________________
તા. ૧-૧૨-૧૪
શુદ્ધ જીવન
અમદાવાદથી શ્રી ગગાબેન ઝવેરી :
‘પ્રબુદ્ધ જીવને’ જનહિતમાં મોટો ફાળો આપ્યો છે. તેની તટસ્થ નીતિને, સ્પષ્ટ કહેવાની રીતને ધન્યવાદ છે. નિર્ભય રીતે કહેનારા પત્ર બહુ જ ઓછાં છે. ‘પ્રબુદ્ધ જીવન’ દીર્ઘાયુ થાઓ એવી શુભાષિશ. મુંબઇથી શ્રી ધીરુભાઇ દેસાઇ :
પ્રબુદ્ધ જીવન હું બહુ રસપૂર્વક વાંચું છું, એમાંનું લખાણ તટસ્થ, સમતોલ, નિર્ભય અને પ્રેરણાદાયી છે. એના વાચકોને પોતાના વ્યક્તિગત જીવનને વિશુદ્ધ કરવામાં અને ઊંચું લઈ જવામાં એ અચૂક મદદ કરે છે, એટલું જ નહિ પરંતુ નૈતિક મૂલ્યો ફરીથી સ્થાપવામાં મદદ કરીને આપણા સામાજિક જીવનને ઊંચે ચઢાવવામાં પ્રબુદ્ધ જીવન મહત્ત્વનો ફાળા આપી રહ્યું છે. મુંબઇથી શ્રી નરેન્દ્ર રાવળ:
અનેકનાં ખૂબ ભાવનાભર્યા આશીર્વાદ સાથેની આ પ્રવૃત્તિ સમાજ માટે જાગતી મશાલ બની જાય તે કેવું સારું. ગાંધીજીનાં યુગ પછી એટલે કે નવજીવન અને હરિજનબંધુ પછી પ્રજાને નીતિનિયમન તથા આદર્શલક્ષી જીવન સૂચવી શકે તેવું કોઈ સામયિક દેખાતું નથી. ‘પ્રબુદ્ધ જીવન’ તેનું સ્થાન લઈ રહ્યું છે. મુંબઇથી શ્રી જયંતિલાલ માનર :
પ્રબુદ્ધ જીવનના રજત મહાત્સવ એ સમગ્ર ભારત માટેનું આશાકિરણ છે. તે માટે હું મુંબઈની જીવદયા મંડળી તરફથી અને મારા તરફથી અભિનંદન પાઠવું છું.
ધર્મનું ધ્યેય જ જ્યારે જીવનને પ્રબુદ્ધ બનાવી અંતિમ લક્ષ્યને પહોંચવાનું છે ત્યારે જીવનને પ્રબુદ્ધ બનાવવામાં માર્ગદર્શન આપી શકે તેવું સાહિત્ય અનિવાર્ય સાધન છે.
એક નિષ્પક્ષપાત અહિંસાના સેવક તરીકે હું ઉલ્લેખ કર્યા વગર રહી શકતા નથી કે જૈન યુવક સંઘની સ્થાપનાથી પ્રબુદ્ધ જીવનના અધિપતિ અને સંઘનાં કર્મનિષ્ઠ તરીકે શ્રી પરમાનંદભાઈની સેવા અનુપમ છે. વિચારસ્વાતંત્ર્ય ... અને લેખનસ્વાતંત્ર્ય સમાજને કેટલી હદ સુધી માર્ગદર્શક નીવડે છે એ તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રબુદ્ધ જીવન એ તેમનું જીવનકાર્ય જ નહિ, જીવનની અનુપમ સિદ્ધિ છે.
વિચારપ્રૌઢત્ત્વ સાથે જન્મેલ અને ૨૫ વર્ષ પૂરાં કરી વિશેષ પ્રૌઢ બનેલ પ્રબુદ્ધ જીવન ભારતીય સમાજ સમક્ષ દીવાદાંડી રૂપે અધિક સેવાનું સામર્થ્ય સંપાદન કરે એ જ શુભેચ્છા. મુંબઇથી સર હરકીસનદાસ હોસ્પિટલના શ્રી ગેારધનભાઇ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યશસ્વી પ્રવૃત્તિમય ૨૫ વર્ષ પૂરા કર્યા તે માટે સંઘને ધન્યવાદ આપું છું. મુંબઇથી શ્રી મહીપતરાય જાદવજી શાહ: મંત્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
પ્રબુદ્ધ જીવને છેલ્લાં ૨૫ વર્ષમાં મનનીય લેખો તેમ જ નિર્ભયવિચારણા દ્વારા જનસમાજને જાગૃત રાખવા માટે જે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે તે ચિરંજીવ રહેશે. મુંબઇથી શ્રી કેશવલાલ એમ. શાહ, એડવોકેટ :
વર્ષોથી પ્રબુદ્ધ જીવનના સત્યમ્ શિવંમ સુન્દરમ્ રૂપ લેખા વાંચું છું. દૈનિક અને સાપ્તાહિક અખબારી આલમમાં વિરાટ રણની મીઠી વીરડી જેવાં લાગ્યાં છે. એ મીઠો પ્રવાહ ચાલુ રહે અને વધુ વિસ્તરે એ જ શુભેચ્છા. મુંબઇથી મૃણાલિનીબહેન દેસાઇ:
જાહેર ખબરની સહાયતા વગર ચાલતું આ પાક્ષિક સિદ્ધાંતવાદનું પ્રત્યક્ષ ઉદાહરણ જ છે. જીવનના વિવિધ પાસાનું દર્શન કરાવવાની વિશાળ દષ્ટિ સાથે રસિક સાહિત્યદષ્ટિ પણ એના સંપાદનમાં છે. પંડિતજી ઉપરનું સાહિત્યસંક્લન-એ એનાં સુંદર સાહિત્યના એક ઉત્તમ નમૂનો છે. પ્રબુદ્ધ જીવનને પ્રભુ ચિર અને સમૃદ્ધ રાખે !
૧૭૧
મુંબઇથી શ્રી હરિવલ્લભ ભાયાણી:
પ્રબુદ્ધ જીવન હું વર્ષોથી નિયમિતપણે યથાવકાશ વાંચું છું. વર્તમાન જીવનનાં અનેક સંકુલ સાંસ્કૃતિક પ્રવાહો અને પ્રશ્નવિશેષે સમાજજીવન પરત્વે આચારવિચારને સ્પર્શતા પ્રવાહો અને પ્રશ્ન-અંગે પ્રબુદ્ધ જીવનમાં જે વિશદ્ તટસ્થભાવી, મર્મગામી વિચારણા અપાય છે તેથી તેની મૂલ્યવત્તા અને સ્થાન મારી દષ્ટિએ ઘણાં ઊંચાં છે. આપણાં જીવનનાં અન્ય ક્ષેત્રને લખની આવી જ કોટિની-સ્પષ્ટભાષી, બુદ્ધિ અને માનવતાની કસેાટી એ નવુંજુનું છે, ચકાસતી, સમતોલ અને નિર્ભીક-વિચારણા અનેક જાગૃત વિચારકોને હાથે સતત અને પુષ્કળ થતી રહેશે તો જ ઘડાતા જીવનને ઈષ્ટ વળાંક આપી શકાશે. વારાણસીથી શ્રી જગન્નાથ અહિવાસી:
પ્રબુદ્ધ જીવન તો મારું એક વ્યસન થઈ ગયું છે. એમાં આવતાં મૌલિક વિચારો દર્શાવતા લેખો તથા સુંદર ચૂંટી કાઢેલા અનુવાદો અને ઉતારાઓ ખરેખર ઉચ્ચ કોટિનું સાહિત્ય પીરસે છે. આ પ્રકારનું પખવાડિક સમાજનું ચારિત્ર્ય અને સંસ્કારધડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ રજત જયંતી પ્રસંગે આપને નિર્વ્યાજ સેવા બદલ મારા અભિનંદન તથા પ્રબુદ્ધ જીવન વધુ ને વધુ સમૃદ્ધ બને એ જ અર્થાના. પોંડીચરીથી શ્રી સુન્દરમ્ ઃ
એ પહેલાં ‘જૈન’ હતું તેમાંથી ‘ જીવન' થયું એ તેના મોટો વિકાસ છે અને તેણે જાગૃત રહેવાને—ખાસ તો જૈન બંધુએ—કરેલા સહૃદય પ્રયત્નો અભિનંદનને પાત્ર છે. હજુ તે વધુ ને વધુ પ્રબુદ્ધ બના, કેમકે જ્ઞાન તો અનંત છે. અમદાવાદથી શ્રી લીનાબહેન મગળદાસ :
પ્રબુદ્ધ જીવનના રજત જ્યંતી સમારોહ ઊજવાય છે તેથી ઘણા આનંદ થાય છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેણે મનનીય સ્વતંત્ર લેખો અને સમાજના શુદ્ધિકરણમાં અગત્યના ફાળા આપ્યો છે. આજના સમયમાં નીડરતા અને ટેથી ટકી રહેવામાં પ્રબુદ્ધ જીવન સહાયભૂત થયું છે.
અમદાવાદથી શ્રી રસિકલાલ છે. પરીખ :
ગાંધીજીએ જે નવા પ્રકારના જાહેર પત્રના ચીલા પાડયા એમાં જનારા ગુજરાતમાં બહુ પા નથી. જે થોડાંક છે તેમાં પ્રબુદ્ધ જીવન અગ્રેસર છે. એમાં આવતા લેખો, ચર્ચા, સમાલાચનાઓ ધ્યાનપૂર્વક વાંચનારાઓમાં હું એક છું. પ્રબુદ્ધ જીવનની ઉદાર, ઉદાત્ત, ગંભીર ક્લ્યાણલક્ષી દ્રષ્ટિથી હું એના એક પ્રશંસક છું. એની આ દષ્ટિ ઉત્તરોત્તર વિકસતાં રહો અને પ્રબુદ્ધ જીવનને યશસ્વી કરતાં રહે એવી પ્રાર્થના. અમદાવાદથી બહેન એસ્તર એ. સેલેામન :
પ્રબુદ્ધ જીવને જીવનના અનેકવિધ પ્રવાહોની નિડર સમીક્ષા કરી છે. પોતાના મન્તવ્યોથી વિભિન્ન મત ધરાવતા વકતાઓ અને લેખકોનું વક્તવ્ય વિગતવાર - કેટલીકવાર તેમના જ શબ્દોમાં – રજૂ કરી વાચકને વિભિન્ન વિચારસરણીથી પરિચિત કરવામાં પ્રભુદ્ધ જીવનને હંમેશા આનંદ જ રહ્યો છે. આ સ્વસ્થ પત્રકારત્વને આદર્શ છે.
જ્યાંથી જે કાંઈ ઉત્તમ કોટિનું મળે તે અપનાવી લેવાના પ્રબુદ્ધ જીવનનો પ્રયાસ હોય છે જે અનુકરણીય છે. પ્રબુદ્ધ જીવન ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી હાર્દિક શુભેચ્છા છે. અમદાવાદથી શ્રી શ"કરલાલ બેકર :
વર્તમાન પરિસ્થિતિમાં માનવજીવન વધુ ને વધુ પ્રબુદ્ધ થાય, ઉન્નત થાય, ક્લ્યાણકારી થાય તેવા તલસ્પર્શી વિચારો તથા ઉચ્ચતમ ભાવનાઓ પ્રબુદ્ધ જીવન વરસાથી એનાં વાંચકોને આપતું આવ્યું છે.