________________
તા. ૧૬-૧૨-૯૪
પણ, વેપારીઓની ન્યાત જ ભ્રષ્ટ વેપારીને સુધારી શકે અને એ જ ન્યાય છાપાઓ માટે પણ છે. આપણે વૃત્તવિવેચકોએ આપણી પેતાની એ જવાબદારી ઓળખી સમાજને કેળવવા રહ્યો. સમાજ કેળવાય, સઁસ્કારી થાય, દીર્ઘ અને વ્યાપક દ્રષ્ટિથી જોતા થાય, ત્યારે જ સામાજિક દોષો દૂર થઈ શકે છે. એ દિશામાં આપણાથી બનતું કરવું એ જ આપણા પ્રધાનધર્મ છે. આને જ વ્યાપક સત્યની ઉપાસના કહું છું. સત્યમાં સમાહિતની બધી જ વસ્તુઓ સમાઈ જાય છે. એ સત્ય, એ નિર્ભયતા અને સર્વોદયકારી પ્રજાહિત— તત્પરતા આપણને પ્રેરો.
सत्यं परं धीमहि ।
પ્રમુખ જીવન
ત્યાર બાદ ઈન્ડિયન એકસપ્રેસના મંત્રી શ્રી. ડી. આર. માંકુકરને ‘પીળું પત્રકારત્વ' ‘Yellow Journalism '-નો મુદ્દો કેન્દ્રમાં રાખીને પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગે પોતાના વિચારો રજૂ કરવા વિનંતિ કરતાં તેમણે પેાતાના વિચારો અંગ્રેજીમાં રજૂ કર્યા હતા અને તેની ટૂંકી નોંધ તેમની પાસે માંગવામાં આવેલી પણ તેમની તરફથી એ નોંધ નહિ મળતાં અહિં આપી શકાઇ નથી, જે માટે અમે ખૂબ દિલગીર છીએ.
ત્યાર બાદ “પત્રકારત્વ : પક્ષલક્ષી કે લોકલક્ષી’’ એ મુદ્દાને કેન્દ્રમાં રાખીને જન્મભૂમિના તંત્રી શ્રી રવિશંકર મહેતાને પત્રકારત્વ ઉપર પોતાના વિચાર દર્શાવવા પ્રમુખશ્રીએ વિનંતિ કરી. ‘જન્મભૂમિ’ના તંત્રી શ્રી રવિશંકર મહેતા
પત્રકારત્વ અંગેના આજના આ પરિસંવાદ માટે જે વિષયો પસંદ કરાયા છે તેમાંથી મે‘પત્રકારત્વ : પક્ષલક્ષી કે લોકલક્ષી' એ વિષય પસંદ કર્યો છે. અને થોડાક વિચારો, એક બીજો વિષય વ્યવસાય કે ધર્મકાર્ય,? – કેરીઅર કે મિશન—વિષે પણ વ્યકત કરવા માગું છું.
એ કરતાં પહેલાં માનનીય પ્રમુખશ્રીની રજા લઈને જેની રજત જયંતી નિમિત્તે આજે આપણે એકઠા થયા છીએ, તે ‘પ્રબુદ્ધ જીવનને અને તેના સંપાદક શ્રી પરમાનંદભાઈને થોડી પ્રાસંગિક અંજલિ આપવા માગું છું.
આ સામયિક હું ઘણાં વર્ષોથી વાંચતા રહ્યો છું—એ ‘પ્રબુદ્ધ જૈન’ હતું ત્યારથી, ‘પ્રબુદ્ધ જૈન' અને ‘પ્રબુદ્ધ જીવન' એ બંનેમાં ‘પ્રબુદ્ધ' શબ્દ હંમેશાં મને જરા ખૂંચતો રહ્યો છે, કેમકે આપણાં દર્શનશાસ્ત્રોમાં ‘પ્રબોધ’ શબ્દ કેવળજ્ઞાનના પર્યાય તરીકે બહુધા વપરાતા હોય છે. આમ છતાં પણ, બંને હેસીયતે આ સામયિક રૂઢ અને સ્તબ્ધ વિચાર–આચારના અજ્ઞાનમાંથી જાગેલા માનવીઆનું અને લોકોને એ રીતે જગાવવા માટેનું સાત્વિક પત્ર છે એવી છાપ હંમેશાં મારા મન પર અંકિત થઈ છે; અને આવું ઉદાત્ત હેતુલક્ષી પત્ર હોવાથી તેનું સંપાદન અને સંચાલન ધર્મકાર્ય–મિશનની ઢબે એકધારી રીતે થતું આવ્યું છે એમ મને લાગ્યું છે. સાત્વિક વૃત્તિના આવેશમાં આવાં પત્રે અવારનવાર પ્રગટતાં રહેતાં હોય છે, પણ તેમનું આયુષ્ય લાંબું નથી હોતું એવા અનુભવ થયો છે. એ નિયમમાં અપવાદ સર્જીને આ પત્રને પચ્ચીસ વર્ષ સુધી ચલાવતા રહેવા માટે તેના શ્રેયાર્થી સંપાદક શ્રી પરમાનંદભાઈ અને સંચાલકમંડળને હું ધન્યવાદ આપું છું.
મારા વ્યાખ્યાનના મુખ્ય વિષય “પત્રકારત્વ પક્ષલક્ષી કે લોકલક્ષી” બહુ સુવિચારિત હોય એમ મને નથી લાગ્યું, કારણ કે પત્રની પક્ષલક્ષિતા અને લેાકલક્ષિતા એ બંને પરસ્પરવિરોધી ભાવા હોય એમ હું માનતો નથી. આવા પ્રશ્નની વિચારણાને, જમણી કે ડાબી સરમુખત્યારીથી માંડીને, નવાદિત રાષ્ટ્રોમાં ઘણીક જગ્યાએ હવે ફેશનેબલ બનવા લાગેલી નિયંત્રિત લાકશાહીઓ–Guided Denocracles – માં તાં કોઈ અવકાશ જ નથી હોતા.
૧૮૧
એટલે જેને આપણે મુકત અથવા શુદ્ધ લોકશાહી શાસનપદ્ધતિએ કહીએ છીએ ત્યાંના જ પત્રકારત્વ પરત્વે આ પ્રશ્ન પ્રસ્તુત બને છે.
હવે આ મુકત લોકશાહીમાં પક્ષનિષ્ઠા અને લોકનિષ્ઠા વચ્ચે વિસંવાદ નથી હોતો. લાકશાહીની મૂળભૂત નિષ્ઠા લાકોની હોય છે. લોકશાહીમાં જનતાને જ સર્વસાનું નિધાન માનવામાં આવે છે અને તેથી શાસનવ્યવસ્થાનું પ્રયોજન લાકકલ્યાણ જ હોય છે-કમમાં કમ વૈચારિક રીતે તો એમ માનવામાં આવે જ છે. Government of the people, for the people, by the people—શાસન લોકોનું, લોકો વડે, લોકો માટે—એવી જ એની સર્વમાન્ય વ્યાખ્યા છે. એટલે એ એંધાણે લાકશાહી પત્રકારત્વ પણ મૂળભૂત રીતે તે લાલક્ષી જ હોઈ શકે.
Mass circulation–સામૂહિક ફેલાવા–વાળાં પત્રોની બાબતમાં તો આ વાત એક બીજી વ્યવહારૂ રીતે પણ સાચી છે. જો એ પત્રમાં લોકોને રસ પડે એવું અને લાકોનું હિત સાધે તેવું લખાણ ન આવતું હાય તો લાકો રોજેરોજ પૈસા આપીને એ ખરીદે નહિ. એટલે એ રીતે પણ એને લેાકલક્ષી તો બનવું પડતું .
હોય જ છે.
પણ આટલી સામાન્ય વાત સ્વીકારી લીધા પછી પત્રોની લાલક્ષિતામાં ઘણા ભેદ પડતા હોય છે. પહેલા અને મહત્વના ભેદ લોકોનાં પ્રેય અને કોય વચ્ચે પડતો હોય છે. વળી વાચકોના રુચિભેદને લીધે પણ વિવિધ રુચિઓને અનુલક્ષિત કરવાને કારણે પાનાં તાસીર અને ચારિત્ર્યમાં તેમજ વ્યકિતમત્વમાં તફાવત પડતા હોય છે.
કેટલાંક પત્રા માટે પત્રકારત્વ એ પણ બીજા કોઈ ધંધા જેવા ધંધા માત્ર હોય છે. આવા પત્રાને આપણે ધંધાદારી પCmmercial Journalism–તરીકે ઓળખતા હોઈએ છીએ. પાતાનું છાપું વધારેમાં વધારે લોકો વાંચે એટલું જ તેમનું લક્ષ્ય હોય છે—અને આથી પેાતાના સમાચારોની પસંદગી અને રજૂઆતમાં અને વિચારોની અભિવ્યકિતમાં કોઈને માઠું ન લાગે તે જોવાની ખાસ કળજી રાખતાં હોય છે. આવાં પત્રા ધંધાદારી રીતે બહુધા સફળ હોય છે, પણ અન્યથા મોટે ભાગે Faceless વ્યકિતત્વ વિનાના હોય છે, અને સમાજની વૃત્તિઓ તેમ જ પ્રવૃત્તિઓ પર તેમના કોઈ જ પ્રભાવ પડતો હોતો નથી. આવાં પત્રે સ્વયંલક્ષી હાઈ પક્ષલક્ષી કે લોકલક્ષીના સવાલ તેમને પીડતા હાતા નથી.
બીજાં કેટલાંક પત્રા લાકોને શું વાંચવાનું ગમશે તેનો જ ખ્યાલ રાખતાં હોય છે. એવી વાચનસામગ્રી તેમને માટે પથ્ય હશે કે કેમ તેની ચિંતામાં તેઓ પડતાં હાતાં નથી. આવાં પત્રકારત્વમાં બે પ્રકાર હોય છે. (૧) લોકોની હીનવૃત્તિઓ અને વાસનાઓને ગલગલિયાં કરી તેમનું અનુસરણ મેળવી લેનારો; (૨) લોકોના સમકાલીન જીવનની સમસ્યાઓની પંચાતમાં ઉતર્યા વિના તેમનાં શાખ કે જરૂરિયાતના વિવાદથી પર એવા વિષયો તરફ તેમનું ધ્યાન વાળી લેનારાં.
પહેલા પ્રકારનાં પત્રો બહુધા આપણે જેને પીળું પત્રકારત્વ કહીએ છીએ તે પ્રકારનાં હોય છે. તેઓ જાણતાં હોય છે કે સાહિત્યકારોએ ભલે નવરસ નિર્માણ કર્યા હોય, પણ નિદારસ અને બિભત્સ રસ સહુથી વધુ વ્યાપક હોય છે. સમાજજીવનનાં અભદ્ર તત્ત્વાને સપાટી પર આણીને તેઓ પોતાના નિભાવ કરતાં હોય છે.
સમકાલીન જીવનના પ્રશ્નોને ગૌણ બનાવી, વાચકોના શોખના અન્ય વિષયો રસાત્મક રીતે આગળ કરી, બહોળાં વેચાણ—mass circulation મેળવી લેનારાં પાનું પ્રમાણ દુનિયાના તમામ લાકશાહી દેશમાં વધતું દેખાય છે.
આ ઉપરાંત પત્રકારત્વના બીજા અવાંતર પ્રકારો હોય છે.