________________
તા. ૧–૧૨–૨૪
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુધ્ધ જીવન’ની રજત જયંતી પરિપૂર્તિ
સંપાદક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહઃ મંત્રી, મુખઈ જૈન યુવક સંઘ ‘પ્રબુદ્ધે જીવન’ રજત જયન્તી સમારોહ : ચતુર્વિધ કાર્યક્રમ
પ્રસ્તુત સમારોહ અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૪, ૧૫, ૧૬ નવેમ્બર એમ ત્રણ દિવસ માટે ચતુર્વિધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. (૧) પત્રકારત્વ અંગે જાહેર પરિસંવાદ, (૨) ‘પ્રબુદ્ધ જીવન’ રજત જ્યંતી સમારંભ, (૩) સંગીત-નૃત્ય કાર્યક્રમ (૪) સ્નેહ સંમેલન, જેનું નીચે મુજબ ક્રમસર વર્ણન આપવામાં આવે છે.
૧. પત્રકારત્વ અંગેના પરિસંવાદ
તા. ૧૪-૧૧-૬૪ શનિવાર સાંજના ૫-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનના ગીતાહાલમાં શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાના પ્રમુખપદે ગોઠવવામાં આવ્યો હતો. આમાં જુદા જુદા વકતાઓએ પત્રકારત્વ સાથે સંકળાયલા જુદા જુદા મુદ્દાઓ અંગે છણાવટ કરી હતી. શ્રી ગીતાબહેન પરીખના મંગળગીત બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આવકાર આપતું નિવેદન કર્યું હતું. પરિસંવાદના પ્રમુખ શ્રી ગગનવિહારી મહેતાના પ્રાસંગિક વિવેચન બાદ કાકાસાહેબ કાલેલકરે પત્રકારત્ત્વ અને સત્યનિષ્ઠા, ઈન્ડિ યુન એક્સપ્રેસના મંત્રી શ્રી. ડી. આર. માંકર પીળું પત્રકારત્વ (Yellow Journalism ), જન્મભૂમિના તંત્રી શ્રી રવિશંકર મહેતાએ પત્રકારત્વ પક્ષલક્ષી કે લાલક્ષી, સુકાનીના તંત્રી શ્રી માહનલાલ મહેતા (સાપાન) એ પત્રકારત્વ. વ્યવસાય કે ધર્મ (career or mission), અમદાવાદથી ખાસ નિમંત્રણથી આવેલા સંદેશ’ ના તંત્રી શ્રી કપિલરાય મહેતાએ લાશાહીના સંદર્ભમાં પત્રકારત્વનું કર્તવ્ય અને ફાળો, પરિચયપુસ્તિકાના આયોજક શ્રી વાડીલાલ ડગલીએ સામયિકોનું પત્રકારત્વ, અમદાવાદથી ખાસ નિમંત્રણથી આવેલા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ જૈન પત્રકારત્વ – આમ પૃથક પૃથક વિષયો ઉપર વિવેચન કર્યું હતું. અંતમાં પ્રમુખશ્રીએ પત્રકારત્વ અંગેના પેાતાના કેટલાક અનુભવા રજા કરીને પરિસંવાદના ઉપસંહાર કર્યો હતો. આ સર્વ વિવેચનો અને વિવરણા ‘પ્રબુદ્ધ જીવન’ના આગામી અંકમાં. પ્રગટ કરવામાં આવશે.
૨. રજત જ્યંતી સમારંભ
તા. ૧૫મી નવેમ્બર સવારના ૯ વાગ્યે ભારતીય વિદ્યાભવનના થીએટરમાં પ્રબુદ્ધ જીવન રજત જયન્તી સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનેક ભાઈ બહેન સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. પ્રાર ભમાં જાણીતા સંગીત - કળાકાર શ્રી અજિત શેઠે વેદની રૂચાઓના ઉચ્ચારણપૂર્વક મંગળ પ્રાર્થના કરીને સુમધુર વાતાવરણ નિર્માણ કર્યું હતું. ત્યાર બાદ શ્રી મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે નીચે મુજબ સ્વાગત પ્રવચન કર્યું હતું.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું સ્વાગતપ્રવચન “મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિથી આપ સૌ પરિચિત છે. ‘પ્રબુદ્ધ જીવન’ છેલ્લાં ૨૫ વર્ષથી સમાજસેવાનું કામ કરી રહ્યું છે. તેની રજત જ્યંતી પ્રસંગે તેણે કરેલા કાર્ય પર દષ્ટિપાત કરવા આજના સમાર’ભ યોજાયો છે. સામાજિક સેવાનાં વિવિધ ક્ષેત્રમાં જુદી જુદી સંસ્થાઓ કાર્ય કરે છે: જેવાં કે તબીબી રાહત, આર્થિક સહાય વગેરે. મુંબઈ જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ જીવન' નું કાર્યક્ષેત્ર જુદા પ્રકારનું છે.
માણસના વર્તનનું મૂળ અને પ્રેરક બળ તેના વિચાર છે. Revolvtions are born in the words of men.
૧૧.
સમાજમાં પરિવર્તન અથવા ક્રાતિ લાવવી હાય તો તે વિચાર-પરિવર્તનથી જ શક્ય છે. વિચાર-પરિવર્તન એ પાયાનું કામ છે. જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ - જીવન’ સમાજમાં આ વિચાર - પરિવર્તનનું કાર્ય કરે છે. આ સંસ્થાઓએ ડફાળા એકઠા કરવા પર લક્ષ્ય રાખ્યું નથી.
વિચાર જડ થઈ ગયા હોય, અથવા મનનાં દ્વાર બંધ થઈ ગયાં હોય એ દ્વાર ખોલવાનું કામ એક જમાનામાં સક્રિટિસે લોકોને જાગ્રત કરીને બજાવ્યું હતું, અલબત્ત, નાના પાયા પર, પણ કંઈક આવું જ કાર્ય શ્રી પરમાનંદભાઈએ અને ‘પ્રબુદ્ધ જીવને’ કર્યું છે.
ગાંધીજીએ ભારતમાં કરેલી ક્રાન્તિની સાથે રહીને, ‘પ્રબુદ્ધ જીવને’ ક્રાન્તિના વિચારો ફેલાવવાનું કામ કર્યું છે. જૈન યુવક સંઘનું એ મુખપત્ર હોવા છતાં તે સાંપ્રદાયિક રહ્યું નથી, તેને મન જૈનજૈનેત્તર ' કે જૈનના ભિન્ન ભિન્નફિકામાં ભેદ નથી. ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ નામ રાખવામાં, તેમાં રહેલી થાડી એવી સાંપ્રદાયયિકતાની હવાને પણ દૂર કરવાના આશય હતા. માનવીનું જીવન પ્રબુદ્ધ - જાગૃત બને તે હેતુ આ નામ પાછળ રહ્યો છે.
૨૫ વર્ષ દરમિયાન શ્રી પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’ મારફતે જે કંઈ આપણને આપ્યું છે તે સાથે તેમનાય વિકાસ થયા છે. સામયિક માટે ઊંડો વિચાર કરીને લખવાનું હોય છે અને તેથી એ તોળી તોળીને લખાય છે. પરમાનંદભાઈ ‘પ્રબુદ્ધ જીવન’ નું જે રીતે સંપાદન કરી રહ્યા છે તેનાથી જૈન - જૈનેતરોમાં સારી જાગૃતિ આવી છે. ગુજરાતી પ્રજાના ઘડતરમાં આ પત્રના વિશિષ્ટ ફાળો છે. સત્યનિષ્ઠા અને નીડરતા એ બે ખાસ ગુણા પરમાનંદભાઈમાં છે. તેઓ કોઈના ગમા - અણગમાના ખ્યાલ રાખ્યા વિના કે પ્રશંસાની પરવા કર્યા વિના લખતા રહ્યા છે.
તેઓ અડગ વૃત્તિના છે. મારે પણ કોઈ વખત તેમની સાથે મતભેદ હોય, તો પણ કેવળ કોઈને રાજી રાખવા જ તેમણે નમતું મૂક્યું નથી. તેઓ બિનજવાબદાર રીતે ઉદ્દામ પણ નથી. મધ્યસ્થ વૃત્તિ તેમનાં લખાણાનું લક્ષણ છે. હકીકતાને દાબી દેવી કે મારીમચડીને રજૂ કરવાની તેમની કયારેય વૃત્તિ રહી નથી. તેઓ પોતાના વિચારો રજૂ કરતી વેળા કોઈની ખફગીના કે કોઈના પ્રેમના વિચાર કરતા નથી.
‘પ્રબુદ્ધ જીવન’ ઉપરાંત જૈન યુવક સંઘ પર્યુષણ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજે છે. મુંબઈમાં આઠ દિવસ સુધી આ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનયજ્ઞ યોજાય છે, જેમાં ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના શ્રેષ્ઠ વિચારકો દ્વારા તેમના વિચારો રજૂ થાય છે, અને પ્રજા સ્વતંત્ર રીતે વિચાર કરતી થાય તેવી જાગૃતિ લાવવાના પ્રયત્ન થાય છે. -
પૂ. કાકાસાહેબની અને પૂ. પંડિત સુખલાલજીની પરમાનંદભાઈને ઘણી હૂંફ રહી છે. તેઓ બંને આટલી મોટી ઉંમર થયા છતાં અમારા નિયંત્રણને માન આપીને, કાકાસાહેબ દિલ્હીથી અને પંડિતજી અમદાવાદથી અહીં. આ પ્રસંગે ખાસ હાજર રહ્યા છે. હું