________________
૧૩૨
પ્રબુદ્ધ જીવન
આપણે આટલા દરિદ્ર ન હોઈએ. બચપણી જ બાળકોને પૂરતું દૂધ અને ફળો આપી શકીએ તો તેઓનાં શરીર સરસ બંધાય અને તંદુરસ્તીના પાયા એવા મજબૂત બને કે રોગ એની પાસે ફરકી જ
ન શકે.
આજે આપણે એવા વિષચક્રમાં ફસાયા છીએ કે એમાં ને એમાં જ ઘૂમ્યા કરીએ છીએ. એમાંથી નીકળવાના રસ્તે જડતા નથી. પણ આ વિષચક્ર કયારેક તો કોઈએ તોડવું જ પડશે. તે સિવાય આપણા ઉદ્ધાર નથી.
સંસારનું 'અમૃતફળ નાળિયેર પહેલાં છ પૈસાનું એક મળનું હતું. તેમાંનું શ્રીકાર મીઠું જળ અને સ્વાદિષ્ટ તેમ જ પૌષ્ટિક કુણુ કોપરું અથવા મલાઈ લોકો હોંશે હોંશે ખાતા હતા. આ ફળ માનવતંદુરસ્તીમાં મોટો ભાગ ભજવી શકે. ધીરે ધીરે ભાવ વધ્યા, છ પૈસામાંથી ત્રણ આના—પછી તો ચાર આના, છઆના અને આજે આઠ આના પર મામલા આવ્યો છે. કેટલીક જગ્યાઓએ તે બાર આને પણ નાળિયેર વેચાય છે. ધીરે ધીરે રૂપિયા પણ થશે અને તે ગરીબાનું ફળ માત્ર શ્રીમંતાનાં શેખનું સાધન બની જશે. નાળિમેરી તા જે પહેલાં હતી તે જ આજે છે. એ તા પહેલાં જેમ ફળો આપતી હતી તેમ આજે પણ આપે છે. જેમ વરસાદ પાણી આપે છે, સૂર્ય ગરમી આપે છે, તેમ તેની પાસે કોઈ તાળાબંચા નથી, પણ માનવ - હાથ, લાભી - લાલચુ માનવ - પડછાયો જ્યાં પડે છે ત્યાં આવા તાળાબંચા ઊભા થાય છે, અને કૃત્રિમ મોંઘારત ઊભી થઈ જાય છે. સારું છે કે હવાપાણી અને સૂર્યની ગરમી ઉપર એ ભમરાળા માનવપંજો પડયો નથી, નહિતર એનું પણ બજારમાં વેંચાણ થાય, ભાવા વધે અને જે ખરીદી શકે તે મેળવે ને જીવી શકે–બીજા બધા મરી જાય.
કેળાં, જે છ આને, આઠ આને કે દસ આને ડઝન હતા, તે આજે રૂપિયે ડઝન થયાં છે. દેશનાં લોકોને મળે કે ન મળે, પણ જથ્થાબંધ પરદેશ ચડાવવાના શેખ જાગ્યો છે. આ ફળ સસ્તામાં સસ્તું હતું, તે પણ ધીમે ધીમે મોંઘું થતું જાય છે. આજે ફળ ખાવા તે માત્ર શ્રીમંતાન શેખ ગણાય છે. પણ જરૂરિયાતવાળા ગરીબ કે બિમાંરો એનો છૂટથી ઉપયોગ કરી શકતા નથી. નારંગી કે મુસંબીનો નો વિચાર જ ન થઈ શકે, એટલી હદે એ ફળા ચોંઘાં છે.
દેશના કેટલાંયે નિકો, જેમનાં હૃદયમાં દયા અને સહાનુ ભૂતિનું ઝરણું વહેલું હોય છે, અગર તો કેટલાક લોકોને પેાતાની પ્રસિદ્ધિના શેખ હોય છે, તેવા લાખો રૂપિયાનાં દાન કરીને માટી માટી હાસ્પિટલા બંધાવે છે, ફ઼ી દવાખાનાઓ ઊભાં કરે છે અને મધ્યમ અને ગરીબ વર્ગનાં બિમારો માટે સગવડ કરી આપે છે. કોઈ નિકો વળી દવાની લેબોરેટરીઓ ઊભી કરે છે, તો કોઈ સસ્તી દવાની સગવડ કરે છે. આ કામા જરૂર માનવલ્યાણનાં છે, પણ આમાંનાં કોઈ વિચારશીલ ધનિકનાં હૃદયમાં ભગવાન વસે ને તેને એવા કોઈ વિચાર આવે કે, “આ બધી વાતો ખરી, પણ આ રોગો વધે તેના ઉપચારો સસ્તામાં કે મફત કરવા કરતાં, એ રાગેા જ ન થાય અને લોકોની શારીરિક તંદુરસ્તી, માનસિક આરોગ્ય અને પ્રરાન્નતા વધે તેને માટે કંઈક સંગીન યોજના કરીને એને અમલમાં મૂકવી જોઈએ,” તો કેવું સારું!
તા. ૧-૧૧-૬૪
હતી. આ વાંચીને મને બહુ જ આનંદ થયો. પછી તે યોજનાનું શું થયું તે ખબર નથી, પણ તે પરથી વિચાર આવે છે કે વિચારશીલ અને ભાવનાવાળા લોકો જો આવું એકાદ કાર્ય મિશનરી સ્પિરીટથી લઈને બેસી જાય તો કેવી સુંદર સેવા થઈ શકે.
આ તકે એક બીજા ભાવનાશીલ મિશનરીનું નામ યાદ આવે છે. તેમનું નામ શ્રી સ્ટેન્લી જોન્સ. તે એક રજપૂત કન્યાને પરણ્યાં છે, પોતે ખ્રિસ્તી મિશનરીમાંથી હિંદુ બન્યા, અને સીમલા પાસે તેણે સફરજનનાં બગીચાઓ બનાવ્યાં છે. આજે વધારેમાં વધારે અને ઉત્તમ પ્રકારનાં વિશ્વનાં સફરજનની જાત એનાં બગીચામાંથી જ મળે છે.
ઘર્ણા વર્ષો પહેલાં “ગુજરાતી” નામનું એક સાપ્તાહિક મુંબઈમાંથી પ્રગટ થતું હતું. તેમાં આવી એક યોજના વિષે મે' વાંચ્યું હતું. આ યોજના રસ્તી મુસંબી બિમાર અને જરૂરિયાતવાળાઓને મળી શકે તે માટેની હતી. પૂના પાસે મોટી જમીન ખરીદીને ત્યાં મુસંબીની વાડીઓ કરવી, અને મેાટા જથ્થામાં મુસંબીઓ શહેરો અને ગામડાંનાં લોકોને વધારેમાં વધારે ચાર આને ડઝન મળી શકે તે માટેની વિગતપૂર્ણ અને વ્યવહારિક યોજના
માનવીની મેલી નજર જ્યારે ભગવાને આપેલા અદ્ભુત ફળા ઉપર પડે છે ત્યારે એ અમૃત ઝેરમાં કેમ ફેરવાઈ જાય છે તેનું જવલંત ઉદાહરણ બેંગલેારની ધરતી આપે છે. ત્યાંની ધરતી અમુક પ્રકારની દ્રાક્ષ માટે ખૂબ જ અનુકૂળ છે અને ત્યાં તે દ્રાક્ષનો પાક મબલખ પ્રમાણમાં ઊતરે છે. આટલી બધી દ્રાક્ષ) જો બજારમાં આવે તો બે કે ત્રણ આને શેરથી વેચવી પડે. આ વિપુલ પાકનો શો ઉપયોગ કરવા! લોકોને સસ્તામાં આવી સુંદર દ્રાક્ષ મળે અને તેઓ ફળા ખાતા થઈ જાય તે કેમ પરવડે? એટલે તેમાંથી શરાબ બનાવવાનો વિચાર આવ્યો. અને આજે બેંગલેારની ધરતી પર સુંદર દ્રાક્ષનાં બગીચાઓમાં દારૂ ગાળવાની અનેક ભઠ્ઠીઓ ધમધમતી થઈ છે. કુદરતની મહેર અને માનવબુદ્ધિનું ઝેર એ બેના સરવાળા તે શરાબ. તે લોકોનાં તન, મન અને ધનને બેભાન બનાવીને કેવા કેવા માનવતાહીન કૃત્યો કરાવે છે તે અજાણ્યું નથી.
એક ઠેકાણે આપણાં માનવતાનાં મિશનરી પૂજ્ય રવિશંકર દાદાએ કહ્યું છે કે, “રળિયામણી ધરતી પરથી અનાજનાં પાક ઉતારો, ફળાનાં પાક ઉતારો, ફ્ લાની બહાર આવવા દો, પણ શીદને ભમરાળી તમાકુમાં મન પરોવા છે?”
ઉરુલી કાંચનનાં મનેરમ્ય દ્રાક્ષના લતા—મંડા
પૂનાથી ૧૮ માઈલ દૂ૨ ઉરુલી કાંચનનું નિસર્ગોપચાર કેન્દ્ર પૂ. વિનોબાજીનાં લઘુબંધુ પૂ. બાળકોબાજી ભાવે આજે પણ ઘણાં વર્ષોથી ચલાવે છે. અને જ્યારે જ્યારે કોઈ કામસર જૂના જવાનું થાય છે ત્યારે આ પવિત્ર આશ્રમની મુલાકાત લેવાનો લાભ રોકી શકાત નથી. મારે મનથી એ યાત્રાધામ જેવું છે. અનાજ, ફળ, શાકભાજી, અને દૂધ આદિમાં એ આશ્ચમ પગભર છે, એટલે આશ્રામની આસપાસ હરિયાળી વાડીઓ, બગીચા અને ખેતરો ઝૂલી રહ્યાં છે. આશ્રમની પોતાની ગૌશાળા છે તેમાં તંદુરસ્ત, મજબૂત અને મેાટા કાઠાની માતેલી ગાયાને જોઈને મન પ્રસન્ન થાય છે. આમાંની કેટલીક ગાયા તો રોજનું ૪૮ શેર દૂધ આપે છે. ઉપર કહ્યું તેમ આવા કાર્યોનું વ્યવસ્થિત સંચાલન કરવા માટે મિશનરી ધગશવાળા કોઈ કાર્યકર જોઈએ. શ્રી મણિભાઈ એવા જ કાર્યકર છે અને તેઓનાં માર્ગદર્શન તળે જ ખેતી અને ગૌશાળા દિનપ્રતિદિન પ્રગતિ સાધતો જાય છે.
બે વર્ષથી તેઓએ આશ્રમની ભૂમિનાં મેટા ભાગમાં દ્રાક્ષનાં મંડપેા કર્યાં છે. દ્રાક્ષેાની જાતો પણ ખૂબ સરસ અને લગભગ ૧૩-૧૪ જેટલી બગીચામાં વાવી છે. પહેલે જ વર્ષે આશ્ચર્યજનક પાક આવ્યો. આ વાવેતરમાં આશ્રમને ૨૮ હજારના ખર્ચ આવ્યો હતો.
પણ પહેલે જ વર્ષે જે પાક થયા તેનાં ૩૦ હજાર ઉપજ્યા ! એટલે યોગ્ય દોરવણીથી પહેલે જ વર્ષે ખર્ચ નીકળી ગયો. આ બીજું વર્ષ છે. માર્ચ માસમાં હું ત્યાં ગઈ હતી. મેં ત્યાંનાં સુંદર દ્રાક્ષનાં બગીચાઓ વિષે સાંભળ્યું હતું, પણ જ્યારે પ્રત્યક્ષ દર્શન કર્યાં ત્યારે તા આશ્ચર્યજનક મુગ્ધ થઈ જવાયું. કેટલાય એક્શનમાં વિસ્તારમાં વેલેથી આચ્છાદિત મંડપા જ દેખાય. અને આ મંડામાં પાંદડાં