________________
૧૪૮
‘પ્રબુદ્ધ જીવન'ની
પ્રબુદ્ધ જીવન
પચ્ચીશીની આલાચના
‘પ્રબુદ્ધ જીવન’–તેની સિદ્ધિ
એ દિવસો હતા જ્યારે રાષ્ટ્ર કરવટ બદલી પેાતાની દીર્ધસુપ્ત ચેતનાને જાગ્રત કરી. ગાંધીજીના માનવચેતનાના એ અજબ કીમિયાગરના-મંત્રાચ્ચારથી, આ દેશના વિરાટ સમાજના વિવિધ વિભાગે નવી સમજથી સંચારિત થયા. ત્યારે, જૈન સમાજ સંચાલિત ‘મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના પણ નવજાગૃતિની ભાવનાથી થઈ. એ સમાજના ઉત્કર્ષની ચાલના વિશેષ સતેજ બને એ આશયથી ૧૯૨૯ની એ જ સાલમાં સંસ્થાના મુખપત્ર રૂપે ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા’ નામે સાપ્તાહિક શરૂ થયું. ૧૯૩૧ માં તેનું નામ બદલીને ‘પ્રબુદ્ધ જૈન' એવું અર્થસૂચક નામ રખાયું. તે સાથે જ, ‘જાગૃતિ’ ના ઉદાત્ત ધ્યેયમંત્રને વરીને આ પત્રિકાએ વિશ્વની ને રાષ્ટ્રની મહાન ઘટનાઆના સંદર્ભમાં પોતાના સમાજની વિકાસાન્મુખ આશા-આકાંક્ષાઆને પ્રગટ થવા દીધી. વળી સમયધર્મને વશવર્તી પરદેશી શાસન સામે માથું ઊંચકવાના દેશના ભગીરથ પુરુષાર્થમાં પણ પોતાના યત્કિંચિત ફાળા એણે આપ્યો. ૧૯૩૩ માં અંગ્રેજ સરકારે આ પત્રિકાની અમુક વાર્તાને વાંધાજનક લેખી જામીનદારી માગી: ત્યારે તેણે નમવાને બદલે બંધ પડી જવું પસંદ કર્યું. પણ રાષ્ટ્રભાવના ને તેની સંસ્કૃતિનું ગૌરવ તેણે ગળથૂથીમાં મેળવેલું તે એમ કઇં ઓછું પોતાનું અરિતત્વ મિટાવી દે? ત્રણ જ માસમાં તે ફરી પાછી દેખાઈ. સરકારથી બચવા નવા નામનો અંચળો ઓઢીને! “તરુણ જૈન’ એવા તાઝગીસૂચક નવા નામના, નવી ભાવનાના ને નવી ધગશના તેણે વાઘા પહેર્યા. ત્યારે સાલ હતી ૧૯૩૪ની, અને આમ તે ૧૯૩૭ લગી ટકી રહી. પછી કેટલાક સંજોગામાં તે બંધ પડી. આમ પલટાતા કાળને કારણે સંસ્થાના વારાફેરા સાથે તેના મુખપત્રે પણ ઠીક ઠીક પલટા ખાધા,
પછી આવે છે ૧૯૩૮ની સાલ, જેમાં ‘મુંબઈ જૈન યુવક સંઘ’ સંસ્થાના જીવનમાં અમૂલાગ્ર પરિવર્તન-‘સમૂળી ક્રાન્તિ' સર્જાય છે. સંસ્થાની કાયાપલટ ને તેની સૂરત સમા તેના મુખપત્રની સૂરત, એક નવી જ આભાની ઝલક સાથે ફરી પાછી દેખા દે છે. ‘સંઘ જૈન સમાજના એક ફિરકાનો હતો તે સમગ્ર જૈન સમાજના બન્યો અને બધા ફ્રિકાના જૈન મુવકો સંઘમાં જોડાયા.' આમ સંસ્થા પોતાનાં ઘરની ચાર દિવાલાની સંકડાશ ત્યજી, વિશાલ વિશ્વને આંગણે મહાલવા બહાર નીસરી. તેની આ ક્રાન્તિકારી કાયાપલટને અર્થે તેની ‘ઉદાર વિચારસરણીના પ્રચાર કરવા માગતા મુખપત્રની જવાબદારી પણ મારે જ સ્વીકારવી જોઈતી હતી એમ અન્તરમન મને 'કહી રહ્યું હતું.એ મુજબના એકરાર કરનાર શ્રી પરમાનન્દભાઈ તે ધ્યેયને હાંસલ કરવા તૈયાર થાય છે. અને ૧૯૩૯ ની સાલમાં, સંસ્થાના પીઢ પ્રમુખ કાર્યકર્તા સ્વ. મણિલાલ માકમચંદ શાહના તંત્રીપદ હેઠળ તેઓ ‘પ્રબુદ્ધ જૈન'ના સંપાદનની જવાબદારી ભાવનાપૂર્વક સ્વીકારે છે. આજલગી સંધની પત્રિકાઅર્થે અવારનવાર લખી તેમ જ સંઘનું નેતૃત્ત્વ લઈ અધિકારી બની ચૂકેલા શ્રી પરમાનંદભાઈ હવે પછી તેનું સુકાન હાથમાં લઈ રીતસરની જવાબદારી સ્વીકારે છે. ‘પ્રબુદ્ધ જૈન’ નવા જન્મ ધરે છે.
તે વેળા, તેમની સમક્ષ પત્રકારિત્વ વિશેના ગાંધીવાદી-રે, ગાંધી– સંચાલિત આદર્શ માજુદ હતા. ગાંધીજીએ નવજીવન તેમજ રિજન– બંધુ ચલાવી નિર્ભય છતાં નમ્ર એવું સત્યનિષ્ઠ અને સ્વચ્છશિષ્ટ પત્રકારિત્વનું ધારણ સ્થાપ્યું હતું; ને પ્રજાદારવણીનું ભગીરથ કાર્ય ઉપાડેલું હતું. એવા આદર્શ અપનાવનાર સંપાદક કોઇની શેહમાં કેમ જાય ? જો જાહેરખબરો મેળવી તે પત્રિકાઅર્થે આર્થિક સલામતિ શોધવા
તા. ૧૬-૧૧-૨૪
જાયતે। તેની સત્યનિષ્ઠા જેખમાય એ સ્વાભાવિક છે. સંપાદક એ દષ્ટિએ પણ જાહેરખબર નહિ લેવાના ગાંધીજીના આદર્શ સ્વીકારી, ‘પ્રબુદ્ધ જૈન’ના નિર્મળ સંપાદનની નીતિરીતિ અખત્યાર કરે છે. આમ નિર્મળ ધ્યેયથી આ ઈષ્ટ પ્રવૃત્તિનું મંગળાચરણ કરતાં, તેણે પોતાની નૈતિક તાકાત સિદ્ધ કરવી શરૂ કરી. ૧૯૩૯ થી ૧૯૬૪આજ લગીના પચ્ચીસ વર્ષના પ્રકાશનગાળાની તેની કારકિર્દી શું તેને વિશે આ સાખ નહિ પૂરે ? પૂરશે જ,
આમ આ પત્રિકાએ પેાતાની મર્યાદામાં રહી પોતાનું સત્ત્વપૂર્ણ અસ્તિત્વ આજલગી એકધારું ટકાવી રાખ્યું. તેમાં એક ખચકો (Break) પડયા શ્રી પરમાનંદભાઈએ ૧૯૪૯ ની સાલમાં ‘યુગદર્શન’ના તંત્રીપણાની જવાબદારીના કારણે લગભગ એક સાલ માટે પોતાની સંપાદક લેખેની જવાબદારી ઊતારી નાખી ત્યારે. તે વેળાનું તેનું સંપાદન બે ભાઈઓને હાથે એ ટૂંકગાળા માટે થવા પામ્યું હતું. પત્રિકાના આ પચ્ચીસ વર્ષના ગાળાનો બીજો મહત્ત્વના બનાવ તે ‘પ્રબુદ્ધ જૈન’નું અસાંપ્રદાયિક અને સર્વસ્પર્શી ધારણ લક્ષમાં લઈને તા. ૧-૫-૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન' નું નામ બદલીને સંઘના મુખપત્રને ‘પ્રબુદ્ધ જીવન' નામ આપવામાં આવ્યું તે. એ આજ સુધી કાયમ છે. આમ “૧૯૩૮માં કરવામાં આવેલા સંઘના નવસંસ્કરણ બાદ ૧૯૫૩ થી ‘પ્રબુદ્ધ જૈન’ના નવસંસ્કરણ રૂપ ‘પ્રબુદ્ધ જીવન’નું સ્વરૂપ સ્થપાયું. ૧૯૫૧ ની સાલમાં ‘પ્રબુદ્ધ જૈન’ના તંત્રી સ્વ. મણિભાઈએ તબિયતને કારણે તંત્રીપદેથી મુકિત માર્ગી ત્યારે હકીકતે તંત્રસંચાલક શ્રી પરમાનંદભાઇ કાયદેસરના− રીતસરના— તંત્રી બન્યા.
આમ, જેમ કોઈ વ્યકિતના જીવનમાં, જેમ કોઈ રાષ્ટ્રના ઈતિહાસમાં, જેમ કોઈ નદીના વહનપટમાં, તેની અનેક વિકાસક્રમ દાખવનારી ઘટનાઓ આકસ્મિક પણ ઈષ્ટ પરિણામ આણનારી બને છે તેમ, ‘પ્રબુદ્ધ જૈન - જીવન' માટે બનેલું છે. હિમાચ્છાદિત પર્વતપ્રદેશોમાંથી ગંગાત્રીરૂપે ઉદ્ગમ પામી વર્ધમાન સ્વરૂપે આગળ ને આગળ વિહરતી ગેંગા, પ્રયાગ આગળથી પોતાનું રૂપ પલ્ટી અનેરું ને પ્રૌઢું સ્વરૂપ ધારણ કરે છે અને પુરાણ પ્રદેશો તેમ જ મહાનદા સંગમ પાી પદ્મા અને મેઘના નામે ઓળખાતી, સુંદરવનના નેત્રઝુંડમાંથી પસાર થતી સમુદ્રમાં ભળી જાય છે તેવી રીતે નાનું શું આ ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૨૯થી ૧૯૩૭ સુધી પેાતાના અસ્તિત્વ માટે મથતું, ૧૯૩૮ માં નવજીવન પામી સંકુચિતતા મિટાવી વિશાલ વિશ્વનાં વહેણાને યથાશકય ઝીલતું અનેક મંત્રો ને ઘટનામાંથી પસાર થતું વિકસતું રહ્યું છે, ખાસ કરીને જૈન સંપ્રદાયને અનુસરનારા એક નિશ્ચિત સમાજના વર્ગને બિનસંપ્રદાયિક જીવનદર્શન કરાવતું રહ્યું છે.
તે બિનસંપ્રદાયિક છે અને છતાં તેના જન્મસંસ્કારમાં તે તેની મુખમુદ્રામાં જૈન દર્શનનો અણસાર નિશ્ચિતપણે વરતાય છે. કારણ જૈન સમાજમાંથી તેના ઉગમ છે, તે સમાજની સંસ્થાપૂરી પ્રવૃત્તિઓથી ને જીવનવ્યવહારના દષ્ટિકોણથી તે સામયિક પોષાયેલું છે. એટલે તેમ ન હોય તેા નવાઈ! તેથી વિશેષ, શ્રી કાકાસાહેબ કાલેલકર કહે છે તેમ વધારે તાત્ત્વિક અર્થમાં “તેણે જૈન દર્શનને જીવનદર્શન બનાવ્યું” છે. આ જૈનદર્શન એટલે શું? તે કહે છે: “જૈનંદર્શન એક જીવનવ્યાપી અને સાર્વભૌમ દર્શન છે, સ્યાદ્વાદની ભૂમિકા ઉપર અહિંસા અને તપના સાંધન” ઉપર તે ` રચાયેલું છે. આમ જૈનદર્શનના હાર્દમાં રહેલી અહિંસા, અનેકાન્ત, સંયમ અને તપના એ સંદેશાના મંત્રા જેમણે સાંભળ્યા છે, એ સંદેશાના અવાજથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને
1)