________________
તા. ૧-૨-૬૪
પ્રબુદ્ધ જીવન
સંકીણ તાની પરાકાષ્ટા
(સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘના ઠરાવાની આલોચના)
અખિલ ભારત સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘે કરેલા બે ઠરવાના તા. ૧૬-૧૨-’૬૩ ના ‘પ્રબુદ્ધજીવન ’ના અંકમાં “વાંસ્કૃતિરક્ષકો ” એ મથાળા નીચે પ્રગટ થયેલા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પહેલા ઠરાવમાં મહાસતી ઉજજવળકુમારી અને લલિતાબાઈ સ્વામીપ્રદિ ઠાણાના સાન્નિધ્યમાં શ્રી મનસુખલાલ બાવલભાઈ અનાજરાહત સમિતિનું ઉદ્ઘાટન થયું અને આ પ્રસંગની અનુમાદના તથા પ્રશંસા કરતાં તેમણે પ્રવચનો કર્યાં એ સામે તથા રત્નચિતામણી જૈન સ્કૂલમાં ‘નેમ રાજુલ ’ ની નાટિકા ભજવાઈ તે જોવા માટે આ મહાસતીનો ગયાં અને આ નાટિકાઓ જોઈ એ સામે આ સંસ્કૃતિ સંઘે પોતાનો વિરોધ જાહેર કર્યો છે.
સંભવ છે કે જૈન સાધુસાધ્વીરોના આચાર અંગે સૈકાઓ પહેલાં નિર્માણ થયેલી આચારસંહિતાના શાબ્દિક ચોગઠામાં પ્રસ્તુત મહાસતીઓનું ઉપર મુજબનું વર્તન કદાચ બંધબેસતું નહિ હોય. એમ છતાં પણ જૈન સાધુસાધ્વીઓના વર્તમાન આચારને લગતી કોઈ પણ બાબતનું ઔચિત્ય માત્ર આગમના શબ્દો વડે કે ધર્મશાસ્ત્રોમાં તે અંગે કરવામાં આવેલાં વિધાના વડે આજે નક્કી કરવું યોગ્ય નથી. કારણ કે સમયના વહેવા સાથે આ સાધુસાધ્વીઓના જીવનમાં અનેક ફેરફારો થતા રહ્યા છે, જેનું મૂળ આચારનિયમે દ્વારા સમર્થન કરવું અશકય છે અને એમ છતાં એ બધા જ ફેરફારો અનુચિત છે, સાધુધર્મવિરોધી છે, એમ માની લેવાને કોઈ પણ કારણ નથી. દા. ત. આજના સાધુઓ ચશ્મા પહેરે છે, ફાઉન્ટપેન વાપરે છે, ગ્રંથસંચય કરે છે, તારટપાલ દ્રારા પત્રવ્યવહાર ચલાવે છે, ધર્મગ્ર ંથાના લેખન, સંપાદન, મુદ્રણ તથા પ્રકાશન—આ બધી પ્રવૃત્તિઓ સાથે સંબંધો ધરાવે છે, એટલું જ નહિ પણ તે પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરે છે. આ બધુંય મૂળ આચારિનયમાના શાબ્દિક ચાગઠા સાથે કોઈને કદાચ બંધબેસતું ન લાગે તે પણ આમાંની એક પણ બાબત તેમના સાધુધર્મની વિરોધી છે અથવા ત આવી છૂટો લેવાથી તેમના સાધુધર્મ ખંડિત થાય છે એમ કોઈ કહી શકશે નહિ.
આનો અર્થ એ થયો કે સાધુના આચાર ઘડવામાં સમય બહુ બળવાન ભાગ ભજવે છે. આમાં શું ઉચિત અને શું અનુચિત એ નક્કી કરવાનું ધારણ અમુક નિયમ ઉપનિયમને તે અક્ષરશ: અનુસરે છે કે નહિ એ હોવું ન ઘટે, પણ અમુક ક્રિયા યા પ્રક્રિયા તેના સંયમને, ત્યાગને, વૈરાગ્યને સાધક છે કે બાધક, અમુક પ્રવૃત્તિ તેમના કોઈ ઐહિક સ્વાર્થ કે વાસનાની પૂરક છે કે કેવળ પહિતલક્ષી છે, અને પરિણામે સ્વપરના આધ્યાત્મિક ટ્રોયની સમર્થક છે—આ રીતે જ જૈન સાધુના આચાર તેમ જ પ્રવૃત્તિને ચકાસવા ઘટે. આ રીતે વિચારતાં જે કાંઈ સાધુધર્મના સમ્યક પાલન સાથે વિરોધી લાગે, પછી ભલે તે આચારધર્મના શાબ્દિક ચાગઠામાં બંધબેસતું ન લાગે તો પણ, ઉચિત અને આદરણીય લેખાવું ઘટે છે.
આ ઉપરાંત આજના સાધુ–સંન્યાસી--સમુદાય પાસે સમયની એક વિશેષ માંગ છે જેની ઉપેક્ષા થઈ શકે તેમ છે જ નહિ. આજના સાધુ પેાતાની ઉપજીવિકા અર્થે સમાજને સર્વથા અધીન છે. ડ્રામ દ્વારા દ્રવ્યાપાજન તેના માટે વિહિત નથી. જૈન સાધુનું મુખ્ય લક્ષ્ય આત્મસાધના છે એ સ્વીકારીએ તો પણ, આજના સાધુ સમાજના સ્વાસ્થ્ય, નિર્વાહ અને ઉર્ધ્વીકરણમાં પોતાની મર્યાદામાં રહીને પણ પોતાની શકિતના બને તેટલા લાભ આપે એ આજે એટલું જ આપેક્ષિત છે. સંસાર તે છેડે છે, પણ તે સમાજથી નિરપેક્ષ બની શકતો નથી. રાજના સમય સાથે સંલગ્ન એવા આ નક્કર સત્યનો ઈનકાર થઈ શકે તેમ નથી. આનો અર્થ એ થયો કે સમાનોપયોગી પ્રવૃત્તિઓને જાણવી, સમજવી અને પોતાની આત્મસાધનાને બાધ ન આવે એ રીતે પ્રવૃત્તિઓને ટકા, આ બાબત આજના સાધુને સમયધર્મ રૂપે પ્રાપ્ત થાય છે. આ દષ્ટિએ વિચારતાં પરંપરાગત આચારધર્મના કડકપણાને કાંઈક elastic કરવા હળવા બનાવવા એ અનિવાર્ય બને છે. દા. ત. ઉપાશ્રયમાં રાત્રીના સમયે દીવાબત્તી રાખવામાં આવતી નથી, અને પરિણામે સાધુસાધ્વીના રાત્રીના સમય લગભગ નકામા જાય છે. જો સાધુસાધ્વીઓને રાત્રીના દીવાબત્તીની સગવડ આપવામાં આવે તે તેમનાથી સ્વાધ્યાય થઈ શકે, પ્રવચન થઈ શકે, અધ્યયન તેમ જ અધ્યાપન થઈ શકે, વર્ગો પણ ચલાવી શકાય. કોઈ કોઈ સાધુઓએ હવે આ બાબતની છૂટ
h
૧૯૬
લેવી શરૂ કરી છે, પણ સામાન્યત: રાત્રીના ઉપાશ્રયમાં અંધારૂ જ રહે છે. આ જ બાબત ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગ અંગે કહેવાની પ્રાપ્ત થાય છે.
આજે માનવી શરીરની કક્ષમતા ઘટતી જાય છે. વળી શરીરને ખાસ કારણ સિવાય કષ્ટ આપવાનો કંઈ અર્થ નથી—આવા ખ્યાલ જનમાનસમાં સુદઢ થતા જાય છે. વળી માનવસભ્યતા અંગેના અમુક આગ્રહાની ઉપેક્ષા હવે ચાલી શકે તેમ નથી. આ બધી બાબતો ધ્યાનમાં લઈને ઉગેલા વાળના લોચ કરવાની પ્રથા, તેથી જ્ઞાનતંતુઓને થતી હાનિને સવિશેષપણે ધ્યાનમાં લઈને, હવે બંધ કરવી ઘટે છે. શહેરસુધરાઈના નિયમો ધ્યાનમાં લઈને શૌચાદિ અંગે પાયખાનું, મુતરડી વગેરેને પ્રબંધ, ખાસ કરીને માટા શહેરોના નિવાસ દરમિયાન, સ્વીકારાવવાની જરૂર ઉભી થઈ છે. દાંત, શરીર તેમ જ વસ્રની સ્વચ્છતા એટલી જ આવશ્યક બની છે. મેઢે મુહપત્તિ બાંધવાની વર્ષોજૂની પરંપરાએ ઉભા કરેલા વળગાડ અર્થવિનાના હોઈ છેડવો જરૂરી છે. એ છેડવાથી સંયમને કોઈ અંશમાં હાનિ પહોંચવા સંભવ નથી. આવી જ રીતે દિગંબર મુનિ માટે ફરજિયાત એવું નગ્નત્વ સભ્યતા—વિરોધી હોઈને તેમ જ પાર વિનાની દેહયાતનાનું નિમિત્ત હોઈને તેના સ્થાને જરૂરી વસ્રાવરણ સ્વીકારવામાં આવે તે
અનેક રીતે ઈચ્છવાયોગ્ય છે.
આ રીતે વિચારતાં વર્તમાન આચારનિયમા વિષે પાયામાંથી કેટલાક વિચાર અને તદ્નુસાર પરિવર્તન થવાની જરૂર લાગે છે. એક તા સાધુજીવન અંગે પ્રચલિત ભ્રમ દૂર થવાની ખાસ આવશ્યકતા છે. જીવવું એટલે જ એક યા બીજા પ્રકારની હિંસા આચરવી. જયાં નિસર્ગમાં ‘જીવા જીવસ્ય જીવનમ્ ' એવા નિયમ પ્રવર્તતા જોવામાં આવે છે ત્યાં અહિંસક જીવનને અર્થ શકય તેટલી ઓછી હિંસાપૂર્વકનું જીવન એટલા જથઈ શકે. આ રીતે વિચારતાં જૈન સાધુનાં જીવનને અહિંસા પૂરતું સર્વવિરતિ કહેવું એ એક પ્રકારના ભ્રમ સેવવા બરોબર છે. અને એ ભ્રમના કારણે સાધુજીવનમાં કેટલાક દંભ સેવવામાં આવે છે.
બીજું જૈન સાધુઓના અત્યંત કઠણ એવા આચારનિયમૅાના અને તેની તેમના જીવન ઉપર નીપજતી અસરના ઊંડાણથી વિચાર કરતાં એવા પ્રશ્ન ઊભા થાય છે કે આવા નિયમોનું કડક પાલન એક સાધુના જીવનના ઉત્કર્ષનું ખરેખર સાધક બને છે કે બાધક ? આ કડક નિયમો પાળતા આજના જૈન સાધુ ઉપાાયનાં બંધિયાર જીવનને મેાટા ભાગે વરેલા જોવામાં આવે છે. તે ખાનપાન અને નિર્વાહ માટે સમાજને સંપૂર્ણ અધીન અને ઓશીયાળા હોય છે. ગતાનુગતિકતા સિવાય તેના માટે બીજો કોઈ માર્ગ જ હોતા નથી. સમાજના હિતને ખાતર પણ ચાલુ વિચારપરંપરા વિરુદ્ધ તે નથી બાલી શકતા કે ચાલી શકતા. એના પગ બાંધેલા છે, પાંખા તે ઉગવા પામતી જ નથી. મે` આગળ ઉપર એક નોંધમાં આ બાબત બીજી રીતે સૂચિત કરી હતી. હિમાલયમાં જૈનનું એક પણ તીર્થ કેમ નથી? કારણ કે જૈન સાધુના પેાતાના આચારના પાલનપૂર્વક તે પ્રદેશમાં વિહાર શક્ય નથી. જૈન ધર્મના હિંદની બહાર કોઈ પણ અન્ય દેશમાં પ્રચાર કેમ ન થઈ શક્યા? કોઈ પણ ધર્મના પ્રચાર તે તે ધર્મના મીશનરીઓ માત જ શકય છે. જૈન ધર્મના મીશનરી જૈન સાધુઓ છે. આ સાધુઓ માટે જયાં જૈનની વસ્તી હોય ત્યાં વિચરવાનું જો શકય નથી તે પરદેશમાં વિચરવાના ત વિચાર જ કયાંથી આવે? માત્ર ઉકાળેલું પાણી પીવાના નિયમ, આ ખવાય—આ ન ખવાય તેને લગતા પાર વિનાના નિયમો, પાદ વિહાર સિવાય અન્ય વિહાર સર્વથા નિષિદ્ધ બધા નિયમ સાધુને બળ આપે છે કે નિર્બળ બનાવે છે? અન્ય સંન્યાસીઓની અપેક્ષાએ જૈન સાધુ પ્રમાણમાં વધારે આચારશુદ્ધ છે એવું અભિમાન જરૂર લઈ શકાય, પણ તેનામાં બળવાન પુરુષાર્થનું ભાગ્યે જ દર્શન થાય છે; તેનામાં નીડરતાની ઉણપ દેખાય છે. મુકતવિહાર તેના માટે શક્ય જ નથી. મોટા ભાગના લલાટે નિર્માલ્યતા લખાયેલી નજરે પડે છે. સંન્યાસીની જે ખુમારી છે—કોઈની પણ પરવાહ નહી— આ ખુમારી ભાગ્યે જ કોઈ જૈન સાધુમાં દ્રષ્ટિગોચર થાય છે. મૌલિક ચિન્તનના દ્વાર તેમના માટે ભાગ્યે જ ખુલે છે.
અલબત્ત, એ ચાલુ માન્યતા મારા ખ્યાલ બહાર નથી કે જેમ વધારે છૂટ એમ વધારે શિથિલતાને અવકાશ અને એમાં અમુક અંગે તથ્ય પણ રહેલું છે, પણ સાથે સાથે એ પણ અનુભવપ્રાપ્ત સત્ય છે કે જેમ વધારે બંધન અને કડક અનુશાસન તેમ વ્યકિતના વિકાસનો અને સ્વયંસ્ફ તિના અવરોધ થવાના અને એક પ્રકા રનું regimentation—દલબંધી—થવાને વધારે સંભવ. જૈન સાધુના જીવનમાં પુરુષાર્થ ખીલવાને પૂરો અવકાશ મળે, સ્વત્વના