ‘મિશન’ અને ‘ધર્મકાર્ય’ જેવા શબ્દો અને તેની આસપાસના ભાવાનું એવું આકર્ષણ છે અને તેની ઉચ્ચ પ્રતિષ્ઠા પણ છે, પરંતુ વ્યવહારૂ દષ્ટિએ વિચારીએ તે આ દ્રમાં દેખાતો વિરોધ આભાસી છે એમ લાગ્યા વિના રહેશે નહિ. કેરીઅર’ના શબ્દાર્થ તા, આજીવિકા માટે સ્વીકારેલા માર્ગ એવો થાય. ‘મિશન'ના અર્થ નિ:સ્વાર્થ ભાવે કોઈ ધ્યેયપ્રાપ્તિ માટે મથવું એમ કહી શકાય. પત્રકારત્વના આપણા દેશમાં અને દુનિયામાં જે વિકાસ થયો છે તે આ સંદર્ભમાં ધ્યાનમાં લેવાની જરૂર છે. દૈનિક વર્તમાનપત્રનું પ્રકાશન આજે એક ઉદ્યોગ જેવું બની ગયું છે. પ્રચલિત પરિભાષામાં કહીએ તો દૈનિક વર્તમાનપત્ર ‘ભારે ઉદ્યોગ’ની વ્યાખ્યામાં આવી જાય, સાપ્તાહિકને ‘લઘુ ઉદ્યોગ' કહી શકાય, અને ‘પ્રબુદ્ધ જીવન’ જેવું પાક્ષિક ‘ગૃહઉદ્યોગ’ ગણાય. ઉપરાંત, એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વર્તમાનપત્રનાં સંપાદન—સંચાલનમાં પ્રગટ અપ્રગટ અનેક તત્ત્વો ભાગ ભજવતાં હાય છે.
પ્રબુદ્ધ જૈન’ના હૃદયસ્પર્શી વાર્તાલેખક
૧૮૩
જેમ બીજા ઉદ્યોગ અને વ્યવસાયમાં, તેમ પત્રકારત્વમાં પણ આર્થિક બાજુની અવગણના થઈ શકે નહિ, પરંતુ સચ્ચાઈ અને પ્રામાણિકતાથી જો ઉદ્યોગ ચલાવવા હોય તો "આર્થિક લાભાલાભને જ સફળતા-નિષ્ફળતાના માપ તરીકે અથવા તે ધ્યેય તરીકે શ્રી મુંબઇ જૈન યુવક સંધના
મંત્રી
સ્વ. ડૉ. વ્રજલાલ ધ. મેધાણી
☆
શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહે