SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ 120 ૧૭૨ • પ્રબુદ્ધ જીવન સામ્ય નિર્ભયતા, વિવેકી સત્યવાદિતા અને કલ્યાણભાવનાનુ વિરલ વાહન ‘પ્રબુદ્ધે જીવન’ ‘પ્રબુદ્ધ જીવન’ એટલે પ્રજાનો વફાદાર પહેરેગીર. જનતાને જાગ્રત રાખવા એ પોતે સદા જાગતું રહે છે. જનતાને અજ્ઞાન, દ્ધશ્રાદ્ધા, અહંકાર, વહેમ, અને રૂઢિચુસ્તતાના ફાંસલામાંથી મુકત કરવા પ્રયત્ન કરવા એ એનું જીવનવ્રત છે. એ વ્રતને સફળ બનાવવા એણે નિર્ભયતા, સત્યવાદિતા અને કલ્યાણભાવનાની ત્રિવેણીના સંગમ સાધીને પોતાનું એક અનોખું ત્રિવેણીતીર્થ રચ્યું છે. એ કદી કોઈથી ડરતું નથી, કોઈની શેહ-શરમમાં ખેંચાવું એને રૂચતું નથી, અને છતાં એ બીજાને ડરાવવામાં, બિહામણુ રૂપ ધારણ કરવામાં માનતું નથી. એની નિર્ભયતા જાણે સૌમ્યતાના કવચથી વધારે શોભી ઊઠે છે. સત્યની શોધ, સત્યને સ્વીકાર અને સત્યનો પ્રચાર એ જ “પ્રબુદ્ધજીવન”નું જીવન અને સર્વસ્વ છે. એ માટે જ એ જીવે છે અને ઝઝુમે છે. અસત્યનો યશ એને ખપતો નથી, સત્યાનાશી હઠાગ્રહ કે કદાગ્રહને એ સ્પર્શતું સુદ્ધાં નથી, અને સાચી વાત કહેતાં એ ખમાતું નથી. પણ એનું સત્ય ડંખ, દ્વેષ કે ઈર્ષ્યા-અસૂયાથી મુક્ત અને વિવેકશીલતાથી મુક્ત હોય છે. એ એની દુર્લભ અને આદર્શવિશેષતા છે. આ વિશેષતાને સાચવી રાખવા આત્મનિરીક્ષણ અને સ્વભૂલસ્વીકારના કઠોર અસિધારાવ્રતનું એ ખડે પગે પાલન કરે છે. પાતાની જરા સરખી ચૂકને એ માફ કરતું નથી. પોતાની ભૂલ તરફ ધ્યાન ગયા પછી એના સ્વીકાર કરીને એ માટે માફી માગતાં માન કે પ્રતિષ્ઠાના કોઈ વિચાર એને સતાવતા નથી. આ વિનમ્રતા એ જ “પ્રભુદ્ધ જીવન”ની મહાનતા બની રહે છે. “પ્રબુદ્ધ જીવન”ના આ તપની પાછળ લાકકલ્યાણની ભાવનાં સતત ધબકતી રહે છે. લાકનું અહિત થાય એવી પ્રવૃત્તિઓ, વ્યક્તિ કે સંસ્થાઓથી એ જનતાને બચાવતું રહે છે; અને લેાકલ્યાણની ભાવનાના વિસ્તાર થાય એવાં ઉમદા માર્ગો અને કાર્યાનું એ સુભગ દર્શન કરાવતું રહે છે. વ્યક્તિ અને સમાજનું ઘડતર થાય, ચિત્ત ઉદાર અને ઉન્નત બને અને હૃદય આહ્લાદથી પ્રફુલ્લિત થાય એવા—પ્રેરક, નરવા અને સુરુચિપાયક એવા–રસથાળ હોય છે. સાચે જ, ‘પ્રબુદ્ધ જીવન' સત્ય, શિવ અને સૌન્દર્યનું સુભગ દર્શન કરાવનાર અને જીવનમાં એની પ્રતિષ્ઠા કરનાર માતા સરસ્વતીનું એક સબળ વાહન છે. વર્તમાનપત્રા અને સામયિકો આજે વ્યકિત, સમાજ અને સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ જેવા બની ગયાં છે. પણ એમાં લાજીવનનું યથાર્થ ઘડતર કેટલા કરે છે એ પ્રશ્ન વિચારવા જેવા છે. વર્તમાનપત્રોની પણ એક અજબગજબ અને ગહન દુનિયા રચાઈ ગઈ છે! એમાંથી સાચ-ખાટની તારવણીનું કામ ખૂબ મુશ્કેલ છે, અને છતાં એમાં કેટલાંક પત્ર સ્ફટિક સમાં સ્વચ્છ, મિત્ર સમા હિતસાધક અને સૂર્યનાં કિરણોની જેમ સરળમાર્ગી પ્રગઢ થતાં રહે છે, એ “દુનિયાની ખુશનસીબી છે. ‘પ્રબુદ્ધ જીવન’ આવાં બડભાગી વિરલ પત્રોમાં શાભાભર્યું સ્થાન ધરાવે છે: એવી એની ઊંચી કક્ષા છે, એવી એની તંદુરસ્ત પ્રણાલિકા છે એવી એની મંગળ દૃષ્ટિ છે. અને મંગલ ગૃહદીપની જેમ એ “સત્યં શિવ સુન્દર”ની ભાવનાના સુરમ્ય 'પ્રકાશ ચામેર પાથરતું રહે છે. " “પ્રબુદ્ધ જીવન”ની આવી ગૌરવભરી અને યશસ્વી કારકિર્દીએ એના મહાનુભાવ મંત્રીશ્રીની અમર કીર્તિગાથા બની રહે એવી છે. મુરબ્બી શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા “પ્રબુદ્ધ જીવન”ના પ્રણેતા અને પ્રાણ છે; સાથે સાથે “પ્રબુદ્ધ જીવન” પણ એમના માટે તા. ૧-૧૨-૧૪ સર્વસ્વ બની બેઠું છે. એ બેની વચ્ચેના સંબંધની એસૂત્રતા યોગસાધક ધ્યાતા અને ધ્યેયની એકસૂત્રતા જેવી છે. આ એકસૂત્રતાના બળે જ આ પત્ર ઉત્તરાત્તર વિકાસશીલ બનતું રહ્યું છે અને વિશાળતાના નવા નવા સીમાસ્તંભો વટાવતું રહ્યું છે. આ રીતે વિચારતાં “પ્રબુદ્ધ જીવન” શ્રી પરમાનંદભાઈના વૈચારિક કે માનસિંક ઊર્વીકરણનું સૂચક બની રહે છે, અને એનાં સુફળ જનતાને ભેટ ધરતું રહે છે. પત્રની લેખ-સામગ્રી માટેની શ્રી પરમાનંદભાઈની ચીવટ, પેાતાના કે બીજાના લેખની, ભાષા અને વિચારની દષ્ટિએ, એમને હાથે થતી માવજત, અને અમુક વાત કે વિષયથી અજ્ઞાત કે અલ્પજ્ઞાન વાચક પણ એનું હાર્દ સરળતાથી સમજી શકે એવી અસંદિગ્ધ, સચાટ અને સત્યગામી રજૂઆત-પત્રકારત્વની આ કળામાં શ્રી પરમાનંદભાઈની નિપુણતા ભલભલા મંત્રીઓને માટે પણ માર્ગદર્શક બની રહે એવી છે. નાટયકાર કોઈ કુશળ માળી જે ખંતથી પોતાના ઉદ્યાનની સજાવટ કરે છે, કોઈ હોંશીલી કુળવધૂ જે ઉમંગથી પોતાના ઘરને સજાવે છે, અને કોઈ કાબેલ જે હોંશથી પોતાની રંગભૂમિને તૈયાર કરે છે, એવી જ ખંત અને હોંશથી શ્રી પરમાનંદભાઈ “પ્રબુદ્ધ જીવન”ને તૈયાર કરે છે; અને એમ કરતાં “પ્રબુદ્ધ જીવન”ની ક્યા કે રુચિની સાથે બંધબેસતા ન આવે એવા લેખ પાછા વાળવામાં તેઓ મિત્ર કે અપરિચિત 'જન વચ્ચે કશા ભેદ કરતા નથી. પોતાની દૃષ્ટિ પ્રમાણે “પ્રબુદ્ધ જીવન” સર્વાંગસુંદર બને એ જ એમની તમન્ના રહે છે. ક્લાસૂઝની ભેટ તે જાણે એમને જન્મથી જ મળી છે. “પ્રબુદ્ધ જીવન”ના એક એક અંક એમની આ તમન્ના અને કલાસૂઝનો સાક્ષી બની રહે એમ છે. અને પત્રની સાથે આટલી એકરૂપતા, આટલી સૂઝ, આટલી આવડત, આટલી ખંત અને આટલી જહેમત, અને એમાં સ્વાર્થનું નામેાનિશાન નહિ—શ્રી પરમાનંદભાઈની આ નિ:સ્વાર્થતા જેટલી વિરલ છે, એટલી જ એમના યશસ્વી અને નિર્મળ જીવનની યશક્લગીરૂપ બની રહે એવી છે. શ્રી પરમાનંદભાઈને આવું આદર્શ પત્ર, પોતાની રુચિ અને મરજી મુજબ પ્રગટ કરવાની, તમામ મોકળાશ આપીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે દેશ, ધર્મ અને સમાજની જે ઉત્તમ સેવા બજાવી છે તે માટે સંઘ અને એના સંચાલકોને ધન્યવાદ અને અભિનંદન ઘટે છે. “પ્રબુદ્ધ જીવન”ના રજતજયંતી વર્ષ નિમિત્તે આ છે એની થોડીક પ્રશસ્તિ. જનસમૂહની વિશેષ સેવા બજાવવા માટે “પ્રબુદ્ધ જીવન”ના હજી પણ વિશેષ ઉત્કર્ષ થાઓ, અને એ ઉત્કર્ષની સાધના માટે “પ્રબુદ્ધ જીવન”ના પ્રણેતા શ્રી પરમાનંદભાઈ તંદુરસ્તી અને સુખશાંતિભર્યું સુદીર્ઘ આયુષ્ય ભાગવો, એવી આપણી અંતરની પ્રાર્થના હા! રતિલાલ દીપચંદ દેસાઈ માદલપુર, અમદાવાદ-૬ તા. ૨૭-૧૦-૬૪ વિષયસૂચિ મંત્રીનું નિવેદન મુંબઈમાં મળી રહેલી યુકેરીસ્ટીક કૉંગ્રેસ રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણ ‘પ્રબુદ્ધ જીવન’ જયન્તી સમારોહ: મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ચતુવિધ કાર્યક્રમ સંદેશાઓ અને શુભેચ્છાપત્ર R પૃષ્ઠ ૧૫૩ પરમાનંદ કનૈયાલાલ મુનશી . ૧૫૬ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫૮ ૧૬૧ ૧૭૦ માલિક શ્રી મુંબઇ જૈન યુવક સધ, મુદ્રક પ્રકાશક શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ–૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy