________________
૧૬૮
મારો મત છે. શી રીતે કરવું અને તેમાં જોઈતું સાહિત્ય મેળવવાની જવાબદારી તેમની છે. તેઓ સાપ્તાહિક કરવાની હિંમત કરે તો ખર્ચને પહોંચી વળવામાં તેમને મુશ્કેલી નહિ નડે. તેમના અનુગામીની ચિંતા ચીમનભાઈ દુર કરે એવી આશા આપણે રાખીએ. પરમાનંદભાઈ અને ‘પ્રબુદ્ધ જીવન’ના સુખી દામ્પત્યના આ સમારંભ છે એમ હું માનું છું. તે બંને પ્રત્યે મારા અંતરની શુભેચ્છા છે.’
પ્રબુદ્ધ જીવન
પરિચય ટ્રસ્ટના મેનેજી ંગ ટ્રસ્ટી શ્રી વાડીલાલ ડગલી “હું ‘પ્રબુદ્ધ જીવન”ને પરમાનંદભાઈની નિશાળ કહું છું. પરમાનંદભાઈ આ નિશાળના ખાંખાંખોળા કરતા મહેતાજી છે. એવી બહુ ઓછી વ્યકિતઓ હાય છે કે જે તમને સાવ બીનઅંગત કામ માટે ટેલિફોન કરે કે જમવા બાલાવે. ઈરાનમાં બળવા શા કારણે થયા કે નાણાં વગર અર્થતંત્ર ચાલી શકે કે કેમ એની ચર્ચા કરવા માટે જ પરમાનંદભાઈ ફોન કરે ત્યા૨ે મન પ્રસન્ન થઈ જાય. સાચું છે. તે પરમાનંદભાઈએ કોઈ ખાસ વ્યવસાય કર્યો નથી. ઝવેરાતના ધંધા પણ એક એ જ હતા. એ તે વણિક કુટુંબમાં જન્મી બ્રાહ્મણનું જીવન જીવી રહ્યા છે. સત્યનિષ્ઠા, વિદ્યાપ્રીતિ અને દુન્યવી પરિગ્રહ પ્રત્યેની અમર્યાદિત મમતાને કારણે પરમાનંદભાઈના · વિચારોમાં અસાધારણ ઓજસ જોવા મળે છે.
‘પ્રબુદ્ધ જીવન’ના મોટામાં મોટો ફાળા એ છે કે તેણે ધર્મનું સામાજિકરણ કરવામાં નિડર ફાળો આપ્યો. હું કાલેજમાં ભણતો હતા ત્યારે કયારેક કવિતાઓ લખતા. ‘પ્રબુદ્ધ જીવને' એ અરસામાં મારી એક કવિતા છાપેલી એની એક કડી મને યાદ આવે છે: “બંધુ જીવો બધા દુ:ખ દરિયે ડૂબ્યા, શું કર્યું એકલા મોક્ષ પામી ?
જગતના જીવની શુદ્ધ સેવા કને, ભાસતી મેાક્ષ સિદ્ધિ નકામી,”
સાચું પૂછે તો ‘પ્રબુદ્ધ જીવને' અને તેના મહેતાજીએ મને જે શીખવ્યું હતું તે જ મેં આ કવિતામાં પાછું વાળ્યું હતું. ‘પ્રબુદ્ધ જીવન’ની આવી વિચારસરણીને કારણે આ સામયિક જૈન સમાજમાં ગાંધીજીના દૂત તરીકે કામ કરી શકયું. પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’નું સંપાદન કરીને આપણને એ શીખવ્યું છે કે સાચા જૈન સાચા હિંદી થઈ શકે છે અને સાચા વિશ્વનાગરિક પણ થઈ શકે છે.
અમદાવાદથી તે જ દિવસે પધારેલા અને સમારંભમાં ઉપસ્થિત થયેલા જૈન શ્વે. મૂ. સમાજના એક અગ્રગણ્ય આગેવાન શ્રી છોટાલાલ ત્રિકમલાલ પરીખે જણાવ્યું કે:
શ્રી છેટાલાલ ત્રિકમલાલ પરીખ
“પ્રબુદ્ધ જીવન”ના હું શરૂઆતથી જ વાચક રહ્યો છું. પરમાનંદભાઈની કલમ કોઈ કોઈ વાર ઝબકે છેએથી મને આનંદ થાય છે. અને ત્યારે હું તેમને પત્ર પણ લખું છું. લખવાની કુદરતી કલા તેમને વરેલી છે. પોતાના વિચારોની યોગ્ય રજૂઆત કરવી, મધ્યસ્થતા ખાવી નહિ અને જરૂર પડયે ઉગ્રતા પણ દર્શાવવી—આ કામ સહેલું નથી, મને એ વાત જાણીને આનંદ થયો કે, ‘પ્રબુદ્ધ જીવન'નું ભવિષ્યમાંશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સંચાલન કરશે. ઈશ્વર શ્રી પરમાનંદભાઈને આરોગ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે.”
સંઘના કોષાધ્યક્ષશ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૩૫ વર્ષ પર સ્થપાયેલા યુવક સંધના હું સાથી છું. સંઘનું ધ્યેય હંમેશાં સામાજિક અને રાષ્ટ્રીય વિકાસનું રહ્યું છે અને એ ધ્યેય પાર પાડવામાં યુવક સંઘમાં પણ સૌથી વધુ ફાળા સ્વ. શ્રી મણિલાલ માકમચંદ શાહના અને શ્રી પરમાનંદભાઈના રહ્યો છે.
યુવક સંઘે ક્રાંતિ કરી સમાજમાં ખડભળાટ મચાવ્યો હતો. દેશમાં રાષ્ટ્રીય યુવક પ્રવૃત્તિના પ્રણેતા જ્યારે શ્રી મહેરઅલી હતા ત્યારે શ્રી પરમાનંદભાઈએ જૈન સમાજમાં ક્રાંતિ આણવા ઉપરાંત રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
યુગપરિવર્તન સાથે યુવક સંઘમાં પણ ફેરફારો થતા ગયા. શ્રી પરમાનંદભાઈએ યુવક સંઘની પ્રતિષ્ઠા વધારવામાં મોટો ફાળો આપ્યો છે. તેમણે આ પ્રવૃત્તિને Mission-ધર્મકાર્ય-રૂપે લેખી, આગળ ધપાવી છે. જેમ મોટા મહાલયાના પાયામાં પથ્થરો પુરાયેલા હાય છે તેમ મુંબઈ જૈન યુવક સંઘના પ્રતિષ્ઠામહાલયમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. હું તેમને તંદુરસ્તી ઈચ્છું છું. જો પ્રબુદ્ધ જીવન'નું હવે પછીનું સુકાન શ્રી ચીમનભાઈને સોંપાશે તો તેઓ એ કાર્ય જરૂર સંભાળી શકે એવી ક્ષમતા ધરાવે છે.
તા. ૧–૧૨–૬૪
આજે તો પૈસા સમાજને બીજે માર્ગે વાળી રહ્યો છે, સાધુસમાજ ઢીલા થતા જાય છે. આ સંજોગામાં રાષ્ટ્ર સાથે કદમ મિલાવવાની સમાજને ફરજ પાડવામાં અમારા મુંબઈ જૈન યુવક સંઘને શ્રી ચીમનભાઈની દોરવણી મળી રહેશે એવી મને આશા છે.
પરમાનંદભાઈએ છેલ્લાં ૨૫ વર્ષથી સંસ્કારગંગા વહેવડાવી છે. હું તો પરમાનંદભાઈ એટલે ‘પ્રબુદ્ધ જીવન’ અને ‘પ્રબુદ્ધ જીવન’ એટલે પરમાનંદભાઈ એમ માનું છું. હવે યુવક સંઘના ભાઈઓ ‘પ્રબુદ્ધ જીવન’ નહિ, પણ પ્રબુદ્ધ સંઘનું સ્વપ્ન સેવી તેને સાકાર બનાવવામાં આગળ આવે એવી અભિલાષા હું અહીં વ્યકત કરું છું.”
- ત્યાર બાદ સમારંભના પ્રમુખ શ્રી કાકાસાહેબ કાલેલકરે સમગ્ર ચર્ચાના ઉપરસંહાર કરતાં નીચે મુજબ જણાવ્યું:
કાકાસાહેબ કાલેલકરનો પ્રમુખ સ્થાનેથી ઉપસંહાર પત્રકારોના પરિસંવાદમાં ભલે સમયની વિભાગણી બરાબર નહીં થઈ હોય. આજના સમારંભમાં મે પંડિત સુખલાલજીને કહ્યું કે, તેમને માટે સમયનું બંધન નથી. તેમણે પંદર મિનિટ માગી હતીમેં એમને પાંત્રીસ આપી છે. શ્રી પરમાનંદભાઈ પ્રવૃત્તિ સાથે તેમને સંબંધ જોતાં મે કર્યું એ જ બરાબર હતું. પં. સુખલાલજી આજન અતિથિ વિશેષ છે, ઉપરાંત તે મૌલિક ચિંતન કરનારા અને નિર્ભય વકતા છે, એમના વિચારો જૈન સમાજે આદરથી સાંભળવા જોઈએ.
શ્રી. પરમાનંદભાઈ પણ વ્યાપક દષ્ટિએ વિચાર કરે છે. એમની સલાહ બધી રીતે હિતકારી હોય છે. પરમાનંદભાઈની કાર્યકુશળતા વિશે અને એમની સેવા વિશે કાલે—આજે બધા વકતાઓએ મુકતકંઠે ઘણું કહ્યું છે. તેમાં હું એટલું ઉમેરીશ કે, ઘણા લોકોને જેમ સફળતા મળતાં વેંત એનો કેફ ચઢે છે, અને તેઓ પોતાની મર્યાદા ન સમજતાં પ્રવૃત્તિએ વધારી દે છે, તેમ પરમાનંદભાઈનું નથી. તેઓ ઠરેલ છે. પોતાની મર્યાદામાં રહીને હાથમાં લીધેલું કામ વધારે સારી રીતે કરવામાં માને છે: ‘પ્રબુદ્ધ જીવન’ અને ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા' અને તેથી જ એ બે પ્રવૃત્તિએ આટલી સરસ રીતે ચાલી છે.
બીજું પરમાનંદભાઈ ઉત્પાતિયાં ક્રાન્તિમાં માનતા નથી. તેમને વિચારની શકિત પર વિશ્વાસ છે. કોઈ સારો વિચાર પ્રજા આગળ વ્યવસ્થિત રીતે અને દઢતાથી મૂકયો હોય, તો સમાજ ધીમે ધીમે અનુકૂળ થતા જાય છે. સમાજ એ નવા વિચારને ધીમે ધીમે અપનાવે છે અને પછી પેાતાની મેળે સુધારા કરતા કરતા ક્રાન્તિ સુધી પહોંચી જાય છે. વિચારની શકિત ઉપર અને સમાજની સમજણ ઉપર પરમાનંદભાઈના જે વિશ્વાસ છે, એને પણ હું એમની આસ્તિકતા ગણું છું.
ભૂતકાળ તરફ જોનાર સમાજને વર્તમાન કાળને સમજતો કરવા, અને એની નજર ભવિષ્યની જરૂરિયાત તરફ વાળવી, એ નાનીસૂની ક્રાન્તિ નથી.
પણ હવે આખી દુનિયા જે વેગે બદલાતી જાય છે, તેના વિચાર કરતાં ધર્મજીવનમાં વિશ્વાસ રાખનાર સમાજે હવે વધુ મૌલિક ક્રાન્તિ માટે તૈયાર થવું જોઈએ. તેની જ વાત હું આજે ટૂંકામાં કરવા માગું છું.
ધર્મપરાયણ સમાજ પોતાના ધર્મસંસ્થાપક પ્રત્યે અનન્ય નિષ્ઠા કેળવી એને ત્રિકાલજ્ઞ ગણે છે. ભવિષ્યકાળના સવાલોના ઉકેલ એમનાં વચનામાંથી શેાધવા મથે છે.
અને તેથી શાસ્ત્રીય સંશાધન વધારવાને બદલે ` અને જીવન દ્વારા પ્રયોગો કરવાને બદલે જૂના ગ્રંથોના અર્થ કરવા પાછળ બધી કિત ખરચી નાખે છે. વિજ્ઞાન અને વૈદક જેમ જતે દહાડે વધતું જાય છે, અને આપણું જ્ઞાન ઊંડું થાય છે, તેમ જ ધર્મ અને અધ્યાત્મની બાબતમાં પણ થવું જોઈએ. ધર્મશાસ્ત્રને વફાદાર રહેવું અને ધર્મગ્રંથાને વળગી રહેવું એ બન્ને એક જ વસ્તુ નથી. ધર્મશાસ્ત્રમાં, તત્ત્વજ્ઞાનમાં અને અધ્યાત્મમાં પણ નવા નવા સંશોધનને અને નવી નવી સાધનાને અવકાશ હોય છે. એમાં જૂના આચાર્યો, એમનાં વચના અને ગ્રંથાને જ વળગી રહેવાથી જીવનમાં પ્રગતિ નથી થવાની. ફીઝીકસ, કેમેસ્ટ્રી, એન્જીનીયરીંગ અને મેડિસીન આદિ વૈજ્ઞાનિક ક્ષેત્રામાં લોકો જૂના આચાર્યને અને એમના ગ્રંથાને વળગી રહ્યા
નથી.
આજે ગ્રંથનિષ્ઠા, વ્યકિતનિષ્ઠા, (વચનનિષ્ઠા) અને પંથનિષ્ઠાથી ચાલે નહીં. એમને ઠેકાણે હવે આપણે બીજી ત્રણ વૈજ્ઞાનિક નિષ્ઠા