________________
(45
પર
પ્રબુદ્ધ જીવન
જોઈને તે ભારે અચંબા થયા અને હિતૈષીએ જે સંકેત કરેલા તે ખરો પડતા લાગ્યો. તાજો વિદ્યાર્થી હતા, વ્યવહારની કશી ગતાગમ નહીં અને કોઈ જાતના ભવિષ્યના પરિણામને તો ખ્યાલ જ નહીં. એક તરફ તે વખતે જેમનું એકચક્રી રાજ્ય ચાલે એવા સદ્ગત શ્રી વિજયનેમિસૂરિએ વાવંટોળ ઊભા કર્યો અને જૈનસંઘમાં ઉત્તે જના ફેલાવી; “ જોઈ શું રહ્યા છે? શાસ્રો વિરુદ્ધ કોઈ બાલી જ કેમ શકે? બોલે તો સુખે જીવી જ કેમ શકે?” સંઘના માંધાતા અને એ આચાર્યની હામાં હા ભણનારા ધનપતિઓના આચાર્યને સાથ મળ્યો અને જેમ એ આચાર્યે લાલનશિવજીને સજા કરી તેમ જ મને સજા કરવાના તેમના હુકમ છુટયા. અમદાવાદ, ભાવનગર વગેરે શહેરમાં વસતા જૈન ભાઈઓમાં હાહાકાર થયો અને મને લાગ્યું કે આ કેવી વાત કે માણસ બાલી પણ ન શકે? મે’ તો જાહેર કર્યુ કે “જે કાંઈ બોલેલ છું તે બધું જ લખી આપું. પછી એક ન્યાયકારી કમિશન નીમા અને તે જે સજા ફરમાવે તે મારે માન્ય છે.” પણ એ વખતના વાવંટોળમાં મારી વાત કોણ સાંભળે? એ મગતરું બોલી જ કેમ શકે? આવીને આચાર્યના કદમમાં કદમબાશી કરી જાય અને માફી માગે તો જ જીવી શકે, હું ધનવાન તો હતા જ નહિ તેમ ભારે ખર્ચાળ પણ નહાતા, છતાં કુટુંબની થોડી જવાબદારી—નિભાવ કરવાની જવાબદારી તો હતી જ. સમાજ સાથે સંબંધ તો છૂટું તૂટું થઈ રહ્યો અને આજીવિકાના સાધનરૂપ નોકરી પણ છેડવી પડી. તે વખતે મહાવીર જૈન વિદ્યાલયમાં કામ કરતા હતા. મારા તે વખતના ભાષણના પ્રમુખ અને વિદ્યાલયની સ્થાપનામાં જેમને અસાધારણ શ્રામ, રસ અને હિસ્સા હતા એવા મહાન વિચારક મહાનુભાવ સદ્ગત શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા એ સંસ્થાના મુખ્ય કાર્યકર્તા હતા—મંત્રી હતા. તેમણે મને અંગત પત્ર લખીને વિદ્યાલયની સલામતી માટે નાકરી છેાડી દેવાનું જણાવી દીધું. એક તરફ નાનાભાઈ ભાવનગરમાં માંદગીને બિછાને હતા, ઘરમાં એક દિ'ના પણ તાકડા નહાતા, નેકરી પણ ગઈ, માતા અને બીજાં સ્વજના આચાર્યની કદમબાશીમાં કશી નાનમ નથી એમ વારેવારે કહેવાં લાગ્યાં; પણ મન માનતું નહોતું, ઘાટીનું કામ કરીને જીવીશ, પણ ખુશામત તો નહીં કરી શકાય એ વિચાર ગમે તે કારણે મનમાં વિશેષ દૃઢ થતા હતા. તે વખતે ભાવનગરની મને યાદ છે તે પ્રમાણે આત્માનંદસભાના ચૌદ-પંદર ભડ લોકોએ મને ખાસ અંગત કાગળ લખીને જરા પણ ઢીલા ન પડવા જણાવેલુ. ઢીલા સ્વભાવ તો ખરો, પણ આ બાબતમાં તો મનમાં નિર્ણય કરી રાખેલા કે ‘દેહ પાતયામિ વા કાર્ય સાધયામિ.' આવા જંમાનામાં ભાવનગરમાં જ યુવક પરિષદ શરૂ થઈ અને ગમે તે જાતના વિચારો બતાવવાની છુટ માણસમાત્રને હોવી જ જોઈએ આ વાત પર ભાર મુકવામાં આવ્યો. જોયું કે યુવકોનું બળ વધવા લાગ્યું, જમાનો બદલાઈ ગયો અને એ ધર્મપ્રેમી આચાર્યે ભારે ધમપછાડા કર્યા તો પણ ભાવનગર પછી અમદાવાદમાં જ યુવકપરિષદની બેઠક ભરવામાં કોઈ વાંધા ન આવ્યો, જો કે પરિષદમાં મારું કોઈ ખાસ સ્થાન નહોતું એટલું જ નહીં, પરિષદમાં તેના પ્રમુખ મારા પરમસ્નેહી પંડિત સુખલાલજી સાથે પરિષદના ખાસ મંચ ઉપર બેઠેલ હતા પણ જ્યારે પરિષદનું કામકાજ શરુ થયું ત્યારે પરિષદના મંત્રીએ ત્યાંથી ઊઠી જવાની સૂચના કરી ઉઠાડી મૂકેલા. આમ થવાના કારણની સમજ ન પડી, પણ એ વખતે શિસ્ત અનુસારે એમ કરવું જ પડેલ. તે વાતાવરણમાં સ્નેહી શ્રી પરમાનંદભાઈએ “ જૈનોનું કળાવિહીન જીવન' એવા ભાવવાળા નામનું પુસ્તક પણ પ્રસિદ્ધ કરેલું અને આમ સમાજમાં પોતાના વિચાર પ્રમાણે બોલવાની અને લખવાની હવા ફેલાવા લાગી, જેમ તે વખતે યુવક પરિષદ સાથે મારો કોઈ સંબંધ ન હતા તેમ અત્યારે પણ કોઈ યુવકસંઘના હું સભ્ય નથી તેમ બીજી કોઈ જાતના મારો તે સંસ્થા સાથે સંબંધ નથી, માત્ર પરમાનંદભાઈના સ્નેહને અને તેમની સૂચના પ્રમાણે સુવકસંઘના ઉત્સવામાં અનેકવાર આવેલ છું અને સારા એવા આદર પણ પામ્યો છું. મુખ્ય વાત એ કહેવાની હતી કે મુંબઈ જૈન યુવક સંઘ અને તેના મુખપત્રના પ્રભાવને લીધે જે જમાનાની મેં અહીં વાત કરી તે જમાના અને યુવકસંઘના દિવસેાથી માંડીને આજ સુધીના જમાના એ બે વચ્ચે આકાશપાતાળનું અંતર અનુભવાય છે. જે વિચારો એ વખતે કોઈ બોલી શકતું નહોતું તે આ વખતે આબાલગોપાલ બાલી શકે છે, જાહેર કરી શકે છે અને લખી પણ શકે છે. હજી એ જોહુકમી
"
તા. ૧૬–૧૧૧૪
આચાર્ય જેવા આચાર્યો અને જૈન ધનપતિએ નથી એમ નથી, પણ હવે તેમનું ચલણ ખાટા સિકકા જેવું થઈ ગયું છે. યુવકસંઘનું મુખપત્ર વાણીસ્વાતંત્ર્યનું ખરું હિમાયતી નિવડેલ છે અને તેનું તે ધ્યેય તેણે આજની ઘડી સુધી બરાબર સાચવી રાખેલ છે. એવી છાપ એ પત્રના વાચક અને એમાં કદી કદી લખનારા તરીકે મારા ઉપર પડેલ છે. એ પત્રના સંચાલક પીઢ વિચારક, સમદર્શી, આંતરનિરીક્ષક અને વ્યવહારદક્ષ ભાઈ પરમાનંદભાઈ એ પત્રની નીતિને બરાબર વળગી રહ્યા છે અને નામફેર કર્યા પછી પણ તેઓ પેાતાની મૂળ નીતિમાંથી એક તસુ પણ ખસ્યા નથી એ જાણીને કોને આનંદ નહીં થાય? પત્ર મુંગાને વાચા આપનાર નિવડેલ છે. મારો એવા નમ્ર મત એ વિશે જાહેર કરવા માટે મને તે ખુશી જ થાય છે. સાથે એક વિનંતી કરવાનું મન થઈ જાય છે કે જૈન સામાજિક રૂઢિઓ, બીજા વિવાદાસ્પદ પ્રશ્નો અને ધર્મના નામે શાસ્રને નામે ચાલતી અંધાધુંધી અંગે આ પત્ર પોતાની મૂળ નીતિ પ્રમાણે જૈન લોકોને જેમ આજ સુધી જગાડતું રહ્યું છે તેમ હરહંમેશ જગાડતું રહે અને તેના પુરુષાર્થી સંપાદક તેમની પૂર્વની કલમ વહેતી મુકે. પત્ર અને પત્રના સંપાદક આરોગ્ય સાથે ચિરાયુ રહે અને સમાજના હિતને સંતાષવા જે જહેમત તેઓ ઊઠાવે છે એ જ રીતે ઊઠાવતા રહે. બેચરદાસ જીવરાજ દોશી
પ્રભુ કરનારાં
લખાણા
‘પ્રબુદ્ધ જીવન’માં આવતાં લખાણા જીવનને પ્રબુદ્ધ કરનારા હોય છે. એમાં પ્રગટ પામતી વસ્તુઓ સત્યની કસોટી ઉપર ફ્સાયેલી, બુદ્ધિની ધારથી સતેજ થયેલી જોવા મળે છે. ‘પ્રબુદ્ધ જીવન’ની વિશેષતા એના અનાસકિતયોગમાં છે. પક્ષે કે સંપ્રદાયોથી પર રહેવું એ એક વાત છે, પણ એમાં રહેવા છતાં એના દુર્ગુણાથી અલિપ્ત રહીને પોતે સમૃદ્ધ બની, પેાતાના સંપ્રદાયને અને સમાજને સમૃદ્ધ બનાવવા એ ખરેખર સાધનાના વિષય છે. ‘પ્રબુદ્ધ જીવન’ પોતે એક જૈન સમુદાયનું પત્ર છે, એ સૌ જાણે છે. આમ છતાં એમાં પ્રગટ થતાં લખાણા અને વિચારો રસર્વવ્યાપક અને સર્વહિતકારી છે. અને પાતાના જન્મદાતાસમા સમુદાયની પગચંપી કરતાં આપણે જોયું નથી. એ જૈન સમુદાયને પ્રબુદ્ધ બનાવવા માટે કોઈ કસર રાખતું નથી ને તેથી જ કેટલીક વખત એમાં જૈન સમુદાયને સચેત કરતાં લખાણા
હોય છે.
‘પ્રબુદ્ધ જીવન’માં મોટા લોકોની નાની વાતોને મોટી કરી રંગ આપવાના પ્રયત્ન જોવા નહીં મળે જે મેટાભાગના સમાચારસામયિકોમાં જોવા મળે છે.
પ્રબુદ્ધ જીવન’નાના લોકોની મોટી વાતને જનસમુદાય સુધી પહોંચાડે છે. એમાં આધ્યાત્મિકતાના અખાડાના બદલે તમને નૈતિકજીવનની સીધી સાદી વાતો જોવા મળશે. પ્રશ્નનાં ઊંડાણમાં જવાની વેધકદષ્ટિ, 'પ્રબુદ્ધ જીવન’ ની વિશેષતા છે. એના મૂળમાં પ્રબુદ્ધ જીવનના વયોવૃદ્ધ છતાં ઉત્સાહ અને અક્કલમાં યુવાન એવા શ્રી પરમાનંદભાઈનું ધીર, ગંભીર અને સદાય નવું નવું શીખવાની જિજ્ઞાસાવૃત્તિ ધરાવતું વ્યકિતત્ત્વ સમાયેલું છે.
હું સમારંભની સફળતા ઇચ્છું છું અને સાથે સાથે કામના કરૂ છું કે પ્રબુદ્ધ જીવનની પરંપરાને ચાલુ રાખી શકે તેવું ઉત્તરદાયિત્ત્વ તેને સાંપડે, એ જ પ્રાર્થના !
હરિવલ્લભ પરીખ
વિષયસૂચિ
જવાહરલાલ નેહરુ ‘પ્રબુદ્ધ જીવન’પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે ભગવાન બુદ્ધ અને મહાવીર ‘તપસ્યા વધી છે-અનુકંપા ઘટી છે.’ રજત જ્યંતી પૂર્તિ: શુભેચ્છા અને સંદેશાઓ; પ્રબુદ્ધ જીવન’ની પચ્ચીશીની આલાચના: હીરાબહેન પાઠક, વાડીલાલ ડગલી, મુનિ સંતબાલજી, પંડિત બેચરદાસ દોશી, હરિવલ્લભ પરીખ.
પૃષ્ઠ આર્નોલ્ડ ટોયન્બી ૧૩૭
પરમાનંદ ૧૩૯
દલસુખ માલવણિયા ૧૪૧ પરમાનંદ ૧૪૪ ૧૪૫
માલિક શ્રી મુખર્જી જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ—૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ,