________________
૧૯
દૂરત્વ પ્રાપ્ત કરતાં, ઠીક સમતોલન જાળવી શકે. અને કંઈક વિñષ વૃત્તવિવેચન કરી શકે. તે સાથે કઈક સાહિત્યિક પ્રસાદી પણ તે પીરસી શકે.
પ્રબુદ્ધ જીવન
પણ પાક્ષિક પત્ર વિશેષ તાટસ્થ્ય જાળવી શકે. પંદર દિવસને સારો એવા સમયગાળા તેને મળે છે. જેમાં બનાવા, માહિતીઓ, પૂરા ઘાટ મેળવી લઈ શકે છે. તેથી તેને વિશે તટસ્થ' મતદર્શન કરવાનો તેને વિશેષ અવકાશ છે. પાક્ષિક એ રીતે એક બાજુ વહેતા · સમાચાર સાથે સંબંધ ધરાવે છે; બીજી બાજુ વૈચારિક એવી સ્થિર સૃષ્ટિ સાથે પણ તે નાતા રાખી શકે. લગભગ નદીના બંધ જેવું તેનું સ્થાન છે. ભૂમિ અને જલના સીમાપ્રદેશ પર જેવું બંધનું સ્થાન તેનું પાક્ષિકનું વહેતા સમાચાર અને વિચારસૃષ્ટિ પ્રત્યેનું સ્થાન છે. ખરી રીતે કોઈ પણ ઉત્તમ સાહિત્યકારે કે પત્રકારે અર્જુનના • ' લક્ષ્યવેધ જેવી દષ્ટિ કેળવવી જોઈએ. સત્ય અને ભાવનાનાં બે પલ્લામાં પગ રાખી વહેતા એવા ચલ સંસારમાંથી પોતાનું ઈષ્ટ લક્ષ્ય તેણે સાધવું જોઈએ. જે પત્રકાર તે ધર્મ સાધે છે તે ચલ - અચલ બંને પાસાં સાચવી શકે છે.
‘પ્રબુદ્ધ જીવને’ પોતાના સંપ્રદાય અંગેનાં અને વિશાળ સમાજનાં વહેણાની ચર્ચા કરી છે, તો તે સમાજને પોષક એવી સાહિત્યિક ભાવના ને વિચારસામગ્રી પણ તેણે પીરસી છે. ‘પ્રબુદ્ધ જીવન’ની ફાઈલાનાં પાનાં ફેરવતાં મે' તે અનુભવ્યું છે. તેમાં કલા, ભૌતિકશાસ્ત્ર, તત્ત્વચિંતન, સેવા, પ્રેમ વગેરે અનેક વિષયો ઉપરનાં લખાણે છે.
આ રસાળ સંપાદનકલા જોતાં શ્રી પરમાનંદભાઈના વ્યકિતત્વનો પરિચય થશે. પરમાનંદભાઈને મેં મુરબ્બી લેખ્યા છે. એટલે તેમના વિશે અભિપ્રાય આપવા એ અવિવેક ગણાય, અનુચિત લાગે. છતાં કહું છું કે, સાહિત્યકાર અધ્યાપક થવા સર્જાયેલા પરમાનંદભાઈનું ઈષ્ટ સ્વરૂપ તે ‘પ્રબુદ્ધ જીવન’ છે. એવું જ બીજું ઈષ્ટ સ્વરૂપ તે પર્યુષણ વ્યાખ્યાનમાળાની તેમની યોજના છે. અને આ બન્ને પ્રવૃતિનું સમાજકેળવણીનું ઈષ્ટ ફળ મે જોયું છે. પરમાનંદભાઈના વ્યકિતત્ત્વની ઝલક તેમના પોતાના લેખામાં તો ખરી જ, પણ અન્ય લેખકોની લેખપસંદગીમાં એમે જોઈ છે. સંપાદનની બાબતમાં તેઓ પૂર્ણતાંના આગ્રહી – a sense of perfection વાળાછે. વળી શિષ્ટતા અને સુરુચિના પણ તેઓ જબરા આગ્રહી છે. વિશાળ વિશ્વ પ્રત્યેની તેમની સંવેદનબુદ્ધિ પણ તીવ્ર છે. વળી, સમાજક્લ્યાણની હિતબુદ્ધિથી તેમણે આખા સંપ્રદાયને બિનસાંપ્રદાયિક રીતે કેળવવા પ્રયાસ ર્યો છે. સંરક્ષણાત્મક (conservative) ને પ્રત્યાઘાતી માનસની દષ્ટિએ એ કેટલા ભયંકર ( dangerous ) ગણાય? બળવાખોર માનસ લઈને તેમણે પોતાના સમાજમાં પ્રવેશ કર્યો અને તેને પલટવાના આજ લગી તેમના પ્રયાસ ચાલુ છે. એવી આ સંપાદનપ્રવૃત્તિ સતત ટકી રહે એવી શુભેચ્છા – અભિલાષા હું આજને પ્રસંગે વ્યકત કરું છું.”
ત્યાર બાદ સંઘના નિયંત્રણને માન આપીને અમદાવાદથી પધારેલા શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ડિરૅક્ટર અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયાએ નીચે મુજબ વિવેચન કર્યું હતું:
!
અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવણિયા
આજના સમારભમાં આશીર્વચન આપવાનું મને કહેવામાં આવ્યું છે. પણ હું એવા આર્શીર્વચન આપવાને લાયક નથી. ‘પ્રબુદ્ધ જીવન' સાથેના મારા સંબંધથી હું મારો વિકાસ અનુભવી રહ્યો છું. આથી ‘પ્રબુદ્ધ જીવને’ મને આશીર્વાદ દેવા જોઈએ.
શરૂઆતમાં તો મારે ‘પ્રબુદ્ધ જીવન’ ન વાંચવું હોય તો પણ પંડિતજીને સંભળાવવા માટે ” મારે વાંચવું પડતું. પછી તેમાં રસ જાગૃત થયો. આજે તો ગમે ત્યાંથી સમય કાઢીને પણ વહેલી તકે પરમાનંદભાઈનાં લખાણો વાંચી લઉં છું. મારો ‘પ્રબુદ્ધ જીવન’
(1)
તા. ૧-૧૨-૪
માટેના તેમ જ લેખનપ્રવૃત્તિનો રસ જળવાઈ રહે તેનું નિમિત્ત પરમાનંદભાઈ બન્યા છે. લખાણા માટેની તેમની માગણી સંતોષવાના મેં પ્રયાસો કર્યા છે, મને સારા લેખક તરીકે ઘડવાના તેમના પ્રયાસ રહ્યા છે. ક્યારેક મારુ લખાણ તેમને પસંદ ન પડ્યું હોય. તો તે હિંમતથી તે પાછું મોકલી દે છે.
‘પ્રબુદ્ધ જીવને જૈન સમાજના પત્રકારત્ત્વમાં નવીભાત પાડી છે. પરમાનંદભાઈએ જૈનદર્શનને. માધ્યસ્થ ભાવ ‘પ્રબુદ્ધ જીવન'માં દાખલ કર્યો છે. પરમાનંદભાઈનાં લખાણામાં કયારેક ઉગ્રતા આવી જાય છે. પત્રકાર ખરું કહેવાની હિંમત નહિ કેળવે તે સમાજનું ઉત્થાન નહિ થાય; જૈન સમાજની વિકૃતિઓ પ્રત્યે પરમાનંદભાઈ ઉગ્ર અંગુલિનિર્દેશ કરતા રહે છે. સમાજને જુદે માર્ગે વાળે એવી પરિસ્થિતિ ઉગ્ર લખાણાથી રોકવી જોઈએ”
ત્યાર બાદ સંઘના નિયંત્રણને માન આપીને અમદાવાદથી ખાસ પધારેલા પંડિત બેચરદાસ જીવરાજ દોશીએ નીચે મુજબ વિવેચન કર્યું હતું:-- પંડિત બેચરદાસ જીવરાજ દોશી
બનવા
“દુનિયાભરમાં બે સત્તાઓ ચાલી રહી છે: એક ધર્મસત્તા અને બીજી રાજસત્તા. પ્રજાના પાલન, પેષણ અને સત્ત્વસંવર્ધન માટે રાજસત્તા સ્થપાએલ છે. રાજસત્તાના સૂત્રધારો સાદું જીવન જીવનારા કરુણાવૃત્તિવાળા અને કર્તવ્યપરાયણ જ્યાં સુધી હાય ત્યાં સુધી તેઓ પોતાનો ધર્મ ચૂકતા નથી, પણ જ્યારે રાજસત્તા વૈભવી, આરામશીલ, સ્વચ્છંદી અને હુંપદવાળી લાગે છે, ત્યારે તે પોતાનાં તમામ કર્તવ્યો ચૂકી જાય છે અને પ્રજાનું પીડન, શાષણ અને અપમાન થવા લાગે છે. આવે ટાણે ધર્મસત્તા તે રાજસત્તા ઉપર અંકુશ રાખી પાછી એ સત્તાને ઠેકાણે લાવવા ગમે તે ઉપાય અજમાવી પ્રજાનાં પીડન, શોષણ, અને અપમાનને અટકાવવા ભરચક પ્રયાસ કરે છે. આ હકીકત દુનિયાના કોઈપણ ભાગના ઈતિહાસમાં સુપ્રતીત છે. મતલબ. કે, અવળે માર્ગે જનારી રાજસત્તાને ઠેકાણે લાવવા માટે જ ધર્મ સત્તા સ્થપાયેલ છે. જેમ રાજસત્તાના સૂત્રધારો વૈભવી જીવન ગાળવા લાગે છે, સાદાઈને કોરે રાખે છે અથવા દેખાવ પૂરતી રાખે છે, આરામશીલ અને ભાગપરાયણ તથા નિષ્ઠુર બને છે તેમ ધર્મસત્તાના સૂત્રધારો પણ ઘણી વાર અવળે માર્ગે ચડી જાય છે. આમ તે ધર્મસત્તાના સૂત્રધારો નિસ્પૃહી, ત્યાગી, પરિશ્રમી, વૈરાગ્યસંપન્ન અને વૈભવથી, વિમુખ હોય છે, પણ જ્યારે આ સૂત્રધારો વિવેકશકિત ખોઈ બેસે. છે, ચિંતનમનન કરવાનું તેમને સૂઝતું નથી અને શુષ્ક કર્મકાંડમાં રાચતા હોય છે ત્યારે તેઓ લોકોમાં પ્રતિષ્ઠિત હાવાને લીધે અનેક જાતની અનુકૂળ સગવડો ભકિતને નામે મેળવતા હોય છે, જવાબ દારી પોતાને માથે ભારે હોવા છતાં, તે તરફ તદ્દન બેદરકાર રહેવા. માંડે છે અને જ્ઞાન, ધ્યાન કો૨ે મૂકી તેઓ, વેશતા સાધુના હાવા છતાં, અંતરથી ગૃહસ્થ જેવા થવા માંડે છે, પરિગ્રહ રાખવા અને વધારવા સુદ્ધાં લાગે છે અને તે ધર્મને નામે, જ્ઞાન યા પુસ્તકને નામે યા મંદિર કે દીક્ષાને નામે ભિક્ષાજીવી હોવાથી કોઈ પ્રકારના પરિામ તેઓને પેાતાના નિર્વાહ માટે કરવાના હોતા નથી. નામ. તે। શ્રમણ-શ્રામ કરનાર છે, છતાં અશ્રમણ જેવી દશામાં - રાચતા હોય છે, એટલું જ નહીં, આવી સ્થિતિમાં જડ કર્મકાંડ એક બાજુ ભલે ચાલતાં હોય પણ બીજી બાજુ અનાચારો પણ ચાલતા. હોય છે. નામ ધર્મનું અને કામ સ્વચ્છંદનું – આવી સ્થિતિ. આવી પડે છે. આમાં કેટલાક મહાનુભાવા સજજના અને વિવેકી વિચારકો પણ હોય છે, છતાં તેમનું પરિબળ હોતું નથી, એટલે તેઓ નજરે જોવા છતાં કોઈને કાંઈ કહી શકતા નથી; માત્ર ખેદ અનુભવીને બેસી રહે છે. ધર્મસત્તાના સૂત્રધારોની આવી સ્થિતિ પણ ભગવાન મહાવીરથી માંડીને આજ સુધીના જૈન ધર્મના ઈતિહાસમાં સુપ્રસિદ્ધ છે. આવી સ્થિતિમાં કાં તા કોઈ આત્માર્થી સાધુ ભારે