________________
તા. ૧–૧૨–૬૪
એવું જ જગુપ્સાજનક વર્ણન મળે છે. યોગશાસ્ત્રના ભાષ્ય અને તેની ઉપરની વાચસ્પતિ મિશ્ર જેવાની ટીકા જોતાં આ બાબત સ્પષ્ટ થાય છે. એ કબૂલ કરવું જોઈએ કે સાચા તત્ત્વજ્ઞ અને સાધકની દૃષ્ટિમાં વૈરાગ્યનું સાચું સ્વરૂપ પણ છે જ. પરવૈરાગ્ય એજ ખરો વૈરાગ્ય અને ટકાઉ વૈરાગ્ય છે એની વ્યાખ્યા પણ યોગશાસ્ત્રમાં તેમજ ઉપાધ્યાય યશોવિજ્યજીના ગ્રન્થામાં મળે છે. પણ અપરવૈરાગ્યનું જ વર્ણન સમાજમાં પ્રચલિત છે. સ્રીશરીરમાં માંસ, લેાહી, પરું, હાડકાં, આદિ અશુચિ તત્ત્વો હોવાથી તેમાં મેહ કરવા ન જોઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખી લેખકોએ પોતાની બુદ્ધિને નચાવી છે. અહીં પ્રશ્ન એ થાય કે, શરીરમાં લાહી આદિ તત્ત્વો ન હોય તો બીજું શું હોય? શું આપણે શરીરમાં સેાના - રૂપા અને હીશ આદિની અપેક્ષા રાખી શકીએ? અને એ વસ્તુઓ તેમાં હોય તે પણ અવિવેકી દષ્ટાને મેહ તા થવાનો જ. ઉપરથી લાદેલ અલંકારણે માહ કર્યાં પેદા નથી કરતાં ? વળી વૈરાગ્ય કેળવવા પુરુષને સ્ત્રીશરીરનું આવું સુરુચિવિઘાતક વર્ણન કરવું પડે તો પછી સ્ત્રી વર્ગ વૈરાગ્ય કેળવવા પુરુષશરીરને પણ એ રીતે જ વર્ણવું પડે. જો કે, સદ્ભાગ્યે એવી કોઈ સાહસિક અને બુધિદ્ધશાળી સ્ત્રી લેખિકા થઈ જણાતી નથી, પણ આજની નારી એવું સાહસ કરે તો સામાજિક જીવન કે ધાર્મિક જીવન જીવવા જેવું જ ન રહે.
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જીવને ’એના વાચકોની સુરુચિ કેળવવા અને જિજ્ઞાસાર્ને વિસ્તૃત કરવા અનેક લેખા એવા પૂરા પાડયા છે કે, એક રીતે તે ગુજરાતી ગદ્ય કાવ્ય બની રહે છે. દા. ત. વ્યોમવિહાર, સમુદ્રવિહાર, પર્વતવિહાર તેમજ ઉનાળા જેવી ધગધગતી ઋતુ અને બીજી ઋતુઓના હૃદયસ્પર્શી વર્ણના વાંચનાર ઘણીવાર સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના એવા વર્ણના વાચવાનું વિસરી પણ જાય. કાકાસાહેબ મહાપ્રવાસી છે. તો પરમાનંદભાઈ પ્રવાસી તો છે જ, એમને ચરં વેતિ, રૈવેતિ એ વેદમંત્ર વચ્ચે છે. તેથી જ તેમણે યુવક સંઘના સભ્યો અને બીજા મિત્રોને અનેક પ્રવાસોમાં સૌંદર્ય માણવા અને જિજ્ઞાસા પાષવા પ્રયત્ન કર્યો છે અને હજી કરે છે.
- પરમાનંદભાઇને રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનૅક વિષયોમાં મૂળગામી રસ છે. તેનું કારણ તેમનામાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ અને મીમાંસાની શક્તિ છે, જે દર્શનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનો મૂળ પાયા છે. તેઓએ કાલેજમાં તર્ક અને દર્શનનું મર્યાદિત અધ્યયન કરેલું, પણ ત્યાર બાદ વ્યવસાયમાં પડયા પછી પણ તેમણે એ અધ્યયન ચિંતન પુષ્કળ પ્રમાણમાં સાધ્યું છે. જેલમાં જાય ત્યારે “પણ યોગશાસ્ત્ર જેવા ગ્રન્થાના ચાલતા વર્ગમાં સંમિલીત થાય. એકવાર મને કહેલું કે, સ્યાદ્વાદમંજરી હું ભણ્યો છું, છતાં ફરીથી તમારી પાસે વાંચવાનું મન થાય છે.
શ્રી અરવિંદ અને આઈનસ્ટાઈન જેવાના તત્ત્વવિષયક તેમજ વિજ્ઞાનવિષયક અતિ અઘરા લખાણા યથાવત ન સમજાય ત્યારે તેઓ ઘણી વાર ગીરનાર જેવા યાત્રાધામામાં એકાંત કેળવી તે ગ્રન્થાને ફરી ફરી વાંચું વિચારે અને સમજાયા પછી તૃપ્તિ અનુભવે.
પરમાનંદભાઈની જિજ્ઞાસા એટલી બધી વ્યાપક છે કે તે માત્ર ગ્રન્થા, સ્થળો કે કલા ક્ષેત્રમાં જ સમાતી નથી, તેઓ તો જ્યાં • જાય ત્યાંથી કાંઈક ને કાંઈક નવું અને તે પણ સ્થિરપણે જાણવા મથે. શ્રી શંકરલાલ બેંકર હોય કે શ્રીમતી લીના મંગળદાસ હોય કે વિમલાબહેન ઠકાર હાય-એ બધાની પ્રવૃત્તિ વિષે પૂરી માહિતી મેળવે અને એ રીતે જે જ્ઞાનબિંદુઓના મધુસંચય કર્યો હોય તે, મધુકરી મક્ષિકાઓ જુદા જુદા પ્રકારના પુષ્પામાંથી રસ ચૂસી મધ રૂપે લોકોને પૂરો પાડે છે તેમ, તેઓ પ્રબુદ્ધ જીવન' દ્નારા કે બીજી રીતે પરિચિતાને તે પીરસતા રહ્યા છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ‘અપુત્રસ્ય ગતિિિસ્ત' એ ક્શન પ્રમાણે તા પરમાનંદભાઈની ગતિ જ નહિ થવાની, પણ એમણે
(2)
૧૬૫
એ વિધાનને બીજી રીતે ખોટ પાડયું છે અને વળી એને સાચું પણ સિદ્ધ કર્યું છે. એમણે પોતાની પાંચે પુત્રીઓને તેમની શક્તિ, રુચિ પ્રમાણે એવું શિક્ષણ અને એવા સંસ્કારો આપ્યા છે કે એ પુત્રી પુત્રથી પણ ચડી જાય. તેએ પાતાના ઘરમાં પોતાની પુત્રીઓને કાવ્ય, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન આદિ વિષે સમજાવતાં હોય કે ચર્ચા કરતાં હોય ત્યારે તેમનું નાનું ઘર એક વિદ્યાધામ જેવું લાગે. તેમનાં સરળસ્વભાવી અને સેવાપરાયણ પત્ની શ્રીમતી વિજ્યાબહેને આખી જીદંગી જે સમજણથી ઘરનો ભાર વહ્યો છે તે તા તેમના પ્રત્યક્ષ સંસર્ગમાં આવનાર જ જાણી અને કહી શકે. જો સોક્રેટિસની કે ટોલ્સ્ટોયની પત્ની જેવી પત્ની પરમાનંદભાઈને મળી હોત તો ચિત્ર કાંઈક નવું જ જોવા મળત
હવે પ્રબુદ્ધ જીવનનું આગળ શું એ પ્રશ્ન આવે છે. તેને ઉત્તર શ્રી પરમાનંદભાઈના પ્રશંસકો આપી શકે. પણ એ ઉત્તરાધિકારી ખરો ત્યારે જ નિવડવાનો કે જો તે એમના જેવા જ્ઞાનતપસ્વી અને આર્થિલોલુપતા વિનાનો હશે. ”
ત્યાર બાદ શ્રી પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’ ના તંત્રી તરીકે એક વિસ્તૃત નિવેદન કર્યું જે અલગ તારવીને આ અંકના પહેલા પાના ઉપર આપેલું છે. ત્યાર બાદ અન્ય વકતાઓનાં વિવેચન શરૂ થયાં. સૌ પ્રથમ અધ્યાપિકા શ્રી હીરાબહેન પાઠકે નીચે મુજબ વિવેચન કર્યું:અધ્યાપિકા શ્રી હીરાબહેન પાઠક
‘પ્રબુદ્ધ જીવન’ના એક નમ્ર વાચક તરીકે અને ક્યારેક લખનાર તરીકે હું આજે અહીં તેને વિશે બોલવા ઊભી થઈ છું. માનવપ્રઃત્તિનું નિરીક્ષણ એ એક સ્વાભાવિક વ્યાપાર મનુષ્ય ગણેલા છે. ભૂતકાળની પ્રવૃત્તિનું સિંહાવલાકન કરવું, તેનું સરવૈયું કાઢવું, જેનાથી મનુષ્ય સારાસાર લાભે છે. ‘પ્રબુદ્ધ જીવન’ના સંપાદનની પ્રવૃત્તિ પણ બે તબકકામાંથી પસાર થયેલી છે. ૧૯૨૯થી જૈન યુવક સંઘનું મુખપત્ર શરૂ થયું. તેનું નામ જુદું હતું. ૧૦ વર્ષ લગી તેણે સ્થિર થવાના પ્રયત્નો કર્યા. પણ ૧૯૩૯ થી તે સ્થિર સ્વરૂપે નિશ્ચિત થયું. તેના ઉપર પરમાનંદભાઈના વ્યક્તિત્વની મુદ્રા અંકિત થયેલી છે અને આજે તેનું જે સ્વરૂપ જોઈએ છીએ તે પરમાનંદભાઈના સંપાદનને આભારી છે. કોઈ પણ માનવીય પ્રવૃત્તિને - અહીં મુરબ્બી કાકાસાહેબ, બેઠા છે તેથી નદીનું રૂપક સાંભરે છે. ~ નદીની ઉપમા આપી શકાય. દા. ત. ગંગા. હિમાલયના પર્વતપ્રદેશમાંથી નીકળતી, નીકળતી પોતાના માર્ગ આંકતી છેક પ્રયાગ આગળ તે સ્થિરતા પામે છે. અને યમુનાના સંગમ પામી સુંદરવનના નેત્રઝુંડમાંથી પસાર થઈ મેઘના અને પદ્મા નામે ઓળખાઈ છેવટે સાગરને જઈ મળે છે. તે પ્રમાણે ‘પ્રબુદ્ધ જીવન’ ની કારકિર્દીનાં પણ બે સ્વરૂપ દેખાય છે.
‘પ્રબુદ્ધ જીવન’ની મૂલવણીના વિચાર કરતાં, વૃત્તવિવેચન લેખેની તેની ગુણવત્તાનો વિચાર કરતાં, તેની તત્ત્વદષ્ટિએ સમીક્ષા થવી જોઈએ. પત્રકારત્વ એ એક સામાજિક. પ્રવૃત્તિ છે. જો મારે તેને વધારે વિશિષ્ટ રીતે ઓળખાવવી હોય, તો હું તેને કેળવણીની એટલે કે શિક્ષણની પ્રવૃત્તિ કહું. શિક્ષક અથવા ધર્મગુરુ અથવા લાકસેવક-આ ત્રણેની પ્રવૃત્તિ પ્રજાને કેળવવાની છે. તેવું કાંઈક પત્રકારત્ત્વનું પ્રયોજન પણ લેખી શકાય. આપણા મધ્યકાલીન જમાનામાં આખ્યાન કરનારા માણભટ્ટનું પણ આ જ પ્રયોજન હતું; પ્રજાને માહિતીઓ અને અનેક બાબતો પૂરી પાડવી; અને તેમ કરતાં ઈષ્ટ અભિપ્રાય પ્રેરી તેનું માનસ કેળવવું. પત્રકારતત્વનું પણ તે કાર્યપ્રયોજન છે. વૃત્તવિવેચનના પણ ત્રણ પ્રકાર છે. એક રોજબરોજનાં વર્તમાનપત્રાને વહેતા સંસાર સાથે લેવાદેવા – સંબંધ છે. તેથી તે અપઝપ સમાચારો આપે અને અલપઝલપ તે અભિપ્રાયો આપે, બહુબહુ ' તે સમાજ કે રાષ્ટ્રનાં અનુકળ - પ્રતિકૂળ વહેણા
-
છે એમ માહિતી આપતાં આપતાં ચીંધી બતાવે.
તેની તુલનાએ સાપ્તાહિક, સમયદષ્ટિએ બનતા બનાવોથી