SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૧૪ સંસ્કૃતિ અનેક બાબતે-ત–ઉપર આધાર રાખે છે. પ્રજા અથવા લકોના ઘડતરની શરૂખીતમાં, જે મૂળ ઘાટ સંસ્કૃતિને અપાયો હોય તે બાદ કરીએ , તેના ઉપર ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને બીજા ઘણી જાતનાં તત્ત્વોની અસર પડતી હોય છે. અરબતાનની સંસ્કૃતિ તેની ભૂગોળ અને તેના રણ સાથે સંકળાયેલી છે, કેમ કે તે ત્યાં વધી છે. દેખીતી રીતે જ, જુના સમયમાં ભારતની સંસ્કૃતિ ઉપર-જેમ આપણા સાહિત્યમાં જોઈએ છીએ તેમ–હિમાલય, જંગલો, મોટી નદીઓ વગેરેની ઘણી અસર પડેલી છે. એ સંસ્કૃતિ ભારતની ધરતીમાંથી કુદરતી રીતે જ ઉત્પન્ન થઈ છે. સંસ્કૃતિના અનેક પાસાએ ઘણી વખત એમ બને છે કે સંસ્કૃતિનાં જુદા જુદા ક્ષેત્રો જેમ કે, શિલ્પકળા, સંગીત, અને સાહિત્ય-આમાંથી કોઈ પણ બે દેશના એકજ ક્ષેત્રનું પસ્પર મિશ્રણ થાય છે, અને ઘણીવાર બન્યું છે તેમ, આ બહુ સુખદ જોડાણમાં પરિણમે છે. ભારતના ઈતિહાસ વિશે મારે એ મત છે કે લગભગ ભારતની ચડતી અને પડતીનું–પ્રગતિ અને અવનતિનું–માપ અમુક સમયે તેનું મન બહારની દુનિયા તરફ ખુલ્લું રાખવામાં આવ્યું હતું કે બંધ રાખ્યું હતું અને ઉપરથી કાઢી શકીએ છીએ. જેમ જેમ તે પોતાનું માનસ વધારે બંધ કરતું ગયું તેમ તેમ તે વધારે સ્થગિત થતું ગયું. જીવન, પછી ભલે તે વ્યકિતનું, સમૂહનું, પ્રજાનું કે સમાજનું હોય, મુખ્યત્વે કરીને પ્રગતિશીલ, પરિવર્તનશીલ અને વિકારાશીલ તત્ત્વ છે. જે કાંઈ તેના ક્રિયાત્મક વિકાસને અટકાવે છે તે તેને ભારે નુક્સાન કરે છે અને તેની શકિતને હારા કરે છે. આપણી પાસે મહાન ધર્મો હતા અને તેઓની માનવજાત ઉપર ઘણી અસર હતી. છતાંય, જો હું કોઈ પણ વ્યકિતને દુભવવાની લેશમાત્ર વૃત્તિ સિવાય અને એ પ્રત્યેના પૂરા આદરપૂર્વક કહી શકું તે, આ જ ધર્મોએ, જેટલા અંશે માણસના મનને સ્થગિત, મતાગ્રહી અને ઝનુની બનાવ્યું છે તેટલા અંશે, મારા મત પ્રમાણે, તેની ખરાબ અસર થઈ છે. જે બાબતે તેમણે જણાવી છે તે સારી હશે, પણ જ્યારે એવો દાવો કરવામાં આવે છે કે તે બાબતો વિશે છેલ્લો શબ્દ હેવાઈ ગયો છે ત્યારે સમાજ સ્થગિત બની જાય છે. દરેક વ્યકિત, પ્રજા કે દેશમાં ચોક્કસ પ્રકારનું ઊંડાણ હોવું જોઈએ અને કયાંક તેનાં મૂળ હોવાં જોઈએ. જે ભૂતકાળ સદીઓના અનુભવ અને ડહાપણના સંશ્યરૂપ છે તેવા ભૂતકાળમાં તેનાં મૂળ ન હોય તો તેની કશી કિંમત નથી. તમારી પાસે તે હોવું જરૂરી છે. નહિતર, જેને વ્યકિતગત અથવા સમૂહગત રીતે તમારે માટે કશે જ અર્થ નથી તેવાની તમે એક ફિક્કી નકલ થઈ જવાના. બીજી બાજુ, ફકત મૂળિયાંમાં જ તમે નથી રહી શકતા. મૂળિયાંને પણ જો પ્રકાશ અને ખુલ્લી હવા ન મળે તે સૂકાઈ જાય છે. પ્રકાશ અને હવા મળે તે જ મૂળિયાં ટકી શકે છે, અને તે જ તેમાંથી ડાળીઓ અને ફ લે ઊગી શકે છે. તે પછી આ ટકાઉપણું અને ફાલવું ફલિવું એ બે મહત્ત્વના ત વચ્ચે તમે સમતોલપણું કેમ જાળવી શકો? આ બહુ જ અઘરું છે, કેમ કે, કેટલાક લેક, ફલપાનને પોષણ આપનાર મજબૂત મૂળિયું છે એ ભૂલીને ડાળી પરનાં ફ_લ અને પાનને જ ઘણા વિચાર કરે છે, ત્યારે બીજાએ મૂળિયાને એટલો બધો વિચાર કરે છે કે ફ ,લ અને પાનનું જાણે કે કશું અસ્તિત્વ જ ન હોય અને માત્ર થડ જ અવશેષરૂપે રહે છે. તે પછી આ બંને વચ્ચે સમધારણ સ્થાપિત કરવું એ જ મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. શું સંસ્કૃતિ માણસની અંદરના કોઈ વિકાસને સૂચવે છે? અલબત્ત, એ તો હોવો જ જોઈએ. આપણે બીજા સાથે કેમ વર્તીએ છીએ એ શું સંસ્કૃતિ છે? જરૂર, એ પણ હોવું જોઈએ. બીજાને સમ- જવાની તાકાત એ શું સંસ્કૃતિ છે? હા, હું એમજ ધારું છું. તમારી જાતને બીજાને સમજાવવાની શકિત એ સંસ્કૃતિ છે? હા, હું માનું છે કે, સંસ્કૃતિ એટલે એ બધું જ છે. જે માણસ બીજાના દષ્ટિબિંદુને સમજી નથી શકતો તે એટલા અંશે બુદ્ધિ અને સંસ્કૃતિમાં પછાત છે, કેમકે કદાચ ઘણી થોડી વિશિષ્ટ ભકિતઓ સિવાય કોઈ એક વ્યકિત પિતામાં પૂર્ણ ડહાપણ અને જ્ઞાન હોવાને દાવે. કરી ન જ શકે. સામેના પક્ષ અથવા સમૂહ પાસે પણ થોડુંક જ્ઞાન, ડહાપણ અથવા તેના કહેવામાં કંઈક તથ્ય હોઈ શકે છે અને ' જો આપણે આપણા મનનાં દ્વાર બંધ કરીને બેસી જઈએ તો આપણે ફકત આપણી જાતને તે પ્રકારના તળથી તે વંચિત કરીએ છીએ, એટલું જ નહિ પણ, આપણે મનનું એક એવું વલણ ઘડીએ છીએ કે એ એક સંસ્કારી માણસના વલણથી વિરૂદ્ધ છે એમ મારે કહેવું પડે. અંકારી માનસે, પિતાના સ્વત્વની રક્ષા સાથે, પિતાનાં બારી બારણાં ખુલ્લાં રાખવાં જોઈએ. બીજા માણસનું દષ્ટિ–બિંદુ પતાથી બિલકુલ વિરૂદ્ધ હોય તો પણ તેને સમજવાની શકિત હોવી જોઈએ. સહમત કે વિરૂદ્ધ મતને પ્રશ્ન તો તમે એક બાબતને બરાબર સમજો પછી આવે છે. નહિતર, એ તો આંધળી નકારાત્મકતા છે, જેને ખરી રીતે, કોઈ પણ પ્રશ્ન પ્રત્યેને સંસ્કારી અભિગમ લેખી ન જ શકાય.. બીજો એક શબ્દ વાપરવાને મને શેખ છે- વિજ્ઞાન, જીવનના પ્રશ્ન પ્રત્યેને વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? હું એમ માનું છું કે, વૈજ્ઞાનિક માર્ગ એ તો દરેક ચીજની તપાસ કરવાને, પ્રવેગ, ભૂલ અને અનુભવથી સત્ય શોધવાને, આ આમ જ હોઈ શકે એમ નહિ કહેવાનું, પણ એ એમ કેમ છે તે સમજવાનો પ્રયત્ન કરવાને, અને જે પિતાને ખાતરી થાય તો એ અપનાવવાને, અને તેથી વિરૂદ્ધ બીજી કશી સાબીતી મળે તે ક્ષણે પિતાને વિચાર બદલવાની શકિત ધરાવવાને, અને જયારે સત્ય મળે ત્યારે તે સત્યને અપનાવે તેવું ખુલ્લું મન રાખવાનું છે. જે સંસ્કૃતિ એટલે આ હોય તો આજની દુનિયામાં અને આજના દેશમાં તે કેટલા પ્રમાણમાં છે? દેખીતી રીતે જ, જે એ અત્યારે છે તેના કરતાં વધુ પ્રમાણમાં હતા તે આજના આપણા ઘણા પ્રશ્ન, દેશના અને આંતરદેશના, ઘણી સહેલાઈથી ઉકેલાઈ શકાયા હોત. લગભગ દુનિયાને દરેક દેશ એમ માને છે કે પિતે ભગવાનની-ઈશ્વરની–ખાસ કૃપાને પાત્ર છે અને તે પોતે, ખાસ પસંદ કરેલ લોકો અથવા જાતને છે અને બીજા લોકો સારા કે નરસા પણ–પિતાથી થોડા ઊતરતા છે. નવાઈની વાત તો એ છે કે પૂર્વ તેમ જ પશ્ચિમના દેશમાં, એક પણ અપવાદ સિવાય આ જાતની લાગણી સર્વત્ર પ્રવર્તે છે. પૂર્વની પ્રજા પોતાના ખ્યાલ, માન્યતાઓ અને અમુક બાબતમાં પોતે બીજા કરતાં ચડિયાતા છે એ ખ્યાલમાં ચક્યૂર છે. તેય, છેલ્લાં બેથી ત્રણ સૈકામાં, એ લેકેએ ઘણા ધમ્પા ખાધા છે, માર ખાધા છે, તેઓ અપમાનિત થયા છે, તેમની અવમાનના થઈ છે અને તેમનું ખૂબ શેષણ પણ થયું છે, અને તેથી, પિતે બીજાથી ઘણા ચડિયાતા છે એ જાતની લાગણી હોવા છતાં, એ લોકોને કબૂલ કરવું પડયું છે કે તેમને અન્ય પ્રજાઓ લાતો મારી શકે છે અને તેમને મનમાની રીતે ચૂસી શકે છે. થોડે ઘણે અંશે આને લીધે હવે તેમને વાસ્તવિકતાનું ભાન થયું છે, અને ચડિચાતાપણાની ભ્રમણામાંથી તેઓ મુકત થયા છે. મનમનામણું , ' . ' જો કે આપણે ભૌતિક અને તાંત્રિક બાબતમાં જોઈએ તેટલા આગળ વધેલા નથી એ દુ:ખની વાત છે, પણ એ બધી તો ઉપરછલ્લી બાબત છે અને આપણે ખરા મહત્ત્વની બાબતમાં–આધ્યા
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy