________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૧૪
હતા. એમાં એમને જોઈતી સફળતા સાંપડી નથી એ પણ એમના પતનનું એક કારણ હોઈ શકે. આમ છતાં, ક્રુથોવ ખરેખર એક મહાન નેતા હતા. આજના વિશ્વમાં ત્રણ મહાન નેતાઓને ક્રુશ્રોવ, કેનેડી, અને નહેરુને વિશ્વશાંતિમાં મોટો ફાળા રહ્યો છે. એમાં શ્રોવના ફાળા આછા નથી. પણ અત્યારે તે હાલત એવી છે કે એમાંના બે મોટા નેતાઓ આજે હયાત નથી અને ત્રીજા ક્રુશ્ચોવ હવે સત્તા પર રહ્યા નથી. આમ હોવાથી, ભાવિ આંતરરાષ્ટ્રીય રાજકારણ ચિંતા પ્રેરે એ સ્વાભાવિક છે.
રશિયાનું પૂર્વ યુરોપના સામ્યવાદી દેશે ૨માનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવેકિયા, પાલેન્ડ વગેરે પરનું વર્ચસ પણ ઓછું થતું જાય છે. અત્યારે તેઓ રશિયાનું વર્ચસ સ્વીકારે છે, પણ પહેલાંની જેમ આંધળી રીતે નહિ. આ દેશોએ વધતા ઓછા પ્રમાણમાં પણ પોતાની સ્વતંત્ર આર્થિક અને રાજકીય નીતિ અપનાવી છે. આ દેશના સામ્યવાદી આગેવાના ક્રુથોવના હઠી જવાના કારણેાની તપાસ કરવા રશિયા ગયા હતા. એ દેખાડે છે કે ક્રુથ્રોવને પદભ્રષ્ટ કરવાનું પગલું આ આગેવાનોને ગમ્યું નથી.
અમેરિકામાં પણ કેનેડી પછી જહોન્સન સત્તા પર આવ્યા છે. કેનેડી જેવી પ્રતિભા, ભાવનાશીલતા, આદર્શ અથવા ક્રિયાશીલતા જહાન્સનમાં નથી, જહાન્સન રાજકારણી રમત રમી શકે એમ છે. તેમની પાસે સૂત્ર-સંચાલનની શિકિત પણ છે ખરી.
તાજેતરમાં અમેરિકામાં ગાલ્ડવેટર અને જહાન્સન વચ્ચે ખેલાયેલા ચૂંટણીજંગમાં ચાલેલી ચૂંટણીઝુંબેશ અમેરિકાના આંતરિક રાજકારણમાં ગંદામાં ગંદી ચૂંટણીઝૂંબેશ હતી, પણ એ ચૂંટણીના પરિણામે પુરવાર થયું છેકે અમેરિકના ઉદ્દામ વિચારસરણી સ્વીકારતા નથી. તેમણે મધ્યમ માર્ગ અપનાવ્યો છે. ગાલ્ડવાટરને પૂરેપૂરી હાર આપીને અમેરિકાની પ્રજા ઉદ્દામ માર્ગે જવા તૈયાર નથી એમ તે પ્રજાએ બતાવી આપ્યું છે.
વૉલ્ટર લિપમેન કહે છે કે અમેરિકાની પ્રજાએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મધ્યમ માર્ગ અપનાવ્યો છે. પ્રમુખ જહોન્સન રાહ-અસ્તિત્વની નીતિ ચાલુ રાખશે એમ જણાય છે.
બ્રિટનમાં મજૂર પક્ષ બહુ ઓછી વધુમતી મેળવીને, ૧૩ વર્ષ પછી સત્તા પર આવ્યો છે. તેના નેતા હેરોલ્ડ વિલ્સન Dynamic વ્યકિત છે, સ્વયં કર્તુત્વ ધરાવતી શકિતશાળી વ્યકિત છે. તેઓ દનિશ્ચયી છે. તેમના પક્ષની બહુમતી બહુ ઓછી હોવા છતાં પોતાના કાર્યક્રમને અમલમાં મૂકતાં તેઓ ખેંચકાશે નહિ, તે બ્રિટનને યુરોપના સમાન બજારમાં સામેલ કરવાની કોશિષ નહિ કરે. રંગભેદના તેઓ સખત વિરોધ કરશે. તેમણે આ દિશાનું પહેલું હિમ્મતભર્યું પગલું દક્ષિણ આફ્રિકાને શસ્ત્રો પૂરાં પાડવાનું બંધ કરીને લીધું છે. દક્ષિણ આફ્રિકામાં બ્રિટનનું મોટું આર્થિક હિત છે. રૂઢિચુસ્ત કોન્ઝર્વેટીવ આ બાબતમાં જેટલા જોરથી સામનો ન કરત તેટલા જોરથી વિલ્સન સામનો કરશે. તેમણે સત્તા પર આવતાં જ એવી જાહેરાત કરી કે દક્ષિણ રહેાડેશિયા એકપક્ષી સ્વતંત્રતાની જાહેરાત કરશે તો બ્રિટન સખત પગલાં લેશે. પરિણામે આજે તા દક્ષિણ રહોડેશિયા સ્વતંત્રતા જાહેર કરતું અટકી ગયું છે.
વિલ્સન આર્થિક ક્ષેત્રે પણ મહત્વનાં પગલાં લેશે એમ લાગે છે. તેમણે પોલાદ ઉદ્યોગના રાષ્ટ્રીયકરણની નીતિ જાહેર કરેલી જ છે. તે ઉપરાંત તેઓ સામાજિક સેવાઓને ક્ષેત્રે પણ આગેકદમ ઉઠાવશે એ નક્કી છે.
I
I આ ત્રણ મોટા રાષ્ટ્રોમાંના ફેરફારો આગામી પાંચ વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વનો ભાગ ભજવશે.
' આ ઉપરાંત દ’ગાલ અને પશ્ચિમ જર્મનીના એડેનાર યુરોપમાંથી અમેરિકાનું વર્ચસ ઘટાડવા પ્રયત્નશીલ રહ્યા છે. આથી જ તેમણે યુરોપના સમાન બજારની રચના કરી છે. એડેનોર પછીના પશ્ચિમ જર્મનીના નવા વડા પ્રધાન એરહાર્ડ અને દ’ગાલ વચ્ચે મતભેદો
ウ
૧૫૯
પ્રવર્તતા હોય એમ લાગે છે. દ'ગાલ અમેરિકાની અસત્તાના વર્ચસનો વિરોધ કરે છે. તેઓ તે નાટોમાંથી છૂટા થઈ જવાની ધમકી પણ આપી ચૂકયા છે. વળી, દ’ગાલે તાજેતરમાં લેટિન અમેરિકાના દેશના પ્રવાસ ખેડી, ત્યાંથી અમેરિકાનું વર્ચસ ઘટે એવા પ્રયાસા કર્યા છે. તેમણે યુરોપના સમાન બજારમાંથી પણ આ દેશાને પાછા ખેંચવાની કોશિષ કર્યાનું જણાય છે.
કેરામાં યોજાઈ ગયેલી શિખર પરિષદમાં તટસ્થ દેશે!એ ભાગ લીધા હતા. પણ એમાં ભાગ લેનારા બધા દેશે. ખરેખર તટસ્થ હતા એમ છે જ નહિ. દરેક દેશની જુદી જુદી નીતિ છે. ઈન્ડોનેશિયા, ઘાણા, સંયુકત આરબ પ્રજાસત્તાક, યુગોસ્લાવિયા, ભારત એ આ પરિષદમાં ભાગ લેનારાઓમાં મુખ્ય હતા અને તેમની સૌની નીતિ જુદી જુદી હતી. પરિષદને અંતે બહાર પડેલું નિવેદન પણ ગાળગાળ છે. તેમાંથી દરેક દેશ પોતાને ફાવતો અર્થ કાઢી શકે એમ છે. એમાં સૌને રાજી રાખવાની નીતિ દેખાઈ આવે છે. એટલે આ પરિષદની કામગીરી વિષે તે એમ જ કહી શકાય કે એમાં ભાગ લેનારાઓએ માત્ર વિચારોની આપ-લે કરી છે. પરિષદે કોઈ સક્રિય પગલું લીધું છે એમ તો ન જ કહી શકાય.
ચીનના અણુબોંબના પરિણામે અગ્નિ એશિયાના દેશો પર તેનું વર્ચસ વધશે. અતિ સબળ દેશથી તેના પાડોશીઓ દબાય એ સ્વાભાવિક છે. ઈન્ડોનેશિયામાં સામ્યવાદનું જોર વધતું જાય છે. પ્રમુખ સુકર્ણ નહિ હોય ત્યારે ઈન્ડોનેશિયાનાં સૂત્ર—સંચાલન સામ્યવાદીઓના હાથમાં જાય એ શકય છે.
કૅમ્બોડિયા અત્યારે ચીનના વર્ચસ હેઠળ છે. લાઓસના ચરુ ઊકળતો રહ્યો છે. તે તટસ્થ હોવા છતાં, ત્યાં હવે અમેરિકાનું હોવું જોઈએ એટલું વર્ચસ રહ્યું નથી. દક્ષિણ વિયેટનામમાં અમેરિકા શી નીતિ અપનાવશે અને ઉત્તર વિયેટનામને દબાવવા તથા દક્ષિણમાં વિયેટઢ્ઢાગના બળાને દબાવવા અમેરિકા કડક બને તો શું થાય તેના પર અગ્નિ એશિયાની પરિસ્થિતિના ઝેક આધાર રાખે છે. નહેરુના અવસાન પછી સ્વાભાવિક રીતે જ ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહેલાં જેટલું ઊંચું સ્થાન રહ્યું નથી. નહેરુ જેવી પ્રતિભા લાલબહાદુર શાસ્ત્રીમાં નથી. તેઓ કેરો પરિષદમાં સારી છાપ પાડી શકયા છે. બીજા દેશામાં ભારત અને તેના નવા વડા પ્રધાન શ્રી શાસ્ત્રી માટે માન છે. શ્રી શાસ્ત્રી પોતાની નમ્રતા અને સજ્જનતાને કારણે તથા ભારત પ્રત્યેની સારી લાગણીને કારણે માન મેળવી શકયા છે, પણ તેઓ અસરકારક પ્રતિભા પાડી શકયા નથી.
આપણા દેશની વાત કરતાં પાડોશી દેશ સાથેના સંબંધો જેમના તેમ રહ્યા છે. પાકિસ્તાન સાથેના સંબંધો વધુ બગડયા નથી તેમ સુધર્યા પણ નથી, કાશ્મીરની પરિસ્થિતિ હજુ વિષમ જ રહેવા પામી છે. સિલાન સાથે થયેલા કરારોમાં ભારતે નમતું મૂકયું છે એવી મારી છાપ છે. સિલાન સાથેના સંબંધો સુધારવા આ પગલું લેવાયું છે એમ કહેવામાં આવે છે. નાગરિક હક્કવિહાણી વ્યકિતઓના પ્રશ્ન આંતરરાષ્ટ્રીય દષ્ટિએ હંમેશાં વિકટ રહ્યો છે. આજે તો દુનિયામાં આવી કરોડો વ્યકિતઓ આવા હક્કવિહોણી છે. એ બધી વ્યકિતઓને તેમના મૂળ દેશોમાં પાછી મેાકલવાનું યોગ્ય નથી, શકય પણ નથી. સિલાનની વાત લઈએ તે ત્યાં ભારતીએ પેઢીઓથી જઈ વસેલા છે. આવા પેઢીઓથી ત્યાં જઈ વસેલા, જામેલા અને ત્યાંના વિકાસ-સમૃદ્ધિમાં ફાળો આપી ચૂકેલા ભારતીઓને હવે પાછા મોકલી દેજો.' એવી મતલબના કરાર કરવા એ ઠીક નથી. આ કરાર થયા છતાં ય સિલોનનું વલણ સુધર્યાનાં ચિહ્નો દેખાતાં નથી. સિલાન જેવા નાના દેશ સાથે ભારતને નમતું મૂકવું પડે એ સારું નથી, ભારતમાં કરોડોની વસતિ છે, ત્યારે તેને પાંચ લાખ માણસા સમાવવા પડે એ મોટું કામ નથી. પણ આવી રીતે ત્યાં પેઢીઓથી વસેલા પાંચ લાખ માણસાને અહીં આવવું પડે તે ભારત