________________
તા. ૧-૧૨-૧૪
તેમના એક ધર્મોપદેશ દરમ્યાન કહ્યું હતું : –
| ‘આ કૉંગ્રેસના મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે ભારતમાંના ઈસુના સંતાન ઈસુ જેવાં જ બનીએ કે જેથી આપણાં વ્હાલા બિનકથાલિક ભાઈએ પણ આપણી સામે જોઈ લાગણી અને ભાવથી કહે કે ‘આ સરસ કથાલિકાની માફક મારે પણ પ્રભુના સંતાન થવું છે.' યુકેરિસ્ટિક કૉંગ્રેસનો આ હેતુ છે, આપણા સૌનું આ કર્તવ્ય છે.”
આપણે આ પ્રશ્નને બંધારણીય, સામાજિક અને માનવ દષ્ટિબિંદુથી પણ વિચારી શકીએ.
આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતનું બંધારણ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે બીજા કોઈ પણ પંથના પ્રત્યેક હિંદીને સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતા બક્ષે છે. આપણા બંધારણની ૨૫મી કલમમાં જણાવાયું છે :
“ જાહેર વ્યવસ્થા, નીતિધારણ અને આરોગ્ય તથા આ વિભા ગની બીજી જોગવાઈઓને અધીન રહીને બધા જ માણસોને સમાન રીતે વિચારવાની સ્વતંત્રતા અપાશે અને ધર્મના ઉપદેશ કરવાનો, આચારમાં મૂકવાનો કે પ્રચાર કરવાનો પણ સૌ કોઈને સમાન અધિકાર રહેશે.”
.
1
પ્રબુદ્ધ જીવન
આ બંધારણીય જોગવાઈને ધ્યાનમાં લેતાં, ભારતમાં વસતા ખ્રિસ્તી નાગરિકોને આપણે કઈ રીતે તેમની ધાર્મિક પરિષદ્ યાજતા અટકાવી શકીએ ? હિંદુઓ અને મુસ્લિમો જેટલા જ તેઓ પણ આ પ્રજાના અંતર્ગત ભાગ છે. ભારતીય બંધારણમાંના આ સિદ્ધાંત બીજા ધર્મો પ્રત્યેની હિંદુ ધર્મની સહિષ્ણુતાનું જ પ્રતિબિંબ પાડે છે. આપણા ઈશ્વર સાંપ્રદાયિક ઈશ્વર નથી. અને બીજા કોઈ નામે, બીજો કોઈ માર્ગે ભજે તેની સામે આપણને વિરોધ નથી. ગીતમાં જ કહ્યું છે :
यो यो यां यां तनुं भक्तः
श्रद्धयाचितुमिश्छति ।
तस्य तस्याचलां श्रद्धां
तामेव विदधाम्यहम् ।।
(જે જે સકામી ભકત જે જે દેવતાના સ્વરુપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છતા હોય તે તે ભકતની તે જ દેવ પ્રત્યેની શ્રાદ્ધાને હું સ્થિર કરું છું.)
આમ છતાં એક પાયાની બાબતમાં હિન્દુ ધર્મ ખ્રિસ્તી ધર્મથી જુદો પડે છે. રોમન કેથલિક ચર્ચ એમ માને છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે અને યુકેરિસ્ટિકની વિધિ ખ્રિસ્તીઓ અને ઈસુ વચ્ચે કડીસમાન છે. આ મત મુજબ જો વ્યકિત ઈસુને જ પ્રભુના પુત્ર તરીકે અને મોક્ષદાતા તરીકે માને તો જ મોક્ષ મળી શકે. ખ્રિસ્તી ન હોય એવા કોઈ પણ આસ્તિક પ્રભુના દ્રાર સુધી પહોંચી શકે નહિ.
એ હકીકત છે કે ઈસુનું જીવન પ્રભુમય જીવનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ ભારતમાં જનમ્યા હોત તો ભગવાન બુદ્ધની સાથે એમની ગણના થતી હોત.
: ગીતામાં ભગવાન ‘સર્વભૂતહિતે રત : ' સૌ માનવાના કલ્યાણના ઉપદેશ આપે છે. બુદ્ધ પણ વ્યાપક કરુણાનો જ ઉપદેશ આપ્યો. ચૈતન્યે પણ પ્રેમધર્મનું ઉદ્બોધન કર્યું. ગાંધીજીએ અહિંસાના—હિંસાના વિરોધી રૂપ તરીકે અહિંસા નહીં પણ પ્રેમના રચનાત્મક પ્રતીક તરીકે અહિંસાના ઉપદેશ કર્યો.
ખ્રિસ્તી ધર્મના એક મહાન ધર્મગુરુ સેન્ટ પાલ. આ જ વિચારોને કેટલી મધુર રીતે રજૂ કરે છે?
‘હું માનવી અને ફરિસ્તાઓની ભાષામાં બાલતા હાઉં, પણ મારામાં પ્રેમ ન હોય તે મારો અવાજ વ્યર્થ કોલાહલ છે. મારી પાસે પયગમ્બરી શકિત હોય, હું ગેબનાં રહસ્યો જાણતો હાઉં, અને પર્વતાને ચલાવી દે એટલાં બળ અને શ્રાદ્ધા હોય તોયે જો મારી પાસે પ્રેમ ન હોય તો હું કંઈ જ નથી. જો હું મારી પાસે છે એ બધુ જ આપી દઉં; મારો દેહ પણ સમર્પી દઉં, છતાં જો મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ મેળવીશ નહીં.”
જ
પ્રેમ માયાળુ અને શાંત છે. પ્રેમ એ ઈર્ષ્યા નથી. એ અહંતા નથી. પ્રેમમાં પોતાના જ માર્ગ માટેની જીદ નથી હોતી. પ્રેમ પ્રતિ
૧૫ ૭
વાદ નથી કરતો. એ અસત્યમાં રાચતો નથી. એ કેવળ સત્યમાં રાચે છે; પ્રેમ બધી જ વસ્તુઓને ધારણ કરે છે - બધી જ બાબતમાં માને છે, બધી જ બાબતોની આશા રાખે છે, અને બધું જ સહન પણ કરે છે.
ગીતામાં પણ શરણાગતિ, ઈશ્વરપ્રણિધાન પર ભાર મુકાયા છે. ગીતામાં જે મૂળ સિદ્ધાંતની વાત છે તે જ વિષયોની આલાચના સેટ ગસ્ટિનના ‘કન્ફેશન્સ'માં જોઈ શકાશે.
યુકેરિસ્ટિક કૉંગ્રેસનાં લક્ષ્ય આ પ્રમાણે છે:–
ખ્રિસ્તી પરિવારની નવરચના, લગ્ન-ગ્રંથીની પવિત્રતા અને અખંડિતતા તથા પોતાનાં સંતાનોનાં પૂર્ણ ખ્રિસ્તી ઉછેર માટેની માતાપિતાની ખેવના સાથે જ વ્યકિતગત માનવ અને માનવસમાજની નવરચના સંકળાયેલી છે.
જો ઉપરોકત ‘અવતરણ’માંથી ખ્રિસ્તી વિશેષ દૂર કરવામાં આવે તો હું એ લક્ષ્ય જોડે સંમત થઈશ. હિંદુ ધર્મ પણ વ્યકિત અને સમાજની નવરચના ઈચ્છે છે. આ નવરચના કુટુંબના સંબંધાની નવરચના પર, લગ્નજીવનની પવિત્રતા અને અખંડિતતા પર અને સંતાનોને ઉછેર માટેની માતાપિતાની પૂર્ણ ખેવના પર જ અવલંબે છે.
જો યુકેરિસ્ટ કૉંગ્રેસ ખ્રિસ્તી પરિવારોની આવી નવરચના ઝંખે તો આપણે શા માટે વિરોધ કરવો જોઈએ? ઊલટાનું ખ્રિસ્તી પરિવારોનું આ પરિવર્તન હિંદુઓને પણ જાગૃત કરશે.
છતાં એક ભય સાચા છે. યુકેરિસ્ટ કૉંગ્રેસને લીધે મિશનની ધર્માંતર પ્રવૃત્તિઓ વેગ પકડશે. પણ આથી ચોંકી જવાનું કોઈ કારણ નથી. હિંદુ ધર્મ એ કાંઈ મૃત ધર્મ નથી.
આપણે હકીકતો પર દષ્ટિ કરીએ: હિંદૂ ધર્મે આ પહેલાં પણ તેને ઉન્મૂલ કરવા માટે કરાયેલા બધા જ પ્રયત્નોનો સફળ પ્રતિકાર કર્યો છે અને આ પ્રતિકારની પરાક્રમકથા આપણા માટે નવી નથી.
છેલ્લાં બે હજાર વરસમાં ખ્રિસ્તી ધર્મે આ દિશામાં ત્રણ ખૂબ જ મહત્ત્વના અને વ્યવસ્થિત પ્રયાસો કર્યા હતા, પણ એને ઝાઝી સફળતા મળી ન હતી. યુરોપ અને જાપાન જેવા પૂર્વના દેશમાં મોટા પાયા પર ધર્માંતરો થયા હતા. પણ ભારતમાં બહુ જ ઓછા પ્રમાણમાં આ ખ્રિસ્તી ધર્મ પ્રભાવ પાડી શક્યો છે.
ખ્રિસ્તી યુગના આરંભમાં જિસસના એક અનુયાયી સેટ ટૅામસ ભારતમાં આવ્યા હતા અને કેરળમાં ખ્રિસ્તી ધર્મના ઉપદેશ આપ્યો હતા. આટલાં બધાં વર્ષો પછી પણ આ વિસ્તારની ત્રીજા ભાગ કરતાં યે ઓછી વસ્તી પર જ આ પ્રભાવ રહેવા પામ્યો છે.
પછીથી સેાળમી સદીમાં ખ્રિસ્તી ધર્મ ફિર ગીની જોડે પાછા આવ્યો. તેની પ્રવૃત્તિઓ ગાવાની આસપાસ જ કેન્દ્રિત થઈ. ત્યાંના સત્તાધીશોના સહકારથી પણ ત્યાંની વસ્તીના અધભાગનું યે ધર્માંતર સાધી શકાયું ન હતું.
ત્રીજી વખત અંગ્રેજોના ભારત આવવાની સાથે ખ્રિસ્તી પ્રભાવનો મોટો જુવાળ આવ્યો. આ વખતે તો એને એક પક્ષેથી શકિતશાળી વ્યવસ્થાતંત્ર તે બીજા પક્ષેથી બ્રિટિશ સત્તાના સહકાર હતા. બીજી બાજુએ હિંદુ નેતાગીરીના અભાવ હતો અને વ્યવસ્થા પણ નહોતી. આમ પ્રારંભમાં ખ્રિસ્તી ધર્મને થોડો લાભ થયા હતા.
૧૯૪૭ પહેલાં સેા કરતાંયે વધુ વરસોથી ખ્રિસ્તી મિશન સરકારના સહકારથી હિંદુઓના ધર્માંતર માટે યત્ન કરી રહ્યા હતા. કેટલા યે માણસા માટે તો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી શાસક પક્ષની કૃપા અવતરે એમ હતું.
આ દોઢસા વરસ દરમ્યાન શું બન્યું? હિંદુ સમાજના બુદ્ધિશાળી વર્ગમાં ય. જે કોઈ થોડા ખ્રિસ્તી થયા તેઓ તો તરત જ પાછા બ્રહ્મો સમાજ કે પ્રાર્થના સમાજ જેવી સંસ્થાએ! દ્રારા પાછા હિંદુ ધર્મમાં આવી ગયા.
દેશમાં નવજાગૃતિના જુવાળ આવ્યો. તેજસ્વી નેતાઓએ