________________
પ્રભુપ્ત જીવન
૧૫૬.
અપીલ બહાંર` પડી કે તરત જ ચિ. નરેન્દ્ર રૂા. ૧૧ નોંધાવ્યા "અને શ્રી નવલચંદ ટી. શાહે રૂા. ૧૦૧ અમારા કાર્યાલય ઉપર વણમાગ્યે મોકલી આપ્યા. અહીં બાજુએ બેઠેલા શ્રી રામજી શામજી વીરાણી પાસે સંઘના ફંડમાં તેમની રકમ નોંધવા માટે ગયા ત્યારે તેમણે કહ્યું કે “મારે રૂ।. ૧૦૦૦ તેા આપવા જ છે, પણ વધારે જોઈએ તો જરૂર કહેજો.” એક વ્યાપારી મિત્ર દર વર્ષે સંઘના ફાળામાં રૂા. ૨૦૦ આપતા હતા. તેમણે આ વખતે રૂા. ૧૦૦ આપ્યા. આમ કેમ તે મને સમજાયું નહિ. દશ-બાર દિવસ પછી તેમનો ટેલિફોન આવ્યો કે “એ વખતે હું mood માં નહાતા અને તમને ૧૦૦ આપી વિદાય કર્યા, પણ મારે તમને રૂા. ૫૦૦ આપવા તો બાકીના રૂા. ૪૦૦ મંગાવી લેશે.” એક બહેન ‘પ્રબુદ્ધ જીવન'ની વાંચક હશે જેને હું આળ નિહ. તેમણે કોઈ સાથે રૂા.૧૨૫ની રકમ મોકલી આપી. એક મિત્ર, તેમની આર્થિક સ્થિતિને ઘણા ' સમયથી ધક્કો લાગેલા, માંદગીના બિછાને પડેલા, તેમની હું ખબર કાઢવા ગયા અને મને આગ્રહ “કરીને તેમણે રૂ।. ૧૧ આપ્યા. મૃણાલિનીબહેન દેસાઈ, અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બે વાર વ્યાખ્યાન આપવા આવેલા એટલા જ અમારો સંબંધ. તેમણે મને રૂા. ૧૦૧ આપ્યા અને હું તો ચકિત થઈ ગયા. પંડિતજી તથા મુનિ જિનવિજયજીની એક ભિગની માફક રાગાં બહેન માફક વર્ષોથી સંભાળ લે છે એવાં શ્રી મેાતી બહેને રૂા. ૧૫૦ મોક્લાવ્યા. સહજ કલ્પનામાં ન આવે એવી અનેક વ્યકિત પાસેથી નાની - માટી ૨કમા આવતી જ રહી છે. અમદાવાદથી ભાઈ પુરુષોત્તમ માવળંકરે રૂા. ૧૦૧ના ચેક મોકલ્યો. તેવી જ રીતે પ્રભુદાસ પટવારીએ પણ ૧૦૧નો ચેક મોકલ્યા. ભાવનગરથી નર્મદાબહેન રાવળે રૂા. ૨૫ના મનીઓર્ડર મોકલ્યો. આમ હું કોને સંભાર અને કોને ભૂલું? આ બધું શું સૂચવે છે? આ બધી વ્યકિતઓના મારા ઉપર વહી રહેલા પ્રેમ-ભાવ અને ‘પ્રબુદ્ધ જીવન’ અંગે તેમના અંતરમાં અંકિત થયેલા ઊંડા સદ્ભાવ. આથી વધારે માટી કમાણી-વધારે મેટું વળતર—બીજું શું હોઈ શકે? આ બધું જોતાં વિચારતાં હું ગદ્ગદ્ બનું છું, મારું હૃદય કૃતાર્થતાની લાગણીથી ભરાઈ જાય છે.
કાકાસાહેબનો મને માર્ગદર્શન આપતા સંદેશા
વકતવ્ય પૂરું કરતાં પહેલાં, ‘પ્રબુદ્ધ જૈન' શરૂ કર્યું તા. ૧-૫-’૩૯ના રોજ. તેના પહેલા અંકમાં અંતરની શુભેચ્છા દાખવતા કાકાસાહેબ કાલેલકરના લેખ પ્રગટ કરવામાં આવ્યો હતો, તે લેખના અંત ભાગમાં ‘પ્રબુદ્ધ જૈન’ માટે તેમણે ભવ્ય કલ્પનાપૂર્વકના આદર્શનું નિરૂપણ કર્યું હતું, જે અહીં રજ કરવા મન થઈ આવે છે. આ અંગે તેમના ઉદ્ગારો નીચે મુજબ હતા:
‘પ્રબુદ્ધ જૈન’જૈન સમાજને અને તેની સાથે ભારતીય રસમાજને જાગેલા જોઈ બેસતા કરે અને ઊઠીને ચાલવાની પ્રેરણા આપે તો એણે જૈનદર્શનને જીવનદર્શન બનાવ્યું કહેવાય. જૈનદર્શનના હાર્દમાં રહેલી અહિંસા, અનેકાન્ત, સંયમ અને તપના મંત્ર જેણે સાંભળ્યા છે એ સંદેશાના અવાજથી જે અસ્વસ્થ બન્યાં છે, એવાઓની વાણીને એકત્ર કરનાર સ્થાન ‘પ્રબુદ્ધ જૈન’ બની જાય તો તેની હસ્તી કૃતાર્થ થશે.”
કાકાસાહેબે નિરૂપેલા આ આદર્શને મૂર્તરૂપ આપવાના, અમલી બનાવવાના આ પચ્ચીસ વર્ષ દરમિયાન મે યથાશકિત પ્રયત્ન કર્યો છે. તેના પરિણામે ‘પ્રબુદ્ધ જૈન-જીવન'ની હસ્તી કૃતાર્થ થઈ છે કે નહિ તેના નિર્ણય કરવાનું ચૂકાદો આપવાનું કામ આપ સર્વનું છે, વિશાળ સમાજનું છે.
મારા અંતરની પ્રાર્થના
છેવટે મારા અંતરની એક જ પ્રાર્થના છે કે મારામાં સતત નિર્ભયતા, બુદ્ધિ અને હૃદયની નિર્મળતા અને વિચાર, વાણી અને વર્તનની નમ્રતા પ્રગટતી રહે, વિકસતી રહે, અને વિશ્વનિયામક પરમ શકિત દ્વારા મારામાં શકિતને સતત સંચાર થતા રહે કે જેથી *પ્રબુદ્ધ. જીવનને વિશેષ ને વિશેષ સમૃદ્ધ બનાવવા પાછળ અને એ રીતે મારા જીવનને સવિશેષ પ્રબુદ્ધ બનાવવા પાછળ મારી સમગ્ર શકિતનો યોગ અર્પિત કરી શકું! પરમાનંદ
તા. ૧-૧૨-૧૪
મુંબઇ શહેરમાં મળી રહેલી ચુકેરીસ્ટીક કૉંગ્રેસ
[મુંબઈ ખાતે તા. ૨૮–૧૧–૬૪ના રોજથી મળી રહેલી આ કૈંગ્રેસનું અધિવેશન ખ્રિસ્તી નહિ એવા કેટલાક વર્ગોમાં ઉગ્ર વિવાદના તેમ જ વિરોધના વિષય બની રહેલ છે ત્યારે તા. ૧૫-૧૧-૬૪ ના ‘સમર્પણ’માં પ્રગટ થયેલ આપણા એક મહામાનવ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીને આ જ પ્રશ્નને લગતા લેખ પ્રબુદ્ધ જીવનના વાચકોને સાચું માર્ગદર્શન આપનારો નીવડશે એમ વિચા-/ રીને નીચે સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. તંત્રી
ભારતના જુદા જુદા ભાગામાંથી ઘણા લોકોએ મને પા લખી મુંબઈમાં ૨૮ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી મળનારી ૩૮મી આંતરરાષ્ટ્રીય યુકેરિસ્ટિક કૉંગ્રેસનો વિરોધ કરવા જણાવ્યું છે. નામદાર પોપ પોલ છઠ્ઠા આ પ્રસંગે ભારતની મુલાકાતે આવશે. આ પણ એક અભૂતપૂર્વ ઘટના છે.
મારા પર આવેલા બધા જ પત્રામાં એક સમાન દલીલ એ કરાઈ છે કે આ કોંગ્રેસ ભારતમાં રોમન કેથા લીક ચર્ચને સુદઢ બનાવવા યોજાય છે. આને પરિણામે વટાળપ્રવૃત્તિ વધશે અને હિંદુ ધર્મને
ધક્કો પહોંચશે.
થોડા હિંદુ મિત્રાએ આ કોંગ્રેસની ચર્ચા કરી ત્યારે મને નિમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં લગભગ બધા જ એવા મતના હતા કે આ કોંગ્રેસના સખત વિરોધ કરવા. હું એ લોકો જોડે સંમત થઈ.
શકયો ન હતો.
યુકેરિસ્ટિક કોંગ્રેસ વિશેના મારા વલણ વિશે મારે સ્પષ્ટતા કરવી જોઈએ એમ મને લાગે છે.
હું હિંદુ છું. હિંદુ ધર્મની નવરચના થાય અને એ તેના નૈતિક અને આધ્યાત્મિક સઘળાં મૂલ્યો સામેના પડકારને ઝીલી શકે એવા સબળ બને એમ હું ઈચ્છું છું. હું એક પગલું આગળ જઈશ. હું એમ માનું છું કે અદ્યતન પરિસ્થિતિ સાથેની અસંગતતા એગાળી નાખવામાં આવે તે હિંદુ ધર્મ ભવિષ્યની ધર્મશ્રાદ્ધાના પાયા બની કે એમ છે. આથી જ યુકેરિસ્ટિક કાંગ્રેસ વિશેના મારા મંતવ્યો વિશે સ્પષ્ટતા કરવાની મને જરૂર લાગે છે.
યુકેરિસ્ટિક કૉંગ્રેસ રોમન કેથાલિક ચર્ચના મત, સંપ્રદાય અને સિદ્ધાંત અનુસાર યોજાઈ રહી છે. “ઈસુ ખ્રિસ્ત પાછા ફરી તમામ લોકોને પિતા પાસે લઈ જઈ તેમના મેાક્ષ ન કરે ત્યાં સુધી તેમના માનવજાતને ઉગારનાર મહામૃત્યુની સ્મૃતિ જાળવવા માટે” આ કોંગ્રેસ યોજાય છે.
સ્વાભાવિક રીતે જ રોમન કેથા લિક ચર્ચના આ રહસ્યામાં આપણને રસ નથી, જેમ કોઈ બિનહિંદુને મહારુદ્ર કે વિષ્ણુયાગના કર્મકાંડમાં કે પ્રયાગસ્તાનના પુણ્યમાં અથવા શ્રીકૃષ્ણના અવતાર સ્વરૂપમાં રસ ન હોય એમ જ!
રોમન કેથલિક ચર્ચ એ સુઆયોજિત અને સુદઢ ધાર્મિક સંપ્રદાય છે અને એના ૪૦ કરોડથી પણ વધારે અનુયાયીઓ છે. એ પણ એટલું જ સાચું છે કે આ કોંગ્રેસ એશિયામાં ચર્ચને દઢ કરવા અને તેના સંદેશ વિસ્તારવા માટે યોજાય છે. હું એ પણ કબૂલ કરીશ કે એના એક વિશાળ પરિણામ તરીકે ધર્માંતર પ્રવૃત્તિને વેગવાન બનાવવાના પ્રયત્નો થાય પણ ખરા!
કૃષ્ણાનગરના બિશપ મેસ્ટ રેવ. લૂઈ એલ. આર. મારોએ
48
સંધના સભ્યોને નમ્ર અનુરોધ
· ‘પ્રબુદ્ધ જીવન’રજત જયન્તી સમારોહના ચતુર્થાંવધ કાર્યક્રમને લગતાં અનેક દષ્યાના સુન્દર ફોટોગ્રાફાનો એક સંગ્રહ સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે. આપ આ સંગ્રહમાંથી આપને જોઈતી નક્લોન, એક નકલના રૂા. ૩ લેખે, ઓર્ડર આપી શકો છે. આ સંગ્રહમાં આપની છબી કોઈ ને કોઈ ફોટોગ્રાફમાં સુકિત થઈ હોવી જોઈએ. એમ ન હોય તો પણ રજત જયંતીના સ્મરચિહ્ન તરીકે આપને પસંદ પડે તેવા બેચાર ફોટોગ્રાફો વસાવવા આપને અમારો નમ્ર અનુરોધ છે.
“મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ