SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૨-૬૪ આપણને મળવું જોઈએ. છાપાંઓ ચલાવવાં એ તે સમાજસેવાની - ' ઉત્તમ સાધના છે. જાહેર જીવનની શુદ્ધતા અને આર્યતા જાળવવાને ભાર - આપણે માથે છે. આપણે દુર્જન ન-જ બનીએ. સમાજકંટક ન બનીએ. - આજે દેશમાં ઘૂસણખોરી અને ભ્રષ્ટાચારની ચર્ચા ખૂબ ચાલે . . " છે. એમ નથી કે કેટલાક સરકારી કર્મચારી જ લાંચ લે છે અને : ' કેટલાક દુર્દેવી મિનિસ્ટર જ પક્ષપાત કરે છે. કેટલાક વૃત્તવિવેચક વિક છાપાના તંત્રીઓ પણ દુર્જનતાને જોરે લાંચ મેળવે છે. સારા કે નરસા ગમે તેવા માણસને બદનામ કરવાની ધમકી " ' 'આપીને કેટલાક વર્તમાનપત્રકારે લાંચ. મેળવે છે અને મૂઠી બરા-બર ભરી એટલે નિંદા બંધ કરી સ્તુતિ કરવા પણ તૈયાર થાય છે, જ્યારે પત્રકારનો ધર્મ કહે છે, “લાભહાનિને વિચાર કર્યા વગર જે " . " જાહેરના હિતનું હોય તે જ લખવું, લોકોના ખાનગી જીવનની વાતોમાં ઉતરવું નહીં, અને કેવળ દૃષથી ઉતારી પાડવાનો પ્રયત્ન . ; કરવો નહીં. ગાંધીજી કહેતા હતા કે યુકિત – પ્રયુકિતથી માહિતી - - મેળવવી કે ઉધાડી પાડવી એમાં પત્રકારની સફળતા નથી, . હાથમાં આવ્યું તે છાપી માર્યું એ પત્રકારને ધર્મ નથી, પણ સાચી "વિગતો હાથમાં હોવા છતાં, જાહેર હિતને વિચાર કરી, તે જે ' પ્રગટ કરતો નથી તે સાચો પત્રકાર. ગાંધીજી વિશે ઘણા લોકોએ ઘણું લખ્યું છે, પણ આ તમારી મુંબઈના જ એક જવાબદાર તંત્રી - Indian Social Reformer' ના નટરાજને એકવાર ગાંધીજી તક વિશે જે લખેલું તે મને યાદ રહ્યું છે: “Everybody's honour " " " , is safe in Gandhi's hands.” છાપાને તંત્રી દુર્જન કે પિશુન : --- હોય તો જ લોકોને બદનામ કરવામાં રસ ધરાવે. ' ગાંધીજી એક આદર્શ નેતા હતા. રાષ્ટ્રપુરુષ હતા. તે જ પ્રમાણે એક સફળ પ્રભાવશાળી પત્રકારે પણ હતા. એમણે પોતાની આગળ સત્યની ઉપાસના અને લોકસેવાનો જે ઊંચે આદર્શ રાખે, તેમાંથી આપણે ઘણું લઈ શકીએ છીએ. એક બે દાખલાએ અહીં રજૂ ' કરૂં તે, ગાંધીજીની સાધનાનો આપણને ખ્યાલ આવે. - સૌરાષ્ટ્રની રાજદ્વારી વાત છે. ત્યાંના એક પોલિટિકલ એજન્ટે કાંઈક પગલું ભર્યું હશે, અને જાહેરમાં એણે એની ના પાડી. એક * * જાણે એ ગોરાને જ એક કાગળ ખાનગીમાં શ્રી ઢેબરભાઈને - બતાવ્યો. જે ઉપરથી પેલા પોલિટિકલ એજન્ટનું જૂઠાણું સહેજે ' ' . . ઉઘાડું પડે એમ હતું. ઢેબરભાઈએ એ કાગળ ગાંધીજીને બતાવ્યો , અને એ પ્રગટ કરાય કે ન કરાય એ વિશે સલાહ પૂછી. - - : ગાંધીજીએ ના કહી. ખાનગીમાં મળેલ કાગળ આમ જાહેર . . . ન જ કરાય. પેલે માણસ જૂઠું બોલીને ભલે જીતી જાય, આપણે સહન કરીશું, પણ ખાનગી રીતે મળે કાગળ આપણાથી પ્રગટ '. ' . ન જ કરાય. તે બરાબર એથી ઊલટો બીજો એક દાખલો છે. સરકારને એક ''. ખાનગી પરિપત્ર ગાંધીજીના હાથમાં આવ્યો. જાહેરના મહત્ત્વનો : : *હતે એટલે ગાંધીજીએ પોતાના છાપા દ્વારા પ્રગટ કર્યો. સરકારે કેસ કર્યો. હાઈકોર્ટે ગાંધીજી ઉપર એક નોટિસ કાઢી કે અમુક તારીખે જવાબ આપવા હાઈકોર્ટમાં હાજર થવું. તે વખતે ગાંધીજીની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે એમણે હાઈકોર્ટને લખ્યું , , કે “એ દિવસ મારે માટે અનુકૂળ નથી, કેમ કે પંજાબ તરફ મારે . કાર્યક્રમ છે, મને બીજી કોઈ તારીખ આપો” અને ઉમેર્યું કે, “મને * આપેલી તારીખ છાપાઓમાં જાહેર નહિ કરતા, કેમ કે જાહેરમાં નાહક હિલચાલ થશે, જે હું ટાળવા માગુ છું.” હાઈકોર્ટ માની ગઈ. ' હવે મુંબઈના મોટા મેટાં કાયદાપંડિતો અને ધારાશાસ્ત્રીઓ તે કહે કે કાયદા પ્રમાણે ગાંધીજીએ કોર્ટનું અપમાન કર્યું છે, એમણે માફી માગે જ છૂટકો. તેઓ ન માગે તો અમે તેમનું સમર્થન ન કરી શકીએ. બીજી બાજુ રાજકીય નેતાઓ અસ્વસ્થ થયા. ગાંધીજી - ' માફી માગી બેસે તો પ્રજાની હિલચાલને ધક્કો પહેચશે. પણ એમને કહે કોણ? ગાંધીજીએ તે એક જ વાત પકડી કહ્યું કે “જો મને ખાતરી થઈ જાય કે મેં કોર્ટનું અપમાન કર્યું છે, તો હું જરૂર માફી માગીશ. પરિણામ ગમે તે આવે.” . . નક્કી થયેલ દિવસે ગાંધીજી મુંબઈ હાઈકોર્ટમાં પહોંચ્યા. " કોર્ટે એમને સમજાવ્યું કે “આ હડહડતું કોર્ટનું અપમાન છે અને તમારે માફી માગવી જ જોઈએ.” ગાંધીજીએ કહ્યું, કે “હું નથી માનતો કે મેં કોર્ટનું અપમાન કર્યું છે, જે પગલું ભર્યું છે તે પહેરના હિતનું જ હતું અને છેલ્લે ઉમેર્યું. “The court certainly does not want an inslucere apology from me.” “મારી પાસેથી ખોટી ખાટી માફી ક્ટાવવાની કોર્ટની નું ઈચ્છા ન જ હોઈ શકે. જાણે કે કોર્ટના દબાણથી લાચાર થઈને જે લોકો માફી માગે છે, તે પૂરા જીગરથી માફી માગતા હશે. ગાંધીજીના આવા અગવડભર્યા સવાલ આગળ. કરવું એ કોર્ટને સૂર્યું નહીં. એમણે મુકદમ મુલતવી રાખ્યો ને ગાંધીજીના --- ગયા પછી ચૂકાદો આપ્યો કે ગાંધીજીએ કોર્ટનું અપમાન ક્યને ગુન્હો કર્યો છે અને અમે એમને ફરી આવું ન કરવાની ચેતવણી આપી છોડી દઈએ છીએ. છાપાવાળાઓ બીજે દિવસે લખતાં " , ચૂક્યા નહિ: “Gandhiji was reprimanded and warned : " behind his back.” “ઢેઢ નહિ પણ ગાંધીજીના ગયા પછી કોર્ટે ગાંધીજીને સખત ચેતવણી આપી” ઈત્યાદિ. . . સત્યની ઉગ્ર નિષ્ઠા અને કલ્યાણ માટે જે કરવું પડે તે કરવાની હિંમત–આવી બેવડી સાધનાને કે પ્રભાવ હોય છે, એ આ દાખલા પરથી સહેજે સ્પષ્ટ થાય છે. - જનસત્તાના આ દિવસમાં સારા નરસાં બધાં જ બળો : જાહેર જીવનમાં કામ કરે છે, અસર કરે છે. તેમાં અક્ષરજ્ઞાનના ફેલાવાને કારણે લોકો વાંચતા થયા છે, બધા જ દેશમાં આવી સ્થિતિ છે. હવે જ્યારે લોકોમાં અક્ષરજ્ઞાન ફેલાય છે, પણ એના પ્રમાણમાં કેળવણી અને સંસ્કારિતા અને વ્યાપક દષ્ટિ ફેલાતાં નથી, ત્યારે છાપાંઓ દ્વારા લોકોને ઉશ્કેરવાનું અને એમને બહેકાવવાનું કાર્ય . સહેલું થાય છે. સંકુચિત અને ઝેરી વિચારે આકર્ષક ભાષામાં લોકો આગળ પીરસીને એમને પોતાના કરવા એ રમત દુનિયામાં બધે જ ચાલે છે. એવે વખતે જ્યાં પ્રજા ઘડાઈ નથી, ત્યાં છાપાંઓ દ્વારા ગમે તેટલા ઉત્પાત પેદા થઈ શકે છે. આને ઈલાજ શો? સરકાર દ્વારા એને સારો ઈલાજ થઈ છે શકતું નથી. હડહડતા ગુન્હાને કાનૂન દ્વારા અટકાવી શકાય, પણ કાનૂનમાં સપડાયા વિના ગમે તે જાતને પ્રચાર કરવાની કળા ખૂબ - - - કેળવાઈ છે. અંગ્રેજોના દિવસમાં એ કળાની આપણે કદર પણ છે, કરતા હતા. આપણે તે વખતે જોયું નહિ કે આડકતરી રીતે પ્રચાર ' કરી, કાનૂનમાંથી બચી જવાની આવી કળાથી સરકારનું નુકસાન " . થાય છે તે કરતાં પ્રજાના ચારિત્ર્યનું નુકસાન વધારે થાય છે. નિખાલસતા અને સીધેસીધું કહેવાની હિંમત ચારિત્ર્યનું સૌથી અગત્યનું છે ! લક્ષણ છે. એ ગયું એટલે પરસ્પર વિશ્વાસ અને હાર્દિક સહગ , પણ મળાં પડે છે. ખેર! અને જ્યારે રાજ્યસત્તા જોરાવર પક્ષના હાથમાં હોય છે, ' ' ત્યારે કોક કોક વાર કાનૂનને ઉપયોગ દુર્જનતાને અટકાવવા માટે '' ' થવાને બદલે પ્રતિપક્ષીઓને પજવવા માટે પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં છાપાઓના ચારિત્ર્યમાં સુધારો કરવાનું કામ કાનૂન દ્વારા કે સરકાર દ્વારા થવું મુશ્કેલ છે. ત્યારે એને ઈલાજ છે? જૂને અનુભવ કહે છે કે બ્રાહ્મણ જો તપેભ્રષ્ટ થાય તો રાજા એને સુધારી ન શકે. એને તો બ્રાહ્મણ જાતિ જ સુધારી શકે. એ જ ન્યાયે વેપારીઓને સુધારવો હોય તે કાનૂન નહિ કે :
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy