________________
મારભના શેષ
પુખલાલજી
રંભના પ્રમુખ
*
। કાલેલકર
18 જીપન
જવા આપ્યો. એ લેખ ‘ઉત્તર રામ ચરિત'ને લગતા હતા. એમાં એમણે રામે કરેલા સીતાત્યાગ વિષે સમાલોચક દષ્ટિએ પાતાના વિચારો દર્શાવેલા. તે વખતે તેઓ ઘણુ કરી કાલેજ જીવન જ જીવતા હતા. એમનું એ લખાણ સાંભળી મને મારા વિષે જે વિચારો આવેલા તેણે અમુક અંશે મારી દિશા બદલી એમ કહી શકાય. તેથી એ વિચારો અંગે જ અહિં ટૂંક્માં નિર્દેશ કરવા પ્રસ્તુત છે.
હું તો કાશી આદિ અનેક સ્થાનોમાં રહી ભટકી સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન કરી ચૂક્યો હતો. કાવ્ય, નાટક આદિ સાહિત્ય પુષ્કળ વાંચ્યું હતું, એટલું જ નહિ પણ, અનેક વિદ્યાર્થીઓને એનું અધ્યાપન પણ કરાવેલું; આમ છતાં ઉત્તર રામ ચરિત કે બીજા નાટકો વિષે મારી સમાલોચક દૃષ્ટિ નથી ઉઘડી એવું સ્પષ્ટ ભાન તે
મુંબઇ જૈન યુવક સંઘના પ્રમુખ
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જીવન ’રજત જયન્તી સ્નેહસ ંમેલનનું એક દૃષ્ય
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
@
૧૩
☆
***
વખતે મને થયું. મને વિચાર આવ્યો કે, પરમાનંદભાઈ તા હજી નાની ઉંમરના તેમ જ તેમના અભ્યાસ ચાલતો હતો કે પૂરા થવા આવેલા, જ્યારે મેં તો આ વિષયમાં ઘણા વખત ગાળ્યો છે અને છતાં ગ્રંથો કે તેના વિષયોનું સમાલાચન કરવાની શક્તિ મારામાં કેમ ન પ્રગટી? શું મારામાં એ શક્તિ મૂળત: છે જ નહિ કે યોગ્ય માવજતના અભાવે તે ખીલી નથી? આના ઉત્તર શેાધતાં હું પ્રાચીન અર્વાચીન શિક્ષણની પદ્ધતિની તુલનામાં પયો, અને મને સમજાયું કે, પ્રાચ્ય વિદ્યાઓના અસાધારણ કહી શકાય એવા પંડિતો, સન્યાસીઓ, ભિક્ષુકો અને સાધુઓ માટે ભાગે ગ્રન્થ - પારાયણના ઊંડા પરિશીલનમાં જ ફેરા ફર્યા કરે છે. તેઓ તટસ્થપણે ઈતિહાસ કે તુલના દષ્ટિનો ઉપયોગ કરી પોતાના વિષયનો વિકાસક્રમ જાણવા
સ્નેહસંમેલનના પ્રમુખ
શ્રી ભવાનજી અરજણ ખીમજી