SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રબુદ્ધ જીવન “ * “તપસ્યા વધી છે, ત્રણેક વર્ષથી યુરોપમાં વરાતા એક મિત્ર પોતાના પત્રમાં જણાવે છે કે: “અરે છેલ્લા ઘણા મહિનાઓથી જગતના ભૂખ્યા માનવીઆને અનાજ પહોંચાડવા માટે યુરોપના તમામ દેશમાં જોશભેર પ્રચાર તેમ જ પ્રયાસ ચાલુ થયેલ છે. આ બધી હકીકતને તમામ છાપાવાળાઓએ ઘણું જ મહત્ત્વ આપીને તેને સારો પ્રચાર કર્યો છે. રેડીઓ ઉપર તેમ જ ટેલીવિઝન ઉપર આપણી દુનિયામાં જ્યાં જ્યાં બાળકો નગ્ન—ભૂખ્યાં ફરે છે તે દેખાડવામાં આવેલ છે. “આ બધી પ્રવૃત્તિની પાછળ આ પરદેશી માંસાહારી લોકોએ ભૂખ્યાં પ્રત્યેની પોતાની સહાનુભૂતિ દર્શાવવા માટે શું શું પ્રયાસ કર્યા છે તે જાણીને આપને સંતોષ થશે. ઘણાયે ઉપવાસ કર્યા છે અને ઉપવાસના કારણે બચેલાં નાણાં આને લગતા ફંડમાં આપ્યા છે. અનેક લોકોએ જમતી વખતે એઠું ન મૂકવાનો નિર્ણય કર્યો છે અને તેથી બચતું નાણું એ જ ફંડમાં માકલી આપ્યું છે. તેમને વિચાર આવ્યો કે, સુખી માણસા બીજું કંઈ જન કરે અને એઠું ન રાખે અને એ રીતે બચેલું નાણુ જો ફંડમાં મેાકલે તે જગતની ૨૮ ટકા વસ્તીને અનાજ પૂરતું મળે. આ વાંચતાં મહાસતી ઉજજવળકુમારીજીએ ઘોડ નદી ખાતે આપેલું એક વ્યાખ્યાન મને યાદ આવ્યું. તેમાં તેમણે ફરમાવેલું કે, “ઉપવાસ કરીને તે દિવસનું બચેલું અનાજ જે ગરીબોને આપવામાં ન આવે તો તે ઉપવાસ ઉપવાસ ગણાય નહિ.” મને આ વિચાર સચાટપણે જથ્થો હતો. આ બાબતનો ઉલ્લેખ, જેઓ વર્ષોથી તપસ્યા કરતા હતા, પરિગ્રહની અમુક મર્યાદા પાળતા હતા, તેમની સમક્ષ કરવામાં આવેલા, પણ તેમને કોઈને આ વિચાર જો નહાતા, એટલું જ નહિ પણ, સામેથી તેમણે એવા પડકાર કરેલ કે મહાસતીજી કરતાં બીજા અનેક વધારે વિદ્વાન સાધુઓ છે તેમને આ વિષે પૂછાવીએ. પરિગ્રહ મર્યાદાથી વધારે દ્રવ્યોપાર્જન થાય તો તે પણ ક્ષુધાગ્રસ્તો પીડિતાનાદલિતોના રાહતકાર્યમાં તરત જ વાપરી નાંખવું જોઈએ-આ વિચાર સામે પણ અનેક દલીલેલા કરવામાં આવી હતી. એક નાનું બાળક પણ સમજી શકે છે કે, ઉપવાસ કરીને બચેલું અનાજ દાનમાં આપવું તેનું કેટલું મહત્ત્વ છે. આમ બને છે તેમાં વાંક કોનો સમજવા આજ સુધી કોઈએ આ બાબત ઉપર ભાર મૂકીને માર્ગદર્શન આપ્યું નથી, તેને લીધે આપણે ત્યાં તપસ્યા વધી છે પણ અનુક ંપા ઘટી છે. અત્રેના ત્રણ વર્ષના મારા વસવાટ દરમિયાન મને વારંવાર એવા વિચાર આવે છે કે, આ અનાર્ય મુલક છે કે જ્યાં લગભગ સર્વ કોઈ માંસાહારી છે, તેમાંના ઘણા દારૂડિયા છે, તેમ જ કેટલાય બીડી, તમાકુ, તથા અફીણ પીવાવાળા છે, કેટલાક વ્યભિચારી વિલાસી છે તેમ જ બૂટની જોડી બદલે તેવા હળવા દિલથી કોઈ કોઈ એક પત્નીથી લગ્ન તાડીને બીજીને પરણે છે. આ બાજુના લોકો ઘણી લડાઈ લડયા છે. અને ઘણા જ ઘાતકી બાંબા આ લોકોએ બનાવ્યા છે. વળી લૂંટફાટ,ચારી, ખૂન કે ડાકુગીરીના બનાવા પણ અવારનવાર બનતા જ હોય છે. આ બધું છતાં પણ મારી અંગત માન્યતા મુજબ આ દેશના માનવીઓ ભારતના માનવીઓ કરતાં વધારે સારા છે. આવી મારી માન્યતાનાં બે કારણો છે. એક તો આ મુલકમાં કોઈ પણ વેપારી કોઈ પણ ખાદ્યપદાર્થોમાં કદિ પણ ભેળસેળ કરતા નથી. બીજું કોઈ પણ દવા બનાવનાર ફાર્મસી કે દવાના કોઈ વ્યાપારી દવામાં કદિ પણ ભેળસેળ કરતા નથી. આ બન્ને પદાર્થો જેના ઉપર દેશના ગરીબોના જીવનનો આધાર છે તેમાં નાણાં કમાવા માટે ભેળસેળ કરીને તેમના જાન સાથે અહિં કોઈ રમત રમવા માંગતું નથી, જ્યારે ભારત કે જ્યાં મંદિરો, મસિજદો તથા ઉપાશ્રયાની તેમ જ સાધુસંતોની કોઈ અછત નથી, ધર્મ પ્રત્યે લોકોની ખૂબ શ્રાદ્ધા ઉભરાતી માલુમ પડે છે, તપસ્યા પણ દર વર્ષે વધ્યે જ જાય છે અને જાનના જોખમે પણ મંદિરમસજિદોની રક્ષા કરવામાં આવે છે ત્યાં કોઈ ખૂણે પણ ચાખ્ખું ખાવાનું, ચોખ્ખાં ઘી, દૂધ, અરે ચોખ્ખા ઈન્જેકશનો, ચોકખી દવા પણ મળતી નથી બનાવટી ઈન્જેકશને અને બનાવટી ગાળીઓથી અનેક લોકોના જાન જાય છે. અત્રે જો કોઈ ભેળસેળ કરે તે તેને ૧૦ વર્ષની જેલશિક્ષા થાય છે. તે અગાઉ જનતા જ તેને જીવત રહેવા ન દે. ટીનમાં પેક કરેલાં ફળ કે શાક વેચે અને બગડેલાં નીકળે તેા તે વેચનારને જેલ થાય છે. “આ રીતે જોતાં આ માંસાહારી પ્રજામાં કેટલી દયા, કેટલી અનુકંપા નજરે પડે છે, જ્યારે આપણે ત્યાં ખારાકમાં તેમ જ દવામાં તા. ૧૬-૧૧૪ અનુકપા ઘટી છે” ભેળસેળ કરીને ધર્મિષ્ઠ કહેવાતા પૈસાદારો લોકોના જાન સાથે ખેલ ખેલી રહ્યા છે. આ મારી વેદના છે. આ બાબત મને ખૂબ જ ડંખે છે. જેના વારંવાર બેલતા સંભળાય છેકે આ માંસ ખાવાવાળાનું શું થશે? દવા તથા અનાજના વેપારીએ મોટા ભાગે જૈન છે, તો માંસાહારીઓની દયા ખાવાને બદલે જૈનોએ તો એમ વિચારવું જોઈએ કે ખારાક તેમ જ દવાઓમાં ભેળસેળ કરીને જાન લેનારા આ વ્યાપારીઓનું શું થશે? આ “તમે પરમાનંદભાઈનું આ મુદ્દા તરફ ધ્યાન ખેં'ચશે અને ભેળસેળ વિરૂદ્ધ લેખો લખાવશે. વળી મહાસતીજીને કહેવરાવશે કે કોઈ બાધા લેવા આવે તો ખારાકમાં તેમજ દવામાં ભેળસેળ નહિ કરવાની સૌથી પ્રથમ બાધા આપે. ઉપવાસના કે પરિગ્રહ વિસ્તારને મર્યાદિત રાખવાના પચખ્ખાણ કોઈ લેવા આવે તે તે નિમિત્તે બચેલા ધનનું સત્વર દાન કરવાની તેની પાસેથી કબૂલાત લે. કોઈ સમયે કોઈએ તો તે માટે પ્રયાસ કરવા જ પડશે.” આ પત્રમાં રહેલું દર્દ કોઈનું પણ ધ્યાન ખેંચ્યા વિના નહિ રહે અને તેથી કોઈનું પણ દિલ હલ્યા વિના નહિ રહે. અલબત્ત ઉપવાસ અને તેથી બચેલા ધનના અન્યને રાહત આપવા માટે કરવા જોઈતા ઉપયોગ - એ બે વચ્ચે કોઈ અનિવાર્ય સંબંધ નથી. કોઈને ધાર્મિક નિમિત્તે ઉપવાસ કરવાની વૃત્તિ થઈ આવે અને તેમ કરવાથી અમુક ધન બચે છે અને તેના તરત જ સદુપયોગ કરવા જોઈએ એવા તેને વિચાર કદાચ ન પણ આવે. પણ લેખકની વિચારસરણીમાં એ સૂચિત તેમ જ ગૃહિત છે કે જે કોઈ માનવી ઉપવાસપરાયણ બને તેનું દિલ કરુણાપરાયણ હોવું જ જોઈએ અને તે કરુણા સક્રિય રૂપમાં પ્રગટ થતી રહેવી જોઈએ. આમ બને તો જ તેનું ચરિત્ર ખરા અર્થમાં ધાર્મિક કહી શકાય. આ દષ્ટિએ પત્રલેખકને મુદ્દો પૂરો વિચારણીય તેમજ આદરણીય છે. ચોતરફ લાવન તરફ નજર કરીએ છીએ તો તપસ્યા વધી છે; અનુક ંપા ઘટી છે. એટલે કે ક્રિયાકાંડ જપતપ વધ્યાં છે, માનવતા ઓસરતી ચાલી છે. આ મતલબનું લેખકનું વિધાન અદ્યતન પરિસ્થિતિનું સમ્યક પ્રકારે ઘાતક છે, એવી કોઈ પણ વિચારકને જરૂર પ્રતીતિ થશે. આજકાલ ખાદ્યપદાર્થોમાં તેમ જ દવાદારૂમાં થતી ભેળસેળ ઉપર પત્રમાંનું લખાણ એટલું સચોટ છે કે તેમાં કશે! ઉમેરો કરવાની જરૂર લાગતી નથી. આપણા સામાજિક ચારિત્ર્ય ઉપર ચોંટેલું આ કલંક નાબૂદ કરવા–નિર્મૂળ કરવા માટે જેનાથી જે કાંઈ થઈ શકે તે કરી છૂટવું તે આપણા સર્વના અનિવાર્ય ધર્મ છે. પરમાનંદ ‘પ્રબુદ્ધ જીવન’ રજતજ્યંતી સમારોહના સદર્ભમાં સધને થયેલી અપ્રાપ્તિ ૨૫૫૯૮-૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ ૪૦૦-૦૦ એક સગૃહસ્થ તરફથી ૧૦૧-૦૦ શ્રી શાંતિલાલ હરજીવન શાહ ૧૦૧-૦૦ શ્રી પુરૂષોત્તમ ગણેશ માવળ કર ૧૦૧-૦૦ શ્રી ભંવરમલ સીંધી ૧૦૧-૦૦ શ્રી નવલચંદ ટી. શાહ ૫૧ ૭ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ૫૧૦૦ શ્રી હંસરાજ વેલજી મૈશેરી ૫૧-૦૦ શ્રી હીરજી ઉંમરસીની કર્યું., મલાડ ૫૧-૦૦ શ્રી જમનાદાસ ચત્રભુજ ઍન્ડ બ્રધર્સ ૫૦-૦૦ શ્રી યશવંત દોશી ૨૫-૦૦ શ્રી ચીમનલાલ એમ. પરીખ ૨૫-૦૦ શ્રી દીનેશ ટ્રેડીંગ કાં. ૨૫-૦૦ શ્રી અશોક કાંતિલાલ કોરા ૨૫-૦૦ શ્રી ભાણજી મનજી ૨૧-૦૦ શ્રી કેશવલાલ મગનલાલ શાહે ૧૧-૦૦ શ્રી શિવલાલ કે. મહેતા ૧૧-૦૦ શ્રી પ્રવીણચંદ્ર હીરાલાલ દેસાઈ ૧૧-૦૦ શ્રી વેરી ખેરાજ હરીયા ૧૧-૦૦ શ્રી લીલાબહેન ૫-૦૦ શ્રી. અચરતલાલ કેશવલાલ ૨૬,૮૩૦-૧૧ toe
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy