________________
પ્રબુદ્ધ જીવન
૧૬૦
અને સિલાન બંને માટે સારું નથી–એકંદરે જોઈએ તો પાડોશી દેશા સાથે આપણે કોઈ સફળ નીતિ અમલી બનાવી શકયા નથી.
નાગાલેન્ડનો પ્રશ્ન જોઈએ તો એ વિષેની આપણી નીતિ સફળ થઈ નથી. બળવાખોરો સાથે વાટાઘાટ કરી તેમની સાથે સમાધાન કરવું, યુદ્ધબંધી જાહેર કરવી-જે યુદ્ધબંધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જ હાઈ શકે એ બધાને પરિણામે નાગાલેન્ડ ભારતનું અંગ નથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે ભૂગર્ભ બળવાખોરોના આગેવાનો સાથે શાંતિથી વાટાઘાટો કરી એની તેમણે કદર કરવાને બદલે, ભારતની નબળાઈ માની લીધી લાગે છે. દેશમાં આજે અનાજની અછત અને મોંઘવારીના બે મોટા સળગતા પ્રશ્નો છે. અનાજ અંગે અખિલ ભારતીય નીતિના અભાવ એ માટી નિષ્ફળતા છે. આજની પરિસ્થિતિ ખરેખર દુ:ખદ ગણાવી જોઈએ. કેન્દ્ર સરકાર આ પ્રશ્ન અંગે રાજ્યો પર પેાતાનું વર્ચસ દાખવી શકી નથી. કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાના કેન્દ્રની વાત માનતા નથી એમ દેખાય છે. આજને સમયે કેન્દ્રમાં મજબૂત સરકારની જરૂર છે. અન્ન જેવા અતિ આવશ્યક પ્રશ્નમાં એકસરખી અખિલ ભારતીય નીતિ કેન્દ્ર નક્કી ન કરી શકે એ મોટી નિષ્ફળતા છે. આજે તો જ્યારે અમેરિકા વગેરે દૂરના દેશો ભારતની અન્ન કટોકટી નિવારવા ભારતને બનતી બધી સહાય કરી રહ્યા છે, ત્યારે દેશનાં જ પુરાંતવાળાં રાજ્યો ખાધવાળા રાજ્યોને અનાજ આપવાની ના પાડે તે અત્યંત શોચનીય છે.
અન્નપરિસ્થિતિ હળવી કરવા કેન્દ્ર અનાજના ઝાનાની રચના કરી. પણ ઝાનપ્રથાથી પરિસ્થિતિ હળવી થઈ શકી નથી એ હકીકત છે. મારું તો દ્રઢતાપૂર્વક માનનું 'છે કે ભારતમાં અનાજ અંગે આ પ્રકારના ઝોન હોવા જ ન જોઈએ. જો આ દિશામાં કેન્દ્ર કડક પગલાં લેવાની નીતિ નહિ અપનાવે તો પરિણામ સારું નહિ આવે.
ચામાસુ સાર નીવડેલું હોવા છતાં જો આ પરિસ્થિતિ છે તે ચામાસુ નબળુ` હોય ત્યારે શું થાય? આજે તે એક રાજ્યમાં ૬૦ રૂપિયે ઘઉં અને દાઢ રૂપિયે કિલો તેલ મળે છે જ્યારે બીજા રાજ્યમાં ઘઉંના ભાવ ૧૫૦ રૂપિયા અને તેલનો ભાવ ત્રણ રૂપિયે કિલા છે!
વેપારીઓની નફાખોરી અને સંઘરાખોરીને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય એમ કબૂલ કરીએ તો પણ આ પરિસ્થિતિ માટે સરકાર ઓછી જવાબદાર નથી. મુખ્ય પ્રધાનોની પરિષદમાં
આ પ્રશ્ન હલ થઈ શકયા નથી. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તા કાલે જિલ્લા—જિલ્લા વચ્ચે આમ થવા પામશે એમ એક મુખ્ય પ્રધાનનું કહેવું છે. પુરાંતી જિલ્લા પોતાનું વધારાનું અનાજ બીજા અછતવાળા જિલ્લાઓમાં પણ નહિ જવા દે. સૌરાષ્ટ્રમાં થોડા વખત પર લોકોએ તેલના ડબ્બા લઈ જતી લારીઓને જિલ્લા બહાર જતી અટકાવી હતી એ બનાવ ભૂલવા જેવા નથી.
મોંઘવારીના પ્રશ્ન જોઈએ તો એમ કહી શકાય કે આજે આર્થિક બળા કોઈના કાબૂમાં નથી. આપણે મોંઘવારીને કાબૂમાં નથી લાવી શકયા એ નિવિવાદ છે. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તે અશાંતિ થશે તથા કાયદા અને વ્યવસ્થા જોખમાશે. માણસાનાં મન આજે ઉશ્કેરાયેલાં છે અને જો મોંઘવારીના આંક આ જ રીતે વધતા રહેશે તો અનાજ માટેનાં અને બીજા તોફાનો અસંભવિત નથી.
અર્થકારણના વિષયમાં નાણાંપ્રધાન પોતાની નાણાંનીતિ બદલશે કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. કાળું નાણું મોટું અનિષ્ટ છે. તેનાથી દેશનું અર્થતંત્ર અવ્યવસ્થિત થઈ જાય છે. એ નાણાંના પ્રશ્ન ઉકેલવા આજે, રચનાત્મક માર્ગ અપનાવવાની જરૂર છે. આજે સરકાર તરફથી લેવાતાં પગલાં ભયપ્રેરક છે. અને પ્રજાને ધનવાન સામે ભારે ચીડ છે તેથી પ્રજા આ પગલાંને આવકારે છે, પણ આ પગલાં નકારાત્મક છે, તેથી કાળાં નાણાંની સમસ્યાના ઉકેલ નહિં આવે. આ માટે કાંઈ રચનાત્મક પગલાં વિચારવા જોઈએ.
વિદ્યાર્થીઓની ગેરશિસ્તના પ્રશ્ન આજે ગંભીર બન્યો છે. આજે વિદ્યાર્થીઓ કરે છે તેવું કાલે મજુરો પણ કરે. એરિસ્સામાં વિદ્યાર્થીઓ તરફથી જે કંઈ થયું તે ભારે શરમજનક છે. વિદ્યાર્થીઓને
તા. ૧-૧૨ ૧૬ ૪
હથિયાર બનાવીને બીજા રાજદ્રારી પક્ષ આમ કરે તે પણ યોગ્ય નથી. આ ચેપનો ઉપાય નહિ થાય તો કાલે તે મજૂરોમાં અને પરમ દિવસે ગુમાસ્તાઓમાં ફેલાશે. બધા અસંતાષી વર્ગો આમ કરે તા દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાશે કેમ કરીને ?
નહેરુના અવસાન પછીના ચાર માસમાં વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ સારી છાપ પાડી છે. તેમના વ્યકિતત્વની તેમના સાથીઓ પર, કેન્દ્રના પ્રધાનમંડળમાં સારી પ્રતિભા પડી છે. ખૂબ સજજન અને નમ્ર મૂતિ હોવાથી તથા પ્રામાણિકતા, સાદાઈ, સચ્ચાઈ વગેરે ગુણાને લીધે પ્રજાને પણ તેમની ઉપર ઈતબાર છે. આથી પ્રજા તેમને બાર માસ સુધી તક આપશે. જો ત્યાં સુધીમાં કોઈ અસરકારક આર્થિક અને રાજકીય નીતિ ઘડાશે નહિ તો પરિસ્થિતિ સ્ફોટક બની જશે એમાં કોઈ શક નથી.
અત્યાર સુધી વિઘાતક બળો ભાષા અને કોમના હતા. હવે તેમાં રાજ્યના આર્થિક હિતાનાં પ્રશ્નના ઉમેરો થયો છે અને તે કારણે પરિસ્થિતિ વધારે સ્ફોટક બની છે. મુખ્ય પ્રધાનોને માત્ર પોતાના રાજ્યની જ ચિંતા છે, બાકીના ભારતની પરવા નથી એવું જાણે દેખાઈ રહ્યું છે.
આમ તો દુનિયાભરમાં આજે સર્વત્ર સ્ફોટક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. દેશમાં જ્યારે એકતાનાં બળેએ સંગઠિત થવાની અત્યંત આવશ્યકતા છે ત્યારે જુદાઈનાં બળા જોર કરી રહ્યાં હોય એમ લાગે છે.
(ત્યાર પછી કેટલાક પ્રશ્નોના વ્યાખ્યાતાએ નીચે મુજબ ઉત્તર આપ્યા હતા.)
બર્મા સામ્યવાદ તરફ ઢળતું જાય છે. બર્માના હિંદીઓના અને સિલાનના હિંદીઓના પ્રશ્ન એક નથી. બર્માના હિંદીઓ કમાયેલું નાણું. મોટા ભાગે ભારતમાં લઈ આવતા હતા. સિલાનના હિંદીઓ પેઢીઓથી સિલેાનમાં ઠરીઠામ બનીને વસ્યા હતા અને તેમના સીલાનના વિકાસમાં ઘણા ફાળા હતા.
ભારતે કોઈ પણ સંજોગામાં અણુબોંબ ન જ બનાવવા જૉઈએ. નૈતિક, આર્થિક કે વ્યવહા૨ દ્રષ્ટિએ તે વાજબી નથી. આણુબબ બનાવવાની હરીફાઈ ન થવી જોઈએ. અણુયુદ્ધ થતું રશિયા અને અમેરિકા જ અટકાવી શકે તેમ છે. ભારત પર ચીન અણુબોંબ વાપરશે તે અમેરિકા એ જોયા નહિ કરે. તે પેાતાનાં અણુશસ્રો ચીન પર એવે સમયે વાપરશે જ.
ગેાવા સ્વતંત્ર તા રહી શકે નહિ. તેણે મહારાષ્ટ્ર કે મહિસૂર સાથે જોડાવું જોઈએ. ભૌગાલિક દ્રષ્ટિએ બંનેમાંના કોઈ પણ રાજ્ય સાથે તેનું જોડાણ વાજબી ગણાય. પણ ભાષાની દષ્ટિએ જોઈએ તે તે મહારાષ્ટ્ર સાથે જોડાવું જોઈએ એમ મારું માનવું છે. ગાવાની કોંકણી ભાષા મરાઠી ભાષા સાથે સામ્ય ધરાવે છે, કર્ણાટકી સાથે નહિ.
આમ છતાં, ગાવાના જોડાણનો પ્રશ્ન જે રીતે ઊભા કરાયા છે તે રીત વાજબી નથી. ગાવાને મુકત કર્યું તે જ દિવસે જો તેને મહારાષ્ટ્ર સાથે જોડી દીધું હોત તો જુદી વાત હતી. પણ ત્યારે તેને તેની સંસ્કૃતિ જાળવી રાખવાનું વચન અપાયું હતું. હવે તે જો ગાવા મહારાષ્ટ્રમાં જોડાય તો તે પૂરો વિકાસ સાધી શકે નહિ. મહારાષ્ટ્ર એના વિકાસ માટે કેટલી રકમ ફાળવી શકે? માટે અત્યારે તો ગાવા ૧૦ વર્ષ સુધી કેન્દ્રના શાસન હેઠળ રહે એ તેના જ હિતમાં છે. કેન્દ્ર તેના વિકાસ માટે લાખોના ખર્ચ કરશે. તેના આર્થિક વિકાસ કરશે.
ગુજરાત રાજ્યની અંગ્રેજી શિક્ષણની નીતિ પરત્વે કેન્દ્રના શિક્ષણપ્રધાન શ્રી ચાગલાએ જે રીતે અમદાવાદમાં જાહેર ટીકા કરી છે તે યોગ્ય નથી. આ નીતિ સંબંધે પ્રામાણિક મતભેદ હોઈ શકે. પણ જ્યારે શિક્ષણના વિષય રાજ્યની હકૂમત હેઠળ છે ત્યારે રાજ્યની શિક્ષણ અંગેની નીતિનો વિરોધ કરતું કેન્દ્રના પ્રધાનનું પગલું ‘બંધારણીય રીતે યોગ્ય નથી.
વહીવટી તંત્રમાં અંગ્રેજીનું સ્થાન હિંદીએ લેવું જોઈએ અને તે જેટલું જલદી થાય તેટલું આપણા હિતમાં છે. એમાં જરાય શંકાને સ્થાન નથી.
કેળવણી અંગેની નીતિ, અનાજ અંગેની નીતિની જેમ, અખિલ ભારતીય નીતિ હોવી જોઈએ એવું મારું દૃઢ મંતવ્ય છે. ચીમનલાલ ચકુભાઈ શાહ