________________
૧૩૦
પ્રબુદ્ધ જીવન
ભગવાન બુદ્ધ અને મહાવીર
(આ વખતની મુંબઈ તેમ જ અમદાવાદની પર્યાપણ વ્યાખ્યાનમાળામાં આ વિષય ઉપર પંડિત શ્રી દલસુખભાઇ માલવણિયાએ વ્યાખ્યાનો આપ્યાં તેને સમગ્ર રીતે આવરી લેતા નિબંધ તેમણે જ તૈયાર કરીને મોકલ્યા છે, જે નીચે ક્રમશ : પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) જીવનકથાના ત્રણ સ્તરો : પ્રથમ સ્તર
ભગવાન બુદ્ધ અને મહાવીરના જીવનચરિતાના વિચાર કરીએ તો જણાશે કે તે અનેક સ્તરોમાંથી પસાર થયાં છે, જૈનામાં સૂત્રાગમ અને બૌદ્ધોમાં પિટક—આ પ્રાચીન શાસ્ત્રોમાં બંનેની ક્થાના એક એક છે તો જૈન ટીકાગ્ર થા અને ચરિતગ્રંથા અને બૌદ્ધોમાં અટ્ટકથા અને મહાયાની બુદ્ધચરિતામાં કથાના વળાંક જરા જુદો જ છે. અહીં એ વિષે જરા વિસ્તારથી વિચાર કરીએ.
જૈન આગમ સૂત્ર અને પિટકમાં બંને મહાપુરુષનું જે જીવન ફ ટ થાય છે તે એ છે કે એક માનવે કરેલા આધ્યાત્મિક વિકાસ, તેની ચરમ સીમાએ કેવી કેવી યાતનાઓમાંથી પસાર થયા પછી પહેાંચે છે. તેમાં માનવમાંથી અતિમાનવનું સર્જન કેવી રીતે થયું તે સામાન્ય માનવી પણ સમજી શકે છે, અને સ્હેજે પ્રેરણા પણ
મેળવી શકે છે.
પરંતુ સુબદ્ધ સંપ્રદાયના નાયક તરીકે સ્વીકારાઈ ગયા પછી બંને મહાપુરુષના જીવનચરિતની કથા તે પછીના કાળમાં જરા બદલાઈ જાય છે. મૂળ સૂત્ર અને પિટકમાં જે વર્ણન છે તે સમકાલીન ગણી શકાય તેવું છે અને એમ સહેજે કહી શકાય કે તેમાં કવિકલ્પનાને બહુ જ ઓછા અવકાશ મળ્યો છે. પણ પછીના ચરિતગ્રન્થાના કાળ જેમ બદલાઈ ગયો તેમ લેખકની કલ્પના પણ બદલાઈ ગઈ અને ચરિતગ્રન્થામાં સાંપ્રદાયિક પુટને વધારે અવકાશ મળ્યા.
પ્રથમ અને પછીના સ્તરોમાં જેવા મૌલિક ભેદ બુદ્ધચરિતમાં જણાય છે તેવા ભેદ મહાવીરચરિતમાં નથી. તેનું કારણ એ છે કે તીર્થંકર વિષૅની મૌલિક માન્યતામાં જૈન સંપ્રદાયામાં નજીવા ભેદ પડયો છે. જયારે બુદ્ધ વિષેની માન્યતામાં તા મૌલિક પરિવર્તન થઈ ગયું છે. આથી પિટક અને મહાયાની બુદ્ધ એક જ છતાં કથાવર્ણનની દષ્ટિમાં પણ મૌલિક ભેદ પડી ગયા છે
જૈન બૌદ્ધની જૂની અને મૌલિક માન્યતા એવી છે કે સંસારચક્રમાં પડેલ માનવી તેના કોઈ પૂર્વજન્મમાં સલ પ્રાણીને હિતકારી થવાની ભાવના ભાવે છે, તે પ્રમાણે આચરણ કરે છે અને પોતાના આત્માને ઉન્નત કરતા કરતા અંતિમ માનવભવમાં તીર્થંકર કે બુદ્ધ બને છે. સામાન્ય માનવી અને એમનામાં જે કાંઈ ભેદ હોય છે તે આત્માના સંસ્કારના હોય છે અને એથી તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે નેતા બને છે. આવા સ્વાભાવિક ભેદ વિના બીજા કશા ભેદ બીજા સામાન્ય માનવીમાં અને તીર્થંકર બુદ્ધમાં હોતા નથી. સારાંશ એ છે કે એ બંને પ્રારંભથી એટલે કે અનાદિ કાળથી સંપૂર્ણ શુદ્ધ બુદ્ધ હૉતા નથી, પણ ક્રમે કરી શુદ્ધ થાય છે અને તીર્થંકર અથવા બુદ્ધ પદને પામે છે.
પ્રાચીન ચરિતા, જેમાં ભગવાન મહાવીર અને બુદ્ધના ચરિતાનું વર્ણન છે તે આ ભૂમિકા સ્વીકારીને થયેલું છે. એથી બંને મહાપુરુષોને આત્માને ઉન્નત બનાવવા માટે સર્વસામાન્ય પ્રયાસ કરવા જરૂરી થઈ પડે છે. આથી બંનેનાં જીવનમાં ગૃહત્યાગ, સંન્યાસ અને તપશ્ચર્યાનું વર્ણન આવે છે. ભ. મહાવીરને તપશ્ચર્યાના માર્ગમાં સન્માર્ગ દેખાય છે, જ્યારે બુદ્ધને તેં માર્ગ, અમુક અનુભવ પછી, છેડવા જેવા લાગ્યો છે. તે તેમની પ્રકૃતિના વૈવિધ્યને કારણે બને. પણ સામાન્ય માનવી પોતાની ધારણાથી કે બીજા પાસેથી જાણીને જેમ માર્ગાવલંબી બને છે અને સારાસારના વિવેક કરી ગ્રહણ કરી
A
તા. ૧-૧૧-૬૪
આગળ વધે છે તે જ રીતે એ બંને મહાપુરુષો વધ્યા છે તેવી છાપ પ્રાચીન ચરિત્ર આપે છે. ખીજો સ્તર
પણ જ્યારે એ બંને મહાપુરુષોની જીવનકથાના બીજા સ્તરમાં —એટલે કે સમકાલીન નહિ પણ પછીના કાળમાં સાંપ્રદાય સુબદ્ધ થયા પછી કથાનું જે આલેખન થાય છે ત્યારે એ બંનેની કથામાં કેટલાંક અલૌકિક તત્ત્વા દાખલ થાય છે અને પૂર્વજન્મની કથાઓન
વિસ્તાર વધી જાય છે.
ભગવાન મહાવીરની જીવનકથા ભ. ઋષભથી પણ પહેલાંના કાળના મહાવીરના ભવની વાતથી શરૂ થાય છે અને તીર્થંકર થવાની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થઈ તે વર્ણન એ કથામાં છે. ષભદેવના પૌત્ર તરીકે એટલે કે તીર્થંકરના પૌત્ર, વળી ભાવીમાં ચક્રવર્તી અને તીર્થંકર થવાની આગાહી સાંભળી મનમાં ગર્વ—આવી આવી જીવનની અનેક વાતો ચરિતમાં ગૂંથી લઈને ભગવાન મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે તેના કર્મબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલારો કરવા પ્રયત્ન કર્યો છે. આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કર્મનિયમની ભગવાન મહાવીરના ચરિતદ્રારા સમજ આપવાના છે. કર્મના નિયમ એ સલ જીવને ઈશ્વરની અધીનતામાંથી છેડાવી સ્વાધીન કરે છે. આ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ઘડતર લેખકે કર્યું છે.
અને હવે સંપ્રદાય સુસ્થિર થયા હોઈ અને તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા ટાણે ટાણે જીવનકથામાં દેવાને ભગવાનના સેવકો અને ગૂજકો તરીકે ચીતર્યા છે. આના ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરના જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતા – તૃષ્ણાત્યાગના – તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેશને માનવા બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે તે તો આ ભગવાન મહાવીર, જે આત્મિકસંપત્તિનું વિતરણ કરે છે તેમના દાસ છે. તો બાહ્ય અને આત્મિક એ બન્ને પ્રકારની સંપત્તિએમાં આત્મિકસંપત્તિ જ ચડિયાતી ઠરે છે. એથી પૂજવા હાય તા તીર્થંકરને જ પૂજવા, જેની પૂજા આ લામાં પૂજાતા દેવા પણ કરે છે.
ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્કૃત્યોનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌને યથાયોગ્ય વિનિયોગ કરીને બુદ્ધના પૂર્વભવ સાથે – બોધિસત્ત્વના જીવન સાથે—સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધે બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણા, મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણાને ક્રમે કરી કેમ વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાનો એ જીવનકથાના ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણ દેવેશનું આગમન એ જ ઉદ્દેશીને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે.
બીજી રીતે વિચારીએ તો ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂતિરૂપ બની ગઈ છે. કર્મના નિયમ અચળ છે. એ બન્નેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીર – કથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણા હોય તેના વિકાસ કેવી રીતે કરવા તેનો ઉઠાવ બુદ્ધકથામાં છે. બન્નેનું એ સામાન્ય તત્ત્વ તો છે જ કે ક્રમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે. તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હાતા.
ત્રીજા સ્તર
ત્રીજા સ્તરમાં મહાવીર કથાનું નિર્માણ પ્રાચીન પ્રાકૃત ભાષાને છેડીને સંસ્કૃતમાં થવા લાગ્યું. આથી સંસ્કૃત સાહિત્યની કવિકલ્પ