SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રમુદ્ધ જીવન અને મેક્ષ અને પુનર્જન્મની વ્યવસ્થા તે બન્નેએ માની જ છે. આથી તાત્ત્વિક રીતે સુક્ષ્મભેદ ભલે હોય, પણ બન્નેની આત્મા વિષેની મૌલિક માન્યતામાં ભેદ નથી, એટલે કે આ બંધનબદ્ધ આત્માએ પ્રયત્ન કરીને મુકત થવાનું છે અને પુનર્જન્મના ચક્રને કર્મનો નાશ કરી ભેદવાનું છે—આમાં તો બન્નેનું એકમત્ય છે. (૬) તપસ્યા: ભગવાન મહાવીર અને બુદ્ધ બન્નેએ આન્તર અને બાહ્ય તપસ્યા પોતાના જીવનમાં આચરી છે એ હકીકત છે, પણ બુદ્ધને છેવટે બાહ્ય તપસ્યાના ઉત્કટ માર્ગ છોડવો પડયો છે એ પણ હકીકત છે. આમ કેમ બન્યું વિષે વિશેષ વિચાર કરવા જરૂરી છે. બન્નેની જીવનકથાઓના વિચાર કરતાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા આંતરિક તપસ્યાના ઉત્કર્ષ માટે હતી. તેઓ લાંબા લાંબા ઉપવાસો કરતા હતા, પણ તેની પાછળ મુખ્ય ઉદ્દેશ ધ્યાન અને સમાધિના હતા, એટલે કે ધ્યાન અને સમાધિમાં અનુકૂળતા રહે તે ખાતર તેઓ લાંબા ઉપવાસા પર ઊતરતા અને ધ્યાનમાં પ્રતિકૂળતા અનુભવાતી ત્યારે પારણું કરતા હતા. આ હકીકત તેમની જીવનકથાથી સ્પષ્ટ થાય છે. પારણુ કરવાની ઈચ્છા છતાં ભિક્ષા ન મળે તે કારણે ઉપવાસ અનિવાર્ય થાય એ જાદી વાત છે. આપણે તેમની કથામાં જોઈએ છીએ કે ભિક્ષા લેવા નીકળ્યા છતાં ન મળી તો ઉપવાસ કર્યો. અમુક અભિગ્રહો ધરી ભિક્ષા માગવી એ પણ એક તપસ્યાના જ પ્રકાર છે અને શરીરની મમતા ઓછી કરવા માટેની એ સાધના છે. પણ શરીરને આવશ્યક હોય તે આપવું તે વિષે તેમની પોતાની બેદરકારી નથી. માગવા છતાં ન મળે તો તેના અસંતોષ અગર રોષ નહીં, પણ મળે તો નિર્મળ ભાવે સ્વીકારતા. ઉપરાંત શરીરે નગ્ન રહી શીતાતાના અનુભવ જે થાય તે સહવા, દંશ - મશકના ઉપદ્રવાથી ગભરાવું નહિ, સમભાવે સહવું—મહાવીરની બાહ્ય તપસ્યા કહેા કે કાયકલેશ કહેા તે આ પ્રકા૨ની હતી. સારાંશ કે જે કાંઈ કાયાક્લેશ હતો તે યાગ—સમાધિમાં ઉપકારક રૂપે હતા, સમાધિના અંગ તરીકે હતા. બન્ને તપસ્યા— આંતર અને બાહ્ય–સાથે જ ચાલતી હતી, ભાર આંતર ઉપર હતા અને એથી તેમણે વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. . તા. ૧૬-૧૧-૨૪ માર્ગ છે. એટલે તે ધ્યાનમાર્ગ છોડીને આ કાયક્લેશને માગે સંચર્યા. પણ આમ તો કેવળ શરીર સૂકાયું અને આત્મામાં બેાધિનું જાગરણ થયું નહીં. આથી અંતે હારીને તેમણે આ કાયક્લેશના માર્ગ છેડયા અને ફરી પાછા ધ્યાન માર્ગ અપનાવ્યો. અને સ્પષ્ટ કહ્યું કે આ કાયક્લેશનો માર્ગ એ મુકિતનો માર્ગ નથી. બુદ્ધના જીવનમાં તે ધ્યાનનું મહત્ત્વ દીક્ષા પહેલાં પણ જણાય છે. આથી તો તેમના પિતાએ એ માર્ગથી એમને વિમુખ કરવા માટે રાગ - રંગની વ્યવસ્થા કરવી પડી અને અનેક સ્ત્રીઓના સંગ ગાઠવવા પડયા, પણ એ જીવ તો ધ્યાનમાર્ગી અને વિરાગમાર્ગી હતા. આથી એણે સંન્યાસ લીધા. સંન્યાસી થઈને બુદ્ધ પ્રથમ કેવળ ધ્યાનમાર્ગનું જ અવલંબન લે છે. એક ગુરુ પાસેથી એ વિદ્યાથી જેટલી ઉન્નતિ થઈ શકતી હતી તેટલી સાધીને બીજા ગુરુ પાસે જાય છે. ત્યાં પણ ધ્યાનમાર્ગે જ આગળ વધે છે. આમાં શારીરિક કલેશ એટલે કે ઉપવાસ આદિ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. જેટલે વખત ધ્યાન કરવું હોય તેટલા વખત શરીર સ્થિર રાખવાનું કદ તા સ્વીકારવું અનિવાર્ય હોય જ, પણ આહાર છોડવાની વાત નથી. જ્યારે આ બન્ને ગુરુના ધ્યાનમાર્ગના અનુસરણ પછી પણ બુદ્ધને એમ લાગ્યું કે હજી જે જાણવાનું છે, જે બેાધિ પ્રાપ્ત કરવાની છે, તે તે। પ્રાપ્ત થતી નથી, ત્યારે એ ધ્યાનમાર્ગ છોડીને બીજા ગુરુની તલાશ કરે છે અને ક્રમે કરી નિરાહારી બને છે–એમ તેમની જીવનકથામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તેમણે અનશનના - ઉપવાસના માર્ગમાં એટલી .બધી ઉત્કટ તપસ્યા કરી કે તેમને જોનાર પારખી શકતા નહીં, કે આ કોઈ જીવિત વ્યકિત છે. તેઓ શબ કે હાડપિંજર જેવા થઈ ગયા. તેમની આ તપસ્યા ધ્યાનવિહીન તપસ્યા હતી એ પણ ફલિત થાય છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને ઉપદેષ્ટાઓએ કહ્યું. કે આ કાયક્લેશનો માર્ગ એ જ ખરો મુકિતનો આટલા વિવરણથી સ્પષ્ટ છે કે ભગવાન બુદ્ધે આંતર, બાહ્ય, આંતર – એમ ક્રમે કરી તપસ્યા કરી – તેના પરિણામરૂપે તેમને કાયફ્લેશ વિષે કડવા અનુભવ થયો. કાયક્લેશની એક મર્યાદા છે, એટલે કે તે માત્ર આંતર તપસ્યાના સાધનરૂપ છે તેને બદલે મુકિતના એક માત્ર સાધન રૂપે કાયક્લેશને માનીને બુદ્ધે તેનું આચરણ કર્યું. આથી તેમને તેનાં નિષ્ફળતા મળે તે સ્વાભાવિક જ છે. પણ જો ભગવાન મહાવીરની જેમ બુદ્ધ પણ કયક્લેશને મુકિતના સાક્ષાત કારણરૂપે નહી પણ આંતર તપસ્યાના - ધ્યાનરૂપ તપસ્યાના—સાધનરૂપે માન્યું હોત તો જે પ્રકારની નિરાશા તેમણે અનુભવી તે પ્રકારની અનુભવવી પડત. આમ બુદ્ધ તપસ્યાનો માર્ગ એ મુકિત માર્ગ નથી એમ જે કહ્યું તે પણ એક રીતે તે સાચું જ છે, કારણ તેમની તપસ્યામાં માત્ર કાયકલેશને સ્થાન હતું. પણ મહાવીરના અનુભવ આથી જુદો જ હતા. આથી તેઓ કાયક્લેશને પણ એક ગૌણ સાધન તરીકે પણ સ્વીકારી શકયા. પરિણામે ભગવાન મહાવીરે પેાતાના ઉપદેશમાં કાયક્લેશને પણ સારૂ એવું મહત્ત્વ આપ્યું છે, જ્યારે બુદ્ધ કાયકલેશની નિન્દા કરી છે. આ બાબતમાં બુદ્ધના મધ્યમ માર્ગને કારણે સંઘમાં શિથિલતાએ બહુ જલ્દી પ્રવેશ કર્યો. અને એક એવા સમય આવ્યો, જ્યારે બૌદ્ધધર્મના ભારતમાંથી વિસર્જનનાં અનેક કારણામાંનું એક એ પણ કારણ બન્યું. ભગવાન મહાવીરના સંઘ શિથિલ ન જ થયો એમ તે ન કહેવાય, પણ તેના `ક્રમ મંદ રહ્યો. વળી, સમગ્રભાવે સંઘનું વલણ શિથિલતા તરફ નહીં પણ ઉત્કટ બાહ્ય આચાર તરફ રહ્યું. આથી વારંવાર ક્રિયાદ્ધાર થયો અને ભલે નાના ઝરણરૂપે પણ અવિચ્છિન્ન પ્રવાહ રૂપે તે ધર્મ ભારતમાં ટકી રહ્યો; જ્યારે બૌદ્ધ ધર્મ ભારત બહાર તેના નવા રૂપે ફેલાયો, જેમાં ભારતીય બૌદ્ધધર્મની છાપ ઓછી પણ તે તે દેશની ધર્મ - સંસ્કૃતિની છાપ વધારે. આ પ્રકારના બૌદ્ધધર્મ જીવિત છતાં તેના મૂળ ઉદ્દેશથી વિમુખ છે. બન્નેની વિશેષતા ૧ સ્વભાવગત ભગવાન મહાવીર અને બુદ્ધની સ્વભાવગત વિશેષતા એ જણાય છે કે ભગવાન મહાવીરમાં શ્રદ્ધાપ્રધાન વલણ વધારે છે, જ્યારે બુદ્ધમાં તર્કપ્રધાન. આનું મુખ્ય કારણ તો એ જણાય છે કે ભગવાન મહાવીરની પરંપરા જૂની હતી, અને તેમના માર્ગ નિશ્ચિત રીતે અંકાએલા હતા. તે માર્ગની સીધી લીંટીએ એમને ચાલી જવાનું હતું. એટલે કે ભગવાન મહાવીર પ્રાચીન જૈન ધર્મના અનુયાયી બની સાધના કરે છે. પાર્શ્વનાથના સંઘમાં જે સાધનામાર્ગ પ્રચલિત હતો અને જે દર્શનસરણી વિદ્યમાન હતી તેમાં નવું કશું કરવાની તેમની અપેક્ષા હતી નહીં. માત્ર જે વસ્તુ સાંભળેલી હતી તેના સાધન દ્વારા સાક્ષાત્કાર કરવાના હતા. આથી તેઓ અનેકવાર કહે છે કે આ હું જે કહું છું, ભગવાન પાર્શ્વ પર્ણ તે બાબતમાં એમ જ કહ્યું છે, અર્થાત્ હું કાંઈ નવું નથી કહેતા, અમારો માર્ગ એક જ છે. આચારને થોડો ભેદ હતા. તો તે બાબતમાં પણ ખુલાસા થઈ ગયા કે ઉદ્દેશ એક જ છે, પછી બાહ્ય ચિન્હમાં કદાચ થોડો ભેદ પડે તેથી કાંઈ વિશેષતા નથી, પાર્શ્વ સંધની શિથિલતા દૂર કરી મહાવીરે તેને નવું તેજ આપ્યું અને અને નવેસરથી સંઘની રચના કરી, તેમાં પાર્શ્વના સંઘને ભેળવી દીધા. આ કારણે તેઓ તીર્થંકર થયા અને પછીના સંઘ તેમને નામે ઓળખાયા. ભગવાન મહાવીર શ્રદ્ધાપ્રધાન છતાં તેમણે દીક્ષિત થઈ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy