________________
તા. ૧-૧૨-૧૪
પ્રબુદ્ધ જીવન
૧૫૫
સ્વાન્તઃ સુખાય” લખું છું. તે દ્વારા મારા આત્માને-અન્તરમનનેવ્યકત થવાની તક મળે છે અને આત્માની અભિવ્યકિતને આ આનંદ એ જ મારી લેખનપ્રવૃત્તિને પ્રેરક હેતુ રહ્યો છે, અને તેથી તેને લગતા પરિઝામનું વળતર મને તે અભિવ્યકિતના આનંદમાંથી–અન્ત: સુખની પ્રાપ્તિમાંથી-પૂર મળી રહે છે.
હું કેમ લખું છું? ' બીજો પ્રશ્ન છે હું કેમ લખું છું? આ પ્રક્રિયા સમજાવવી જરા મુશ્કેલ છે. પણ એક બાબતની સ્પષ્ટતા કરી દઉં. હું શીધ્ર કવિ માફક, દૈનિક પત્રના તંત્રી માફક કોઈ શીધ્ર લેખક નથી. પ્રેરણા મુજબ લખાયું તે લખાયું, પછી તે જોવા સુધારવાનું હોય જ નહિ આવી પણ કોઈ માન્યતા કે ખ્યાલ હું મારાં લખાણો વિષે ધરાવતો નથી. જ્યારે કોઈ પણ વિષય ઉપર કાંઈક લખવાની જરૂર જણાય છે ત્યારે તે વિષય અંગેના વિચારો મનમાં ઘોળાયા કરે છે. તે ધીમે ધીમે લેખના આકારમાં શબ્દરૂપ ધારણ કરે છે. તે શબ્દરૂપને ફરી ફરીને હું નિહાળું છું, ચકારું છું અને જેમ કોઈ એક શિપી પથ્થરમાંથી ઉપસાવેલી માતને જ્યાં ત્યાં ટાંકણું મારી મારીને કંડારે છે અને પિતાની કલ્પનાનું રૂપ પ્રસ્તુત મૂતિમાં આબેહુબ પ્રગટ ન થાય ત્યાં સુધી ટાંકણું માર્યા જ કરે છે–આવી કોઈક પ્રક્રિયા મારાં લખાણને અંગે ચાલતી હોય છે અને મને પૂરો સંતોષ થાય ત્યારે જ તે લખાણ મુદ્રણ માટે રવાના કરવામાં આવે છે. આ માટે મારે મને કોઈ વિષય નાનું નથી હોતો કે કોઈ વિષય મોટો નથી હોતે. દરેક વિષયનું મારે મન એકસરખું મહત્ત્વ છે. આ રીતે હું શીધ્ર લેખક નથી, પણ લેખન મારે મન એક શિલ્પકાર્ય રહ્યું છે, અને મારી વૃત્તિ એક શિલપીની રહી છે. આ રીતે મારી લેખનપ્રવૃત્તિને હું વર્ણવી શકું.
‘પ્રબુદ્ધ જીવન’ને સાપ્તાહિક બનાવવાનો મારો મનોરથ : “પ્રબુદ્ધ જીવનનું જ સ્વરૂપ મારી કલ્પનામાં છે--તટસ્થ, નિડર, સત્યલક્ષી અને સંયમપૂર્ણ–આવાં પત્રોની, મને લાગે છે કે, આપણા સમાજને-આપણા દેશને–ખૂબ જ જરૂર છે, કારણ કે, આવાં પત્રો દેશના-સમાજના-વિચારઘડતરમાં ઘણો ફાળે આપી શકે છે. ગઈ કાલે શ્રી ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તે મુજબ
વાં પત્રો સમાજનું “Social Berometre” થઈ શકે છે, સમાજ કઈ દિશાએ જઈ રહ્યો છે અને સમાજે કઈ દિશાએ જવું જોઈએ તેનું અનુમાપન દાખવતા યંત્રની આવાં પત્ર ગરજ સારે છે. પણ આવી સામાજિક તાકાત પ્રાપ્ત કરવા માટે પાક્ષિક કે માસિકની નહિ પણ સાપ્તાહિકની વધારે જરૂર છે એમ મને હંમેશાં લાગ્યું છે. સમ્યક પ્રકારે અને સત્યના માર્ગે ચલાવવામાં આવતું એક સાપ્તાહિક પત્ર કેવાં ભવ્ય પરિણામો નિપજાવી શકે છે તે માટે ગાંધીજીનું ‘નવજીવન’ કે ‘હરિજનબંધુ સચેટ દાખલારૂપ છે, આ રીતે વિચારતાં “પ્રબુદ્ધ જીવન” પાક્ષિક છે તેથી મને સંતોષ નથી. સમાજ અને રાજકારણ ઉપર પૂરત પ્રભાવ પાડવા માટે તેને સાપ્તાહિક બનાવવું જોઈએ. આવો મારો કેટલાય સમયથી અભિપ્રાય અને મને રથ રહ્યો છે. પણ આવું આદર્શલક્ષી સાપ્તાહિક ચલાવવા માટે પ્રજ્ઞાસંપન્ન લેખકોને તેમ જ સારા પ્રમાણની આર્થિક સગવડને સંગીન સહકાર જોઈએ. આજના સંયોગોમાં ‘પ્રબુદ્ધ જીવન પાક્ષિક સાપ્તાહિકમાં પરિવર્તન સહજ શકય નથી લાગતું.
મારા પછી કોણ? “પ્રબુદ્ધ જીવન સાથેના મારા આ પચ્ચીસ વર્ષના સંબંધના અનુસંધાનમાં મારા સામે તેમ જ પ્રબુદ્ધ જીવનના ચાહકો સામે એક પ્રશ્ન સહજ રીતે આવીને ઊભે રહે છે કે મારી પછી કોણ? મને લાગે છે કે આ પ્રશ્ન અંગે કોઈ વિશેષ ચિતા સેવવાની જરૂર નથી. હું ધારું છું અને મને પૂરી આશા છે કે, જ્યારે હું નહિ હોઉં અથવા તો પ્રબુદ્ધ જીવન’ને સંભાળી શકે એવું મારામાં સામર્થ્ય રહ્યું નહિ હોય ત્યારે આપણા ચીમનભાઈ, જેમને આજે ઘડિની ફ રસદ નથી, અને જેમને ‘પ્રબુદ્ધ જીવન” કે એવા બીજા કોઈ સાપ્તાહિક માટે લખવું એ તે માથાને ઘા થઈ પડે છે–આને અર્થ કોઈ એમ ન સમજે કે તેમનામાં લખવાની આવડત નથી, કારણ કે એ આવડત ન હોત તો કેવળ લખાણ સાથે જોડાયેલ સોલીસીટરને વ્યવસાય આવી અસાધારણ સફળતાપૂર્વક તેઓ ચલાવી જ શકયા ન હોતઆવા આપણા ચીમનભાઈ ઉપર જણાવી તેવી પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવન’નું સંપાદન સ્વીકારવાના જ છે. અને આ કાર્ય માટે તેઓ
સર્વ પ્રકારની ગ્યતા ધરાવે છે એ વિશે તે કોઈ બે મત હોવા સંભવ જ નથી.
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી મળનાર રૂા. ૧,૫૦૦ની વાર્ષિક મદદ
આમ જ્યારે ચીમનભાઈનો ઉલ્લેખ કરું છું ત્યારે બે-ચાર દિવસ પહેલાં બનેલી ઘટના યાદ આવે છે. ગઈ ૧૨મી તારીખે સૌરાષ્ટ્ર ટ્રસ્ટની સભા હતી. તે સભામાં “પ્રબુદ્ધ જીવનની રજતજયંતી છે તે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ “પ્રબુદ્ધ જીવન’ને શી રીતે મદદરૂપ થઈ શકે એવો પ્રશ્ન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાંતિલાલ શાહ તરફથી રજૂ કરવામાં આવ્યો, અને કેટલીક ચર્ચાના પરિણામે પ્રબુદ્ધ જીવનને ટ્રસ્ટ તરફથી રૂ. ૧,૫૦૦ની.વાધિક મદદ કરવી એ ઠરાવ કરવામાં આવ્ય, એ જ ઘડિએ શાંતિભાઈએ એમ જણાવ્યું કે, “આ મદદ
જ્યાં સુધી પરમાનંદ ‘પ્રબુદ્ધ જીવન’ ચલાવે છે ત્યાં સુધીની સમજવાની છે.” ચીમનભાઈએ એ સાંભળીને એમ જણાવ્યું કે, “પરમાનંદ નહિ હોય તો તમારે મદદ આપવાની જરૂર જ નહિ રહે.” એ ઘડીએ મેં એમ કહ્યું કે, “હું નહિ હોઉં ત્યારે મારાથી વધારે સમર્થ વ્યકિત ચીમનભાઈ એ સ્થાન ઉપર આવશે, એટલે ટ્રસ્ટે આજે નક્કી કરેલી મદદ બંધ કરવાને પ્રશ્ન જ કદિ ઊભે નહિ થાય.” આ રીતે પ્રબુદ્ધ જીવન’ને મોટા ટેકારૂપ બની જાય એવી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રબુદ્ધ જીવન’ને વાર્ષિક રૂા. ૧,૫૦૦ની ગ્રાન્ટ આપવા અંગે કરેલા નિર્ણયની જાહેરાત કરતાં હું ખુબ આનંદ અનુભવું છું અને તે માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટને અમારા સંધ તરફથી હાદિક આભાર માનું છું.'
આભારનિવેદન આ મારું વકતવ્ય પૂરું કરતા પહેલાં એક બે બાબતને ઉલ્લેખ કરવો જરૂરી છે. સૌથી પહેલાં તે એક સરખું પચ્ચીસ વર્ષ સુધી ‘પ્રબુદ્ધ જીવન’નું કશી પણ રોકટોક સિવાય સંપાદન કરવાની તક આપવા બદલ મુંબઈ જૈન યુવક સંઘને મારે આભાર માનવાને છે. મારા ઘડતરમાં–વૈચારિક તેમ જ આધ્યાત્મિક ચણતરમાં – પ્રબુદ્ધ જીવનની સંપાદન–પ્રવૃત્તિએ જે ફાળો આપ્યો છે તેને શબ્દોમાં હું શી રીતે વર્ણવું ? આજે હું જે છું તે તેને લીધે છું અને તે ન હોત તો હું શું હોત તેની મને ક૯૫ના આવતી નથી. આ રીતે આ સંઘનું મારા માથે જે ઋણ છે તેને હું કદિ પણ બદલેવાળી શકું તેમ નથી. બીજો આભાર મારે માનવાને છે મેનાબહેનને, ભાઈ દલસુખભાઈ માલવણિયાને તથા ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈને. તે ત્રણ મિત્રોએ જ્યારે પણ મેં જે કાંઈ માગ્યું–તે પછી હિંદી કે અંગ્રેજી લેખને અનુવાદ હોય, સ્વતંત્ર લખાણ હોય કે અવકનકાર્ય હોય–તે તેમણે વિના વિલંબે પૂરું પાડયું છે. આમાં પણ રતિભાઈના ઉમળકાની-સદ્ભાવની-વાત જ શું કરું?
| મારા ઉપર વરસેલે પ્રશંસાને વરસાદ
આજે આ પ્રસંગે ચારે તરફથી મારી ઉપર પ્રશંસાને જે વરસાદ વરસી રહ્યો છે તે વિશે શું કહેવું તે મને સમજાતું નથી.. જો હું કોઈ મોટો સત્તાધીશ હોત અથવા તો કોઈ નામી ઉદ્યોગપતિ હોત તો આ બધી પ્રશંસા તે સત્તા કે શ્રીમંતાઈને અનુલક્ષીને છે. એમ માની હું સમાધાન અનુભવત. મારી જેવો એક સામાન્ય માનવી અને ‘પ્રબુદ્ધ જીવન” જેવું એક સામાન્ય પત્ર-તે ચલાવવામાં એ તે કયો માટે પુરુષાર્થ કર્યો કે તેના ઉપર આટલી બધી પ્રશંસાને વરસાદ વરસે ? મારા માટે વપરાયેલા પ્રશંસાના શબ્દો-વિશેપણને હું યોગ્ય છું એમ જો હું માની લઉં તે હું મારી જાતને ઓળખતો નથી એમ કહેવાય. હું એ શબ્દો કે વિશેષણને નહિ પણ તે પાછળ રહેલા દિલના ભાવને–ઉમળકાને--નિહાળું છું અને આટલા બધા શુભેચ્છકો કે જેમાંની કેટલીક તે મારે મન આદરણીય વ્યકિતઓ છે તેમના હૃદયને હું આટલી નિકટતાથી સ્પર્શી શકયો છું એ જોઈને હું ઊંડી ધન્યતા અનુભવું છું. મારા માટે આ એક self-discovery છે, મારી જાતે અંગેનું અણકપેલું એવું એક દર્શન છે.
અમારી ઝોળી છલકાઈ ગઈ ! ‘પ્રબુદ્ધ જીવનની રજત જયંતી ઊજવવાને અમારી કાર્યવાહક સમિતિએ નિર્ણય કર્યો ત્યારે મુંબઈ જૈન યુવક સંઘ કે જે “પ્રબુદ્ધ જીવન’ની બધી જ જવાબદારી વહન કરે છે, તેના માટે રૂા. ૨૫૦૦૦ને ફાળે એકઠો કરવાનું વિચારેલું. જણાવતાં આનંદ થાય છે કે તે લક્ષ્યાંકને વટાવીને એ ફાળે રૂ. ૨૭૦ ૦ ૦થી આગળ ચાલ્યો છે. આ ફાળામાં ભાઈબહેનોએ જે કાંઈ આપ્યું તે પૂરા ઊમળકાથી આપ્યું છે. 'પ્રબુદ્ધ જીવન’માં ફંડની
વ્યકિતઓ છે તરછકો કે જેમાંની ઉમળકાને નિહાળને નહિ