SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૧-૯૪ ઢંકાઈ જાય તેવા મોટા મોટા દ્રાક્ષના ઝુમખાઓ લટકી રહેલા. દ્રાક્ષનાં રંગો પણ ભિન્ન ભિન્ન – કાળી, લાલ, પીળાશ પડતી અને લીલીનાના અને મોટા કદની, કેટલીક તો મેાટી ખારેકી બાર જેવડી પણ હતી. કેટલાક ઝુમખાએ તો બે કિલેાથી પણ વધારે વજનનાં હતાં. આ જોઈને મારું હૃદય આનંદથી નાચી ઊઠયું. સ્વીઝરલેન્ડનાં ગામડાંઓમાં આવા રામુદ્ધ બગીચાઓ જોયા હતાં, પણ આપણા દેશમાં આવું જોવા મળ્યું. તેથી મન બહુ જ ગૌરવ અને પ્રસન્નતા અનુભવવા લાગ્યું. આ બગીચાઓની પ્રસિદ્ધિ બે જ વર્ષમાં એટલી બધી થઈ હતી કે પંજાબથી, કાશ્મીરથી અને જુદા જુદા રાજ્યોમાંથી ખાસ નિષ્ણાતા અભ્યાસ માટે ત્યાં આવે છે. હું જ્યારે એ બાગમાં ફરી રહી હતી ત્યારે પંજાબ સરકારે માકલેલું એક પ્રતિનિધિમંડળ જુદી જુદી દ્રાક્ષેાની વેલીઓ અને ફળાના અભ્યાસ કરી રહ્યું હતું. તેઓ દ્રાક્ષની કલમે. પણ હજારોની સંખ્યામાં બનાવે છે અને બહુ જ સસ્તું ભાવે લોકોને પૂરી પાડે છે. ત્યાં રોજની ૫૦૦ કિલો દ્રાક્ષ ઊતરે છે અને દ્રાક્ષની માસમ લગભગ અઢી માસ એટલે કે એપ્રિલનાં પહેલા અઠવાડિયા સુધી ચાલે છે. આ દ્રાક્ષ ત્યાં તા પ્રમાણમાં સસ્તી મળે છે, પણ મુંબઈ આવતાં મેાંઘી થઈ જાય છે. દ્રાક્ષની મેાસમમાં કંઈ કામ ન હોય છતાં પણ ત્યાં ખાસ જઈને એ બગીચાઓમાં વિહરવાના આનંદ લેવાનું અને આશ્રમમાં રહીને એકાદ અઠવાડિયું માત્ર દ્રાક્ષનાં આહાર પર રહેવાનું મન થાય તેવી મનોહારિતા દ્રાક્ષનાં બાગમાં અને ત્યાંનાં વાતાવરણમાં રહેલી છે. પૂર્ણિમા પકવાસા પ્રકી` નોંધ પ્રબુદ્ધ જીવન આદર્શપરાયણ જીવનના ઉત્તમ નમૂનો . તા. ૨૯-૧૦-૬૪ના રોજ મુંબઈના એક અગ્રગણ્ય નાગરિક સહકારી પ્રવૃત્તિના પ્રખર પુરસ્કર્તા, ગાંધીવાદી વિચારસરણીના સમર્થ પ્રરૂપક, જીવનનાં છેવટનાં વર્ષો દરમિયાન ખાદીપ્રવૃત્તિને સર્વથા વરેલા, મૂક સેવક શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાનું ૭૩ વર્ષની ઉંમરે અવસાન થયું. આ સમાચારે ભારતભરમાં ઊંડા શાકની લાગણી પેદા કરી છે, કારણ કે જેની જોડ સહજમાં ન મળે એવા એક માનવરત્નની દેશને ખોટ પડી છે. સ્વરાજ્ય મળ્યા બાદ આપણા રાજકારણીત પુરુષામાં ભાગ્યે જ એવી વ્યકિત મળશે કે જે સત્તાલાલુપતાના દોષથી સર્વથા મુકત હોય. આવી વ્યકિત શ્રી વૈકુંઠભાઈ હતા. તેમનો પરિચય તા. ૧૬-૫-૬૩ના પ્રબુદ્ધ જીવનમાં મે આપ્યો છે. તેમાં કશું ઉમે:વાને બદલે તા. ૨૯-૧૦-૬૪ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલી તેમની અવસાન અંગેની તંત્રીનોંધનો અનુવાદ નીચે આપવાનું મને વધારે યોગ્ય લાગે છે:~ “શ્રી વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતાના અવસાનના કારણે એક ઉદાત્ત આત્માના અસ્તિત્વથી દેશ વંચિત બન્યા છે. એવી બહુ થોડી વ્યક્તિઓ વિષે એમ કહી શકાય એમ છે કે તેમણે સક્રિય જાહેર જીવનની અથડામણમાં આખું જીવન પસાર કર્યું હતું, અને એમ છતાં પણ, તેમનામાં વિનમ્રતા જ વિક્સતી રહી હતી અને તેમનું જીવન મૂક સેવાને વધારે ને વધારે અર્પિત થતું રહ્યું હતું. વૈકુંઠભાઈના અભિપ્રાયો પાછળ ઊંડી પ્રતીતિનું બળ રહેતું અને એમ છતાં પોતાના અભિપ્રાયો એવી કુશળ તટસ્થતાથી તેઓ રજુ કરતા કે તે સામેના વિરોધ ભાગ્યે જ ટકી શકતા. ગાંધીવાદી અર્થનીતિને તેઓ સુદ્રઢપણે વરેલા હતા અને ખાદી અને ગ્રામોદ્યોગ અંગેનાં ગાંધીજીનાં મન્તવ્યોને વૈજ્ઞાનિક પરિભાષામાં વધારે સચોટ રીતે ઘટાવવામાં તેમણે કદાચ અન્ય કોઈ ગાંધીવાદી કરતાં વધારે સફળતા પ્રાપ્ત કરી હતી, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના પ્રમુખ 5 ૧૩૩ તરીકે, ગાંધીજીના અવસાન બાદ જે ખાદીપ્રવૃત્તિમાં મંદતા આવી હતી તે ખાદીપ્રવૃત્તિને તેમણે નવા વેશ આપ્યા હતા. શ્રી વૈકુંઠભાઈ સુદ્રઢપણે માનતા હતા કે ભારતના ગ્રામ્યજીવનને કોરી ખાતી ગરીબાઈની નક્કર વાસ્તવિકતા જોતાં ખાદીનું વધારે ને વધારે આલંબન અનિવાર્ય બન્યું છે. હજુ થોડા મહિના ઉપર, જ્યારે ખાદી પાછળ ખરચાતી અઢળક રકમ એ પ્રજાનાં નાણાને કેવળ દુરૂપયોગ છે અને હવે તે ગાંધીવાદીઓના ક્રિયાકાંડ જેવી બની ગઈ છે એ પ્રકારના ખાદીપ્રવૃત્તિ સામે આક્ષેપેા થવા માંડયા હતા ત્યારે તેમણે ખાદીપ્રવૃત્તિના ભારે જોરદાર બચાવ કર્યો હતો. વૈકુંઠભાઈએ એ પ્રકારના ખાદીવિધીઓ સામે એવી દલીલ રજ કરી હતી કે દેશમાં વધતી જતી બેકારી તેમ જ અર્ધબેકારીની પરિસ્થિતિમાં ખાદીપ્રવૃત્તિના ગ્રામીણ ભારત માટે એક Social Securfty તરીકે–સામાજિક સહીસલામતી તરીકેબેકારી નિવારણના એક અને અનન્ય એવા ઉત્તમ ઉપાય તરીકે—વિચાર કરવા ઘટે છે. વૈકુંઠભાઈ આ દેશમાં સહકારી પ્રવૃત્તિના એક મહાન પુરસ્કર્તા હતા અને સહકારી પ્રવૃત્તિમાં તેમણે નવા પ્રાણ પુર્યા હતા. તેઓ જુના મુંબઈ રાજ્યના પાંચ વર્ષ સુધી અર્થસચિવ હતા તે દરમિયાન ગૃહઉદ્યોગને નવી પ્રતિષ્ઠા આપવાને તેમણે અથાક પ્રયાસ ક્યો હતા. ધંધાદારી નીતિનાં ઊંચાં ધારણા જળવાઈ રહે એ માટે તેઓ સતત ઝુઝતા રહ્યા હતા. ફીચર માર્કેટને નવું રૂપ આપવા અંગેના તેમના ફાળા ચિરસ્મરણીય લેખાય. જાહેર જીવનમાં પડેલા તેમ જ રાજ્યવહીવટ સાથે જોડાયેલા માણસોએ પ્રજા સમક્ષ વધારે ઊંચા ધારણા રજુ કરવા જોઈએ એવા તેમના સતત આગ્રહ રહેતા. જેમાં આત્મવિલાપન રહેલું છે એવા સમર્પણ પૂર્વકના જીવનનું એક અદ્ભુત દષ્ટાંત વૈકુંઠભાઈ પોતાના નિરવઘ સેવાપરાયણ જીવન દ્વારા આપણા સર્વના અનુકરણ માટે મૂકી ગયા છે.” • નાખેલ પીસ પ્રાઈઝ વિજેતા: ડા.. માર્ટીન લ્યુથર કીંગ જે વ્યકિતવિશેષના આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના સર્વપ્રથમ વ્યાખ્યાનમાં શ્રી સત્યેન્દ્રકુમાર ડે એ પરિચય કરાવ્યો હતા તે અમેરિકાના હબસી આગેવાન ડૉ માર્ટીન લ્યુથર કીંગને ૧૯૬૪ નું નં બેલ પીસ પ્રાઈઝ આપવાની થોડા સમય પહેલાં જાહેરાત કરવામાં આવી છે. આ પારિતોષિક સ્વીડીશ ક્રાઉન્સ ૨,૭૩,૦૦૦ નું એટલે કે રૂા. ૨,૯૨,૫૦૦નું છે. આ પારિતોષિક ૧૯૬૦ ની સાલમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય નેતા શ્રી ચીફ આર્થર લુથુલીને આપવામાં આવ્યું હતું. આ રીતે ચાર વર્ષના ગાળામાં આ પારિતાષિક એટલા જ ખ્યાતનામ બીજા હબસી આગેવાન ડૉ. કીંગને મળે છે એ ભારે સૂચક તથા આનંદજનક ઘટના છે. આ પારિતોષિક અંગેની યોગ્યતા સૂચક જાહેરાતમાં “ડૉ. માર્ટીન લ્યુથર કીંગની પ્રવૃત્તિની ખાસ વિશેતા એ છેકે તેએ એકસરખી રીતે અહિંસાના સિદ્ધાંતને અનુસરી રહ્યા છે.” આ મુજબ ખાસ ઉલ્લેખ – Citation—કરવામાં આવેલ છે. ડા કીંગના યાયામાં આવેલ આટલાન્ટામાં જન્મ થયા હતા. આજે તેમની ઉંમર ૩૫ વર્ષની છે; અને એ રીતે આ નોબેલ પ્રાઈઝ આજ સુધીમાં મેળવનારી વ્યકિતઓમાં ડૅા, કીંગ સૌથી નાની ઉંમરના હોવાનું માનવામાં આવે છે. તેમનું છેલ્લું પુસ્તક - *Why we cant wait? '' - જેમાં અમેરિકામાં હબૂ– સીઓની નાગરિક હક્કો અંગે ચાલતી લડતનું વિવરણ કરવામાં આવેલ છે તે પુસ્તક-છેલ્લા મહિના દરમિયાન લંડનમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. હબસીઓ પ્રત્યે દાખવવામાં આવતી અસહિષ્ણુતાનાઅપમાનભરી વર્તણુંકના – ડા. કીંગને બહુ નાની ઉંમરથી ખ્યાલ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy