SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ લેખો જુદા જાદા નામે પ્રગટ થતા જોવામાં આવે છે. આમ કરવાના આ અમારા સામિયક અંગે કદિ વિચાર સરખો પણ આવ્યા નથી. ૪. આવા સામયિકોના તંત્રી સાધારણ રીતે પેાતાના વિચારો “અમે’સર્વનામથી જણાવતા હોય છે. પોતાના માટે આવા બહુ વચનના ઉપયોગ કરવાનું મેં પ્રારંભથી જ સ્વીકાર્યું નથી. હું જે કાંઈ લખ્યું છું તે મારા નામથી જ લખતા રહ્યા છું. 'મ પ્રબુદ્ધ જીવન ૫. ‘પ્રબુદ્ધ જૈન કે જીવન’ના પ્રાર’ભથી ‘નવજીવન ’ અને ‘હરિજન બંધુએ ઊભી કરેલી પ્રણાલિને અનુસરીને જાહેર ખબર નહિ લેવાના અમે નિર્ણય કરેલા તેને આજ સુધી અમે વળગી રહી શકયા છીએ. આજે કોઈ પણ સામયિકને જાહેર ખબરની આવક સિવાય ટકી રહેવું મુશ્કેલ છે એ સમજી શકાય તેવું છે. એમ છતાં પણ જાહેર ખબર નહિ લેવાના આગ્રહ પાછળ સત્ય અને સુરુચિની દષ્ટિ રહેલી છે તેની ઉપેક્ષા થઈ શકે તેમ નથી. ‘પ્રબુદ્ધ જીવન’માં જાહેર ખબર લેવામાં આવતી નથી એ ઉપરથી કોઈ એમ ન સમજે કે ‘પ્રબુદ્ધ જીવન ' સ્વાશ્રયી છે. તેના સંચાલન પાછળ દર વર્ષે રૂા. ૩૦૦૦ ની ૩૫૦૦ ની ખોટ આવે છે. પણ સંઘ તરફથી ચલાવવામાં આવતી. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભાગ લેતાં ભાઈ બહેન એ. ખોટને તેમજ સંઘના અન્ય । ખર્ચને પહોંચી વળવામાં પૂરાં મદદરૂપ થતાં રહ્યાં છે. ખોટા જ હળવી થાય જો ગ્રાહકસંખ્યા સારા પ્રમાણમાં વધે. ‘પ્રબુદ્ધ જીવન’ જેવા તટસ્થ અને વિચારગંભીર પત્ર માટે ગ્રાહકસંખ્યામાં વધારો થવા બહુ મુશ્કેલ છે. પરિણામે આર્થિક સંયોગ ફરજ પાડે તો પણ જાહેર ' ખબર ન લેવી એવી કોઈ કટ્ટર પ્રતિજ્ઞા અમે લીધી નથી. આમ છતાં પણ જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી ચાલુ પર ંપરાને વળગી રહેવું એવા જરૂર અમારો આગ્રહ છે. ૬. ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કરવામાં આવતા લેખો અંગે ચોકકસ પ્રકારના ઊંચો ધારણના આગ્રહ સેવવામાં આવ્યો છે અને તે ખાતર 'પ્રબુદ્ધ જીવનમાં નબળાં મૌલિક લખાણાને સ્થાન ન આપતાં અન્ય સામાયિકોમાં પ્રગટ થયેલા ઉચ્ચ કોટિના લેખો ‘પ્રબુદ્ધ જીવન’માં અવારનવાર ઉષ્કૃત કરવાનું મે ઉચિત માન્યું છે અને તેમ કરવામાં મે કદિ નાનમ અનુભવી નથી. ૭. કોઈ પણ વિશિષ્ટ દિવસ હોય અથવા કોઈ વિશિષ્ટ માનવવિભૂતિની જન્મ યા મૃત્યુતિથિ હોય તેવા પ્રસંગને લગતા અંકમાં તે તે દિવસ અથવા વ્યકિતને લગતું કાંઈ ને કાંઈ લખાણ હોવું જ જોઈએ આ લગભગ સર્વસ્વીકૃત નિયમના Conventionના— પાલનના મેદિ આગ્રહ રાખ્યો નથી. આ અંગે કોઈ વિશિષ્ટ સંવેદન ચિત્ત અનુભવે તો જ લખવું આવા નિયમને હું અનુસરતો રહ્યો છું. આવા પત્રના તંત્રી કેવા હોવા જોઈએ? મારા મનમાં જે પુત્રની કલ્પના છે તે પત્રના તંત્રી અંગે મે નીચે જણાવેલી ગુણવત્તા તેમ જ શકિતમા આવશ્યક લેખી છે. ૧. તેનું સમાજલક્ષી સંવેદન બને તેટલું વ્યાપક અને ઘેરૂ હોવું જોઈએ. જેવી રીતે કોઈ પણ ઠેકાણેથી ધરતીક પ થાય અને સીસમેાગ્રાફની પીન તેના થડકારો અનુભવે છે એવી રીતે દુનિયાના કોઈ પણ ખૂણે બનતી સારી કે નરસી અસામાન્ય ઘટનાના થડકારો તંત્રીના દિલ ઉપર અંકિત થવા જોઈએ. ર. તે બહુ શ્રુત હોવા જોઈએ ‘તેનું જ્ઞાન-તેની સમજણ-માનવી જીવનનાં અનેક ક્ષેત્રાને સ્પર્શતી હોવી જોઈએ. તા. ૧-૧૨ ૬૪ પ્રશ્નો એટલા મોટા અને જટિલ બન્યા છે અને તે અંગે મારી સૂઝ નહિ જેવી છે. કેટલીક બાબત સ્પષ્ટ દેખાય છે; કેટલીક બાબતા આછી અધૂરી સમજાય છે; કેટલીક બાબતે મારી સમજણના પ્રદેશની બહારની હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’વિષેની મારી કલ્પના એવી રહી છે કે, દેશિવદેશમાં બનતા મહત્ત્વના પ્રત્યેક બનાવો અંગે ‘પ્રબુદ્ધ જીવને’ માર્ગદર્શન આપવું જોઈએ, તે અંગેનું સત્ય અર્થઘટન—ight interpretation—રજા કરવું જોઈએ, આ કલ્પનાના પ્રમાણમાં ‘પ્રબુદ્ધ જીવન’ની સિદ્ધિ બહુ જ નજીવી છે. આ કલ્પનાને મૂર્ત બનાવવા માટે યોગ્ય તદ્વિદોના સારા પ્રમાણમાં સહકાર જોઈએ, જે હજુ સુધી મને પ્રાપ્ત થયો નથી. આ બાબતમાં એક તંત્રી તરીકે મેં હ ંમેશાં ખૂબ જ મૂંઝવણ અનુભવી છે અને મારી અતિ મર્યાદિત જ્ઞાનક્ષમતા મને ખૂબ જ સાલી છે. દેશના અને દુનિયાના કેટલાક મોટા પ્રશ્ના અને મારા જ્ઞાનની સમજણની પાર વિનાની અલ્પતા! કવિ કાલિદાસ કહે છે તેમ તરાપા વડે મહાસાગર તરવાના મનેારથ સેવવા જેવી આ વાત છે. આપણને આઝાદી મળ્યા બાદ દેશની નવરચનાના એક નાના ૩. તેનામાં વસ્તુતત્ત્વને-વસ્તુના મર્મને-સ્પર્શે, પકડે એવું ઘેરૂ ચિન્તન હોવું જોઈએ. ૪. તે સત્યના ઉપાસક હોવા જોઈએ. આમ કહીને હું કોઈ મોટો સત્યના ઉપાસક છું એવા હરગીઝ મારો દાવો નથી. અને મારું ચાલુ જીવન સત્યથી કેટલું વેગળું છે તે વિષે પણ હું પૂરો સભાન છું. આમ છતાં પણ, ‘પ્રબુદ્ધ જીવન’ પૂરતા મારા એવા સતત આગ્રહ રહ્યા છે કે, તેમાં બને ત્યાં સુધી એવું કોઈ પણ વિધાન કરવામાં ન આવે કે જે પોતાની સમજણ મુજબના સત્યથી વેગળું હોય. આ નિરધારને અમલી બનાવવાના હેતુથી— (ક) જ્યારે પણ ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થયેલા લખાણમાં ખોટું વિધાન થયું છેઅથવા ખોટી રજૂઆત થઈ છેએમ માલૂમ પડયું છે ત્યારે તે કબુલ કરવાની—સુધારી લેવાની~મે તૈયારી દાખવી છે. (ખ) કંદ કદિ ચોકકસ પરિસ્થિતિ અંગે સચાટપણે કહેવાની મેં આવશ્યકતા ભાસતાં કડક ભાષાનો પ્રયોગ અનિવાર્ય બની જાય છે.. એ અપવાદ બાદ કરતાં સત્યની અભિવ્યકિત માટે મિત અને મિષ્ટ ભાષાનો ઉપયોગ કરવાના . મેં આગ્રહ સેવ્યો છે. કહેવાતા નગ્ન સત્યમાંથી ઘણી વાર સત્ય લુપ્ત થાય છે અને કટુતા રહી જાય છે. (ગ) વ્યકિત અને તેને લગતા વિષય- બે વચ્ચેનો ભેદ નજર સમક્ષ કાયમ રાખીને વ્યકિત વિષે. દિલમાં લેશમાત્ર ડંખ ન રહે એવી મે સતત જાગૃતિ સેવી છે. ૫. તેનામાં પૂરી નિર્ભયતા હોવી જોઈએ. આનો અર્થ કોઈ એવા ન કરે કે, મે ભયને સર્વથા જીતેલા છે એવા મારા કોઈ દાવા છે. એમ હું કહું. તો દંભ જ લેખાય. મારા મનમાં જ્યાં ત્યાં ભયં બેઠેલા છે. એની મને પૂરી ખબર છે. પણ ‘પ્રબુદ્ધ જીવન’ પૂરતું હું એટલું કહી શકું કે, સાધારણ રીતે જે વિષયા ચર્ચવામાં આવે છે તેના સંદર્ભમાં અવારનવાર કોઈ નવી પરિસ્થિતિ યા કોઈ નવી સમસ્યા ચેલેન્જ રૂપે-પડકાર રૂપે—જ્યારે પણ સામે આવીને ઊભી રહી છે અથવા તો કોઈ વિશિષ્ટ વ્યકિત વિષે. ખાસ લખવાનું પ્રાપ્ત થયું છે ત્યારે તે વિષે લખવાનું કોઈ દબાણ કે ભયને વશ થઈને મેં કદિ ટાળ્યું નથી. ટાળ્યું હોય તો તે અંગેની અધુરી સમજણના કારણે અથવા તો ઓછી સૂઝના કારણે અથવા તો તત્કાળ તેવી બાબતની ચર્ચા હાથ ધરવાનું લાક કલ્યાણની દષ્ટિએ ઉચિત લાગ્યું ન હોય તેવા કારણે. ૬. સમય અને સંયોગની આવશ્યકતા મુજબ કોઈ પણ પક્ષ, વસ્તુ કે વિષયની ભલે જોરદાર રજૂઆત કરવામાં આવે, તે પણ મંત્રીએ અંદરથી પૂરા સ્વસ્થ અને તટસ્થ રહેવું જોઈએ. તંત્રીની જવાદારી અંગે હંમેશાં મારો આ આદર્શ રહ્યા છે. અને તેને પહોંચી વળવા માટે મે' આજ સુધી એકનિષ્ટાથી પ્રયત્ન કર્યો છે. હવે અહિં એક બે અંગત પ્રશ્નાના ઉલ્લેખ કરૂ તો તે અસ્થાને નહિ ગણાય. પહેલા પ્રશ્ન છે કે હું શા માટે લખું છું? બીજો પ્રશ્ન છે હું કેમ લખું છું? હું શા માટે લખું છું? પહેલા પ્રશ્નના જવાબમાં કદાચ કોઈને અહંભાવ જેવું લાગે તો પણ ` મારે એમ કહેવાનું છે કે, હું જે કાંઈ લખું છું તે’
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy