________________
૧૫૦
ભાઇ આ પ્રવૃત્તિને મોખરે હતા. આ સંસ્થાનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૩૯માં શરૂ થયું. આવી સંસ્થાના સામયિકના તંત્રીપદની જવાબદારી પરમાનંદભાઈ ન ઉપાડેતા કોણ ઉપાડે? ૧૯૫૩થી આ બિનસાંપ્રદાયિક સામયિકનું નામ બદલાયું. તે હવે ‘પ્રબુદ્ધ જીવન’ તરીકે ઓળખાવા માંડયું. આપણે મુંબઈ જૈન યુવક સંઘના આભાર માનવા જોઈએ કે આ સામયિકના સંપાદનની જવાબદારી તેણે પરમાનંદભાઇ ઉપર નાખી. પરમાનંદભાઈ પાસે આ મુખપત્ર ન હોત તેા તેમણે આટલું સતત પ્રગટ ચિંતન કર્યું હોત ? એમના આજ સુધીમાં બે જ લેખસંગ્રહો –‘આધુનિક જૈનાનું કળાવિહીન ધાર્મિક જીવન’ અને ‘સત્યં શિવં સુંદરમ્’-પ્રસિદ્ધ થયા છે. પરમાનંદભાઈએ તો થાબંધ લખ્યું છે, અનેક વિષય પર વિચારો કર્યા છે. ‘પ્રબુદ્ધ જીવન’ની રજતજયંતી પ્રસંગે પરમાનંદભાઈનું લખાણ ગ્રંથસ્થ થવું જોઈએ એવી માગણી કરીએ. શ્રી અરવિંદ અને શ્રી વૈકુંઠભાઈ મહેતા ઉપર લખેલા તેમના લેખાના સ્વાદ માંમાં રહી ગયા છે. આવા સંખ્યાબંધ લેખા ગ્રંથસ્થ થાય તે જ એના લાભ પ્રજાને સતત મળતા રહે.
પ્રબુદ્ધ જીવન
આપણા એક આદરણીય કવિએ મને એક વાર કહેલું : “કોઈ એમ કહે કે બારીવલીમાં કોઈ વિદ્રાન પુરુષ આવ્યો છે તો પરમાનંદભાઈ એનું સરનામું શોધી એ વિદ્વાનને મળવા મુંબઈથી બોરીવલી પહોંચી જવાના અને મોકો મળે તો એને પેાતાને ઘેર જમવા લઈ આવવાના.” પરમાનંદભાઈને ખાંખાંખાળા કરવાની લગની લાગી છે. એ આજન્મ વિદ્યાર્થી છે. વિદ્યા, કળા અને સાહિત્યના માનવી સાથે સંબંધ બાંધવાની અને એને સાચવી રાખવાની એમનામાં અજબ ફાવટ છે. પરમાનંદભાઈના જીવનની પ્રધાનપ્રવૃત્તિ જ્ઞાનચર્ચા રહી છે. તેની અસર તેમના ચહેરામાં વરતાય છે. પરમાનંદભાઈના ચહેરામાં જે પ્રસન્નતા જોવા મળે છે `તેનું સ્મરણ કરતાં પણ ચિત્તમાં આનંદ ફરી વળે છે.
પરમાનંદભાઈના ‘પ્રબુદ્ધ જીવન’ વિષે આપણે ગૌરવ કેમ અનુભવીએ છીએ? આ સામયિકે આપણને સામાજિક અને ધાર્મિક બાંબતો પ્રત્યે ઉદાર વલણ લેતાં શીખવ્યું. શાસ્ત્ર કે ગુરુવચનને અફર માનવાનો ‘પ્રબુદ્ધ જીવને ઈન્કાર કર્યો. સમાજ અને ધર્મના પ્રશ્ન વિષે આ સામયિકે આધુનિક વલણ અખત્યાર કર્યું. આધુનિકતાનું હાર્દ તર્ક અને વિવેક છે. આ દષ્ટિએ પરમાનંદભાઈ આધુનિક ચિંતક' છે. પણ એમનાં ચિંતન કે લેખનમાં આધુનિક સમાજની તીવ્રતા કે કર્કશતા નથી. એમની તાર્કિકતામાં ડંખ ક્યાંયે જોવા નહિ મળે, અનુકંપા એમના વિચારોનું પ્રેરક બળ છે. કોઈ મુદ્દો આપણા મન ઉપર ઠોકી બેસાડવા માટે પરમાનંદભાઈ ચર્ચા કરતા નથી. એ તો સામા માણસની વાત સમજવા પ્રયત્ન કરતા હોય છે. ‘પ્રબુદ્ધ જીવન’ મને ગમે છે તેનું એક કારણ એ છે કે સંરકારી વાર્તાલાપ કેમ કરાય તેં મને આ સામિયક શીખવે છે. -
ધર્મને સામાજિક દષ્ટિએ જોવા જોઈએ એ મુદ્દા ઉપર પણ ‘પ્રબુદ્ધ જીવને’ ખૂબ ભાર આપ્યો. ધર્મ એ માત્ર વ્યકિતના મેાક્ષનું સાધન નથી. સમાજની અનાસકત સેવા વિના સાચું ધાર્મિક જીવન ‘જીવી શકાશે ? - ધર્મના સામાજીકરણની દિશામાં ‘પ્રબુદ્ધ જીવને ’ ફાળા આપ્યો તે કારણે આ સામાયિક ગાંધી વિચારસરણી અને જૈન સમાજ વચ્ચે સેતુ સમું બની ગયું. ગાંધીબાપુના પટ્ટશિષ્યોને ‘પ્રબુદ્ધ જીવન’ સાથે કેમ નાતો છે એ સમજવા માટે આ સામયિકની ફાઈલા પર અછડતી નજર પણ બસ થઇ રહેશે. ખરી રીતે તો ‘પ્રબુદ્ધજીવને એના મર્યાદિત ક્ષેત્રમાં ગાંધીજીના ખેપિયાનું કામ કુશળતાપૂર્વક કર્યું છે.
પરમાનંદભાઈના પ્રબુદ્ધ જીવન”ને મોટામાં મેાટા પુરુષ પ્રત્યે આદર ખરો, પણ તે કોઈની કંઠી બાંધે નહિ. જેમ તીર્થંકરો, પયગંબરો કે શાસ્ત્રોનાં વચનને આખરી વચન ગણવાના આ સામિયકે ઈન્કાર
૧)
તા. ૧-૧૧-૨૪
કર્યો તેમ નવા યુગના મહા પુરુષોની વિચારસરણીને પણ આ સામયિકે એમ ને એમ ન સ્વીકારી. પ્રશ્નો ન પૂછે તો ‘પ્રબુદ્ધ જીવન’ નહિ. પરમાનંદભાઇના પોતાના વિદ્વાન પિતા હોય, મહાત્મા ગાંધી હાય, વિનોબાજી હોય કે શ્રી અરવિંદ હાય-જેટલું તર્ક અને સુરુચિની કસોટીએ ટકે તેટલું જ ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી સ્વીકારે. જે ગળે ન ઊતરે તેની નિર્ભયતાથી સૌમ્ય ચર્ચા થાય. આ ચર્ચામાં કોઈની હાર કે જીત ન થાય, સૌની સમજ વધે.
આપણી જ્ઞાતિવ્યવસ્થા અને સામાજિક સંબંધની સંકુચિતતા વિષે ‘પ્રબુદ્ધ જીવને’પ્રસન્ન થઈ જઈએ તેવી બેચેની અનુભવી છે. આ સામયિકમાં આપણા સામાજિક પ્રશ્નો વિષે જે તાર્કિક અને માનવતાભરી ચર્ચા થઈ છે તેને કારણે આપણે વધુ ઉદાર બન્યા છીએ. જૈન સમાજે પરમાનંદભાઈને સંઘ બહાર મૂકયા પણ પરમાનંદભાઈએ જૈન સમાજન ત્યાગ ન કર્યાં. એમણે તે અંદર રહીને ફેરફારો કરવાના મનસુબા કર્યા હતા. પાણીમાં રહીને મગર સાથે બાથ ભીડવી હતી. આ પ્રયાસો કેટલા સફળ થયા એ કાળ જ કહી શકે. પરંતુ એક જૈન તરીકે હું એટલું જરૂર કહું કે એમના જેવા અનુકંપાશીલ વિચારક વિનાના જૈન સમાજ માણ વિનાની રોટલી જેવા થઈ જાત.
‘પ્રબુદ્ધ જીવન’અને પરમાનંદભાઈની સ્મરણીય સિદ્ધિ એ છે કે એ બંને પ્રગતિશીલ હોવા છતાં સ્વસ્થ છે. સમાજમાં ફેરફાર કરવાની તાલાવેલી હોય તો પણ સ્વસ્થ ચિત્ત રાખી ડંખ વિનાની ચર્ચા કરી શકીએ તો રૂઢિચુસ્ત અને પ્રગતિશીલનું એકીસાથે કલ્યાણ થાય. ‘પ્રબુદ્ધ જીવન’ આવી કલ્યાણયાત્રાનો નિર્ભય ભામિયા છે, મુંબઈ, નવેમ્બર ૧૦, ૧૯૬૪. વાડીલાલ ડગલી
જૈન સમાજના વિચાર-ઉત્કર્ષમાં ‘પ્રબુદ્ધ જીવન’ના ફાળા
‘પ્રબુદ્ધ જીવન ’ના પચ્ચીસ વર્ષના ઉત્સવ ઉજવાય છે; ત્યારે ‘પ્રબુદ્ધ જૈન' અને તે પહેલાંની મુંબઈ જૈન યુવક સંઘની વાત આવીને ઊભી રહે છે. શ્વેતાંબર જૈનાની ચાલુ પરંપરામાં સંશોધન કરવાની જરૂરિયાતનો આગ્રહ સામે આવે છે. અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજની કોન્ફરન્સ સાથે થયેલા તેની નવી પેઢીના સંઘર્ષ નજરે પડે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુસાધ્વીએ અને તેમાંય અમુક સાધુઓની એ સમાજ પરની પકડને અંગે થયેલી હાલત યાદ આવે છે. અને એમાંથી છેવટે ભાઈશ્રી પરમાનંદ કાપડિયા જુદા પડી જાય છે. દુનિયાના પ્રવાહો સાથે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજને સંકળાયેલા રાખવાની અને એ રીતે ધર્મને નામે ચાલતી પ્રથાઓના સંશાધન માટેની પ્રવૃત્તિ શરૂ કરવાનું કેટલાક ભાઈઓને સૂઝે છે. તેમાંથી ‘મુંબઈ જૈન યુવક સંઘ ’ને ઈતિહાસ શરૂ થાય છે. પંડિત સુખલાલજી વગેરેનો સક્રિય સાથ તેમાં જોડાઈ જાય છે. ત્યારથી ભાઈશ્રી પરમાનંદભાઈના તંત્રીપણા હેઠળ ‘ પ્રબુદ્ધ જૈન ’ પાક્ષિક ચાલવા માંડે છે અને પર્યુષણ પર્વની પ્રવચનમાળાઓ યોજાય છે. શરૂઆતમાં આ પ્રવૃત્તિ સામે એ સમાજના પ્રખર ઉકળાટ જણાય છે. પણ ગાંધીયુગની સામે એ ઉકળાટનું કાંઈ ઉપજતું નથી. ધીરે ધીરે આ પ્રવચનમાળાની પ્રવૃત્તિ જ બીજાં શહેરોમાં ફેલાઈ જાય છે. તે એની લોકપ્રિયતાનું જવલંત પ્રમાણ પૂરું પાડે છે.
આમ તો ભારત જૈન મહામંડળને પણ પોતાના સ્વતંત્ર ઈતિહાસ છે. ભારત જૈન મહામંડળ, અને કલકત્તામાં ચાલતું એ જ જાતનું મંડળ (જૈનસભા) જૈનોની એકતા માટે પોતાની મર્યાદામાં રહીને મથે છે. ખાસ કરીને મહાવીર- જન્મ દિવસ જે દેશભરમાં સંગે મળીને ઉજવાય છે તેના યશ એને ફાળે પ્રત્યક્ષ રૂપે જાય છે.