________________
તા. ૧-૧૧-૯૪
નાના આકાય લઈ તેમનું જીવન વર્ણવાયું. આ ત્રીજા સ્તરમાં આ એક ભેદ જણાય છે, જેને તાત્ત્વિક રીતે ભેદ ગણાય નહીં. વળી તે કાળના મહાપુરુષોની બીજી કથાઓ જેવી કે કૃષ્ણ–રામની કથાઓ – તેમાંની કેટલીક ઘટનાઓનું સામ્ય પણ મહાવીર— કથામાં દેખાય તે સ્વાભાવિક છે. એમ પણ કહી શકાય કે તે કાળના બીજા કાવ્યાત્મક ચરિતગ્રન્થોની હોડમાં પણ આ કાળની ચરિતકથા ઊતરી શકે એવી છે. આથી પ્રાકૃત કથામાં નહીં એવી કેટલીક અસામાન્ય ઘટના પણ ચસ્તિમાં દાખલ થાય એ સ્વાભાવિક છે. વળી શ્વેતામ્બર અને દિગંબર મહાવીરચરિતમાં પણ કેટલાક જે ભેદ પડી ગયો હતો તે પણ આ કાળમાં સ્પષ્ટ થાય છે. જેમકે ભગવાન મહાવીર પરણ્યા હતા કે નહીં, તીર્થંકર આહાર કરતા હતા કે નહીં આદિ. આ બધું છતાં એક વાત સ્પષ્ટ જ રહી છે કે જૈન સંપ્રદાયની જે મૌલિક ભાવના છે કેઆત્મા ક્રમે કરીને જ ઉન્નતિના શિખરે પહોંચે છે એમાં જરાય ભેદ પડયો નથી. એ સિદ્ધાંત કાયમ
રાખીને જ તેમના જીવનમાં અલૌકિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રબુદ્ધ જીવન
પણ બૌદ્ધોના સંપ્રદાયભેદને કારણે બુદ્ધના ચરિત્રમાં પણ મૌલિક ભેદ પડી ગયા છે. હીનયાનમાં બુદ્ધને માનવ ચીતરવામાં આવે છે, પણ મહાયાનમાં તે માનવ નથી રહેતા પણ નિત્યસિદ્ધ એવા બુદ્ધના અવતારરૂપ બની જાય છે. આથી તેમની જીવનકથામાં લીલાનું તત્ત્વ દાખલ થાય છે. ઈશ્વરના અવતારરૂપ કૃષ્ણ કે રામ સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે તે તેમની લીલા ગણાય છે; તેમ બુદ્ધચરિતમાં પણ વારે વારે કહેવામાં આવે છે કે ભગવાન પણ લેકાનુભવન ખાતર જ ભણવા જાય છે, પરણે છે, અને બીજા બધાં સાંસરિક કાર્યો કરે છે. ભણવા વિષે મહાવીરામાં પણ એમ કહેવામાં આવ્યું છે કે તેમને ભણવાની જરૂર ન હતી, કારણ તેમને વિશિષ્ટ જ્ઞાન હતું, પણ એ સ્પષ્ટ છે કે તેઓ ઈશ્વર કે સર્વજ્ઞ નથી. આને આપણે અતિશય—ઋદ્ધિ માનીએ; પણ બુદ્ધચરિતમાં તો સ્પષ્ટ કહ્યું છે કે તે તો સંસારકાળમાં પણ સર્વજ્ઞ જ હતા. વળી, એથી પણ આગળ વધીને બુદ્ધ કૃષ્ણની જેમ ૮૪ હજાર પત્નીઓને રીઝવે છે તે પણ લોકાનુભવનની લીલા જ છે. આવી તો કેટલીય ઘટનાએ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશાદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે તે કૃષ્ણની ગોપીઓની યાદ આપે છે. વળી એ ગેાપા રાધાની જેમ સર્વ પત્નીઓમાં પ્રધાન પણ છે.
વળી બુદ્ધ અને ગોપા એ બન્ને જાણેકે પ્રારંભથી સર્વગુણ સંપન્ન જ હોય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કોઈ માનવનું ચરિત નથી પણ અવતારી પુરુષનું ચરિત છે.
હીનયાનના આદર્શ હતા કે બુદ્ધ સ્વયં પોતાનું આયુ પૂરું થાય એટલે નિર્વાણને પામે છે. આથી વિરુદ્ધ મહાયાનનો આદર્શ એ છે કે બોધિસત્વને નિર્વાણ હોય નહીં. તે તો જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનબદ્ધ છે ત્યાં સુધી મુકિતાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજા સ્તરની બુદ્ધથામાં ભેદ પડી ગયા છે.
અપૂર્ણ
દલસુખ માલવણિયા પૃષ્ઠ
પંડિત જવાહરલાલ નેહરુ ૧૨૭
વિષયસૂચિ
What is culture?
સંસ્કૃતિ એટલે શું? ભગવાન બુદ્ધ અને મહાવીર હે.ની એપલીસીડ
પ્રકીર્ણ નોંધ : આદર્શપરાયણ જીવનનો નમુના, નોબલ પીસ પ્રાઈઝ વિજેતા: ડૉ. માર્ટીન લ્યુથર કીંગ, એકની જીવનજ્યોત બુઝાણી: બેની જીવનજ્યોત જલતી થઈ!
દલસુખ માલવણિયા ૧૩૦ પૂર્ણિમા પકવાસા ૧૩૧ ઉત્તમ પરમાનંદ ૧૩૩
1
૧૩૧
જહેાની એપલીસીડ
લગભગ દોઢસો વર્ષ પહેલાં અમેરિકામાં આ મિશનરી થઈ ગયા. આ મિશનરી, કહેવાતા ધર્મના મિશનરી નહાતા, પણ. સાચા માનવધર્મી મિશનરી હતા.
માનવીનાં સુખ માટે ધન, રાત્તા, રાજકારણ આદિ મહત્વનાં નથી, પરંતુ એ માટે યોગ્ય ખોરાક, અને સંતાપી જીવન વધારે મહત્ત્વનાં છે. તેમાં એ વધારે તંદુરસ્ત અને પ્રરાન રહી શકે છે. આ સાધુચરિત્ર માણસ બહુ જ ગરીબ હતો. તેની પાસે ઉચ્ચ ભાવના અને ધગશ હતાં, છતાં લોકહિતાર્થે વાપરવાને પૈસા નહોતો, પણ તેથી મેં વધારે રામૃદ્ધ મન અને પ્રબળ પુરુષાર્થ એની પાસે હતાં. એ માનવસુખને સાચા ભેખધારી હતા. એણે વિચાર્યું કે “એપલ” એટલે કે સફરજન, એ એક એવું ફળ છે કે જો દરેક વ્યકિત રોજ એક ખાઈ શકે તો તે કદિ બિમાર ન પડે, અને તેને ઘેર કદિ ડૅાકટર આવે નહિ; “ Apple a day keeps doctor away ''. એ એનું પ્રસિદ્ધ વાકય છે. આ વાત તો ખરી, પણ લોકોને આ મેધા ફળ ખાતા કેમ કરવા? એણે વિચાર્યું કે મારકેટમાંથી ખરીદીને આ ફળો તો માત્ર ધનવાન લોકો જ ખાઈ શકે. પણ ગરીબ - તવંગર બધા લેકને આ ફળો ખાતા કરવા માટે કોઈક સચેટ ઉપાયની જરૂર હતી. એનાં ભાવનાશીલ માનસે ઉપાય શોધી કાઢયા કે ઘેરઘેર સફરજનનાં ઝાડ વાવવા – એમ થાય તે ઘરનાં માણસા, બાળ - બચ્ચાંઓ નિરાંતે ફળો ખાઈ શકે. તે માટે ન પૈસાની જરૂર કે ન તે ખરીદવા માટે મારકેટમાં જવાની જરૂર, બસ! ઉપાય મળી ગયો.
એને ઘર-બાર કે કુટુંબકબીલા નહાતાં. પોતે એકલરામ ને એકલવિહારી હતો. મજૂરી કરીને એણે થોડા પૈસા મેળવ્યા અને એમાંથી સફરજનનાં બીજ ખરીદ્યાં. એને પેાતાને પણ ફળ કેમ વાવવાં, અને કેમ ઉછેરવાં એની જાણકારી ન હતી, તેથી તે એક સફરજનના બગીચામાં થોડો વખત નોકરીએ રહ્યો અને જોઈતા અભ્યાસ કરી લીધો. પછી તો એ બીજ ભરેલા કોથળા ખભે નાખીને એણે ગામડે ગામડે અને નગરે - નગરે ફરવા માંડયું. ઘેરઘેર બી વહેંચતા જાય અને સાથે સાથે એને વાવવાની અને
ઉછેરવાની રીત શીખવતા જાય. કેટલેક
ઠેકાણે તો પોતે જ હોંશે
હાંશે કયારા કરી આપતા અને બીજ વાવી આપતા. ઘરનાં લોકો
અને વિશેષ કરીને બાળકો રસપૂર્વક આ જોતા અને મદદ કરતા. તે દિવસભર આ પ્રમાણે એક ગામથી બીજે ગામ ફરે અને રાત્રે બ્રેડનો ટુકડો ખાઈ, પાણી પીને ઝાડ તળે સૂઈ રહેતા, થોડા જ વખતમાં એની ભાવના અને પુરુષાર્થનાં ફળસ્વરૂપે ઘેરઘેર સફરજનનાં વિકસિત વૃક્ષો ઝૂમવા લાગ્યા અને ફળોના પાક ઉતરતાં તો લોકોના હરખનો પાર ન રહ્યો. બધા જહાનીને મનભરીને આશીર્વાદ દેવા લાગ્યા, અને જ્હાની એપલસીડના પ્યારભર્યા નામે તેને બોલાવવા લાગ્યા. જે ફળ માત્ર ધનવાનોનું ફળ ગણાતું હતું તે હવે આમજનતાનું ફળ બની ગયું. પોતાનાં આંગણામાંનાં વૃક્ષ ઉપરથી પોતાને હાથે જ તોડી તોડીને સુંદર ગુલાબી સફરજના ખાતા ગુલાબી બાળકોને જોઈને જહાનીનો આત્મા પુલકિત થઈ ઊઠતા. આ પ્રમાણે એ જમાનામાં સફરજન ખાવાનો એણે પ્રચાર કર્યો, પોતાની ધ્યેયસિદ્ધિ માટે ફકીર બન્યા.
આજે દવાઓ, ડૉકટરો અને દવાખાનાઓ વધ્યાં, દવા બના વવાની લેબોરેટરીઓ વધી. રોગ થયા પછી એને મટાડવાના ઉપાયો વિષે આવિષ્કાર થાય છે. પણ એ રોગ જ ન થાય તે માટે પ્રતિબંધક “ preventive » માટે બહુ વિચાર કરવામાં આવતા નથી. માનવ ખોરાકમાં જૉ ફળોનું પ્રાધાન્ય હોય, આપણા રોજિંદા આહારમાં અર્ધો ભાગ ફળાના હાય તો તંદુરસ્તીને ક્ષેત્રે