________________
તા. ૧૬-૧૧-૬૪
પ્રબુદ્ધ જીવન
૧૪૩
કોઈને પોતાના ગુરુ કર્યા નથી. જે કાંઈ સાંભળ્યું હશે અને જે વિશે શ્રદ્ધા બેઠી હશે એ માર્ગે સ્વયં સંચર્યા અને વીતરાગ થયા. પણ બુદ્ધ વિષે એમ નથી બન્યું. તેમણે પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યું અને અનેક ગુરુ કર્યા. પણ સ્વભાવમાં તર્કનું પ્રાધાન્ય હોઈ એક કરી છોડતા ગયા અને છેવટે પોતે પોતાનો માર્ગ કાઢયો. એ નવો છે, અપૂર્વ છે એવો એકરાર એમણે પિતે કર્યો જ છે. પણ સાથે જ શ્રોતાઓને અંધશ્રદ્ધાથી માની લેવા પ્રેર્યા નથી. પણ પિતાના તર્કની કસેટીથી કસી જોઈને પછી જ અનુસરવાની ભલામણ કરી છે.
આમ છતાં પછીના આચાર્યોએ, બધા જ બુદ્ધો આ જ માર્ગનું પ્રતિપ્રાદન કરે છે અને આ ગૌતમ બુદ્ધ ૨૫ મા બુદ્ધ છે એમ સંપ્રદાય સ્થિર થયે, હરાવી દીધું છે.
શ્રદ્ધા અને તર્કપ્રધાન બન્ને મહાપુરુની છાપ પછીના જૈન-બૌદ્ધ બન્ને ધર્મના ઈતિહાસમાં પણ પડી છે. શ્રદ્ધાપ્રધાન જૈન ધમેં દાર્શનિક નવાં પ્રસ્થાને કર્યો નહીં, જ્યારે તર્કપ્રધાન બૌદ્ધ ધર્મે દાર્શનિક અનેક નવાં પ્રસ્થાને કર્યો અને તે તે કાળે અનેક ભારતીય દર્શનેને પકડાર ફેંકયા અને તે કારણે ભારતીય દર્શનમાં નવું ચૈતન્ય લાવવામાં નિમિત્ત પણ તે ધર્મ બન્યો. તેથી વિપરીત જૈનધર્મના અનુયાયીઓએ પોતાનું મૌલિક મન્તવ્ય સાચવીને પણ તે તે કાળના નવીન વિચારોને જૈન ધર્મમાં સમન્વિત કરવાનો પ્રયત્ન કર્યો.
બન્નેના સ્વભાવમાં બીજી એક વિશેષતા એ હતી કે ભગવાન મહાવીર નિયમના નિર્માણ અને પાલનમાં કડક વલણવાળા હતા. એટલે કે પિતૃદય હતા, જ્યારે બુદ્ધ આ બાબતમાં માતૃહૃદય હતા. આ કારણે સ્વયં બુદ્ધ પિતાના જ સમય દરમિયાન સંઘમાં કેવળ અનેક અપવાદોનું સર્જન જ નહીં, પણ અનેક નિયમોનું વિસર્જન પણ કરી દીધું હતું, જ્યારે મહાવીરે ઉત્સર્ગ માર્ગને જ - આગ્રહ રાખ્યો હતો, અને અનિવાર્ય હોય ત્યાં જ અપવાદ કર્યો છે. પણ તે અપવાદ પણ ભગવાન બુદ્ધના નિયમની તુલનામાં પાલનની દષ્ટિએ કઠોર જ ગણી શકાય.
આગમ અને ત્રિપિટક વાંચતાં, એ બન્ને મહાપુરુષોનું જે ચિત્ર ખડું થાય છે તે એ કે ભગવાન મહાવીર તે ત્રણે લેકની વાતમાં ખૂંપી ગયા છે. ત્રણે લોકની જ નહીં પણ તેમાં રહેલા શેરાસી લાખ જીવયોનિની વિચારણામાં તન્મય થઈ ગયેલા દેખાય છે. આત્માની જે વિવિધ અવસ્થાઓ ત્રણે લોકમાં થાય છે તેનું વિવરણ કરતા જાણે તેઓ થાકતા જ નથી. અને છેવટે તે તેમને એ જ કહેવાનું છે કે આ બધા વૈચિરામાંથી અને તેમાં અનુભવાતા અનેક પ્રકારના દુ:ખમાંથી મુકત થવું હોય તે વીતરાગ બને, કોઈ પણ જીવને કષ્ટ આપે નહીં. જેમ તમને કષ્ટ નથી ગમતું તેમ કોઈને પણ નથી ગમતું, માટે અપ્રમાદી બની હિંસાથી વિરલ થાવ. ભગવાન મહાવીરને નાની મોટી સૌ ક્રિયામાં હિંસા નજરે ચડે છે અને સર્વત્ર જીવ અને જીવ જ નજરે ચડે છે, તે તેમની હિંસામાંથી કેમ બચવું એની જ ચિંતા એમને છે; અને એની જ વિચારણા અને ઉપદેશ સર્વત્ર છે.
ભગવાન બુદ્ધને ત્રણે લોકની ચર્ચામાં કે જીવની અનેક યોનિમાં કે તેના વિવરણમાં જરાય રસ નથી, તેમને તે ખરી રીતે આત્માની વિચારણામાં જ રસ નથી, બ્રહ્માની વિચારણામાં પણ રસ નથી, એમને તે આ લેકમાં અને આ લોકમાં જ જે દુ:ખ અનુભવાય છે તે દુ:ખના નિવારણને માર્ગ બતાવવામાં જ રસ છે. અને જે કાંઈ ધર્મના નામે કરો તેના ફળને રસ અહીં ને અહીં જ કેમ ચાખી શકાય તેનું વિવરણ કરવામાં રસ છે. બાકીની બધી વાતે ફીફાં ખાંડવા જેવી એ માને છે. આથી ભગવાન મહાવીરની જેમ ત્રણે લોકની અને તેમાં રહેનારા જીવોની ચિંતા એમને નથી, પણ તેમની સામે ઊભેલ મનુષ્ય તે જ ક્ષણે ધર્મ પામીને ત્યાં જ ધર્મના રસને આસ્વાદ લેતે કેમ થાય – એની જ ચિંતા
બુદ્ધ કરે છે. આથી કહી શકાય કે બુદ્ધ એક વ્યવહારુ ઉપદેશક છે, જે સીધો માર્ગ બતાવવામાં રસ રાખે છે.
૨ ઘર્મગત તથા સંઘગત ભગવાન મહાવીરના ધર્મમાં, પ્રથમ કહ્યું તેમ, કઠોર ચર્યા ઉપર ભાર છે જ્યારે ભગવાન બુદ્ધના ધર્મની ચર્યા મધ્યમ માર્ગે ચાલે છે. કઠોર ચર્યાની મર્યાદા આંકી શકાય, પણ મધ્યમ માર્ગની મર્યાદા આંકી શકાય નહીં. બે છેડાની વચ્ચેને માર્ગ ઘણો લાંબે હોય છે અને તેમાં આત્યંતિક શિથિલ અને આત્યંતિક કઠોર એ બેની વચ્ચે ભારતમભાવ અનેક રૂપ ધારણ કરે છે. પરિણામે આચારનું એક નિશ્ચિત
સ્તર બંધાતું નથી. પરિણામે આપણે જોઈએ છીએ કે જૈનસંઘમાં શ્રાવક હોય કે સાધુ હોય પણ તેના આચારની એક નિશ્ચિત મર્યાદા આપણે જાણી શકીએ છીએ અને એ મર્યાદા બહાર જનારને ઓળખી પણ શકીએ છીએ. કારણ કે આચારનું એક નિશ્ચિત ધોરણ બાંધી શકાય છે. આને લાભ જૈન સંઘને મળે. અને તેથી જૈન આચાર સ્તર બાંધી શકાય.
પણ બૌદ્ધધર્મ અને સંધમાં મધ્યમમાર્ગ માનેલ હોઈ આચારનું એક નિશ્ચિત ધોરણ બાંધી શકાય એમ રહ્યું નહીં. પરિગામે કાળભેદે અને દેશભેદે આચારનાં ધોરણે નિશ્ચિત રહી શકયાં નહીં. પરિણામ એ આવ્યું કે તિબ્બતને બૌદ્ધધર્મ અને સિંહલનો બૌદ્ધધર્મ બુદ્ધાદિ ત્રિરત્નને માનવા પૂરતી માન્યતામાં સમાન હોવા છતાં આચારભેદની ખાઈ ન પૂરી શકાય એવી પડી ગઈ અને છતાં બને બૌદ્ધધર્મી ગણાયા. એથી ઉલ્ટે જૈન ધર્મ ગમે ત્યાં અને ગમે ત્યારે હોય છતાં પણ તેના અચારના નિયમનું અમુક ઘેરણ તે રહેવાનું જ.
બૌદ્ધધર્મ વિશ્વમાં ફેલાયે, પણ તે બૌદ્ધધર્મ રહ્યો નહી. જ્યારે જૈન ધર્મ પોતાના મૂળ સ્થાનમાં ભલે ટકી ન શકી પણ જૈન ધર્મ રહ્યો. મધ્યમમાર્ગ અને ઉત્કટ માર્ગના આગ્રહનાં આ બે પરિણામો પ્રત્યક્ષ છે. સમાપ્ત
દલસુખ માલવણિયા नूतन वर्षाभिनंदन થતી પૂર્ણ કરી બન્ને ક્યાં જ કળા , * नवा अंबार रेलाता व्योमे पुण्य प्रभातना, यज्ञना धूप शी त्यारे जागे अंतर प्रार्थना"विस्तरो विश्वमा भर्गवरेण्य भगवाननां, स्पर्शो भारतना भाले प्रभुनो बाहु दक्षिण नित्य एनी करो रक्षा एजें चक्र सुदर्शन. अन्ने सभर हो क्षेत्री, सरिता सलीले भरी, प्रसन्न लोकनां चित्त, दैन्य लो सर्व संहरी. नेत्रे मुख वसो हास्य, शमी ताप, शमो क्षुधा; वाणी हो शांत तेजस्वी सत्यपूत ऋतंभरा. शील संयमयी वाधो लोकोनो महिमा महत, पौरुषे जिंदगी केरी क्षितिजो विस्तरो बृहत्. नाना विक्षेप ना लोपो दृष्टि मांगल्यनी कदा, सत्यनिष्ठ हजो राष्ट्र, ध्येयनिष्ठ हजो प्रजा."
नाथालाल दवे અસત થી સત્યમાં પળવા તમસ થી પૂર્ણ જયોતિમાં, મૃત્યુથી અમૃતાનંદ, આપણા પુરુષાર્થ છે!
નટવર છે वाचि सत्यं जपो मौनं, कार्य शीलं तपः श्रमः। चित्ते स्नेहः शमस्तोषः सुप्रभातसुमंगलम् ॥
કૃડાગુ કર શાસ્ત્રી