________________
૪.
લેખકની સાધના સદા બળવત્તર હો અને તે દ્વારા વિશ્વમાં અહિંસા અને સત્યના પ્રચાર હો એવી હાર્દિક શુભેચ્છા. માંડલથી શ્રી રતિલાલ મફાભાઈ શાહ ;
‘પ્રબુદ્ધ જીવને” જે ઉચ્ચ ધેારણ પ્રાપ્ત કર્યું છે એથી ભાગ્યે જ આજનું કોઈ ગુજરાતી સામયિક એની તુલનાત્મકતામાં ઊભું રહી શકે તેમ છે. ‘પ્રબુદ્ધ જીવન’ને ઉન્નતિશીલતા, સમારોહને સફળતા અને શ્રી પરમાણંદભાઈને દીર્ઘાયુષ્ય ઈચ્છું છું.
પ્રભુ જીવન
સુ`બઈ – રાજભવનથી શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા :
‘પ્રબુધ્ધ જીવન' માટે મને હંમેશાં આદર રહ્યા છે. આ પત્રનું વાંચન મને ખૂબ સ્વાસ્થ્યપ્રદ, સુરુચીવાળુ, ગંભીર અને પ્રેરણાદાયી લાગે છે. આ પત્ર વધારે ને વધારે લોકો સુધી પહોંચે તેવી હાર્દિક શુભેચ્છા.
અમદાવાદથી ગુજરાતના માજી ગૃહપ્રધાન શ્રી રસિકલાલ પરીખ:
‘પ્રબુદ્ધ જીવન’ રજત જ્યંતી ઉજવે છે જાણી આનંદ થયો. ‘પ્રબુદ્ધ જીવને’ પ્રજાજીવનનાં બધા પાસાઓને સમાવી લેવા પ્રયત્ન કર્યો છે. કૉંગ્રેસ વિચારસરણી સાથે ચાલતું આ પત્ર લોકહિતને લક્ષમાં રાખી કોંગ્રેસની નીતિરીતિની ટીકા પણ કરે છે, એ એની, રાષ્ટ્રીયદષ્ટિના એક અંગભૂત ભાગ છે એમ હું સમજું છું. ‘પ્રબુદ્ધ જીવન’ના વિચાર કરતી વખતે શ્રી પરમાનંદભાઈ કાપફિયાને ભૂલી નહિ શકાય. ખરેખર તે પ્રબુદ્ધ જીવન' પરમાનંદભાઈ છે અને પરમાણંદભાઈ ‘પ્રબુદ્ધ જીવન’ છે. એટલે આ રજત જ્યંતી બન્નેની સંયુકત રજત જ્યંતી તરીકે ઉજવવી જૉઈએ. નવા વિચારો અને નવા દિશાસૂચનાથી ‘પ્રબુદ્ધ જીવન’હંમેશાં લીલુંછમ રહ્યું છે. રજત જ્યંતી પ્રસંગે મારી શુભેચ્છા અને અભિનન્દન પાઠવું છું. *મુંબઈથી ‘સુકાની’ના તંત્રી શ્રી મોહનલાલ મહેતા (સાપાન) લખે છે; -
‘પ્રબુદ્ધ જીવન’હું વર્ષોથી જોઉં છું. પાનાં અને ફેલાવામાં નાનું છે પરંતુ રજત જયંતી ઉજવવાનો અધિકાર પ્રાપ્ત કરવા જેટલી વિચાર સમૃદ્ધિ તે ધરાવે છે. શ્રી પરમાનંદભાઈનું વ્યકિતત્વ અને જૈન યુવક સંઘની બિનસાંપ્રદાયિક, તટસ્થ અને સ્પષ્ટ દષ્ટિ એમાં પ્રગટ થાય છે. રજત જ્યંતી પ્રસંગે જે કાર્યક્રમા રાખવામાં આવ્યા છે તે પણ જેટલા ઉપયોગી તેટલા જ આકર્ષક છે. ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેના વાચકોને વર્ષો સુધી નીડર છતાં શાંત અને સ્વસ્થ વિચારણાં મળી રહે એવી મારી શુભેચ્છા સાથે. મુંબઇથી શ્રી કરસનદાસ માણેક:
વરસો થયાં ‘પ્રબુદ્ધ’ જીવન હું રસથી વાંચું છું. પરમાનંદ ભાઈની સ્વસ્થ, સમતોલ, માર્મિક છણાવટ અને સ્વચ્છ, સુરેખ, સુરુચિસંપન્ન લેખનશૈલી મને ગમે છે.
તા. ૧૬-૧૧-૪
પરત્વે લખ્યું છે તેમાં પ્રેરણા ‘પ્રબુદ્ધ જૈન’ અને ‘પ્રબુદ્ધ જીવન’ની મુખ્યત્વે છે એ કબૂલ કરતાં મને આનંદ થાય છે.
શ્રી પરમાનંદભાઈની પત્રકારિત્વ વિષે સ્પષ્ટ દષ્ટિ એ તેના વિકાસમાં મુખ્ય ભાગ ભજવ્યો છે એ તો ખરું જ પણ, એમની એષ્ટિ અમારા જેવા નવા લેખકોમાં પણ ક્રમે કરી એમના કારણે પણ વિકસી એ સ્વીકારવું જ રહ્યું. ‘પ્રબુદ્ધ જીવને' ઘણાના જીવનમાં નવજાગૃતિ આણી હશે એમાં શંકા નથી. હજી વધારે ઉજજવળ કારકિર્દી થાય એ જ શુભેચ્છા છે. ભાવનગરથી શ્રી નમ દામેન રાવળ :
તમે તે! ખરું જીવન જીવી જાણ્યું. આ ઉમ્મરે પણ લખાણમાં સચોટતા અને સ્પષ્ટતા બીજા કોઈના લખાણોમાં હું જોતી નથી તે તમારામાં જોઉં છું. પ્રબુદ્ધ જીવન'માંથી હું ઘણુ શીખી છું. મારે મન તો તે ઉપનિષદ જેવું છે.
અમદાવાદથી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ :
‘પ્રબુદ્ધ જૈન’ જન્મ પામ્યું ત્યારથી પહેલાં હું તેને અનિયમિત વાચક હતો અને તેણે ‘પ્રબુદ્ધ જીવન’ નામ ધારણ કર્યું ત્યારથી આજ સુધી તેના નિયમિત વાચક રહ્યા છું. જૈન સમામાં અને જનસમાજમાં પથ્ય અને પ્રાગતિક નવવિચારોના પ્રચાર માટે તેણે સુંદર કામ કર્યું છે અને કરી રહ્યું છે. હું તેને આજના ગુજરાતી ન્યુઝ પેપરોમાં નાનું પણ અદ્રિતીય પત્ર માનું તે તેમાં અતિશયોકિત થતી નથી.
પ્રબુદ્ધ જીવનનાં પવિત્ર મિશનનાં સંચાલકોને અને તેમનાં અગ્રણી શ્રી પરમાનંદભાઈને આ પ્રસંગે અભિનન્દન આપું છું. અમદાવાદથી શ્રી દલસુખભાઈ માલવણિયા :
‘પ્રબુદ્ધ જીવન’ના નવા અવતાર થયો તે પહેલાથી પણ તેના હું વાંચક રહ્યા છું અને તે ઉત્તરોત્તર વિકસતું રહ્યું છે તેના સાક્ષી છું. મેં જે થોડુંઘણું સામાજિક અને ધાર્મિક વિષયો
ભારત જૈન મહામ`ડળ–મુંબઇ શાખાના મંત્રી:
છેલ્લા અઢાર વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’ ‘પ્રબુદ્ધ જૈન’ના નામથી પ્રગટ થતું હતું ત્યારથી હું તે જોતા વાંચતો આવ્યો છું. આ અઢાર વર્ષ દરમ્યાન તેની નીતિ એકધારી પ્રગતિશીલ રહી છે અને જૈન સમાજના પ્રશ્નોની તેણે નીડર સમાલાચના કરી છે. ગુણવત્તાની દષ્ટિએ એમાં ઉત્તમ લેખા જ છપાતા રહ્યા છે.
હર્ષના વિષય છે કે, ‘પ્રબુદ્ધ જીવન’ની પચ્ચીસ વર્ષની કારકિર્દી ઉજજવળ જ રહી છે, અને તેણે કોઈપણ સંજોગામાં તેનું ધારણ નીતિને નબળાં પડવાં દીધાં નથી અને તેથી ૨૫ વર્ષે તેને રજતજયંતી ઉજવવાના હકક યોગ્ય રીતે જ પ્રાપ્ત થાય છે. આ પત્રના સંપાદનની જવાબદારી થોડા સમય માટે મને સોંપવામાં આવી હતી. આ સમય તા કેવળ આઠેક મહિનાના હતા, એમ છતાં તે માટે હું ગૌરવ લઈ શકું એવી ‘પ્રબુદ્ધ જીવન ની પ્રતિષ્ઠા ચાલુ રહી છે. ‘પ્રબુદ્ધ જીવન’ની રજત જ્યંતી પ્રસંગે તેને શુભેચ્છાઓ પાઠવતાં હું આનંદ અનુભવું છું.
બ્રિટિશ ઇન્ફર્મેશન સર્વિ સ, મુંબઇના ગુજરાતી વિભાગના તંત્રી શ્રી વિષ્ણુકુમાર પ`ડયા :
‘પ્રબુદ્ધ જીવન’રજત જ્યંતી સમારોહ કાર્યક્રમનું આયોજન ઘણુ જ સુંદર છે. પત્રકારિત્વ અંગે પરિસંવાદના કાર્યક્રમ સવિશેષ રસપ્રદ અને બોધક પુરવાર થશે એવી મને ખાતરી છે. કાર્યક્રમને પૂર્ણ સફળતા ઈચ્છું છું.
અમદાવાદથી અભ્યાસ'ના સપાદક આચાય શ્રી પુરુષોત્તમ માવળ કર :
હું ‘પ્રબુદ્ધ જીવન’ નિયમિત રીતે અને પૂરા રસથી વાંચું છું. તમે યોજેલ પત્રકાર પરિસંવાદમાં ભાગ લેવા માટે હું ત્યાં આવી શકું એવી ઈચ્છા અનુભવું છું. તમે જે એકધારું કામ આપી રહ્યા છે. તે ‘પ્રબુદ્ધ જીવન’ માટે તમારું અભિનંદન કરવાની હું આ તકલઉં છું.
એન, એમ. શાહ :
તમારા કાર્યની કદર કરતું અને તમારાં લખાણોની પ્રશંસા કરતું કંઈ પણ લખવું મને બિનજરૂરી લાગે છે. તમે એક અનુભવી વડીલ છે અને તમારી પાસે એક નાનો માણસ છું. અમદાવાદથી ડા. ‘પ્રબુદ્ધ જૈન’ નું નવું સંસ્કરણ ‘પ્રબુદ્ધ જીવન' રજત જ્યંતી ઉજવે છે એ જૈન સમાજ માટે મહત્ત્વના પ્રસંગ છે. સામિયકોમાં ‘પ્રબુદ્ધ જીવને’ અનોખી છાપ પાડી છે. શ્રી પરમાનંદભાઈની જહેમત અને ધગશ બંનેને આભારી છે. રૂઢિચૂસ્ત સમાજમાં નવા વિચારો વૈજ્ઞાનિક રીતે રજ કરવાનું દુષ્કર કામ પરમાનંદભાઈ કરે છે અને ‘પ્રબુદ્ધજીવન’નું ધારણ સાચવે છે એ ‘પ્રબુદ્ધ જીવન'ની વિશેષતા છે. ‘પ્રબુદ્ધ જીવન' ફૂલેફાલે અને શ્રી પરમાનંદભાઈ તેમાં પોતાના ફાળો આપવા દીર્ઘાયુષ્ય ભોગવે એ જ અભ્યર્થના.