SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન વગર તા. ૧૬-૧૨-વ્ સત્યની ઉપાસના' એ મુદાને કેન્દ્રમાં રાખીને પત્રકારત્ત્વ અંગે પોતાના વિચારો રજુ કરવા વિનંતિ કરી. મગળ પ્રભાત”ના તંત્રી શ્રી કાકાસાહેબ કાલેલકર મારા જીવનની અને દુનિયાની અનેક ઘટનાઓની ચર્ચા કરનાર આપણે ધૃતવિવેચકો જ્યારે એક સુંદર નિયતકાલિકની રજતાંતી પ્રસંગે અભિનંદન કરવા અને વૃત્તવિવેચનને અંગે થોડી ચર્ચા કરવા ભેગા થયા છીએ ત્યારે આ શહેરના એક આદરણીય નાગરિક અને શ્રેષ્ઠ રાષ્ટ્રસેવક શ્રી વૈકુંઠભાઈ મહેતાને આપણી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આપણે કાર્યના પ્રારંભ કરીએ. ‘પ્રબુદ્ધ જીવન’ પ્રારં’ભમાં એક જૈન છાપું હતું. ‘પ્રબુદ્ધ જૈન’ નામે ચાલતું. એણે જૈન સમાજની અને જૈન આદર્શની સેવા કરતાં કરતાં પોતાની સંકુચિતતા છેડી દઈ વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું અને આ રીતે પચીસ વરસ સુધી ગુજરાતી સમાજની નકકર સેવા કરી એનું આજે આપણે અભિનંદન કરીએ છીએ. વર્તમાનપત્રાનો સંબંધ માટે ભાગે વર્તમાનકાળ સાથે જ હોય છે. ચાલુ ઘટનાનું વિવેચન કરવું અને સમાજને વિવેચન દ્વારા ઉપયોગી થાય એવી દોરવણી આપવી એ છે ધ્યેય વર્તમાનપત્રોનું. આવાં પત્રા જ્યારે કોઈ ધાર્મિક સમાજની સેવા કરવા ઉપાડે છે ત્યારે તે ભૂતકાળની ઉપાસના કરવા મથે છે. જૈન સંપ્રદાય હોય કે વૈષ્ણવ, શાકત હોય કે શિખ સંપ્રદાય, ઇસ્લામી હોય કે વિશ્વાસી, ભૂતકાળમાં નકકી થએલા સાંપ્રદાયિક દષ્ટિથી જ તેઓ વિચારવા માગે છે. ભૂતકાળની કસોટીથી વર્તમાનકાળને કસે છે. અને એક રીતે જૂના આદર્શો તરફ સમાજને ખેંચી જવા મથે છે અને એમાં જ સમાજના ઉત્કર્ષ જુએ છે. એ જૂના આદર્શો ગમે તેટલા કલ્યાણકારી ભલે કેમ ન હોય, એમની મૂડી લઈને સમાજને ભવિષ્યકાળ તરફ લઈ જવાનું આપણું કામ હોય છે. એટલે કે ભલેને આપણે ભૂતકાળના આદર્શથી સમૃદ્ધિ મેળવી હોય, આપણે તો જીવનનિષ્ઠ રહી એના ભવિત વિકાસનું જ ચિંતન કરવાનું રહ્યું. તેથી શ્રી પરમાનંદભાઈએ શ્રી જૈન યુવક સંઘ વતી ચાલતા આ છાપાનું નામ ‘પ્રબુદ્ધ જૈન’ હતું તે ‘પ્રબુદ્ધ જીવન' કર્યું. આજનો મારો વિષય છે, ‘વૃત્તવિવેચનની પ્રવૃત્તિમાં સત્યની ઉપાસના, ’ . જે ત્રિકાલાબાધિત છે તેને જ આપણે સત્ય કહીએ છીએ. એટલે આપણે સાંપ્રદાયિક હોઈએ કે ન હોઈએ, સત્ય પ્રતિ નિષ્ઠાવાન રહીને જ આપણે આપણું કામ કરવાના અને તેથી સત્યનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને જ આપણે વૃતવિવેચનનું કાર્ય કરવું રહ્યું. આપણી સંસ્કૃતિએ સત્યનું સ્વરૂપ સમજાવતાં અને એનું માહાત્મ્ય ધ્યાનમાં લેતાં કહ્યું છે, यद् भूत हितम् अत्यंतम् तद् सत्यं अिती ન: શ્રુતમ્ । પોતાના સંપ્રદાયનું, રાષ્ટ્રનું કે માણસજાતનું જ કેવળ હિત નહીં, કિન્તુ પ્રાણીમાત્રના આત્યંતિક સાર્વભૌમ હિતને જે અનુકૂળ છે, તે જ સત્ય કહેવાય એમ આપણે પરંપરાથી જાણતા આવ્યા છીએ. આ રીતે સત્યમાં વિશ્વકલ્યાણની ભાવના અને અહિંસાની સાધના આવી જ જાય છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ, અને ધર્મસંસ્થાપકો, સત્યાર્થી અને તાર્થી સત્યધર્મા હતા. જે સાચું હોય તે જ હિંમતપૂર્વક કહેવું અને જે સાચી ઘટના ઘટી હોય તે આપણને ગમે કે ન ગમે, જેવી ને તેવી જ નોંધી રાખવી એ આપણૂ` પ્રથમ કર્તવ્ય છે. મહાભારતના કાળના એક ઋષિના મનમાં વેદ પ્રત્યે ચીડ ચઢી, વેદવિદ્યા ઉપર જ રચાએલા એક સમાજના નેતાને વેદની કલ્યાણકારિતા પ્રત્યે અશ્રદ્ધા જાગી, એટલે કોઈની કે કશાની પરવા કર્યા ૧૭૯ એ બોલી ઊઠ્યા, વિષ્ણુ લેવા:”. આ કંઈ નાની સૂની હિંમતની વાત ન હતી. ભલે તે એ રીતે બાલ્યા. પણ એ . વસ્તુ ઢાંકી દેવાને બદલે વૈદિક સંસ્કૃતિના ઉપાસક વેદવ્યાસે પોતાના ઈતિહાસગ્રંથ મહાભારતમાં અનંતકાળ માટે નોંધી રાખી છે અને આપણે માટે સત્યની ઉપાસનાના એક આદર્શ મૂકી દીધા છે. સત્ય પ્રત્યે આપણી શ્રદ્ધા વ્યકત કરવા માટે આપણે કહીએ છીએ, કે વિજ્ય તે સત્યનો જ છે, સત્યને ચગદીને ધૂળ ભેગું કર્યું હોય તો યે તે પોતાના આંતરિક બળથી ફરીથી ઉપર ઉઠવાનું જ सत्याची रडूनी टाकिले धुळीत, तरी अरुळित निज बळे । એમ આપણે કહીએ છીએ, પણ શું આપણા એવે અનુભવ છે? અંતે સત્યનો જ વિજ્ય છે. પણ કોના અંતે? મારા મરી ગયા પછી? પ્રસંગનું મહત્ત્વ જ ન રહ્યા પછી? જમાનાને અંતે? કે આ સૃષ્ટિના અંતે? સત્યનો વિજ્ય ત્યારે જ ગણાય, જ્યારે આપણને એની મદદથી જીવનમાં સફળતા મળે. શું આપણા અનુભવ છે કે જીવનમાં અને સમાજમાં સત્યનિષ્ઠા જ ફાવી છે? (એમ જ હોત તો બધા જ સત્યનિષ્ઠ થઈ જાત અને સત્યનિષ્ઠાની આપણે આટલી કદર પણ ન કરત ). દુનિયામાં કૂડકપટ અને જૂઠાણું એટલું બધું ફાવતું દેખાય છે કે, ભલે આપણે સત્યના વિજયની વાત શ્રાદ્ધાથી કરીએ, પણ અનુભવ એવો નથી એ વસ્તુ સ્વીકાર્યે જ છૂટકો. આ વસ્તુસ્થિતિ જાણીને જ ઉપનિષદના ઋષિએ જાણે કહ્યું સમેત ગમત, નાનૃતમ્ । ( સત્યને જ વિજય થાય છે, જૂઠાણાને નહીં.) હવે આ વચનની ખૂબી એ છે કે, સંસ્કૃતમાં ય ધાતુ પરસ્પૈપદી હોવા છતાં ઋષિએ એને અહીં આત્મનેપદી બનાવ્યો છે. એનો અર્થ હું એમ કરું છું કે, સત્યના વિજય બહારની દુનિયામાં થાઓ કે ન થાઓ, પાતા પૂરતા આત્મને' એ થાય જ છે. પોતાના હ્રદયને સત્યથી જ સંતોષ થાય છે. સત્યને વળગી રહેવાથી દુન્યવી દષ્ટિએ ખાવાપણું જ છે, એ જાણતાં છતાં માણસ જ્યારે હૃદયની પ્રેરણાથી સત્યને જ વળગી રહે છે, ત્યારે માણસ પરિસ્થિતિ ઉપર વિજય મેળવી હૃદયને જ વફાદાર રહી, એના સંતોષ ખાતર સત્યને જ વળગે છે. આ છે સત્યનો મોટામાં મોટા સાર્વભૌમ વિજ્ય. અને તેથી જ મને તા સત્યમેવ યતે એ વચન કરતાં જૈન વચન વધા૨ે આવકારદાયક લાગ્યું છે. સયં ત્િ સૂર્યમ્ દ્િ આ દુનિયામાં સારરૂપ તે સત્ય જ છે. અસત્ય દ્વારા ભલે ને ધન દોલત મળે, અધિકાર ને પ્રતિષ્ઠા મળે, ભાગવિલાસ, રાજપાટ બધું મળે, પણ માણસને એથી સંતોષ થવાને નથી. આ બધી વસ્તુઓ મળે નહીં ત્યાં સુધી માણસ એમની પાછળ ફાંફા મારે છે. એ મળે કે તરત જ માણસને અનુભવ થાય છે કે એ બધું નિ:સાર છે. એ બધું મેળવવા માટે આપણે સત્યના દ્રોહ કર્યો, એમાં આપણે સરવાળે ખાયું છે, કશું મેળવ્યું નથી. વૈરાગી, તપસ્વી, મેક્ષાથી સંતોની વાત હું કરતો નથી. વિશ્વવિજેતા મહત્ત્વાકાંક્ષી ઉત્પાતિયા લોકોનો અનુભવ છે કે સત્યના દ્રોહ કરીને, માનવજાતિનું અકલ્યાણ કરીને, આપણે જે મેળવ્યું, તે હાથમાં આવતાંવેંત રાખ જેવું, ધૂળ જેવું કે ઝેર જેવું નીવડયું છે. આથી ઊલ્ટું, જે સત્યને જ વળગી રહ્યા તેમને દુન્યવી રાફળતા મળે કે ન મળે, એમને પરમ રામાધાન રહે છે કે આપણે આપણી નજર આગળ તુચ્છ અને હલકા ન નીવડયા. વૃત્તવિવેચકોના સંબંધ સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજનૈતિક જીવન સાથે દિવસ-રાત્ર ચાલે છે.એ ધંધામાં બાહ્ય સફળતા મળા કે ન મળા, સત્યની જ ઉપાસના કર્યાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમાધાન
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy