________________
૧૯૨
-
વિશેષ અને વિશેષ, આવીર્ભાવને પૂરો વેગ મળે, તેમનું જીવન વધારે કાર્યક્ષમ અને લોકોપયોગી બને, ચાલુ સભ્યતાના ધેારણ સાથે • વધારે બંધબેસતું થાય, સંન્યાસીની ખુમારી તેમનામાં દર્શન થાય— એ માટે કોઈ મધ્યમ માર્ગ વિચારવાની એટલે કે પરંપરાગત આચારનિયમાની rigidity ને-કઠોરતાને તદ્દનુસાર હળવી કરવાની ખાસ જરૂર ભાસે છે
પ્રબુદ્ધ જીવન
• આના અનુસંધાનમાં એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. જૈન સમાજ પાસે પણ સાધુસંન્યાસીના ત્યાગવૈરાગ્યને માપવાના કોઈ વિચિત્ર માપદંડ રહેલા છે. સાધુતાની કલ્પના સાથે સર્વથા અપરિગ્રહ, · અત્યન્ત કઠણ અને કાયાકલેશપૂર્વકનું જીવન આવા ખ્યાલા મનમાં જોડાયેલા હાઈને જૈન સાધુની અપેક્ષાએ હળવું જીવન જીવનાર' કોઈ સંન્યાસી કે પાદરીમાં રહેલા વિશિષ્ટ તત્ત્વને અને સત્ત્વને આપણે જોઈ શકતા નથી, પારખી શકતા નથી. આ રીતે વિશિષ્ટ માનવીઓના જીવનના સાચા મૂલ્યાંકનથી આપણે ઘણી વખત વંચિત રહીએ છીએ. આ આપણી સાંકડી મનોદશાને આભારી છે.
ઉપર જણાવેલ સાધુમાર્ગો જૈન સંસ્કૃતિરક્ષક સંઘના ઠરાવ પરાકાષ્ટાએ પહોંચેલી એવી સાંકડી મનોદશાના ઘોતક છે. પ્રસ્તુત મહાસતીઓએ અનાજરાહત સમિતિના કાર્યનું અનુમાદન કર્યું એમાં સાધુધર્મના લાપ થયો કે ઉલટું સાધુધર્મનું સમર્થન થયું? આજે મોંઘવારીની ભીંસમાં અટવાતા લોકો માટે અનાજરાહત અત્યન્ત આવશ્યક છે, કાલ સવારે મોટો દુષ્કાળ પડે તો શું જૈન સાધુસાધ્વીઓએ મૂંગા મોઢે જોયા જ કરવાનું? અહિંસાધર્મ કેવળ નિષેધમાં જ સમાયેલા છે કે તેને કોઈ વિધાયક બાજુ છે ખરી? ચિત્તમાં અધ્યાત્મને ઉગવા માટે પેટમાં અન્ન પડવાની જરૂર છે કે નહિ ? ભૂખ્યા પેટે કોઈના પણ આધ્યાત્મિક ઉત્કર્ષ શકય છે ખરો? કોઈ ભુખ્યા તરસ્યાના જીવ બચાવે તે જૈન સાધુ તેનું અનુમેદન કરી જ ન શકે?
અને રત્નચિંતામણી ગર્લ્સ હાઈસ્કૂલમાં બહેનો દ્વારા ભજવાનું વૈરાગ્યલક્ષી–સંસારત્યાગલક્ષી—નાટક "આ મહાસતીઓએ નિહાળ્યું એમાં મહાસતીઓએ કર્યો દોષ કર્યો—અપરાધ-કર્યા? ધારો કે નાટક સાથે મનોરંજન જોડાયેલું છે. તે મનોરંજનના આ મહાસતીઓને કશે . અધિકાર જ નથી ? અલબત્ત, મનોરંજન ઉચ્ચ કોટિનું હોવું
જોઈએ, અને જીવનના કોઈ ઉન્નત લક્ષ્યને પોષક હોવું જોઈએ. અને પ્રસ્તુત મનોરંજન નિ:શંકપણે એ પ્રકારનું જ હતું. આવી સામાન્ય બાબતો સામેના વિરોધ, વિરોધકોના ચિત્તની જડતા અને શાસ્ત્ર શબ્દની ઊંડી સમજણ અને વિવેક વિનાની ગુલામી સૂચવે છે.
અને એ સંસ્કૃતિસંરક્ષક સંધના બીજો ઠરાવ–“કોઈ કોઈ, સાધુ તેરાપંથી અને મૂર્તિપૂજક સાધુ તથા મૂર્તિપૂજક સાધ્વી સાથે બેસીને વ્યાખ્યાન આપે છે. આ પ્રવૃત્તિ પરંપરાની પ્રતિકૂળ છે અને સમાજ માટે હાનિકારક પણ છે. આવી પ્રવૃત્તિ રોકવા માટે આચાર્ય-શ્રીને નિવેદન કરે છે.” આ ઠરાવ તે કેવળ વિસ્મય જ ઉપજાવે છે. જુદા જુદા સંપ્રદાયના સાધુ તથા સાધ્વીઓ મહાવીર જયન્તી જેવા પ્રસંગે સાથે બેસીને વ્યાખ્યાન આપે એ કદાચ તદ્દન નવી પરંપરા હશે તો પણ એટલા માટે તે હાનિકારક છે એમ કહેવું એ એક પ્રકારની સાંપ્રદાયિક બધીરતા સૂચવે છે
આજે જૈન સમાજ એકત્ર બંને, “ફિકાભેદ ભુલી જાય, સર્વસાધારણ પ્રવૃત્તિઓ સાથે મળીને ચલાવે એ આજના સમયની અનિવાર્ય માંગ છે. સાધુ સાધ્વીઓનાં આવાં મિલન આ દ્રષ્ટિએ અત્યન્ત આવકારપાત્ર છે. જુદા જુદા ફિરકાના જૈન સાધુ સાધ્વીઓ તે શું, પણ આજે તો ભિન્નભિન્ન ધર્મના સાધુઓ, પાદરી, મૌલવીઓ, સંન્યાસીઓ, તેમ જ ભિક્ષુઓ એક પાટ ઉપરએક મંચ ઉપર એકઠા થાય છે અને માનવતામૂલક ધર્મનો ઉપદેશ કરે છે. આ યુગ સંર્વધર્મસમન્વયના છે; દુનિયાના ધર્મોએ પરસ્પર નજીક આવવાના છે; પ્રત્યેક ધર્મમાંથી સાર ગ્રહણ કરવાના અને પરસ્પર પ્રેમ અને આદરભાવ કેળવવાના છે. અને ઉદાર વિચારના ધર્માધિકારીઓનાં ઉપદેશની ભાતમાં અને પરિભાષામાં પણ આજે ભારે મોટું પરિવર્તન થયું છે. આજે કોઈ પાતાના ધર્મની શેખી અને અન્ય ધર્મની નિન્દા કરતું નથી. દરેક પેાતાના ધર્મના સર્વગ્રાહ્ય તવા આગળ ધરે છે. દરેક વિશ્વબંધુત્વની ભાવનાના વિસ્તાર કરે છે. આજના પ્રગતિશીલ જૈન સાધુ પણ સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એવા ભેદને જૈનાને જૈનેતરો આગળ કરીને—જેના
4
તા. ૧-૨-૬૪
એટલે શું, અપરિગ્રહ એટલે હું આવા ઇચ્છો
જૈને તરોથી અલગ તારવતા નથી, પણ અહિંસા એટલે શું, સત્ય સમગ્ર માનવી જીવનને સ્પર્શતા વિચારો રજૂ કરે છે અને અહિંસાના અનેકાન્તના છત્ર નીચે સૌ કોઈને એકત્ર થવાનું આહ્વાહન કરે છે. આજની સંસ્કૃતિનું આ રહસ્ય છે. આ રહસ્યના સ્પર્શ વિનાની કોઈ પણ સંસ્કૃતિ—અને એ સંસ્કૃતિના પ્રતિનિધિ કે સાધુ સાધ્વી—જે કોઈ.. હોય તે—કોઈ પણ મોટા શહેરના મ્યુઝિયમમાં સંઘરવા યોગ્ય પુરાતત્ત્વઅવશેષ છે. તેને આજની વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તેવી સંસ્કૃતિ કે તેના રક્ષક કોઈ ખૂણેખાંચરે રહેલા ઉપાશ્રયના કોશેટામાં પુરાયેલા સાધુસાધ્વી—માટે આજના વિશાળ વિશ્વમાં કોઈ સ્થાન નથી. પરમાનંદ
પૂરક નોંધ: ઉપરના લખાણમાં જે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે તેના અનુસંધાનમાં મારા વિદ્વાન મિત્ર અને જૈન સંસ્કૃતિ, રક્ષાની પૂરી ચિન્તા ધરાવતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના તા. ૮–૧–’૬૪ના ‘જૈન પ્રકાશ’માં પ્રગટ થયેલા નીચેના વિચારો આ વિષયમાં રસ ધરાવતા મિત્રાને માર્ગદર્શક તેમ જ ઉપકારક થઈ પડશે એમ સમજીને નીચે ઉષ્કૃત કરવામાં આવે છે. તેઓ ‘અહિંસાસાધુધર્મ” એ મથાળા નીચેની અત્યંત મિતાક્ષરી એવી નોંધમાં જણાવે છે કે:
હું એમ સમજું છે કે દેહની પ્રત્યેક ક્રિયામાં હિંસા છે. દેહ છે ત્યાં સુધી અમુક હિંસા અનિવાર્ય છે. હિંસા પ્રકૃતિ છે, અહિંસા ધર્મ છે. આ હિંસામય જગતમાં અહિંસક થઈને રહેવું એ જ આ જીવનનો મોટામાં મોટો કોયડો છે. અહિંસાના આચરણમાં વિરોધા ભાસી પ્રવૃત્તિઓ ડગલે ને પગલે દેખાય, અહિંસાનું આચરણ શુદ્ધબુદ્ધિથી કરનાર વ્યકિત દેશ, કાળ અને સંજોગો પ્રમાણે તેનું નિરાકરણ કરે. અનિવાર્ય હિંસાની મર્યાદા દરેક વ્યકિત પોતાને માટે બાંધે તે પ્રતિક્ષણ વિકસતી ભાવના છે.
“ ગૃહસ્થ કરતાં સાધુ–સાધ્વી અહિંસાનું આચરણ ઘણું વિશેષ સ્વીકારે છે, પણ અહિંસાના નકારાત્મક સ્વરૂપ ઉપર જ વધારે, ભાર દેવાથી તેના વિધેયક સ્વરૂપ પ્રત્યે દુર્લક્ષ થાય છે. હિંસા ન કરવી એ અહિંસા છે, પણ પ્રેમ, દયા, ભ્રાતૃભાવ, એ પણ અહિંસા છે. માનવીનું અથવા પ્રાણિ માત્રનું દુ:ખ જોઈ, તે દુ:ખ અંશત: પણ દૂર કરવાની ભાવના ન થાય અથવા તે દિશામાં કાંઈ પ્રવૃત્તિ કરતા, હિંસા થશે એવા ખ્યાલે નિષ્ક્રિય રહેવું તેમાં અહિંસાની સાચી સમજણ નથી એમ લાગ્યા વિના નહિ રહે. હિંસા સ્વાર્થમાં છે, આસકિતમાં છે, માહમાં છે. ”
“ જૈન ધર્મે નિવૃત્તિ ઉપર વધારે ભાર મૂકયો છે. અહિંસાને મધ્યબિન્દુ રાખીને પણ, સાધુ સાધ્વીના આચારો, યુગધર્મ પ્રમાણે કેટલુંક પરિવર્તન માગે છે. એવું પરિવર્તન થઈ રહ્યું છે. છુટ લેવાથી સાધુઓ, યતિઓ જેવા થઈ જશે એવા ભયે, જરૂરી ફેરફારો અટકાવી નહિ શકીએ. સંજાગ રહી, યોગ્ય ફેરફાર સમજણપૂર્વક કરીશું તે વધારે ફળદાયી થશે. આવશ્યક ફેરફારને પણ જડપણે વિરોધ જ કરીશું તે કદાચ વધારે અનર્થ થશે.
“આ બાબતમાં પ્રમાણિક મતભેદને પૂર્ણ અવકાશ છે અને મતાગ્રહને કોઈ સ્થાન નથી. મારા વિચારો મેં નમ્રપણે જણાવ્યા છે અને તે કાંઈક પ્રક્ટ ચિંતન જેવા જ છે. આ સંબંધે વિવેકપૂર્વકની વિચારણા ` આવકારદાયક થવી જોઈએ."
આ અવતરણ વાંચીને કોઈ એવા ભ્રમ'ન સેવે કે મારા ઉપરના લખાણમાં દર્શાવેલા બધા વિચારો સાથે શ્રી ચીમનભાઈની સંમતિ કે અનુમતિ છે. પરમાનંદ
સંધના સભ્યાને નમ્ર વિજ્ઞપ્તિ
ચાલુ, સાલ સવત ૨૦૨૦ના જે જે સભ્યાનાં લવાજમા બાકી હૈાય તેમને, લવાજમના રૂા. 3 સઘના કાર્યાલયમાં પહેાંચાડવા આથી વિનતી કરવામાં આવે છે.
મંત્રીએ મુંબઈ જૈન
યુવક સધ